માઈક્રોફીક્શન વાર્તા – (19)”નિષ્ઠા” આરતી રાજપોપટ

 

સ્ટેશન પાસે રીક્ષા ઉભી રેહ્તાજ એક ૨૪-૨૫ વર્ષ નો યુવાન ઝડપથી કુદી બહાર આવે છે ફટાફટ સમાન લઇ aહાથ માં રાખેલી ૫૦ ની નોટ રિક્ષાવાળા ને પકડાવી છુટ્ટા લીધા વગર હાંફળો ફાંફળો સ્ટેશન તરફ દોટ મુકે છે આજે ટ્રેન ચુકી જવાશે તો?બહુ મોડું થઇ ગયું,ટીકીટ પણ લેવાની બાકી છે વિચારતા સ્ટેશન ના મુખ્ય પ્રવેશ પાસે પહોંચે છે..ગ્લાસ ના ગેટ માંથી ધીમે ધીમે સરકી રહેલી ટ્રેન દેખાય છે દસ ડગલા દુર ટીકીટ બારી છે,પંદર ડગલા દુર ટ્રેન…કૈક વિચારી ભાગી ટ્રેન સ્પીડ પકડી લે તે પહેલા ચડી જાય છે.

જગ્યા શોધી બેસે છે..કામ પતાવતા મોડું થઇ ગયું છતાં પહોંચી જવાશે એમ માનેલું પણ આ મહાનગર ના ટ્રાફિક પરિસ્થિતિ કટોકટી માં લાવી મૂકી. ટીકીટ વગર મુસાફરી કર્યાનો ઉચાટ ભાગતી ટ્રેન માં બેઠેલા યુવક મોં પર થીજી જાય છે વિચારે છે ટી સી આવશે ત્યારે ટીકીટ ના પૈસા સાથે fine પણ ભરી દઈશ. એક પછી એક સ્ટેશન પાછળ મુકતા જાય છે ટી સી આવતો નથી નિર્ધારિત મુકામ આવતા ઉતરી ટીકીટ લઇ લઉં વિચારી આમતેમ જુવે છે ત્યાં પણ કોઈ કળાતું નથી બહાર ની તરફ જતા સામે ટીકીટ બારી દેખાય છે બે મિનીટ થોભી કશુક વિચારે છે બારી પર જાય છે પોતે જે શહેર થી આવ્યો ત્યાં જવા ટ્રેન તૈયાર છે ટીકીટ મળી રહી છે ટીકીટ લે છે ધીમે પગલે બહાર આવે છે હાથ બતાવી રીક્ષા ઉભી રાખે છે શાંતિ થી સમાન મુકે છે . તેના મોં પર એક સાચા નાગરિક હોવાનું અને તેના પ્રત્યે ની પ્રતીબદ્ધાતા,નિષ્ઠા દાખ્વ્યના સંતોષ નું સ્મિત ઝળક છે.
“સત્ય ઘટના પર આધારિત”

Thank you.

Aaarti Rajpopat
Bangalore.

This entry was posted in microfriction. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s