“અમે સામાન્ય વાચકમાંથી લેખક શોધ્યા”-પ્રજ્ઞાબેન દાદભાવાળા

અમદાવાદ ૧૩ જાન્યુઆરી ૨૦૧૬ એન આર જી કલ્ચરલ મીટ ખાતે સંબોધન

 betha.jpg

બેઠક વિષે

નથી રાખ્યો અમે કંઇ ઔપચારિક ભાર બેઠકમાં
બધાનો છે અહીં ખુલ્લા દિલે,આવકાર બેઠકમાં
વધાવી છે અમે ભાષા અહીં, વાંચન ને સર્જનથી
બધાની લાગણીનો છે સહજ, સ્વીકાર બેઠકમાં
વિચારો છે પ્રયત્નો છે અને સંઘર્ષ પાયામાં
કલમ સહુની, કરે છે શબ્દને શણગાર બેઠકમાં
પરબ છે પુસ્તકોનું, ને ભર્યો છે જ્ઞાનનો દરિયો
સતત ઉભરાય છે ઊર્મિ તણો ભંડાર બેઠકમાં
ભરાતી હોય છે જાણે અહીં સાહિત્યની પરિષદ
ગઝલ ને ગીતનો ગુંજી રહ્યો રણકાર બેઠકમાં
લખો,લખતાં રહો કાયમ, લખાવો અન્ય પાસે,બસ
મારો એજ આગ્રહ હોય છે, હર વાર બેઠકમાં
કલમ જો કેળવાશે તો પછી, એ તમને કેળવશે
અને અભિવ્યક્તિમાં પણ આવશે નિખારબેઠકમાં
 

2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી “બે એરીયા ગુજરાતી સમાજે” વધુ પુસ્તક આપ્યા અને પુસ્તક પરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરીયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થયું. અમારો હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે,

મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા રાજેશભાઈ એ સમાચાર પત્રોમાં સમાચાર છાપી લોકોનું “બેઠક”ના  કાર્ય તરફ દયાન ખેચ્યું .તો અનુભવી લેખકોએ માર્ગદર્શન આપી બેઠકને પાઠશાળાનું સ્વરૂપ આપ્યું  “બેઠક”ની માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ અમારો નમ્ર પ્રયાસ ભાષાના સંવર્ધન માટેનું યોગદાન છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા, આપ સર્વે આદરથી તેને વધાવ્યા,જેના વટ વૃક્ષ સ્વરૂપે મહા ગ્રંથ સર્જાયો, ભાષા કે સાહિત્યક્ષેત્રે  નિર્માણ કરવા નવા સર્જકો ઉભા કરવા જરૂરી છે જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે, માટે આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી ભાષાના સંવર્ધન નો સહિયારો પરદેશમાં પુરુષાર્થ છે.

“બેઠક”નો ભાષા ના સંવર્ધનમાં પુરષાર્થ

 • પ્રજ્ઞાબેન દાદભાવાળાએ કેલીફોર્નીયામાં “પુસ્તક પરબ”ની શરૂઆત પ્રતાપભાઈ પંડ્યાના સૌજન્યથી શરુ કરી

 • જેમાં ગુજરાતી પુસ્તકો મફત આપી લોકોની ગુજરાતી વાંચનની ભૂખને સંતોષી.

 • ત્યાર બાદ બીજા 10 બોક્સ ભરી પુસ્તકો  અમેરીકન કોન્સિલેટ તરફથી મળ્યા જે નારાયણ ભાઈ પટેલે બે એરિયા ગુજરાતી સમાજ વતી” બેઠક”ને આપી કાર્યને ઉત્સાહ વધાર્યો,આમ મફત પુસ્તકો વાંચવા આપી લોકોને વાંચન અને ભાષા તરફ આકર્ષ્યા

 • ત્યાર બાદ પુસ્તક પરબમાં વાંચન સાથે સર્જનનું કાર્ય કરવા “બેઠક”  સ્વરૂપ આપ્યું

 • જેમાં આયોજક  પ્રજ્ઞાબેન દાદભાવાળા સાથે કલ્પનાબેન  અને રાજેશભાઈના સહયોગથી “બેઠક” શરુ કરી,

 • સાથે  કાર્યનું બળ બન્યા રઘુભાઈ શાહ ,જાગૃતિ શાહ,રમેશભાઈ પટેલ,દિલીપભાઈ શાહ ,સતીશ રાવળ

