હસ્તરેખામાં ખીલ્યુ આકાશ(૨) – રેખા શુકલ

hastrekhaamaa ugyu aakash

પ્રકરણ :: ૨

કામ્યા અમદાવાદની ફ્લાઈટમાં બેસી ગઈ , એને ઘરે જવાની તાલાવેલી હતી, માનસિક સંઘર્ષ હોય અને વ્યથા હોય તો દરેક વ્યક્તિને ઘર નામનો હુંફાળો ખૂણો ખુબ ગમે છે, એ સતત પ્રવૃતિથી  થોડી થાકી પણ હતી, ઘેન માં , જાણે તંદ્રામાં હોય એમ એની આંખ બંધ થતી હતી , જીવનના અવનવા પ્રસંગો એના દિમાગને શાંત  નહોતા થવા દેતા.માનસિક હિંમત રાખી આપણે અણગમતી સ્થિતિને  દુર કરી પણ દઈએ , જંગ જીતતા રહીએ , હસતા રહીએ  પણ ક્યારેક એ બધા રંજ આપણા પર હાવી થઇ જાય ત્યારે બ્રેઈન ની સેલ્ફ મીકેનીઝમ શરુ થઇ જાય છે ,…….દુઃખ ના પ્રભાવને દૂર કરવા મન જૂની હસીન યાદોને આગળ લાવે છે, કામ્યાને પણ એવું જ થયું .

કોલેજકાળ  ના એ  ખુબસુરત દિવસો કેમ ભૂલાય ?મશહુર હતી એ  ત્રિપુટી-પ્રેમ , શ્રેયા અને કામ્યા ….ઘણું ખરું જ્યારે જુવો ત્યારે ભેગા જ દેખાતા હોય . બધી પ્રવૃતિમાં સાથે જ હોય.સહુથી આગળ ઉત્સાહમાં  હોય કામ્યા , અને નક્કી કે કામ્યા જે ઈચ્છે ત્યાં પ્રેમ મદદ માટે હોય જ.

એક  જ વખત એવું થયું જયારે મૌલીન નામના કોલેજ ના નેતાએ  ફી વધારાના આંદોલનમાં તોફાન કર્યું અને નુકસાન કર્યું એ પ્રેમને  મંજુર નહોતું, તેને શાંતિ થી વાટાઘાટ અને સકારાત્મક વલણથી મામલો સુલ્ઝાવો હતો. કામ્યા જુવાનીના આવેશમાં મૌલીનને સાચો માનતી. તેની આગવી શૈલીથી પ્રભાવિત પણ થયેલી. શ્રેયા બિચારી  જ્યાં  સંઘર્ષ આવે ત્યાંથી દુર રહેવામાં માને !

આ બાજુ મૌલીને ને તો ચળવળ ને આંદોલન માં મોખરે રહેવું જ ગમે એમાંય જ્યારે કોલેજ ની ફી માં ખાસ્સો એવો વધારો જોયો તો મૌલીન ચૂપ ના રહી શક્યો. મોટા મોરચા સાથે આંદોલન ચાલુ થયું હતું. ત્રિપુટી પણ સંધમાં જોડાયેલ જ હતા. ને હા,આ મૌલીન તો કેટલો બધો દેખાવડો હતો કે કોઈ પણ એના પર મોહી પડે તો નવાઈ નહીં. કામ્યા ને પ્રેમ સાથે હરતા ફરતા પણ તે બહુ વિચારી વિચારી ને ભળતી. મનમાં પ્રેમ થી વધુ મોહક દેખાતો મૌલીન મનોમન ગમતો પણ હૈયા ની વાત હોઠે કદી ના આવી જાય તેથી સંભાળી ને આગળ પાછળ ફરતી જોવા મળે.

