માઈકોફ્રીક્શન વાર્તા(21)જીવનવીમો-નીતા શાહ

 

  બજાજ સ્કુટર પર એક દંપતિ સીજી રોડથી વેજલપુર બાજુ જઈ રહ્યા હતા. પાછળ બેઠેલા પત્ની ને હવે આજે છેક હાશકારો થયો કારણ એમના પતિ કોલસાની ખાણ માં કામ કરતા હતા.”જો એમને કૈક થઇ ગયું તો?” કેટલાય દિવસોથી આ વાક્ય મગજમાં ફંગોળાતું હતું. પણ આજે હાશકારો લઈને ઘર તરફ જઈ રહ્યા હતા.. બપોરનો એક વાગ્યાનો સમય હતો એટલે ટ્રાફિક સામાન્ય હતો. નિસંતાન હોવા છતાં આજે બંને ખુશખુશાલ હતા. વધારે ભણેલા નહોતા પણ જીવનનું ગણતર બરાબર જાણતા હતા.ભાઈએ પાછળ બેઠેલા પત્નીને પૂછ્યું,” શું બનાવ્યું છે રસોઈમાં ? પેટ માં બિલાડા બોલે છે.”

પત્ની જવાબ આપે છે,” તમને ભાવતું ભરેલા રીંગણાનું શાક, રોટલી અને છાશ તૈયાર જ છે. ઘરે પહોચીને પહેલા તમને થાળી પીરસી દઈ……………….! ” અને ત્યાં તો એકસોને એસીની સ્પીડે આવતી ઝાયલો કારે પાછળથી સ્કુટરને ટક્કર મારી. ટક્કર એવી મારી કે સ્કુટર તો ૧૦ ફૂટ દુર ફંગોળાઈને બે કટકા થઇ ગયા. બહેન ને માથા માં વાગવાથી બ્રેઈન હેમરેજ થઇ ગયું અને ત્યાં જ એમના રામ રમી ગયા. ભાઈને હાથેપગે થોડું વાગ્યું હતું. એમ્બુલન્સ આવીને બંને ને જીવરાજ હોસ્પિટલ માં લઇ ગયા. પોલીસકેસ પણ થયો. પોલીસે પેલા ભાઈનું બયાન માંગ્યું ને ગભરાયેલા અવાજે તે બોલ્યા ,” હું માઈન માં કામ કરું છું.કામ રિસ્કી હોવાથી મારી પત્નીને અંદરથી એક ડર રહેતો અને મને કામ છોડી દેવાનું વારંવાર કહેતી. પણ સાહેબ ઓછુ ભણેલો હોવાથી બીજે કામ મળવું મુશ્કેલ હતું. એટલે મેં રસ્તો કાઢ્યો અને મારો એક મિત્ર વીમા એજન્ટ છે તેની સલાહથી મેં મારો ૫ લાખનો વીમો આજે જ ઉતરાવ્યો કે જેથી મને કૈક થઇ જાય તો મારી પત્નીને તકલીફ ના પડે.છૈયા-છોકરા વિના એની કોણ સંભાળ રાખશે ? પણ સાહેબ, હવે તમે જ કહો હવે આ જીવનવીમાનું શું કરું ???”

 

નીતા શાહ

This entry was posted in microfriction. Bookmark the permalink.

3 Responses to માઈકોફ્રીક્શન વાર્તા(21)જીવનવીમો-નીતા શાહ

  1. Charu Vyas કહે છે:

    Vijaybhai,
    You told me to send you microfriction story I am trying to send you but it does not go .so please guide me how to send
    Thanks
    Charusheela
    ________________________________

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.