હસ્તરેખામાં ઉગ્યુ આકાશ (૧૧)અર્ચિતા પંડ્યા

hastrekhaamaa ugyu aakash

સોમીત્રો પોલીસ સ્ટેશન ના પગથીયા ભારે પગે ઉતર્યો , ખરેખર તો પૂછપરછ ના તણાવ ને બદલે ઇન્સ્પેકટર જોડે વાત કરતા એને સારું લાગ્યું .એને થયું કે કામ્યાની વાતો કરતા એનું મન હળવું થયું . બેન્ગ્લુરું માં કામ્યાનો બહુ નજીકનો મિત્ર બની ગયો હતો એ, અને ગોવા સાથે રહીને તો મોહી જ પડ્યો હતો…..એને થયું કે પૃથ્વી પર જાણે જીવનસાથી ની પસંદગી નું કામ પૂરું થયું છે કદાચ !

રૂપે આટલી સુંદર કામ્યા , ગુણથી પણ કેવી સુશોભિત ..! કેટલા ઉત્તમ વિચાર ? આવું પેકેજ ઈશ્વરે આ ધરતીને એક સોગાદ સ્વરૂપ આપ્યું હોય એવું લાગે !….ગોવાથી છૂટા પડ્યા પછી અને કામ્યાના ઉત્તર પછી સોમીત્રોનું મન થોડું ઉખડ્યું ઉખડ્યું રહેતું હતું. ઉચાટ રહ્યા કરતો હતો. નાના બાળકને ગમતું રમકડું પાપા અપાવશે તો ખરાને ! ? એ વિચારથી જેવો ઉચાટ થાય એવો ઉચાટ થઇ રહ્યો હતો !…. અલબત્ત , એ શંકા તો નસીબની યારી ઉપર જ હતી !….મનોમન એ કામ્યાને ખૂબ ચાહવા લાગ્યો હતો !….એ ખરા દિલથી ચાહતો હતો કે કામ્યા ખુશ રહે!

કામ્યા વિષે વિચારવું , તેના વિષે બોલવું …તેને એક પ્રકારનો આનંદ મળતો હતો !…ભલે ને દોષી હોવાની સોય તેના તરફ તકાઈ ચૂકી પણ એની નિર્દોષતા અને કામ્યા તરફના સદભાવ ને લીધે એનું પેટનું પાણી પણ હલ્યું નહોતું ….ઉલટો એ બધા પ્રયત્ન કરવા તૈયાર હતો કે સાબિત થાય કે કામ્યા ભૂલે ચુકે પણ કોઈ ષડ્યંત્ર નો શિકાર ન થઇ હોય !માંદગી સિવાય બીજી કોઈ આફત ન આવી હોય !….બાકી કામ્યા જેવી સ્ત્રી આ મોડેલીંગ ફિલ્ડ માં બહુ ઉપયોગી થઇ શકે ,અને આવી વ્યક્તિ જ મળવી મુશ્કેલ છે !…. જેમાં હોય રૂપ – ગુણ બંને નો સમન્વય ! એની સાથે હોઈએ તો કામ મળ્યા જ કરે , ફિલ્ડમાં ડંકો વાગી જાય અને કમાણી ની કમાણી ……..જીવન સાથી જ બની જાય ….તો ….!  પગ ની ઝડપ વધી તેના સપના ની ઝડપ પણ !…..

અમદાવાદ જેવા શહેરમાં એ બીજે જશે ક્યાં ? એને થયું કે કામ્યાને જ જોઈ આવું, હોસ્પીટલની મુલાકાત લઇ એ પાછો હોટેલ પર રૂમમાં જતો રહેશે એવું વિચારીને એણે ટેક્સી બોલાવી , મોબાઈલની એપ પરથી …દસ જ મીનીટમાં ટેક્સી આવી અને અમદાવાદના અન ઓર્ગેનાઈઝ્ડ ટ્રાફિકને ચીરતી એ સીધી હોસ્પિટલ પહોચી …રૂમ નંબર રીસેપ્શન પરથી મેળવીને એ પહોંચ્યો ….કોણ હશે કામ્યાની રૂમમાં એની સાથે ? એ પ્રશ્ન સાથે એને ટકોરા માર્યા …..