વંડરીંગ આઈઝ તો ના કેહવાય પણ મોહી પડેલી તો તેની આંખો પરથી ક્યારેક લાગી આવતું. પ્રેમ ને કામ્યા ખૂબ ગમતી પહેલેથી જ. હજુ ક્લાસ ચાલુ થવાને ૧૫ મિનિટ ની વાર હશે ને તેઓ મળેલા, બંને એક્લા વહેલા આવ્યા હતા. હાય-હલ્લો ને સ્મોલ ઇન્ટ્રો થયા પછી રોજ ક્લાસ માં ને લાયબ્રેરીમાં સાથે નજરે પડતા. બંને ના વિષયો પણ સરખા હોવાથી બધી નોટ્સ પેપર્સ વગેરે માં સમાનતા હતી. એક કરતા બે ભલા માની નોટ્સ શેર કરે સાથે હરે ફરે, ક્યારેક પિકનિક કે પીકચર નો પણ બ્રેક લે. આ બાજુ શ્રેયા કામ્યા ની હાઈસ્કુલ ની બહેનપણી હતી. તો ઘણું બધુ બંને માં કોમન હતું. પણ શ્રેયા થોડી વધુ પ્રેમાળ ને ડાહી છોકરી હતી. કામ્યા ના લાંબા ભરાવદાર વાળ ને તેની લટો તેના ઝુમખાં ને ચૂમતી ત્યારે શ્રેયા સીધી સાદી લાંબા વાળનો નારિયેળી અંબોડો વાળતી. એના કાનમાં લટકણીયા પણ એની આંખોની જેમ ચમક્તા હોય. પાણીદાર અણીયારી આંખો ને તેની સાદગી પર બધા ફિદા થઈ જતા ને તેને ઘણી વાર કોમ્પલીમેન્ટ મળતું, તે સાંભળી શરમાઈ જતી ને ગાલ ના ખંજન હસ્તા બહુ ઉંડા પડી જતા. કામ્યા ની કામણગારી આંખો તો લાગ જોઈ ને ખુલી ના ખુલી ને તેની લાંબી આંગળી શ્રેયા ના કમર તરફ વળે ને ચૂંટલો ભરે ને શ્રેયા થી ના રહેવાય…”ઓય મા”, કહી ઉંહકારો ભરે અને ખડખડાટ હસી પડે કામ્યા સ્ટોપ, સ્ટોપ મને દુઃખે છે  ! પ્રેમ કામ્યા ને માંડ માંડ વારે કે “બસ કર ને કામ્યા તેને બિચારી ને શું કામ હેરાન કરે છે !” દૂર થી ઝંડાઓ સાથે ને મોટા મોટા લખાણો લખેલા પાટિયા વચ્ચે મૌલીન બીજા સ્ટુડન્ટ્સ ની વચ્ચે મોટા મોટા નારા ઓ કરતો દેખાતો હતો. સપના ના સેલ ઘટાડેલા ભાવે મળે પણ મોંઘવારી તો સૌને નડે. જેને ભણવું છે પણ આટલી બધી ભારેખમ વધારા વાળી ફી થવાથી ઘણા બધા ને પોસાશે કે કેમ ? અને તેથી કાં તો ડ્રોપ આઉટ થઈ માતા-પિતાના વ્યવસાયમાં જોડાશે કાં તો રઝળી પડશે માનવ-મેદની ના મહેરામણમાં !!  જોકે પ્રેમ ની સાથે કામ્યા પણ નીડર નેતાગીરી કરતા મૌલીન ની દલિલો અને વાતો સાંભળતા અને પ્રેમ જોઇ શકતો હતો કે કામ્યા મૌલિન ની વાતોથી વધુ અંજાતી….

