ગુજરાતી સાહિત્ય સરિતાનાં કાર્યનું એન આર જી ગુજરાતી ઉત્સવમાં સન્માન-

12417971_10153856758783688_3005685143555579827_n

ગુજરાતી સાહિત્ય સરિતાનાં કાર્યનું સન્માન વેળાએ આયોજક શ્રી રમેશ તન્ના પ્રવીણા કડકિઆ,પ્રજ્ઞા દાદભાવાળા,મેયરશ્રી ભુપેન્દ્ર ભાઇ,વિશ્વદીપ બારડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષ અને કવિ ભાગ્યેશ જહા

આ પ્રસંગે પ્રવીણાબેને સાહિત્ય સરિતા વિશે આપેલું વક્તવ્ય નીચે આપ્યુ છે અને નવીન બેંકર દ્વારા સંપાદીત પુસ્તક “હ્યુસ્ટન- ગુજરાતી પ્રસંગોનું અમેરિકન પાટનગર નું વિમોચન પણ થયેલ તેની માહિતી અત્રે આપેલી છે.

ગુજરાતી સાહિત્ય સરિતા (હ્યુસ્ટન)- માતૃભાષાને જીવંત રાખવાની પ્રયોગ શાળા

જ્યોર્જ બર્નાડશૉએ કહ્યુ હતું કે જ્યારે તમે વિદેશમા જાવ ત્યારે જ તમને તમારી માતૃભાષાનું મુલ્ય સમજાય. બરોબર તેમજ અમેરિકન અંગ્રેજી અને સ્પેનીશ વચ્ચે મારામાં મારી માતૃભાષા પ્રત્યેનો મારો અહોભાવ વધ્યો. તે સમયે ગુજરાતી સાહિત્ય સરિતા મારા જેવા કેટલાય હીઝરાતા ગુજરાતી માતૃભાષા પ્રેમીઓ માટે આશિર્વાદનું ઝરણું બની..દર મહિને મળવાનુ અને કંઇક સર્જી ને લઇ જવાનું કે સાથી મિત્રોની રચના સાંભળવાની અને અંદર સ્ફુટતી કલ્પનાઓને શબ્દ દેહ આપવાનો…

તેવામાં આ વડનું ચિત્ર ઘેઘુર વડલો વડવાઇઓનાં ટેકે જ બનતો હોય છે વાળી વાતે મને સક્રિય કર્યો અને દરેક કવિ મિત્રો જે લખતા હતા તે સૌની ડાયરીઓને પુસ્તક દેહ અપાવવાની વાતે જોર પકડ્યુ અને પહેલા વર્ષને અંતે શાયર આદિલ મનસુરીનાં હસ્તે સાત કાવ્ય સંગ્રહનું વિમોચન થયુ. ત્યારે એક હાશ થઇ કે ગુજરાતી સાહિત્ય સરિતા એક પ્રયોગ શાળા છે અને તેમાં ભાષાનાં સંરક્ષણ અને સંવર્ધન ની ઘણી તકો છે.

સર્વ સાથીઓ સક્ષમ છે અને તેઓને પણ મારી જેમ કંઇક કરવુ છે… “શેર અંતાક્ષરી”, “શબ્દ સ્પર્ધા”, “પાદ પૂર્તિ” અને સહિયારા સર્જન નાં પ્રયોગો થયા..ગુજરાતી સાહિત્ય સરિતામાં માતૃભાષાનો વડલો ઘેઘુર થવા લાગ્યો.. આજે પંદર વર્ષે ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રે સારુ એવુ કાઠુ કાઢ્યુ છે તેમાં કોઇ એક માણસની કમાલ નથી માતૃભાષા પ્રત્યેના લગાવે તો સૌ વડવાઇને વડ થવાની તક આપી છે.

બ્લોગ, ઇંટર્નેટ, ઇ મેલ અને અન્ય આધુનિક તકનીકો એ સૌ સર્જકોને વિશાળ ફલક આપ્યુ. ક્રીયેટ્સ્પેસ દ્વારા એમેઝોને સર્જકોને તેમની રચનાઓ લોક્ભોગ્ય થશે કે નહીં જાણવા પુસ્તક નિર્માણ નું જટીલ કાર્ય સહજ કર્યુ. આ અમારું સહિયારું સપનૂં છે અને એક મેકના ટેકે વિકસીયે છે અને વિકસવાની સૌ ગુજરાતીઓને મંચ આપીયે છે.અને પ્રાર્થીયે છે કે માતૃભાષાનાં વિકાસ અને સંવર્ધન નાં શુભ વિચારો દસે દિશાઓથી આવો…

વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની..

અને નવા વડ બનવાની…

ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે

એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે

ગદ્ય અને પદ્યનાં ક્ષેત્રે છેલા પાંચ વર્ષમાં ઘણું કામ થયું, દેવિકાબેન ધ્રુવ, સરયૂ પરીખ, પ્રદીપ બ્રહ્મભટ્ટ, મનોજ મહેતા,વર્ષા શાહ અને ફેસ બુક ઉપર સુરેશ બક્ષી અને વિશ્વદીપ બારાડ પોતાના કાચા પાકા કાવ્યો મુકી રીયાઝ કરે છે તો ચીમન પટેલ હાઇકુને કર્મ ભૂમી બનાવીને બેઠા છે. તો ગદ્યમાં ધીરુભાઇ શાહ, અંબુભાઇ દેસાઇ, હિંમત શાહ, હેમા પટેલ, પ્રવિણાબેન કડકિઆ, વિજય શાહ ડૉ ઇંદુબહેન શાહ તથા નવીન બેંકરે કલમોને કેળવી અને પ્રતિભાવંત સર્જન પણ કર્યુ. આવા ઘણાબધા કામોમાં નવતર પ્રવાહ સહિયારા સર્જન નો ખુબ ફુલ્યો અને ફળ્યો..અને લીમ્કાબુકનાં રેકૉર્ડમાં પણ પહોંચ્યો.

