માતૃભાષાનાં સંવર્ધનનું અભિયાન (4) આજે “ગીનીઝ બુક ઓફ રેકોર્ડ ” મેળવવા થનગની રહ્યું છે

IMG_1639

IMG_1648

પ્રજ્ઞા દાદભાવાળા  ​વિશ્વદીપભાઇ બારડ,માનનીય ચીનુભાઈ મોદી પ્રવિણા કાડકિયા,સંજય વૈદય , પ્રવિણાકાડકિયા

  

બારહાજારચોવીશ પાનાનું દળદાર પુસ્તક

 

   IMG_1693

દિપક પંડ્યા –  

IMG_1656

IMG_1684                  

                                                   કિરણ ઠાકર    રશ્મીભાઈ મજીઠીયા

આપણું માતૃભાષાનાં સંવર્ધનનું અભિયાન આજે “ગીનીઝ બુક ઓફ રેકોર્ડ ” મેળવવા થનગની રહ્યું છે. ‘ગીનીઝ બુક ઑફ રેકર્ડઃ’ની કસોટીમાંથી પાર ઉતરવાની ઘડીઓ ગણાઈ રહી છે.આપ સહુની શુભેચ્છાઓ સાથે આ કાર્ય પાર પડશે. આપના સહકારથી અંહી સુધી આવ્યા એ આનંદના સમાચાર છે.આ પુસ્તકની પ્રથમ નકલ ૧૦ જાનયુઆરી ૨૦૧૬ સ્થળ બુક પબ ઇનોવેશન અમદાવાદ ખાતે  જોવા પામ્યા  આપણા “પ્રયત્નના”  સાક્ષી માનનીય ચીનુભાઈ મોદી ,સંજય વૈદય ,રશ્મીભાઈ મજીઠીયા બન્યા સાથે ​વિશ્વદીપભાઇ બારડ,રેખા બારડ ,પ્રવિણા કાડકિયા,અર્ચિતા પંડ્યા ,દિપક પંડ્યા ,મૌલિક રામી ​,રશ્મી જાગીરદાર કાર્યનું બળ અને પ્રોત્સાહન ​બન્યા 

આ ગ્રંથની મહત્વતા: 

  • આ મહાગ્રંથ જે કદાચ ગુજરાતી ભાષાનું પહેલું  (૧૨૦૦૦ કરતા વધુ પાના),આટલું જાડું પુસ્તક હશે.આ પુસ્તક સંપાદનોમાં અવશ્ય અનોખું થઈને રહેશે

  • મહા ગ્રંથ  ગદ્યના મહાન રસ્તા પર એક મહત્વનું સીમાચિન્હ બની રહેવાનું છે એમાં કોઈ શંકા નથી. આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી તેમાં એકસો થી વધુ લેખકોનો  પરદેશમાં ભાષાને જીવતી રાખવાનો પ્રયત્ન છે 

  • સાહિત્યમાં ગતિનું પણ મહત્વ છે માતૃભાષા માટેનું યોગદાન અને સંવર્ધનમાં ફાળો છે. 

  • વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાની ઓળખ આ પુસ્તક છે.  

  • એક જાગૃતિનું  પ્રતિક છે લોકોનું ધ્યાન આપણી ભાષા તરફ જશે.

  • મહા ગ્રંથ એ ભાષાની તાકાત છે. એ માત્ર આર્થિક પ્રવૃત્તિ  કે નામના નથી. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે.

  • આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” “મૌલિક ગદ્ય” “લેખકનું સાતત્ય”

  • આપણી માતૃભાષા આખા ગ્રંથમાં કેન્દ્રનું સ્થાન છે. પડકારનો સ્વીકાર અને પ્રયત્ન નો ઋણસ્વીકાર છે. 

 મૌલિક ગદ્ય તો છે જ,દરેક લેખકનું સાતત્ય આ પુસ્તકનું આકર્ષણ છે.માત્ર એકવાર નહિ નિયમિત  રીતે સહિયારું કામ કરતા  “બેઠક” કે “સહિયારા સર્જન”માં નિતનવા વિષય કે વાર્તા પર લખી સર્જકોએ ભાષાને કેળવી છે.પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે, પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલે  ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી પ્રવૃત્ત થયા છે.હવે એને વધાવવાની  જવાબદારી આપણા સૌ વાચકોની છે.

પ્રજ્ઞા દાદભાવાળા,પ્રવિણા કડકિયા, હેમા પટેલ, વિજય શાહ, કિરણ ઠાકર   

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s