એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.
તે દિવસે…
આજે પણ ગાડી બગડી, ને પાછી આ જ રસ્તા પર.. આમ તો કુદરતી સૌદર્યથી ભરેલો આ રસ્તો તમને ખૂબ પસંદ છે મૌલેશ પણ…
શહેરોમાં તો ખુલ્લું આકાશ જોવા જ ક્યાં મળે છે, ને અહી ? દૂર દૂર સુધી કોઈ મકાન નહિ – મકાનનો પડછાયો નહિ. રસ્તાની બંને બાજુ હરિયાળા વૃક્ષો નજરને ઠંડક આપે છે. તેના વૃક્ષો પર વિવિધ પંખીઓના મધુર ગીતો વાતાવરણને સંગીતમય બનાવે છે, તો રસ્તાની સામસામે આવેલા બે બગીચાઓ, બગીચાના સુગંધીદાર ફૂલો પણ મનને પ્રફુલ્લિત રાખે છે.
ઘણીવાર તમે અમસ્તી ય કારને બાજુમાં મૂકી આ રસ્તા પર ટહેલવા નીકળો છો. આ બગીચાઓમાં રમતા બાળકોનાં ચહેરા પરની નચિંત ખુશીઓને અનેક વાર તમારા કેમેરામાં કેદ કરી છે. તે દિવસે ય…. તે દિવસે ય તમારી ગાડી આમ જ…
View original post 1,372 more words