હસ્તરેખામાં ઉગ્યુ આકાશ (૧૩) પ્રવીણા કડકિયા

hastrekhaamaa ugyu aakash

કાશીબા ભલે ભુલકણા હતા પણ દીકરીનાં દુશ્મન ને અને તેના દુષ્કૃત્ય વિશે વાકેફ થયા એટલે પ્રત્યાઘાત તો આપે જ..ધીમે રહીને તેમણે કામ્યાનાં માથામાં હાથ ફેરવવા માંડ્યો..અને સ્વગત બોલતા રહ્યા..” કામ્યા તું ચિંતા ના કરીશ હજી હું બેઠી છું..કામ્યા આ બધું સાંભળતી હતી..અને ધીમે ધીમે ગદ ગદ થતી હતી તેથી આંખનાં ડોળા હલતા હોવાનો આભાસ આવતો હતો. અને ફરી એક આંસુનું ટીપું પડ્યું.

પ્રેમ અંદરથી સળગી રહ્યો હતો…મૌલિન આખરે તેની જાત બતાવી જ ગયો..કામ્યાનો બદલો અધુરો રહી જવાનો..ત્યારે સૌમિત્રો બોલ્યો..”કામ્યા છુટી .. આ એક પ્રકારની જીત જ છે…પ્રેમ.”

મૌલિન, કામ્યાનો પતિ કે તેના જીવનનો ઝંઝાવાત ? ખબર નહી કામ્યા જીવનમાં ક્યાં માર ખાઈ ગઈ અને આ હેવાનના હાથમાં આવી ફસાઈ ! કૉલેજ્કાળ દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી કામ્યા “મિસ સેંટ ઝેવિયર્સ”નું બિરૂદ મેળવી ચૂકી હતી. કૉલેજનો કોઈ પણ જુવાન એવો નહી હોય કે જેણે દિવાસ્વપનોમાં કામ્યાને નિહાળી આનંદ નહી માણ્યો હોય. મૌલિનનો કામ્યાને પરણવા માટે કોઈ ઈરાદો જરૂર હતો. કામ્યાની પાછળ પ્રેમ દિવાનો હતો. કૉલેજના બીજા  કેટલા જાન છિડકતા. કામ્યાએ પણ મૌલિનમાં એવું તો શું ભાળ્યું કે પસંદગીનો કળશ તેના પર ઉંડેલ્યો. આ બધા સંજોગોનું હવે પૃથક્કરણ કશા કામનું નથી.

પ્રેમ કામ્યાને કૉલેજકાળ દરમ્યાન ચાહતો હતો. તેને ગળા સુધી ખાત્રી હતી કામ્યા તેને વરશે. મૌલિન તેમાં મેદાન મારી ગયો. ઉછળતી જવાનીમાં જ્યારે પ્રેમી પાણીની માફક પૈસા વેડફે ત્યારે કોઈ પણ યુવતી તે પ્રેમીનો અનાદર ન કરે . એ ઉમર જ એવી છે  કે પ્યારની ફુંટેલી કુણી કુંપળ પૈસાના રણકારમાં દિલ જોઈ શકતી નથી. પ્રેમ કામ્યા કરતાં બે વર્ષ મોટો હતો. મૌલિન અને પ્રેમ એક જ વર્ગમાં હતાં. કામ્યા ફસાઈ રહી છે અને પોતે કાંઈ સહાય નથી કરી શકતો તે વાત પ્રેમને ખુંચી હતી. મૌલિનની સ્રરખામણીમાં પૈસાની વાતમાં પ્રેમ પાછો પડ્યો. છતાંય કામ્યા પ્રત્યે તેને કોઈ અણગમતી લાગણી ન થઈ. તેથી તો મૌલિન સાથેનો વ્યવહાર આડાપાટે ચડ્યો ત્યારે કામ્યા પ્રેમ પાસે દોડી ગઈ !