બારણું ખુલ્યું , પ્રેમ અને સોમીત્રો બંનેની નજર મળી ,ઓળખાણ નહોતી એટલે આંખમાં સવાલ સાથે બંનેએ હાથ મિલાવ્યા …

“તમે…..” પ્રેમે પૂછી લીધું ..

” હું સોમીત્રો , કામ્યા મારી સાથે ગોવા હતી, એ ત્યાંથી નીકળી ને જ અહી અમદાવાદ આવી …”

“પ્રેમ ”

પ્રેમ નું મો પડી ગયું , એને ખબર નહિ કેમ પણ કામ્યાને કોઈ રીતે આ માણસે હેરાન તો નહિ કરી હોય ને એ પ્રશ્ન થઇ આવ્યો …..ઇન્સ્પેકટરની વાત પરથી સોમીત્રો જોડે એ વાત ફોન પર કરી ચુક્યા હતા , એ બંને માંથી કોઈએ કામ્યાને બ્લેક મેલ કરીને કે કોઈ રીતે સતાવી તો નહિ હોય ને ?…એવી આશંકા ઉઠતી તો હતી જ ! એટલે પ્રેમ એકદમ ક્લોઝ્ડ પર્સનાલીટી રાખી વાત કરી રહ્યો હતો .

સોમીત્રોને થયું કે કામ્યાની તબિયત વિષે જાણવા મારે જ પહેલ કરવી પડશે !….બંગાળી બાબુએ પુછ્યુ-

“How is she Prem? ”

“You can see just lying on the bed …”

” Oh yaa, Do you need any thing?

“Should I bring cold coffee for?”

“ you see I was not having any one’s number so came directly ..here..”

થોડા સમયનાં મૌન પછી સૌમિત્રોએ જવાબ આપ્યો

” No thanks.. I just had .. By the way.. What is the prognosis for Kamyaa?”

” Saumitro there is a hope ..we are all here with her She will be all right”

” She is very good human, Yes She will be  OK..”

પ્રેમ થોડો ઠંડા પ્રતિભા માં હતો. ” I have high regards for Kamya and as a friend of her I also believe you also.”

” Yes , I am , and I am for her always …Don’t want any person who naggs her or gave her little pain also  ….”.

એકાદ બે ક્ષણ વીતી ગઇ સૌમિત્ર આગળ બોલ્યો

” Let me tell you I have the same feeling.. especially when she got hurt by Nagaraj ……”

પ્રમ ચોંક્યો ” What ..she was unhappy there ?”

“Yes prem, that’s why I have introduced her tu an advertising agency and got the project …”

હવે પ્રેમને રસ પડ્યો …..એણે સાવચેતી પૂર્વક પ્રશ્નો પૂછવાના શરુ કર્યા ……

પ્રેમ બોલ્યો , સોમીત્રોની આંખમાં આંખ નાંખીને …..સીધુ ગુજરાતીમાં પુછ્યુ

” સોમીત્રો, કામ્યાએ બેન્ગ્લુરુની જોબ જાતે શોધી હતી ” ભાંગી તુટી ગુજરાતીમાં તે બોલ્યો

” હા એ પણ વિજ્ઞાપન એજન્સી જ હતી , એના ડાયરેક્ટર મી. નાગરાજ અને એમના હાથ નીચે કામ કરનાર કામ્યા પણ એકદમ હોશિયાર “…A Perfact woman and also perfact for advertizing culture …”

” Wht exactly do you mean? Be in your limit .”

“સોરી પ્રેમ !…. પણ હું એનો ઘણો સારો મિત્ર છું અને રહીશ , એટલે મારો હક્ક છે આ વિષે વાત કરવાનો ….”

” સોરી , પણ કામ્યાના સફરિંગ ને લીધે મન ઉચાટમાં રહે છે…..”

