હસ્તરેખામાં ઉગ્યું આકાશ ( ૧૨) પ્રજ્ઞા દાદભાવાળા

hastrekhaamaa ugyu aakash

સોમીત્રો આવ્યો ત્યારે પ્રેમ માટે જમવાનું લેતો આવ્યો।

અરે તે કેમ તકલીફ લીધી?

હું કેન્ટીનમાંથી કૈક ખાઈ લેતે!

બસ ને એક તરફ મિત્ર કહે છે અને પછી આટલી ફોર્માલીટી

આમ પણ તું કામ્યા ને છોડી કેવી રીતે જમવાનો હતો ,યાર તું બોલે નહિ તો કંઈ નહિ પણ તારી આંખોમાં મને મિત્ર ની વફાદારી અને પ્રેમ દેખાય છે?એક વાત કહે તું આટલું બોલ્યા વગર કેવી રીતે જીવે છે ?હું તો બોલું નહિ ને તો બીજા જ દિવસે ગુંગળાઈ જાવ!,ખેર જ પહેલા ખાઈ લે ,હું તારી મિત્રનું ધ્યાન રાખીશ,

સોમીત્રો અને પ્રેમ મિત્રો જેવા થઇ ગયા હતા,વાચાળ સોમીત્રો બોલ્યા કરે અને પ્રેમ હામી ભરતો રહે.પ્રેમ કહે હું જરાક બહાર જઈને આવું છું, તો અહી છે તો હું હવે નિશ્ચિંત છું,અને પ્રેમ બહાર ગયો,આમ તો કામ્યા બીમાર પડી ત્યારથી એ રોજ મંદિરે જઈ દીવો અચૂક પેટાવતો,અને ભગવાનને પ્રાથના કરતો કે બસ જલ્દી સાજી કરી દો.

સોમીત્રો શાંત સુતેલી કામ્યા ને જોતો રહ્યો,વહાલથી ફૂલને પંપાળતો હોય તેમ ધીરેથી કામ્યા પર હાથ ફેરવ્યો, અને ક્ષણિક વિચારવા લાગ્યો આ ગુલાબના ફૂલને આટલા કાંટા કેમ ? ઇન્સ્પેક્ટર રાઠોરે કરેલી પુછપરછે ,એને અકળાવી દીધો હતો ,કામ્યા ને શું થયું હશે ?તે દિવસે મને કૈક કહેવા માગતી હતી ,અને પછી પોતે અંદર ધરબીને લઇ ગઈ એનું જ આ નક્કી પરિણામ છે,પણ કોઈનું બોટલનું ફેકવું ,પોલીસની આટલી પુછપરછ કેમ ? બીજી તરફ મંત્રીજી રોજ ફોન કરી કેમ જાતે કામ્યા ના કેસમાં રસ લે છે ,આના મૂળ સુધી જવું જ પડશે!  આ નાગરાજ ના તો લફરા નથીને ?અનેક વિચારોએ એને ઘેરી લીધો એક સરખો કામ્યા ને તાક્યા કર્યું ,મન કહેતું હતું કામ્યા હમણાં જાગશે અને મને વળગીને કહેશે ,મારે તને કૈક કહેવું છે,કામ્યા પથારીમાં પણ સુંદર દેખાતી હતી, હા શરીર નબળું પડી ગયું હતું ,એને તે દિવસે ગોવામાં કોઈએ બોટલ ફેકી ત્યારે કામ્યાએ કહેલી વાત યાદ આવી ગઈ.પોતાની પાંખ હોય ,પોતાની આંખ હોય પોતાનું આભ હોય તો બીક શું ?

આ લે તારે માટે કોફી લાવ્યો છું,પ્રેમ આવતા બોલ્યો

કોણ જાણે કેમ કામ્યા ના બે પ્રેમી કામ્યા ના પ્રેમ થકી મિત્રો બન્યા હતા.