*****

આંખો સખત ભારે હતી પણ ચિંતા સતાવતી હતી મૂળ તો પાછા ફરવાનું કારણ પણ કાશીબા ના આલઝાઇમર નું હતું. બિચારા કાશીબા એ કેટલા સારા હતા અમે ગમે ત્યારે ટપકી પડીએ ને અમને બધાને પ્રેમ થી બોલાવે ખવડાવે પીવડાવે ને પછી જ જવા દેતા. આલઝાઈમર તો કેટલો મોટો રોગ છે મોહમદ અલી ફાઈટર-પછી બેક-ટુ-ફ્યુચર વાળો માઈકલ જે. ફોક્સ ને પણ ને હવે કાશીબા ને, આવું થવાથી બહુ દુઃખ થયું…ને તેને પ્રેમ અચાનક યાદ આવ્યો… ગોવા થી દુર છૂટી પડી ને અચાનક કોલેજ કાળ ની યાદો માં ગરકાવ થઈ ગયેલી. આ હંમેશ સાથે રહેતો પ્રેમ શાંત સ્વભાવનો હતો ને કદી વિખવાદમાં પડતો નહીં..! અને હા, શ્રેયા પણ કોલેજ પતી નથી ને શશાંક સાથે પરણી ગઈ આજે તો તેની ખૂબ યાદ આવે છે. આટલું બધું ટેન્શન પોતે કદી નહીં એકલી સહી શકે..મન પોકારી ઉઠ્યું શ્રેયા નો નંબર ઘરે જઈને તરત ડાયલ કરીશ..આ પ્રેમે તો જણાવી દીધું કે મારી મા કાશીબા આલ્ઝાઈમર થી પીડાય છે તેવું ડોકટરનું નિદાન છે. અને જ્યારે પ્રેમ ને હું તો સિરિયસ ન્હોતા અમારા રિલેશનમાં …પણ પ્રેમ કદાચ ચોખ્ખુ કહી શક્યો નહિ હોય કે મેં જ મોકો જ ન આપ્યો. સ્પેશયલ ને ક્લોઝ હોવા છંતા સાથે નહોંતા. કદાચ તે વાત નું કાશીબા ને દુઃખ થયું હશે કે પછી હું જ પ્રેમના રીયલ પ્રેમને સમજી નહોંતી  શકી ..ને કામ્યા તો વધુ ને વધુ ઉંડી વિચારોના વમળમાં ગરકાવ થઈ ગઈ. શશાંક તો કેટલો નસીબદાર કેહવાય શ્રેયા ને પરણી ગયો.

પ્રેમ ની સાથે કામ્યા પણ નેતા થી પ્રભાવિત તો હતી જ.તાકાત , પાવર ગમે સાચું કહું તો કોને ના ગમે આવું બધું તમે જ કહો અને એમાય જ્યારે યુવાન હૈયા ભેગા રોજ રોજ મળતા હોય ત્યારે તો રૂપ-રંગ નજર પહેરવેશ શું શું ન આકર્ષિત ના કરે. પ્રેમ ની સંગંત ગમતી તેણે ઘણી વાર તેના પર કાવ્ય પણ લખેલ પણ કહેવાની હિંમત નહોંતી કરી શક્યો.

હા, એક વાર રમણીય હિલ સ્ટેશન ના પ્રવાસ દરમ્યાન પ્રેમ ને કામ્યા ખૂબ નજીક આવી પણ ગયેલા. કેટલી મસ્ત જગ્યા હતી. દૂર તળેટી માં લીલી છમ્મ હરિયાળી હતી. આ બાજુ દરિયો , નાની નાની ટેકરીઓ ઉતરો એટલે આવી જાય. પાણી માં રમતાં પેલા બતકા ને સીગલ્સ જોઈને એક પતંગિયાની પાછળ પડે તેમ દોડાદોડી કરી નાંખેલી..ફૂરરર કરતા ઉડતા પક્ષીઓને જોઈને કામ્યા ખુશ ખુશ થઈ ગયેલી પ્રેમ તે જોઈને મૂંછમાં હસેલો. પછી શંખલા વીણતા વીણતા પણ કામ્યાના પગલા રેતી માં પડતાં તે નિહાળી રહ્યો હતો. તેના એક પગમાં પેહરેલું એન્કલ બ્રેસલેટ તેને બહુ ગમેલું તેમ કહ્યુ ત્યારે કામ્યા બોલી “મારી મોમે લઈ આપ્યું છે ,યુ નો ઇટ્સ વેરી સ્પેશયલ ફોર મી. ઇટ્સ ડેલીકેટ ને ચાર્મીંગ”

