ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, વૈદ્ય લાભશંકર ઠાકર ‘પુનર્વસુ’નું નિધન

"બેઠક" Bethak

Jan 6, 2016-સૌજન્ય:ચિત્રલેખા

Labhshankar Jadavji Thakarઅમદાવાદ – ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિ, સાહિત્યકાર અને વૈદ્યરાજ લાભશંકર ઠાકર (લાઠાદાદા)નું આજે નિધન થયું  છે. આજે અમદાવાદમાં તેમની  અંતિમવિધિ કરવામાં આવી હતી અને તેમનો નશ્વર દેહ પંચમહાભુતમાં વિલિન થયો છે.

કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક લાભશંકર જાદવજી ઠાકર ઉપનામ ‘પુનર્વસુ’નો જન્મ જાન્યુઆરી 14, 1935ના રોજ સૌરાષ્ટ્ર વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લાના સેડલામાં થયો હતો.

ઠાકરને વિશેષ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ ચંદ્રકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

જેમની કર્મભૂમિ અમદાવાદ હતી, તેવા લાભશંકર ઠાકર ગુજરાતી ભાષાના અત્યંત ગંભીર અને પ્રતિબદ્ધ શબ્દકાર હતા.

ઠાકર અમદાવાદ શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા હતા.

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તોસફેદ હંસ જેવા આપણા સપનાઓને
તરતાં મૂકવા માટે. ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો…

View original post 186 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s