એક દિવસ કામ્યા ની તબિયત જરા વધારે બગડી ,તો સોમીત્રો કહે ,યાર આજે હું અહી જ રોકાઈ જાવ છું એક કરતા બે ભલા ,ઈમરજન્સી આવી પડે તો દોડધામ થઇ પડે ,અને તે દિવસે બંને ખાસ મિત્રો ની જેમ રાતઆખી વેઈટીનીંગ રૂમમાં બેઠા બસ કામ્યા ની વાતો કરી,બન્ને ના હૃદય માં કામ્યા માટે પ્રેમ એક ચિનગારી તો હતી.પણ કામ્યા ની માંદગીથી બંને ને વધુ નજીક લાવ્યા બંને સરખી સંવેદના અનુભવતા હતા,બન્ને હૃદય અંદરથી વ્યથિત હતા બંને ને લાગતું હતું કે કામ્યા જેવી સ્ત્રી કોઈ હોઈ ના શકે ! ……એ હરતી ફરતી ચંચલ હવાની સુગંધીદાર લહેરખી જેવી .ટહુકા કરતી ,બધાનું સારું ઈચ્છતી , પ્રેમાળ અને હિંમતવાન . બંને મનોમન ભગવાનને પ્રાર્થના  કરતા હતા કે ભગવાન તું હવે એના નસીબનું સુખ તું કામ્યા ને આપ અને બન્ને નો પ્રેમ કહેતો હતો કે  કુદરત એને ચોક્કસ સારી રીતે જીવાડશે જ .

બંને વાતો કરતા બેઠા હતા ત્યારે એક જ વિષય એક જ હતો કામ્યા, આમ તો સોમીત્રો જ બોલે છે અને અને પ્રેમ એની વાતો સાંભળ્યા કરે ,વાત વાતમાં સોમીત્રો ગોવાના શુટિંગ દરમ્યાન બનેલો બનાવ ની વાત પ્રેમને કરી  ,કે દારૂ ની બાટલી  કોઈએ કામ્યા પર ફેકી હતી ત્યારે કામ્યા બચી ગઈ ,પણ આ મુસીબત આવી,હા કામ્યા એના પોતાના દર્દમાં બીજાને સામેલ થવા દેતી નથી,તે દિવસે પણ કામ્યા ડરને બાજુમાં મૂકી શુટિંગ પૂરું કર્યું  હતું બીજી કોઈ હોત તો નર્વસ થઇ ગઈ હોય ,મને ખરેખર એના માટે માન  છે.

અને શાંત પ્રેમ એકદમ બોલી ઉઠ્યો ,પણ આ બાટલી ફેકી કોણે ?

અરે યાર ગોવામાં તો આવા બેવડા ખુબ જોવા મળે કોઈએ વધુ પડતું પીને આવું અજગતું કર્યું।મુખ્ય વસ્તુ એ છે કે એને કયાંય વાગ્યું નહિ

પણ આતો જીવ લેવા હુમલો કહેવાય ?

શું પ્રેમ તું પણ !

અને પ્રેમને જાણે વાચા ફૂટી,આ નક્કી એના પતિનું કામ છે.

એનો પતિ ?,કોનો પતિ ?

કામ્યા નો ! હા એ પરણેલી છે?

આ હોસ્પીટલમાં તે જોયું નહિ અચાનક બધા કામ્યાની સારવાર માટે કેવા ઉભા પગે છે,

અરે આતો કોઈ રાજકારણી ની ગંદી રમત છે.

અને પહેલીવાર પ્રેમનું અલગ સ્વરૂપ અને અવાજ સંભળાયો ,આ રાજકારણી કોઈ નહિ એનો પતિ છે.ચોવીશ કલાકના બ્રેકીંગ ન્યુઝ અને અફવાઓથી બચવા ચારે કોર હોસ્પીટલમાં પહેરા લગાવી દીધા છે .અને પ્રેમે કામ્યાના પતિ વિષે વાત કરી ..એનો પતિ ગે છે.સજાતીય સંબંધ ધરાવનાર – નર.

અને એની ખામી છુપાવવા એ કામ્યાને વાપરે છે. મૌલીન એક રાજકીય વ્યક્તિત્વ છે.અનેક મહોરા પહેરીને જીવનારો અને અનેક મહોરા સાથે ખેલનાર ખેલૈયો છે.પોતાના રાજકીય સ્ટેટસને ક્યાય ધબ્બો ના લાગે એટલે કામ્યા,ડરાવીને અને દબાવીને પોતાનું ધાર્યું કરાવવા માંગે છે.

પણ પ્રેમ તને ખબર છે કે કામ્યા પણ એક સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રી છે.

હા હું કામ્યા ને ખુબ નજીકથી ઓળખું છું પ્રેમ બોલ્યો એણે નક્કી કર્યું છે કે એ એને નહિ છોડે ,એને ખુલ્લો પાડીને જ રહેશે,અને માટે જ આ હુમલો એના પતિએ કરાવ્યો છે.