એના સ્વીમિંગ કોશ્ચ્યુમ પર નજર પડી પ્રેમ તેના વીંધેલા ઉદર ને તાકી રહ્યો હતો. ત્યાં પણ લટકણિયું લટકી રહ્યું હતું…જાણે એક લકી ચાર્મ ન હોય તેમ. ને જરાક થોડું ઉપર તેની પરફેક્ટ બિકિની ટોપ માં ઉભરાઈ રહેલ વક્ષ ને તેથી ઉપર તેની લાંબી ડોક..ને ગુલાબી ભર્યા ભર્યા હોઠ. “કાચની પૂતળી જેવી તું ઢીગલી જેવી દેખાય છે ” કહી પ્રેમે કામ્યા સામે આંખ મારી ને મસ્ત સ્માઈલ કરેલ.

“એય મિસ્ટર સ્ટોપ સ્ટેરીંગ પ્લીઝ પ્રેમ !” કમર નીચેના ભાગ પર સરોંગ વીંટાળતી તે બોલી. ઇન્દ્રધનુષ્ય જેવી લોચ કમર ને અડ્યા વગર પ્રેમ રહી ના શક્યો. ને ત્યાં તો શ્રેયા આવી ગઈ ” ચાલો, બધા વોલી બોલ રમે છે અને પેર બનાવે છે એક ગેમ થઈ જાય રસાકસી મેન વર્સીસ વુમેન !!” મળ્યા વગર બંને શ્રેયા સાથે આગળ વધ્યા.

રંગમાં ભંગ ના પડ્યો હોત તો કદાચ પ્રેમ કંઈક બોલ્યો હોત ! ઉજાણી ચાલુ થતા પહેલા એક વોલીબોલ ની ગેમ પણ પતી . દરિયા પાસે કેટલાંક અંદર તરવા માટે પડ્યા ને કેટલાંક કિનારે છબછબિયા કરતા દેખાયા. દરિયા ની છોળો ને ઘૂંઘવાટ, શંખલા ને છિપલાં, સૂરજ નું પાણીમાં ઢળવું ને ઢળતા સૂર્ય ના કેસરીયાળા કિરણો નું કામ્યા પર પડવું…વાહ્ ! કંચનવર્ણી કોમળ કાયા સોનેરી ચમકતી હતી ને તેની આંખો તો એટલી બધી માદક લાગતી હતી કે ના પૂછો ને વાત..! અચાનક પાણી ની છાલક તેની આંખમાં પડતાં તે જાણે તેના વિચારો માંથી જાગી પડ્યો. ખિલખિલાટ હસતી કાવ્યા ને શ્રેયા પાણી ની છાલકો થી તેને ભિંજવી રહ્યા હતા.

પાછા કાશીબા યાદ આવ્યા..કામ્યા ના શરીરે પ્રસવેદ બુંદો ને રોંગટા ઉભા થતા અનુભવ્યા.આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી તેના મનમાં એક જ સવાલ ઉભો થતો હતો અને વણ પુછ્યે એ તેની આંખમાં ડોકાતો પણ હતો. કે કાશીબા ને હવે જલ્દી મળવું છે મારે હવે ઘરે જવું છે. પ્રેમ ને શ્રેયા પડખે આવી ને ઉભા તો રહેશે ને?

! મારા એકલાથી આ બધુ કેવી રીતે સહન થશે. ટેન્શન્ હેડેક ની અનુભતિ થઈ. પ્લેનમાં મોટા ભાગના લોકો સૂઈ ગયેલા પણ કામ્યા તો અંધારા માં પણ ટગર ટગર તાંકતી વિચારી રહી હતી કે કાશીબા નું શું થશે ?

