લગ્ન માણ્યા** (માઇક્રો ફિક્શન-૧૧) પ્રવીણા કડકિઆ

 

બાળપણથી લગ્નમાં જવાનું બહુ ગમતું. મોટે ભાગે સગાને ત્યાં જતા. તેથી વરઘોડામાં વરની પાછળ બેસવા મળે. સરસ મજાના રેશમી, ઘુઘરીવાળા ચણિયા ચોળી, માથામાં મોગરાનો ગજરો. ઠેકડા દેતા ચાલુ એટલે ઘુઘરી વાગે. તેનો અવાજ ખૂબ ગમતો. વરઘોડો સાંજના સાત વાગે નિકળવાનો હતો.
મારા મામા ગામમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં તેમની ગણના થતી. દીકરાના લગ્નના માનમાં આખા ગામને લ્હાણી કરવાના હતા, જેને ઘેરથી આખા ગામમાં લ્હાણી થાય તેના ત્યાંથી વરઘોડામા ફુલેકુ નિકળે. ગામા આવેલી નિશાળના ચોકમાં ખૂબ ફટાકડા ફોડે. લગભગ  ૨૫ મિનિટ આ કાર્યક્રમ ચાલે. ઘોડા પરથી બેસીને જોવા મળ્શે એટલે એ સમયે જીદ કરીને હું ઘોડા પર બેઠી. શરૂ શરૂમાં તો મોટી કોઠી અને એવા ફટાકડા ફૂટ્યા. પહી આવી ટેટાની સેર. બધા જાનૈયા દૂર ઉભા ઉભા મોજ માણતા હતા. મને તો ખૂબ મઝા પડી ગઈ.

હવે આવ્યો વારો ‘એટમ બૉંબનો” એક ફૂટ્યો ઘોડો ધીરેથી પાછળ હટ્યો, બીજો ફૂટ્યો તો જરા કૂદ્યો. ઘોડાનો સાંઈ તેને ડચકારતો રહ્યો.
ત્રીજામાં તો ઘોડો ભાગ્યો. સાંઈના હાથમાં ન રહ્યો. હું તો વરરાજાને ચીપકી રહી. વરરાજાના હાથમાંનું નાળિયેર દડી પડ્યું. ફટાકડા બંધ કરવામાં આવ્યા. ઘોડાને ભાન આવ્યું. સાંઈના કહ્યામાં આવ્યો. ડાહ્યો ડમરો થઈ ચાલવા લાગ્યો. જાનૈયાની ધડકન હેઠે બેઠી. સ્ત્રીઓ બધી પાછી ગીતડા ગાવામાં ગુંથાઈ ગઈ.
હું ઘોડા પરથી મારી મમ્મીને શોધી રહી. તેને જોતાં કહ્યું મને નીચે ઉતાર. આજની ઘડીને કાલનો દિવસ ત્યાર પહી કોઈની પણ જાનમાં હું ઘોડે ચડી નહી. ન મારી દીકરીને બેસવા દીધી. હવે તો તમે જાણૉ છો એ બધી રસમ ઈતિહાસના પાના વાંચતા હોય તેવી લાગે.
ખરી મજા તો પછી આવી. જાન કન્યાને દરવાજે આવીને ઉભી રહી.
‘આ ઘોડાને મારી નજર સામેથી દૂર કરો’. વરરાજાનો પિત્તો ઉછળ્યો.
સાસુ પોંખવા આવતા પહેલા ગભરાઈ ગઈ. સહુ વરરાજાને ખુશમિજાજમાં રાખવા પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ પણ જરા ગભરાયા હતા. અણધાર્યું આવું બનશે એવી કોને ખબર હોય. તેમના મનગમતા ગીતો વગાડવાના શરૂ કર્યા. નાની નાની છોકરીઓ આવીને તેમની સામે નખરા કરી ગીતો ગાઈ રહી. વરરાજાની એકની એક સાળી આવીને કાનમાં કશું કહી ગઈ. આખરે વરરાજા હસી મજાકના રંગમાં રંગાયા.
દરેક જણ અટકળ કરતાં રહી ગયા.

“સાળીએ શું કહ્યું “?

******************************************

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.