…..તારા અક્ષરના સમ – મુકેશ જોષી

me and renuજો મારી આંખોનો આટ્લો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ….

…..તારા અક્ષરના સમ

તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી
કેવી પગલાઈ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ….

…..તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ…

…..તારા અક્ષરના સમ

– મુકેશ જોષી

નખશિખ સુંદર ગીત……

http://layastaro.com/?p=13376

હા સાવ સાદી, સાચી અને ઉષ્માથી ભરી  વાત! તારા અક્ષરના સમ! કવિ રાજ…

૩૮ વર્ષ પહેલા મારા પત્રોને માણતી પૂજતી અને ચુમતી મારી સખીની આખે આખી વાત કેવા રુડા અને અદકેરા અંદાજમાં રજુ થઈ છે કે મન ઝુમી ઊઠ્યુ.. મારા અક્ષરોમાં નીકળતી વહાલ્ભરી વાતોને કંઇ કેટલીય વાર વાંચતી અને મનભરીને સાજન ને શમણામાં જોતી ત્યારે

કેવી પગલાઈ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ…. તારા અક્ષરનાં સમ…

પ્રેમ પત્રો હોય એટલે આમેય મહેંકતા હોય અને વળી રંગ બેરંગી શાહી અને ચિત્રો સભર હોય. નાનકુડી બકુડી ના હાલ તો જુઓ હજી પત્ર તો આજે આવ્યો છે અને બીજા પત્રની પ્રતિક્ષા ચાલુ.. અરે ભાઇ આવેલા પત્રનો પ્રત્યુત્તર તો આપ.. પછી ચાલુ કર પ્રતિક્ષા..

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ તારા અક્ષરના સમ…

આ કાવ્ય જરુર સદા બહાર છે જેનો આ પ્રતિભાવ ૩૮ વર્ષ પહેલાની સખીને અને તેની મુગ્ધાવસ્થાને નજર સમક્ષ જાગૃત કરી દીધી તારા અક્ષરનાં સમ…કવિરાજ…

આફ્રીન! આવા સુંદર સ્મરણ બદલ

This entry was posted in kaavyaasvaad. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s