ઉપર બટન દબાવતાં વેંત જ એર હોસ્ટેસ હાજર થઈ તેણે પાણી માંગ્યું ને હેડએક ની વાત પણ કરી. “જસ્ટ અ મિનીટ ! ઇફ યુ વોન્ટ આઈ કેન ગીવ યુ પેઈન કીલર ”

“યસ,પ્લીઝ્”

“આઈ થીંક આઈ નીડ વન. ઇટ વોઝ લોંગ ડે” બે મિનિટમાં વોટર ને પેઈન કીલર લઈને તો એર હોસ્ટેસ હાજર થઈ . એણે જોયું કે કામ્યા પોતાની આંગળી થી કપાળ ને લમણાં ને મસાજ કરી રહી હતી.

” હીયર યુ ગો, પ્લીઝ્ ટેક ઈટ એન્ડ ટ્રાય ટુ ટેક અ નેપ”

ઓવર એક્ઝોસ્ટેડ કામ્યા થોડી વાર વિચારતી રહી પણ પછી ખૂબ થાકેલી પણ હતી તો ક્યારે નીંદર આવી ગઈ તે ભૂલી ગઈ. ગોવા ના કિનારે  પોઝીઝ લીધેલ તે દેખાતા હતા. ઉંચી ઉંચી નારિયેળીના બેક ગ્રાઉન્ડ પાસે  પોઝીઝ લેવાયેલા.આટલા આરટીસ્ટીક અને બ્યુટીફુલ પોઝના લોકો વખાણ કરશે જ , તો  મળતા રુપિયા ને વધુ માર્કેટિંગ તો ટ્રીપ સફળ !! નારિયેળી ના લીવ્સ ની હટ પાસે હેમોક (સ્વીંગ ) હતું તો ત્યાં પણ કામ્યાના પીક્સ પડ્યા ને છેલ્લે રેતી ચોંટેલ બિકિની ટોપ ના અડધા પાણી માં પાડેલા તે પણ લેવાઈ ગયેલા ને પ્રેમ નો ફોન આવેલો. હા, રેત સાફ કરી ના કરી ને પ્રેમ ના શબ્દો એ કાશીબા ની વાત યાદ આવી ને સફાળી તે હબકી ગઈ. હ્રદય તો ધક ધક જોરથી ધબકી રહેલું. આ અમદાવાદ ને આવતા કેટલી વાર ! મારે જલ્દી ઘરે જવું છે કાશીબા પાસે. પાછી શ્રેયા યાદ આવી. કે છ મહિના પહેલા શશાંક સાથે લગ્ન તો થઈ ગયેલા પણ તે પછી રોજ નું મળવાનું જાણે બ્ંધ થઈ ગયેલું. વીક પછી બધા મળ્યા ત્યારે બ્ંને ખૂશ દેખાતા હતા. સારું થયું ચલો પણ હવે આઈ નીડ હર ફોર મોરલ સપોર્ટ આઈ કેન્ટ ફેઈસ અલોન ! પોતાના ફોન માં તેણે ટાઈમ ચેક કર્યો ને પછી આલઝાઈમર માટે શું શું કરવું ને શું શું થશે જોવાનું તે તેણે ગુગલ કર્યુ ને તે વાંચવા લાગી.. કારણ કે હજીતો કલાક પછી અમદાવાદ એર પોર્ટ આવશે ને તે પછી ઘરે પહોંચતા બીજો અડધો કલાક તો થોડુ સમજી તો લઉમ તે રોગ વિશે એમ વિચારી તે આઇપેડ ઉપર  વાંચવા લાગી.

— —રેખા શુક્લ

 

Advertisements
This entry was posted in હસ્ત રેખામા ઉગ્યુ આકાશ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s