માઈકોફ્રીક્શન વાર્તા(૨૮)હાટડી-નિરંજન મહેતા

 હાટડી

મારા ઘરથી થોડે દૂર એક નાની દુકાન. આમ હતી દુકાન પણ કહી શકાય એક હાટડી. એક વયસ્ક તે ચલાવે જેમાં નાની નાની ઘરગથ્થું ચીજો અને સ્ટેશનરીનું વેચાણ કરે. આમ તો મારા ઘરની નીચે એક મોટી દુકાન ખરી જેનો ભાવ આ હાટડી કરતા ઓછો તો પણ હું હમેશા હાટડીમાંથી જ ખરીદું. નિયમિત ઘરાકને નાતે દુકાન માલિક સાથે ઠીક ઠીક ઓળખાણ એટલે ખાસ ઘરાકી ન હોય ત્યારે વાતો કરી તેઓ મન હળવું કરી લેતા.

અવારનવાર વાતોથી તેમના વિષે જે થોડીઘણી જાણકારી મળી હતી તે પરથી સમજાયું કે તે અને તેમના પત્ની બે જ ઘરમાં રહે છે. બે સંતાનોને ભણાવ્યા અને પરણાવ્યા બાદ તેઓ મુંબઈ બહાર વસે છે. બન્ને સુખી છે અને તેમને પોતાને ત્યાં કાયમ માટે રહેવા બોલાવે છે પણ સાત દાયકા સુધી જેણે મુંબઈની રફતાર અનુભવી હોય તે અન્ય જગ્યાએ ક્યાંથી ઠરીઠામ થઇ શકે? દીકરાઓ તરફથી મળતા પૈસાને લીધે કોઈ તકલીફ નથી તેથી કમાણીને અર્થે નહી પણ સમય વ્યતિત કરવા જ દુકાન રાખી છે.

એક દિવસ વાતવાતમાં તેમણે મને પૂછ્યું કે તમારા ઘર નીચે જ એક સારી અને સસ્તી દુકાન છે છતાં હું એમની દુકાનમાંથી કેમ ખરીદી કરૂં છું,‘કાકા, તે દુકાનની ઘરાકી વધુ એટલે ત્યાં તમે ઘરાકોને આપો છો તેવું અંગત ધ્યાન નથી અપાતું એટલે.’‘લાગતું નથી કે આ જ કારણ છે. તમારા હાવભાવ જણાવે છે કે કોઈ અન્ય કારણ છે જેથી તમે મારી દુકાને જ આવો છો.’

‘તમે પૂછો છો તો કહું છું. હું તમારામાં મારા પિતાની પ્રતિકૃતિ નિહાળું છું. મારા પિતા મારા ગામમાં આવી જ એક હાટડી ચલાવે છે અને મા અને તેમનું ગુજરાન ચલાવે છે. ભલે હું નિયમિત પૈસા મોકલું છું પણ તેઓ પણ તમારી જેમ જ સ્વાભિમાની છે. તમારી જેમ તેઓ પણ પોતાનું ગામ છોડી અહિ હમેશ માટે રહેવા માગતા નથી. આમ બધી રીતે મને તમારામાં તેમના દર્શન થાય છે એટલે ખરીદીને બહાને બે ઘડી તમારી સાથે વાત કરી તેમને યાદ કરી લઉં છું.’

This entry was posted in microfriction. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s