માઈકોફ્રીક્શન વાર્તા(૨૫)વિશ્વાસ અને દ્રઢતા – જયવંતી પટેલ

ઘણી સ્વાર્થી અને સંકુચિત માન્યતાઓને લઈને આપણામાં વિચારો ઘર કરી ગયા હોય છે.  આ માન્યતાઓ કેટલે અંશે તથ્ય ધરાવે છે તે કહેવું મુશ્કેલ છે.  એવી એક માન્યતા, રૂપ રંગ ઉપર આધારિત છે.  ઉજળા આર્ય લોકોએ હિન્દુસ્તાનમાં આવીને કાળા લોકો ઉપર કેર વર્તાવ્યો.

સ્કુલમાં ભણતાં બારમાં ધોરણના એક વિધાર્થીને પ્રશ્ન થયો કે આ માન્યતાને કેમ ન બદલી શકાય ? અને તેણે ઉજળા માણસો સામે ઝુંબેશ અને બળવો ઉઠાવવા વિચાર્યું, અને તેમાં દરેકનો સાથ માંગ્યો.  તેને માટે પૂર્વ તૈયારી કરી નાખી.  ગેંગ ઊભી કરી,  થોડી પિસ્તોલ અને દારૂગોળો ખરીદી લીધો.

આ યુવાનને સમજાવવાનું કામ સહેલું નહોતું.  કોઈ પીઢ અને સમજદાર માણસે આ કામ હાથમાં લીધું.  સાચી સલાહ અને નિર્ણય એ બહુ અગત્યની વાત હતી.  છેલ્લે ગંભીરતાથી ગુરૂ જેવા એ માનવીએ શું કહયું

” જો બેટા,  ઊજળા માણસોએ આવી, કેર વર્તાવ્યો, તો આપણે તેઓની સામે બળવો કરી મારામારી કરવાની જરૂર નથી.  સાચી માનવતા તો આપણા સંસ્કારમય વર્તનથી થાય છે.  આપણા ઊચાં વર્તનથી આપણે તેઓને પરાસ્ત કરી શકશું.  સંસ્કાર અને સંસ્કૃતિ આપણી પાસે છે.  એ લોકોએ તો ઉછીનું લીધું છે.  ઝુંટવીને મેળવ્યું છે – ક્યાં સુધી ટકશે !  આપણી તો ચામડીનો રંગ કાળો છે પણ દિલ તો ઉજળા છે

આપણી પાસે વેદો , ઉપનિષદો , અને પુરાણો છે જે આપણો સ્થંભ છે.  તારે બળવો કે મારામારી પણ નહી કરવી પડે – ઉજળી ચામડીવાળા જ અંદર અંદર લડી એકબીજાને મારશે.  ઝુંટવેલુ લાંબુ ટકતું નથી.

માટે તું નિશ્ચિત રહે.  શું વિશ્વાસ ! શું દ્રઢતા !

પેલા વિધાર્થી ઉપર સચોટ અસર થઇ.  તે માની ગયો.  અસંખ્ય લોકો મરતા બચ્યા.

ભારતમાતાકી  જય.

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.