એક વાત ચોક્કસ જણાય કે મૌલિન પોતાની લઘુતા ગ્રંથીની લાજ રાખવા કામ્યાને કોઈ પણ ભોગે પામવા આતુર હતો. કદાચ તે વિસારે પાડી ચૂક્યો હશે કે કામ્યાથી તેની આ નબળાઈ કેવી રીતે ઢાંકવા સફળ થશે? લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈએ ત્યારે સઘળું ખુલ્લી કિતાબ જેવું હોય. સ્વાર્થના પડળ ચડ્યા હોય ત્યારે માનવ કાંઈ જોઈ શકતો નથી. રાજકારણનો અવ્વલ ખેલાડી કદાચ કામ્યાનો મહોરાં તરિકે ઉપયોગ કરવા લલચાયો હોય. રાજકારણ એ ખૂબ ગંદી રમત, તેમાં શંકાને સ્થાન નથી! તેને કારણે કામ્યાના શુટિંંગ દરમ્યાન કાચની બાટલી તેના તરફ આવી હતી. એ તો કામ્યાનું સારું નસિબ કે આબાદ બચી ગઈ.

મૌલિન પોતાની હાલત વિષે અજાણ હતો? શામાટે તેણે કોઈ પણ છોકરીની જિંદગી સાથે રમત કરવી હતી. તે પણ કામ્યા જેવી રૂપ રૂપના અંબાર સમાન છોકરી સાથે? ખેર,કોઈ પણ કન્યા આ વાત જાણી એક પળ પણ મૌલિન સાથે રહી ન શકે! છતાં પણ દાદાગીરી કેટલી? છૂટાછેડાના કાગળ પર સહી કરવા કેટલા પેંતરા રચ્યા. કામ્યાને ઈજા પહોંચાડતા પણ તેને લાજ ન આવી. તેને એમ ન થયું કાશીબાની શી હાલત થશે?

મૌલિન બાળપણથી ખૂબ મહત્વકાંક્ષી હતો. કામ્યાની કૉલેજમાં તેનાથી બે વર્ષ આગળ હતો. તેને કૉલેજમાં જોઈ ત્યારથી દૃઢ નિશ્ચય કરી ચૂક્યો હતો કે આ ‘બુલબુલ’ મારી બારીએ ગુંજશે. પૈસાદારનો નબિરો હતો. ગાડીમાં કૉલેજ આવે અને જાય. જ્યારે તેને ભાન થયું કે તે ‘સજાતિય આકર્ષણ’નો ભોગ બનેલો હોવાને કારણે જીવન ખૂબ દુષ્કર બનશે ત્યારે ધુંધવાયો. તેના સ્વપ્નોના મહેલ તેને ચણાતા પહેલા પડતાં નિહાળ્યા. આજે આ સ્થિતિ સરળ ભલે લાગતી. કિંતુ જે વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી પસાર થાય તેની મનોદશા કળવી સહેલી નથી. હા, ધીરે ધીરે સ્વિકારે પણ કેટલાયની જિંદગીના ભોગે? કામ્યા એક પ્યાદું બની ગઈ. મૌલિનની જાળમાં ફસાઈ ગઈ.

પ્રેમનો પ્રેમ તેને ડોલાવતો પણ મૌલિનની વાચાળતા તેમજ તેની શૈલીનો ભોગ બની ગઈ.લગ્ન પછી શરૂ શરૂમાં કામ્યા સમજી ન શકી. જેટલી સોહામણી હતી તેના કરતાં વધુ સહ્રદયી હતી. ખુલ્લી આંખે મૌલિને બિછાવેલી જાળમાં ફસાઈ. પછીનો ફડફડાટ મૌલિનના બધિર કાને ન અથડાતો  ખૂબ પ્યાર અને સુહાના વાતાવરણમાં મોટી થયેલી દીકરીઓ સંસારની વાસ્તવિકતાથી અજાણ હોય એમાં નવું કશું નથી! મૌલિનનું પ્યાદું બની ગઈ.મૌલિન તકસાધુ હતો. કામ્યા જીવનમાંથી દૂર થઈ તેમાં તેણે ખાસ કાંઈ ગુમાવ્યું નહી. હવે જ્યારે એ હૉસ્પિટલમાં એવી દશામાં હતી ત્યારે જાણતો હતો કામ્યા તેને નડી નહી શકે! જો કદાચ એ ભાનમાં આવે તો ? એ પ્રશ્ન ગહન છે ! મનમાં રાજી થતો અને ઈચ્છતો કે કદી ભનમાં ન આવે!ધાર્યું ધણીનું થાય તે તેને બરાબર ખબર હતી. તેને સતાવવામાં કોઈ કમી બાકી રાખી ન હતી. સત્તાના લાલચુ મૌલિન માટે કામ્યા ‘એક ભૂલ’ પુરવાર થઈ. લગ્ન પહેલાં તેને પામવા તેના રૂપને પ્યાદુ બનાવી સફળતા સર કરવા માગતો હતો. લગ્ન જેવું પવિત્ર બંધન આ પરિસ્થિતિમાં કોઈ હિસાબે મજબૂત ન બને! જેને કારણે બન્નેના લગ્ન જીવનને પક્ષઘાત થયો હતો.

