માઈક્રોફિક્શન વાર્તા …(૧૬)મર્દાની-હેમા પટેલ.

 

મર્દાની

જયા અને બીપીનનુ દાંપત્ય જીવન આમ જોવા જઈએ તો સુખી છે. પ્રભુતામાં પગલાં માંડ્યાં પંદર વર્ષ વીતી ગયાં.જયાના પિતાએ મોટું દહેજ આપીને અમેરિકાનો સિક્કો ધરાવતો મુરતિયો શોધ્યો હતો.દહેજ આપવું પડ્યુ કારણ જયાનો એક સ્ક્રુ થોડો ઢીલો હોવાથી ઘરમાં અને મિત્ર મંડળમાં જયા અડધી પાગલ છે એમ કહેવાતું ખરેખર તો પાગલ નથી પરંતુ થોડી હફલી કહીએ તો ચાલે. ખુબજ ભોળી અને અલ્લડ.તેને બાર વર્ષની સુંદર દિકરી અને દશ વર્ષનો ચાલાક અને હોશિયાર છોકરો છે.

બીપીનને પીવાની આદત પેટની બિમારી આવી, નિદાન થયુ બિમારી અસાધ્ય છે, બિપીન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.તેનો ભાઈ લંડનમાં રહે, અમેરિકા છોડીને લંડન સારવાર લેવા માટે જવા વિચાર્યું.બંને છોકરાંને બહેનને ઘરે મુક્યાં જેથી સ્કુલ ના બગડે. જયાની વનવે ટિકિટ લઈને ઈન્ડિયા મોકલાવી દીધી કારણ બતાવ્યું લંડનમાં ભાઈ-ભાભીને તકલીફ ના અપાય.સારવાર લેતાં ત્રણ મહિનામાં બીપીન પરલોક સીધાવ્યો. છોકરાં અમેરિકામાં, પત્ની ઈન્ડિયા, પોતે લંડનથી સીધો પરલોક પહોચ્યો.જયાને બીપીનના મૃત્યુના સમાચાર મળ્યા અને નણંદ દ્વારા જાણવા મળ્યુ તું ત્યાંજ રહે, બાળકોની જવાબદારી અને દેખરેખ બીપીન અમને સોપીને ગયો છે, બીપીને તારાથી છુટકારો મેળવવા વનવે ટિકિટ લઈને તને ઈન્ડિયા મોકલી હતી ! તને કાયમ માટે ત્યજી દીધી હતી ! આતો પાસાં ઉંધાં પડ્યાં,બીપીનને આશા હતી તે સાજો થઈ હેમખેમ પાછો અમેરિકા આવીને છોકરાં સાથે શાંતિની જીંદગી જીવશે. જયાને મોટો ઝટકો લાગ્યો ! તેણે સ્વપ્ને પણ વિચાર્યુ ન હતું બીપીન આવું પણ કરી શકે !

લોકોના મતે જયાનો એક સ્ક્રુ ઢીલો હતો પરંતું હિંમત કરીને પાછી અમેરિકા આવી અને નણંદ-નણદોઈ પાસેથી બાળકોની કસ્ટડી પાછી લઈને જૉબ કરીને બાળકોને હિંમત અને પ્રેમથી કોઈની પણ મદદ લીધા વીના ઉછેરી રહી છે.માતૃત્વને કોણ ચેલેન્જ કરી શકે ?
હેમા  પટેલ.

Advertisements
This entry was posted in microfriction. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s