” મારું પણ …., પ્રેમ ”

” આઈ નો ”

” હું ખરેખર નાગરાજ થી દુઃખી થયેલ કામ્યા ને મદદ કરવાની ઈચ્છા એ ગોવા લઇ ગયેલો .”

હવે પ્રેમ થોડો કૂણો પડ્યો, એ બોલી ઉઠ્યો ……

” પ્લીઝ , લેટ મી નો , વોટ હેપન્ડ ધેર ….”

” તમે મારી વાત સાચી માનશો ખરા ?”

” તમને તો નથી જાણતો સોમીત્રો, કામ્યાને બરાબર જાણું છું, તમે કામ્યાની વાત કરશો એના પરથી હું જાણી લઈશ કે તમે સાચું બોલો છો કે નહિ ?”

” ખૂબ ભરોસો છે કામ્યા ઉપર ?”

” મારાથી વધારે , સોમીત્રો ! ”

” I admire your friendship. ”

” And I admire your concern !”

” I have to.. she is a very good friend Prem! , પ્રેમ ”

“Thanks I am eager to know about Nagaraj ”

” He was the boss of Kamyaa and totally dependant on Kamya ..she was the reason for completion of few profitable projects. Truly speaking both were impressed with each other ! ”

” અહ્મ્મ્મ ” મોળો પ્રતિભાવ આવ્યો પ્રેમનો,

” કામ્યા સતત નાગરાજની પડખે રહેતી અને દરેક પ્રોજેક્ટ ને બહુ સારી રીતે પાર પાડતી . પણ ઓફીસના લેડીઝ સ્ટાફ સાથેના મીઠા સંબંધો થી કામ્યા થોડી નારાજ રહેતી ”

” ચારિત્રય ની દ્રષ્ટીએ એ સારો માણસ નહોતો ? ”

” આમ તો ઘણો સારો માણસ , Efficiant and workaholic , perfactionist ..ફિલ્ડમાં ઘણું મોટું નામ પણ …..”

” પણ શું ? ” હવે પ્રેમ ના ચહેરાનો રંગ જોવા જેવો હતો.

” એ થોડો ફલર્ટ અને ખુલ્લા મિજાજનો માણસ ….સ્ત્રીઓ સાથે જલ્દી હળે મળે , અને સ્ત્રીઓની કંપની ગમે એને ….અને એ પોતે પણ સ્માર્ટ અને પોઝીશન વાળો ….એટલે સ્ત્રી ઓ પણ ભાવ આપે ….”

” એણે કામ્યાને કઈ હાનિ તો નથી પહોચાડીને ?”

” ના ના , એ ખરાબ માણસ નથી, લોકો આમ તો એને માન ની નજરે જુએ છે …..”

” તો કામ્યાને શું તકલીફ થઇ એની જોડે ?”

” મને કામ્યાએ જ વાત કરી હતી, એક વાર નાગરાજના મધર ને મળવાનું થયું, એમના ઘરે જ, બંને ના મન મળી ગયા હતા, અને નાગરાજના મધર ની જ ખૂબ ઈચ્છા હતી, કે નાગરાજ અને કામ્યા પરણી જાય ….”

” કામ્યા શું માનતી હતી ?”

” હા, કામ્યા એ પવિત્ર બંધન સ્વીકારવા તૈયાર હતી. એને નાગરાજ ચોક્કસ ગમતો હતો…પણ ….”

” પણ શું સોમીત્રો ? ”

” પણ નાગરાજ લગ્ન જેવા બંધનમાં માનતો જ નહોતો ….”

” વોટ ?”

” હા ….. પ્રેમ નાગરાજને લગ્ન ના બંધનમાં જીવનભર બંધાવું જ નહોતું …..”

” અને કામ્યાએ સ્વીકારે જ ક્યાંથી ? ”

” તું સમજ્યો બરાબર ……કામ્યા નું મન તેની સાથે કામ કરતા કરતા મળી ગયું હતું.યોગ્ય ઉંમરે યોગ્ય જીવનસાથી ની અપેક્ષા તો જીવન પાસે રખાય જ ને ? ”

” પણ …… ( મો પર આવેલા શબ્દો ગળી જઈ પ્રેમે વાત આગળ વધારી ) ….. તો પ્રોબ્લેમ શું થયો ?”