કામ્યા’મધુરજની’ માણીને આવ્યા પછી એક પણ દિવસ ખુશ ન હતી. મધુરજનીના સ્વપના તેણે ખૂબ સજાવ્યા હતા. તેથી બીજું કાંઈ તેને સ્પર્શી ન શક્યું.મૌલિનની શારિરીક સ્થિતિ વિષે તેને કોઈ અજુગતો વિચાર ત્યારે ન આવ્યો. મુગ્ધ અવસ્થા, રંગીન સ્વપના અને જુવાનીનો ત્રિવેણી સંગમ જ્યારે જામ્યો હોય ત્યારે નદીના પાણી મલિન છે એવી કલ્પના ન ઉદભવે! મૌલિનને મન હવે કામ્યા કશા કામની ન હતી. તે તો બસ રાજકારણ દ્વારા મળતી સત્તા, માન સન્માન અને દૌલતનો દીવાનો હતો. સત્તાના મદમાં માનવી કશું નિહાળી શકતો નથી. પૈસો એ સર્વ અધર્મનું મૂળ છે. જેને પ્રત્યે મૌલિનને   ખૂબ લગાવ હતો. ‘સત્તાની ભૂખ અને પૈસો’બસ પછી દુનિયા જખ મારે છે!  પોતાની ભૂલ એ પોતાની નહી કુદરતની છે એમ સ્વિકારી કાવ્યા તેની માટે કશા કામની ન હતી.  રાજકારણ અને તેની સાથે સંકળાયેલી સઘળી બદીઓ જ તેના જીવનના ઉત્કર્ષ માટે  જરૂરી હતાં. કામ્યાને સમજવાની તેની કોઈ તૈયારી પહેલાં દિવસથી ન હતી. આ તો ટાઢે પાણીએ ખસ જાય તેવા સુંદર  સંજોગોનો વિચાર કરતાં તેના મુખ પર કદરૂપું હાસ્ય ફરકી ગયું.

મૌલિન, મલીન હતો! એની પાસેથી બીજી કોઈ આશા ઠગારી નિવડે. સત્તા એ જ તેનો જીવન મંત્ર હતો.  તેને માટે કામ્યા હવે સાવ નકામી હતી.તેને રાહમાંથી દૂર કરવાના બધા અધમ કૃત્યો તે આચરી ચૂક્યો હતો. શું કામ્યા જાણતી હતી તેના જીવનમાં આવા દિવસો પણ આવશે?  એણે

જીવનમાં મૌલિનને બાદ કરતાં ઘણું મેળવ્યું હતું. મૌલિન કાચ અને હીરા વચ્ચેનો તફાવત ન પારખી શક્યો. માનવી જ્યારે ‘સત્તા અમે પૈસાના’ કાળા ચશ્મા ચડાવી દુનિયા નિહાળે છે ત્યારે તેને અસલિયત નહી દેખાય!મૌલિનને કોઈ પણ ભોગે હવે કામ્યા જોઈતી ન હતી. તેની નજર આગળ સ્પષ્ટ ચિત્ર હતું. મૌલિન સત્તા અને દૌલતનો ભૂખ્યો હતો.તેના હાસ્યમાં ક્રૂરતા અને દિમાગ પર સત્તાનો નશો છવાયો હતો.