આ વાત જેનાથી સોમીત્રો સાવ અજાણ હતો. સોમીત્રો થોડો અવાચક થઇ ગયો, અને મનમાં એક વિચાર આવ્યો ,તો શું તે દિવસે આજ વાત મને એ કહેવાની હતી ?હવે સોમીત્રો ને બધી વાતની લીંક જોડતી દેખાતી હતી,

તો પ્રેમને એના પતિ ઉપર ગુસ્સો આવતો હતો આવી સુંદર સ્ત્રીની જિંદગી બગાડવાનો શો અધિકાર? કામ્યાના સ્વમાને એને રોક્યો હતો

સોમીત્રો માત્ર એટલું બોલ્યો હા પ્રેમ તારી વાત સાચી હોય શકે.અને વિચારમાં ખોવાઈ ગયો.

ફોટોગ્રાફી ના કામમાં સોમીત્રો આવા અનેક ગેને  મળ્યો હતો,મોર્ડન વિચારો ધરાવતા લોકો આવી વ્યક્તિ સામે  છોછ અનુભવતા નથી પોતે જે મોર્ડન સોસાયટીમાં છે  ત્યાં ક્યારેય આ બાબતે વિચારવાની જરૂર નહોતી પડી. પણ કામ્યા પર થએલી આ ઘટનાથી એ પણ થોડો હલબલી ગયો એ પણ જાણતો હતો સામાન્ય સમાજમાં લોકો આવું જાણ્યા પછી તમારાંમાં રસ લેવાનું તો દૂર પણ તમને બોલાવશે પણ નહીં. આપણા જેવા સમાજમાં જ્યાં ‘ગે’ મોટાં ભાગનાં લોકો માટે એક જોક છે.એટલું જ નહિ ભારતમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં ગે છોકરાઓ માટે પોતાની જિંદગી કઈ રીતે જીવવી એ તેઓનો પ્રશ્ન છે.મૌલીન એક રાજકીય વ્યક્તિત્વ છે.પોતાના રાજકીય સ્ટેટસને ક્યાય ધબ્બો ના લાગે એ માટે આવું કરે તે ખુબ સ્વાભાવિક છે. પણ ફરી કામ્યા નો વિચાર આવતા મન બોલતું હતું ,એમાં કામ્યાને કેમ સજા ?

પ્રેમે એની સામે જોયું ,નવાઈ પણ લાગી ,આ ખુબ બોલતો સોમીત્રો આ વાત જાણ્યા પછી શાંત કેમ થઇ ગયો ?

સોમીત્રો પ્રેમ સામે જોતા બોલ્યો કે ઈશ્વર કદાચ બધાને બધું ન આપે,સેક્શુઆલીટી કોઈ પણ વ્યક્તિનો પર્સનાલીટીનો એક ભાગ છે. પણ  સેક્શુઆલીટી ‘જ’ બધું નથી.”એમણે ડરીને જીવવાની જરૂર નથી ,અને આપણા સમાજે પણ એને તિરસ્કાર કરવાની જરૂર નથી. ડર્યા વગર દંભ કર્યાં વગર ઈશ્વરે જે આપ્યું એ સ્વીકારી એ પ્રમાણે જ અને સન્માન થી જીવવું જોઈએ …..

એને કાપતા શાંત પ્રેમ ઉકળી બોલ્યો પણ બીજાને હેરાનગતિ રૂપ ન થવાય,પહેલા તો લગ્ન જ શું કામ કરવા જોઈએ ?,કામ્યા ની જિંદગી તો વેડફી નાખીને ?એને સાલાને બધાને વચ્ચે જાહેરમાં ઠેકાણે લાવવો જોઈએ ,અને આતો હદ થઇ ગઈ કે એ કામ્યા પર જીવનલેણ હુમલા કરાવે ?

સોમીત્રો બોલ્યો સાચી વાત છે તારી,પણ  ઈશ્વરે જે આપ્યું એ સર આંખો પર એમ માની એ પ્રમાણે જ અણે  સન્માન થી જીવવું જોઈએ .તને ખબર છે રાજપીપળામાં રજવાડી રાજકુવર માન્વેન્દ્રસિંહ  પોતે ગે છે. એ જાણ્યા પછી તેમને કાયદેસર વારસ તરીકે બેદખલ કર્યા છે પણ એમણે જાહેરમાં હિંમત ભેર ખુલાસો કર્યો ત્યાર  બાદ સમાજમાં છુટ થી માનભેર ફરે છે. આમ ડરીને રહેવાનો શો અર્થ ?એનો ડર  જ કામ્યા ને સજા આપે છે.આપણા સમાજે પણ આ વાત સ્વીકારવાની જરૂર છે.નહીંતો  બીજા અનેકને એમનો ડર જ  નુકશાન કરી શકે છે..તને ખબર છે અમેરિકામાં ગે મેરેજને કાનૂની મંજૂરી મળી ગઈ છે. માનવ અધિકાર બધા લોકોને હોય છે પછી તે ફરક પડતો નથી કે તેઓ કોણ છે અને કોને પ્રેમ કરે છે.