ગુજરાતી સાહિત્ય સરિતાનાં ૧૫ વર્ષનાં ઇતિહાસ ને અત્રે સમાવી તો ન શકાય પણ આદીલ મન્સુરી, રસિક મેઘાણી અને સુમન અજ્મેરી જેવાનાં આશિર્વચને ફળેલી અને ફુલેલી આ સંસ્થા એતો સિધ્ધ કરે છે કે “ આ એક માણસનું કામ નથી, છે એ સૌનો સહિયારો ચમત્કાર.”

હાલ ગર્વની સાથે જણાવું તો ૧૦૦ જેટલા સભ્યોમાં ૩૦ જેટલા સર્જકો છે અને સૌની એક માત્ર અભિલાષા છે જે માતૃભાષાએ સમજણ નાં અમિ આપ્યા તે અમર વારસો અમારી આગળની પેઢીને પણ મળે તે માટે માતૃભાષાનું ઋણ ફેડવા અમે સૌ કટિબધ્ધ છીએ દર મહીને નિયમિત રીતે ભેગાથઇને સાહિત્ય સાંભળવુ , માણવુ કે સર્જવુ તે સૌની નેમ છે ૨૦૧૬નાં વર્ષનાં પ્રમુખ ડૉ ઇંદુબહેન શાહ, ઉપપ્રમુખ પ્રવીણા કડકિઆ અને ખજાનચી સતીશ પરીખ છે. જેઓએ નવીન બેંકરનાં  હ્યુસ્ટન –“ગુજરાતી પ્રસંગોનું અમેરિકન પાટનગર” વાંચ્યુ છે તે સૌ કહે છે  માતૃભાષાને જીવંત રાખવાની આ પ્રયોગ શાળા છે . જ્યાં પ્રમુખ કેનેડી ની વાત “ દેશે તમારે માટે શું કર્યુ તે પુછવાને બદલે મેં દેશ માટે શું કર્યુની “ ભાવના માતૃભાષા માટે બળવતર છે.

આ પ્રયોગને દરેકે દરેક શહેરમાં સક્રિય કરાય તો માતૃભાષાને નબળી કહેનાર અને સમજનાર બંને નાં શિર શરમથી નમી જાય તે વાત બેમત છે

દેવિકાબેન ધ્રુવે લખ્યુ છે કે ગુજરાતી સાહિત્ય સરિતા તો હ્યુસ્ટનના આંગણે ઊગેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો, જેમાં રોજ અવનવા હસ્તે અક્ષર-જળનું સિંચન થયા કરે છે,વિવિધ વિચાર-કિરણોના તેજ પથરાયા કરે છે અને ભાવકો તથા સહાયકોની શીતળ હવા ભળ્યા કરે છે.એ રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવા પ્રયાસો થાય છે.આ નમ્ર અભિવ્યક્તિ સાથે, સૌ વાચકો અમારી આ શબ્દ-પૂજામાં આનંદપૂર્વક જોડાશે તેવી આશા છે. ગુજરાતનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો લગભગ ૧૦૦૦ વર્ષ જેટલો પ્રાચીન છે. તેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે અને દેશમાં કે વિદેશમાં ગુજરાતી પ્રજા, સાહિત્ય અને કલાની પરમ ઉપાસક રહી છે. હ્યુસ્ટનના વિવિધ ગુજરાતી વૃંદો ભાષાની રિયાસતના ઉંચા સિંહાસને બિરાજમાન છે. આ સભાનતા સાથે છેલ્લાં ૧૫ વર્ષથી ગુજરાતી સાહિત્ય સરિતા, ભાષાના પટોળામાં અજબગજબના રંગો પૂરીને એક અનોખી ચુંદડી બનાવવાનો સતત પ્રયાસ કરતી રહી છે. હવે આ અવનવા અને વિવિધ બિંદુઓનો એક સિંધુ બનાવવા પ્રયત્નશીલ છે.

આ વખતે વિમોચીત થયેલ નવીન બેંકરનું પુસ્તક

Houston- An American Capital of Gujarati activities

 

 

Advertisements
This entry was posted in સમાચાર. Bookmark the permalink.

3 Responses to ગુજરાતી સાહિત્ય સરિતાનાં કાર્યનું એન આર જી ગુજરાતી ઉત્સવમાં સન્માન-

  1. Rajul Kaushik કહે છે:

    ગુજરાતી ભાષાનો તુલસીક્યારો, જેમાં રોજ અવનવા હસ્તે અક્ષર-જળનું સિંચન થયા કરે, વિવિધ વિચાર-કિરણોના તેજ પથરાયા કરે અને ભાવકો તથા સહાયકોની શીતળ હવા ભળ્યા કરે અને એ રીતે માતૃભાષાનો છોડ લીલોછમ રાખવાના પ્રયાસોની શબ્દ-પૂજામાં જોડાયેલા સૌ સર્જકોને હાર્દિક અભિનંદન.

    Like

  2. પિંગબેક: ગુજરાતી સાહિત્ય સરિતાનાં કાર્યનું એન આર જી ગુજરાતી ઉત્સવમાં સન્માન- | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s