પલાખા (૬) માઈક્રો ફિક્શન પ્રવીણા કડકિઆ

tables

આજે રાજુને ઉંઘ નહોતી આવતી. મમ્મી ખૂબ થાકી ગઈ હતી. . સૂતા પહેલાં મમ્મીએ રાજુને એક વાર્તા કહેવાની આદત પાડી હતી !
વાર્તા કહેવાનો ઇરાદો બિલકુલ નહોતો. રાજુની જીદ પાસે મમ્મીનું ચાલ્યું નહી. રાજુ બેટા તને આજે વાર્તા તો કહેવી જ પડશે. યાદ છે
ને ગણિતમાં ઓછા ગુણ  મળ્યા છે. તેમાંય પલાખાંમાં તો સાવ ઓછા.
મમ્મી તેનું અત્યારે શું છે?
કેમ તને આપણી રસમ ખબર નથી. જો ગણિતમાં ઓછં ગુણ આવે તો શનિવારે રાતના આંક મોઢે કરવાના અને રોજ રાતના વાર્તા સાંભળતાં પહેલાં મમ્મી પૂછે એ દસ પલાખાના સાચા જવાબ આપવાના.
હા, મા’ મને તારો નિયમ ખબર છે. દિવસ સારો ગયો ન હતો. અત્યારે મમ્મી સાથે વાદ વિવાદ કરવામાં કાંઈ વળવાનું ન હતું.
મમ્મી પણ જાણતી હતી. રાજુને ગમે તેમ પથારી ભેગો કરવો હતો. જો સામાન્ય રાત હોત ને તો મમ્મી સહેલાં પલાખા પૂછી દીકરાને છૂટ્ટી
આપી દેત. મા, દીકરો બન્ને જણા કપડાં બદલીને, મોઢું સાફ કરી, તાજા માજાં થઈ પથારીમાં આવ્યા. બન્નેને આજે સજા મળી હોય તેવો અનુભવ હતૉ. પણ રોજિંદા કાર્યક્રમમાં ફેર ન થવો જોઈએ એ મમ્મીનો આગ્રહ હતો.
દીકરાની જીદ પાસે માનું કાંઈ ન ચાલે ! મા પણ ચાલાક બની શકે છે. હવે નિયમ એવો હતો કે જો પલાખાં ખોટા પડે તો તેને દસ વખત
લખવા પડે . એ પણ પાછાં મોટેથી બોલીને.
મમ્મી ,બોલ બેટા તેર પંચા કેટલાં ?
પાંસઠ.
મમ્મી હારી ગઈ. રાજુ હોંશિયાર હતો !
સરસ . ઉંઘમાં બોલી પણ બગાસું ન રોકી શકી. બાર ગુણ્યા આઠ.
રાજુ બેટાને ન આવડ્યું.
મમ્મી બોલી ,છન્નુ.ચાલો મોટેથી બોલીને લખો દસ વખત.
બાર અઠા છન્નુ.
બાર અઠા છન્નુ.
દસ વખત બોલીને લખ્યા.ચૌદ ગુણ્યા છ.
એક્યાસી !
ખોટું.
ચાલો. લખો.
લખતાં લખતાં ક્યાંય રાજુમિંયાની આંખ મિંંચાઈ ગઈ.

જેને વાર્તા સાંભળવામાં રસ હતો એ પલાખામાં લોચા મારે એમાં શી નવાઈ? મમ્મી પણ થાકી હતી. આજે કઈ વાર્તા કહેવી એ તો ખૂબ અઘરું કામ હતું. તેનાથી અઘરું આંખો ખુલ્લી  રાખવાનું હતું. મા દીકરો એક બીજાની નજીકમાં આરામથી નિંદર દેવીના શરણે પહોંચી ગયા

*************************************************************

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s