” વાત એમ બની કે લગ્ન સુધી વાત પહોચે એ પહેલા કંપની ની એક પાર્ટી દરમિયાન થોડા ડ્રંક એવા નાગરાજે થોડી છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો ….”

” કામ્યા તો ભડકી હશે ”

” અરે , યુ નો બેટર ધેન મી, ભડકી, હ ર્ટ થઇ,એના રૂમ પર જતી રહી અને ખુબ રડી …..કોઈને મળતી નહોતી ,….એને પહેલા પવિત્ર બંધનમાં બંધાઈ સબંધ બંધાવો હતો, અને નાગરાજ લગ્ન થી જ દુર ભાગતો હતો …..કઈ રીતે મેળ પડે ?”

” પછી ?”

” કામ્યાને જરા વધારે દુઃખ થઇ આવ્યું ….એને થયું તો પછી શું સ્ત્રી એક પુરુષનું રમકડું છે ?….એ એકલી જ બેસી રહેતી ….મને ખબર પડી એટલે હું ખાસ એને મળવા ગયો. જયારે મેં એને સ્વસ્થ થવા કહ્યું ત્યારે એ બોલી કે એના માટે કામ એ જ ભગવાન છે , બસ કામ માં મન પરોવી બધું દુઃખ ભૂલી જવું છે . ત્યારે ગોવાના પ્રોજેક્ટના ઓડીશન માટે મોકલી ….”

” કામ્યાને સ્ક્રીન પર જોયા પછી કોઇ એને ના જ કેવી રીતે પાડી શકે?”

” Exactly ..She passed Through .. selected and she went to Goa….”

” ઓ…. તો એમ વાત છે, થેન્ક યુ સોમીત્રો, ….તમારી યોગ્ય સહાય માટે….”

” હા, મને લાગ્યું કે માનસિક રીતે એ મજબૂત તો છે જ. પણ થોડી ઘણી ડગી ગઈ છે….એ ના બદલે એનો આત્મ વિશ્વાસ વધશે અને આત્મ ગૌરવ પણ વધશે……”

પ્રેમ નાં આંખમાં જરા ઝળઝળિયા આવી ગયા એ લગભગ ભેટી પડ્યો સોમીત્રોને ….

” થેન્ક યુ, સોમીત્રો , થેન્ક યુ વેરી મચ…., ગોવા વિશે તો ઇન્સ્પેક્ટર જોડે વાત થયેલી, સમગ્ર ઘટના ની દ્રષ્ટી એ તમે ગુનેગાર હો એવું લાગતું તો નહોતું….પણ મને થયું કે માનસિક રીતે તો હેરાન થઈ હોય તમારાં થી……તો…..”

“ના ના ……she is a very dear friend to me .. I can never hurt her…., હું તારી સાથે જ છું……કંઈ પણ જરુર હોય તો હું છું જ….”

બંને ની આંખ માં સંતોષ અને વિશ્વાસનો ચમકારો હતો.

“Should I leave now.. will meet you tomorrow……….”

“Sure Saumitro You can live at my place if you want…..”

” No I have booked my room …”

સોમીત્રો બધો વાર્તાલાપ વાગોળતો ત્યાં થી વધ્યો….પ્રેમ માટે એને માન થયું….અને એને તેની મંઝીલ દૂર થતી લાગી…..પણ એને થયું કે પ્રેમ કદાચ છીનવી જ લેશે કામ્યા ને……હિ ડીઝર્વ્સ હર….

અને એણે વિચાર્યું…..અત્યારે તો કાલની ઇન્સ્પેક્ટર ની જોડે ની સેશન નું રીહર્સલ થયું. કાલે આ જ સવાલ ફેસ કરવાના છે…..

સંધ્યા ખીલી…હતી…થોડું ચાલતાં સોમીત્રો આગળ વધ્યો….પણ જિંદગી પાછળ મૂકીને……

Advertisements
This entry was posted in હસ્ત રેખામા ઉગ્યુ આકાશ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.