 • વિજયભાઈ શાહના સહિયારા સર્જન સાથે સહિયારું કામ કરી  કલમ કેળવી અને સર્જન શક્તિ ખીલવી

 • બેઠકની પાઠશાળામાં ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા મહેશભાઈ રાવળ, દિનેશભાઈ શાહ,તરુલતાબેન મહેતા ,જયશ્રીબેન મર્ચન્ટ, મનીષાબેન જોશી ,દેવિકાબેન ધ્રુવ ,સપનાબેન વિજાપુરા, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી જેવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો પ્રયત્ન કર્યો અને હજુ પ્રયત્ન ચાલુ જ છે.
 • મહેશભાઈ રાવળ ની મદદથી એ ગઝલનો વર્કશૉપ રાખ્યો
 • તો ક્યારેક જયશ્રીબેન મર્ચન્ટ ,તરુલતાબેન મહેતા અને  મનીષાબેન જોશીની પ્રોત્સાહન અને મદદથી  વાર્તા સ્પર્ધા પણ યોજી અને માર્ગદર્શન આપ્યું , તો પાઠશાળામાં પી .કે.દાવડા સાહેબે સર્જકોને યોગ્ય દિશામાં પ્રોત્સાહન આપ્યું
 • આવતી  પેઢી ને માતૃભાષા તરફ આકર્ષવા બાળકો દ્વારા આદિકવિ નરસિહ મહેતાને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવંત કર્યું,
 • તો ઝવેરચંદ મેઘાણી ના ગીતોનો સંગીત સભર પ્રોગ્રામ કરી લોકોને ગુજરાતના લોકગીતોનું  મહત્વ દર્શાવ્યું જેમાં સ્થાનિક ગાયકો ,જેમાં માધવી મહેતા ,અસીમ મહેતા, દર્શના ભુતા,આશિષ વ્યાસ ,આણલં અંજારિયા,હેતલ બ્રમ્ભટ્ટ ,પલક વ્યાસ,ડીમ્પલ પટેલ ,પિયુષ નાગર  એ સહકાર આપી પ્રોગ્રામ દીપાવ્યો
 • તો લેખકો દ્વારા  ઝવેરચંદ મેઘાણીની રચનાનો આસ્વાદ સાથે સંગીતમય રજૂઆત કરી પાંચશો થી વધુ લોકોને ગુજરાતી ભાષા તરફ જાગૃત કર્યા
 • “કલાપી”તો ક્યારેક “નરસિંહ મહેતા” કે “ચિનુ મોદી” જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ખેડ્યા,
 • રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી ભાષામાં સર્જાયેલા કાવ્‍યોને જતનપૂર્વક આપણી ભાષામાં ઉતારવાનું અનુવાદ કરવાનું ખરા અર્થમાં ભગીરથ કાર્ય “બેઠક”ના લેખિકા મેઘલતા બેન મહેતા એ કર્યું અને માધવીબેન અસીમભાઇ એ સંગીતમય પ્રસ્તુતિ કરી ભાષા એજ આપણી સંસ્કૃતિ છે અને આપણા લોકો અને બીજા બંગાળી લોકો પાસે પ્રસ્તુત કરી  ગુજરાતી ભાષા નું મહત્વ પણ વધાર્યું
 • યુવા પેઢીએ મલ્ટી લેગ્વેજ ડ્રામા ફેસ્ટીવલમાં નાટક ભજવી,ગુજરાતી ભાષાને ઉજાગર કરી,
 • વિજયભાઈના સહયોગથી અને મેગેઝીન અને છાપામાંઅને બ્લોગમાં સર્જકોની કૃતિ મોકલી નૂતન મંચ આપ્યો
 • એમેઝોન પર સર્જકોના પુસ્તક પ્રસિદ્ધ પણ કર્યા અને લોકોને લખવા માટે પ્રોત્સાહન આપ્યું
 • વિજયભાઈના સહિયારા સર્જનમાં કેલીફોર્નીયાથી સર્જકોએ જોઈતું યોગદાન આપ્યું અને “લિમ્કા બુક ઓફ રેકોર્ડ”માં વિજયભાઈના નેતૃત્વ હેઠળ સર્જકોએ પણ માન પણ મેળવ્યું