કામ્યાનું કાસળ કાઢવું સહેલું ન હતું. કામ્યાનો પ્રેમી અને શુભ ચિંતક અડીખમ તેની પડખે ઉભા હતાં. મૌલિનને મન કામ્યા એક ‘દુઃસ્વપ્ન’ સમાન હતી. પૈસા અને સત્તાની પાછળ દીવાનો માનવી સારા અને નરસાનું ભાન ગુમાવી બેસે છે. પોતાની કમી સંતાડવા માનવ કેવા પગલાં ભરી બેસે છે તેનું ઉદાહરણ  લગ્નના વર્ષો ઝૂઝ હતાં તેમાં કોઈ જાતની ઉષ્માનો સદંતર અભાવ. હા, શરૂઆતના દિવસોમાં કામ્યાને પૈસા ખરચી રીઝવી શક્યો હતો. જુવાનીમાં ઘણી વાર છોકરીઓ તેનાથી અંજાઈ જાય છે તેનો જીવતો જાગતો દાખલો એટલે ‘કામ્યા”.

એ કામ્યા આજે હૉસ્પિટલના બિછાના પર પડી છે. તેને લગાડેલા આધુનિક યંત્રો પર તેની જીંદગી નિર્ભર છે. કાશીબાનું હૈયું આ દૃશ્ય જોઈ ચિત્કાર કરી ઉઠ્યું. મૌલિને પોતાની વહાલી દીકરીના આ હાલ કર્યા તે બદલ તેને કોસી રહ્યા. કામ્યાના બે મિત્રોને તેની ફરતે જોઈ રાહત અનુભવી. કાશીબા તેમને બહુ જાણતા નહી પણ આ દૃશ્ય તેમની આંતરડી ઠારી રહ્યું. કાશીબાને ધીરજ બંધાવી. આશ્વાસન આપ્યું .

‘બા, તમે હિંમત હારશો નહી”.

પ્રેમથી રહેવાયું નહી, ‘બા કામ્યાને કાંઈ નહી થાય’.

સોમિત્રો અને પ્રેમ બન્ને જણા કામ્યા પર જાન છિડકતા. કાશીબાને હૈયે શાંતિ વળી. કામ્યાને શું ચાલી રહ્યું છે તેની ક્યાં ખબર હતી? કામ્યા દેખાવે સુંદર હતી તેના કરતાં તેનું દિલ પ્યારથી છલકતું હતું. મૈલિન કામ્યાને સમજી શકવા અસમર્થ હતો. પથારીમાં બેભાન પડેલી કામ્યાને હવે ક્યાં તેની ફિકર હતી? આ જીવનમાં બીજી વ્યક્તિને સમજવું એ લગભગ

અશક્ય કામ છે. છતાં લોકો ગર્વથી કહેતા હોય છે,’હું તેને ઓળખું છું’. માનવ પોતાને પણ સમજી શક્તો નથી. ત્યાં અન્ય વ્યક્તિને સમજી શકવાનો દાવો કરતો હોય છે.

સૌમિત્રો જ્યારે નાગરાજે કાયમી સંબંધ બાંધવાનો ઈન્કાર કર્યો ત્યારે કામ્યાની વહારે ધાયો. કામ્યાને મળતા સહુ મિત્ર ભાવે પણ તેમના મનમાં ઉંદે એવી આશા ખરી કે કામ્યા તેમને પસંદ કરે અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાય. સંજોગોવશાત તેમના અરમાન અધૂરા રહેતાં. હતાં મૈત્રીમાં ક્યાંય ખોટ ન જણાતી. કામ્યાનું લાવણ્ય, તેનો સરળ અને પ્રેમાળ સ્વભાવ જો મૈત્રી રૂપે હોય તો પણ તે મંજૂર હતું. જેને કારણે કામ્યા જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી ત્યારે તેની આસપાસનું વાતાવરણ તેને હુંફ આપી રહ્યું. કાશીબાના અવાજની મિઠાશ કામ્યાને સ્પર્શી ગઈ અને તેની પાંપણો થરથરી ! પ્રેમે તે નિહાળ્યું. પ્રતિભાવ અપાઈ ગયો.

કાશીબા કામ્યાનો હાથ પસવારતાં ગાઈ રહ્યા.

લાડલી મારી ખાટલે પોઢી

મધુરતાની ચાદર ઓઢી

સપને ખેલે આંખ મિચૌલી

પરીઓને દેશ જઈ ચડી

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s