પ્રેમ અંદરથી હલબલી ગયો હતો ,એને તો માત્ર મૌલીન દોષિત દેખાતો હતો,એ કામ્યા ની આ યાતના જોઈ શકતો ન હતો,એને તો બસ કામ્યા ને આ યાતનામાંથી છોડવાની હતી ,એ વધુ કૈક પણ બોલે તે પહેલા એણે શ્રેયા ને અને શશાંક કાશીબા ને લઈને આવતા દેખાયા અને વાત ત્યાં જ આટોપી દીધી

માની વેદના કાશીબાની આંખોમાં વર્તાતી હતી  કાશીબા અસ્વસ્થ હતા પણ દીકરીને જોઈ ને એમની આંખમાં પ્રેમ દેખાવા લાગ્યો …ભલે કઈ બોલી નહોતા શક્યા ….

કામ્યાની બાજુમાં બેસી ધીમે હાથે તેમણે કામ્યાના હાથને હાથમાં લીધો અને વહાલથી માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા…પ્રેમને જોઇને તે હળવેથી બોલ્યા..” આ બેન મારી કામ્યા જેવી નથી લાગતી?”

પ્રેમે કહ્યું “બા આ તમારી કામ્યા જ છે”

વિસ્મૃતિનાં વમળમાં ઘેરાયેલા કાશીબાને નવાઇ લાગી  ” ના કામ્યા તો નથીજ.. મને જોઇને તો તે તરત ઉઠે અને મને પગે લાગે ત્યારે આ તો જો જાણે કોઇ અસર જ નથી… પછી ધીમે રહીને કામ્યાનાં માથામાં હાથ ફેરવતા કહે ” બેન! તું ગમે તે હો ભગવાન તારું ભલુ કરે…

પ્રેમ સતત જોતો હતો આંખ નાં ડોળા ફરતા હતા અને મશીન પણ થોડોક અવાજ કરતું હતું…ડૉક્ટર પાછળ્થી આવીને જોતા હતા..કામ્યાની આંખે આંસુ બંધાતું હતું…

ડૉક્ટર કહે કાશીબાને તેમની સાથે કાયમ રાખો..તેઓ પાછા વળી રહ્યા છે… પ્રેમ અને સૌમિત્ર પહેલી વખત આનંદમાં ઝુમી ઉઠ્યા.. મીનીસ્ટરનો ખબરી ઉભો થઇને જતો હતો ત્યારે પ્રેમે તેને હાથ પકડીને જોરથી બેસાડતા કહ્યું

” હજી ઉતાવળ ના કર ભાઇ.. આ ખબર મોડા આપવાનાં હું તને પૈસા આપીશ.. અને ખબર છે ને બુઝતો દીવો વધુ ફફડે?”

સૌમિત્ર તો સ્તબ્ધ જોઇ જ રહ્યો.. આ શું ચાલી રહ્યું છે

પણ સમાચાર તો પહોંચી જ ગયા

મૌલીન આવી ગયો.. અને કામ્યાનાં પત્ર ઉપર સહીં કરીને નાખી ગયો…

હવે કામ્યા મુક્ત હતી મૌલીન ઇલેક્શનમાં કંઇ ગરબડ થાય તે ઇચ્છતો નહોંતો   પ્રેમે કાગળ સાચવીને મુકી દીધો.. કાશી બા ને મૌલીન ઓળખાયો કે નહીં પણ તે પ્રેમને પુછતા હતા ..” આ મારી કામ્યા જ છેને?.. આરાક્ષસ તેને ફરી હેરાન કરવા આવ્યો હતો?

” ના બા એતો કામ્યાને છોડવા આવ્યો હતો.. જોવા આવ્યો હતો કે કામ્યા બચી જાય તો તેને તેની ચુંટ્ણી માં હેરાન ના કરે…’

કાશી બાનો ગુસ્સો સાતમા આસમાને ચઢતો હતો

Advertisements
This entry was posted in હસ્ત રેખામા ઉગ્યુ આકાશ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s