 • “બેઠક”ના નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવી જેના  થકી મૌલિક વિચારો ખીલતા  લોકોનું ધ્યાન આપ મેળે ખેચાયું અને સર્જકોની કોલમ પણ છાપામાં શરુ થઇ,જેના માટે લલીતભાઈ સોની પ્રોત્સાહન અને બળ બન્યા
 • “બેઠક” ના  આ યજ્ઞમાં માં અનેક લોકોએ સહકાર આપ્યો
 • રાજેશભાઈ શાહએ  સમાચાર એકત્ર કરી , સમાચાર પ્રકાશિત કરી , સમાચાર પત્રો લોકો સુધી પોહચાડી, પેપરમાં સર્જકોને પ્રસિધ્ધિ અપાવી, તો દિલીપભાઈ એ સાઉન્ડ સંભાળી લોકોને બોલતા કર્યા અને રઘુભાઈએ ફોટા પાડી પ્રોત્સાહન આપ્યું,જાગૃતિ શાહ અને નેહલ રાવળએ બેઠકને રેડિયો પર પ્રસરાવ્યા આમ દરેકે પોતાના ભાગનું ભાષા માટે યોગદાન આપેલ છે
 • ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ, વિજયભાઈ શાહ,જયશ્રીબેન મર્ચંટ,મહેશભાઈ રાવલ તરુલતાબેન મહેતા, મનીષા જોશી,કલ્પના  રઘુ ,પી કે દાવડા,દાદા હરિકૃષ્ણ મજમુંદાર અને પ્રેમલતા બા, સુરેશભાઈ પટેલ(મામા), મહેશ પટેલ ,સોમીલભાઈ,શરદ દાદભાવાળા, પ્રગતી,વીરેન્દ્ર છીબ્બર ,પત્રકાર રાજેશ શાહ  અને રેડિયો જોકી જાગૃતિ શાહ અને નેહલ રાવળ,  સંપાદક અંજલિ અને લલિત સોની પ્રેરણાનું બળ બન્યા
 • “ઇન્ડિયા કોમ્મુનીટી સેન્ટર”,”વૈષ્ણવ પરિવાર મંદિર”,”બે એરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધન કેલીફોર્નીયા”,”ગુજરાતી કલ્ચરલ એસોસિયન-જીસીએ”, “નાટકોત્સવ” અને લોસ એન્જેલસ અને હ્યુસ્ટન ની ગુજરાતી સમાજ  જેવી સંસ્થાઓના સહકારથી ભાષાને ઉજાગર કરવાનો આ “બેઠક”નો પ્રયત્ન છે.અને આ માટે “બેઠક”  આભારી છીએ
 • તેમજ ગુજરાત સમાચાર ,અકિલા,ગુજરાત દર્પણ , ગુજરાત ન્યુઝ લાઈન ફીલિંગ ,જેવા છાપાના અમને  પ્રોત્સાહન આપવા માટે આભારી છીએ,
 • આ સાથે અનેક બ્લોગે સર્જકોના શબ્દોને વહેતા કર્યા છે ,સુરેશ જાની ,ગુજરાતી પ્રતિભા પરિચય,વિનોદ વિહાર, પીયુનો પમરાટ ,પ્રતીલીપી ,આકાશ દીપ ,ફોર એસ.વી.-સમેલન
 • ”બેઠકે ” આજે પણ “સહિયારા સર્જન” સાથે સંવર્ધન ની કોશિષ ચાલુ  રાખી છે.આ ગ્રંથ આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીનો  એક નાનકડા પ્રયાસ સાથે અમેરિકામાં રહેતા ગુજરાતીઓનું ભાષાના સંવર્ધનમાં યોગદાન છે.

 આ પ્રસંગે વિમોચીત થયેલ પુસ્તક

સહિયારા સર્જનનો સફળ પ્રયાસ

Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, સમાચાર. Bookmark the permalink.

3 Responses to “અમે સામાન્ય વાચકમાંથી લેખક શોધ્યા”-પ્રજ્ઞાબેન દાદભાવાળા

 1. Rajul Kaushik કહે છે:

  સહિયારા સર્જન અને બેઠકનું પ્લેટફોર્મ હોય ,ગુજરાતી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે ઉત્સાહી સર્જકો હોય ત્યાં આ સાહિત્યની પરબ છલોછલ ન રહે તો જ નવાઇ.

  Like

 2. પિંગબેક: “અમે સામાન્ય વાચકમાંથી લેખક શોધ્યા”-પ્રજ્ઞાબેન દાદભાવાળા | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.