માઈક્રોફિક્શન વાર્તા(૨૪)’એક ભલો માણસ’ -તરુલતા મહેતા

12.45ની બાર્ટ  ટ્રેનમાં માલતી તેની  દીકરી અને ત્રણ વર્ષની ગ્રાંડડોટર સાથે ઓકલેન્ડ સ્ટેશનથી સાનફ્રાન્સીસકો જઈ રહી હતી.બપોરની ટ્રેનમાં બેસવાની મોકળાશ હતી. તેમની  સીટની સામેની સીટમાં બે દીકરીઓ સાથે યુવાન મા બિન્દાસ હસતી બેઠી હતી.એની એક દીકરી એની બાજુની સીટમાં સેલ ફોન પર ગેમ રમતી હતી.નાની સ્ટ્રોલરમાં બેસી આવતા જતા સૌને  હાથ ઉચા કરી કિલકારી  કરતી હતી.માલતીની ગ્રાંડડોટર તેની સાથે રમવા જિદ કરતી હતી પણ એની મમ્મીએ હાથ પકડી રાખ્યો હતો.એટલામાં એક જરા મેલું ભૂરા રંગનું જેકેટ અને કાળું પેન્ટ પહેરેલો શ્યામ યુવાન મઝાક કરતો હોય તેમ  સૌને ‘હાય ,બ્યુટીફૂલ ડે ‘ કહી બારી પાસે બેઠો.ખરેખર પ્રકાશમાન દિવસે ઓકલેન્ડની લીલીછમ ટેકરીઓ નયનરમ્ય લાગતી હતી પણ માલતી તો યુવાનના વિચારમાં હતી, માણસના પહેરવેશ અને હાલચાલ ઉપરથી તેની સજ્જનતાનું મૂલ્ય કરવાની આદત મોટાભાગનાંના મનમાં ઘર કરી ગયેલી હોય છે. માલતીની દીકરીએ પોતાની છોકરીનો હાથ સખત રીતે પકડી રાખ્યો.

પેલા યુવાનને બાળકોની સામે ફની ફેસ બનાવી હસાવવાની મઝા આવતી હતી.યુવાન મા અને તેની દીકરીઓ વિનામૂલ્યે મળતા મનોરંજનને માણતા હતાં.બાર્ટમાં કોઈ સાથે ઝાઝી લપ્પનછપ્પન કરવી સારી નહિ,કોને ખબર કેવા ય માણસો હોય એવું વિચારતું માલતીનું  કુટુંબ હસવાનું  પરાણે રોકીને સંકોચાઈ બેસી રહ્યું.પેલા યુવાનના દેખાવ પરથી હોમલેસ હશે તેમ માલતીએ વિચાર્યું.યુવાન તો એની મસ્તીમાં હતો,બઘા બાળકો સાથે રમતો હતો.માલતીના કુટુંબની તેના પ્રત્યેની ઉપેક્ષા તરફ તેનું લક્ષ્ય નહોતું.

યુવાને એના જેકેટના ખિસ્સામાંથી ચુંઈગગમનું પેકેટ સ્ટ્રોલરમાં બેઠેલી બાળકીની સામે ધર્યું,માલતી મનોમન બોલી ઉઠી,’ના લેવાય, અજાણ્યાએ  આપેલી વસ્તુ ના ખવાય ‘. એ માની જ શકતી નહોતી કે યુવાન માતાએ પેકેટમાંથી ત્રણ ગમ લઈ,રેપર ખોલી દીકરીઓને આપી અને પોતે પણ ખાધી.પછી નાની દીકરીને કહ્યું ‘સે થેંક્યુ ‘ એ ચારે જણ ગમ ચગળતા હતાં અને માલતીની ગ્રાન્ડડોટર એની મમ્મીએ આપેલી કેન્ડી નાખી દઈ ગમ માટે રડતી હતી.પેલા યુવાને ગમનું પેકેટ માલતીની સામે ધર્યું,
હવે શું કરવું ? કમને એણે ગમ લીધી.એટલામાં સાનફ્રાન્સિસ્કોનું સ્ટેશન આવી ગયું.યુવાને સાચવીને સ્ટ્રોલર બહાર કાઢી આપ્યું ,યુવાન માતા  તેનો આભાર માની ઊભી હતી ત્યાં યુવાન પોતાની ધૂનમાં દોડી ગયો.માલતી ગમને પેલા ભલા માણસની આંખો હોય તેમ જોતી રહી.ગમને  ગારબેજમાં નાંખી દેતા એનો અંતરઆત્મા  કોસતો હતો.

તરુલતા મહેતા

This entry was posted in microfriction. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s