“સંવર્ધન માતૃભાષાનું”-(3) શા માટે?

banyan-tree-of-pondicherry-india-5

સહિયારું સપનું

લોક વાયકા છે સફળ થવું હોય તો નિશાન ઉંચુ હોવું જોઇએ.

 મોટા ગજાનાં સપના જોવાની હિંમત હોવી જોઇએ.      

હા પણ તે ઉપરાંત જરુરી છે

તે સપના ને યોગ્ય થવાની લાયકાતની,

ત્યાં પહોંચવાનાં થનગનાટની..પ્રયત્નની

અને કવચિત નિષ્ફળ થવાય તો

તે નિષ્ફળતાને પચાવી ફરી સફળ થવાનો સુયત્નની

અને જો સફળ થયાને તો

મિત્રોમાં અહોભાવ અને પ્રતિસ્પર્ધીમાં ઈર્ષા દેખાશે.

સાચો રસ્તો તો એ છે કે વડ જેવા બનો

મિત્ર કે પ્રતિસ્પર્ધીને સાથે રાખી સહિયારા પ્રયત્ન કરો..

વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની..

અને નવા વડ બનવાની…

ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે

એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે-

વિજય શાહ

“માતૃભાષાનું દેવુ” નિબંધ જ્યારે લખાતો હતો ત્યારે એક સમજ વિકસી રહી હતી કે માણસનાં વિકાસમાં માતા અને માતૃભાષા ખુબ જ અગત્યનાં પરિબળો હોય છે..જ્યારે માતૃભાષાનું ઋણ સમજાયુ ત્યારે તો તેને ફેડવા માટે મથવું રહ્યું. પ્રમુખ કેનેડીનું મંતવ્ય “ દેશે તમારે માટે શું કર્યુ? તે પ્રશ્ન પુછવાને બદલે મેં મારા દેશ માટે શું કર્યુ તે વિચારવુ રહ્યું” અને ત્યાંથી શરુ થયું હતુ માતૃભાષાનાં સંવર્ધનનું અભિયાન…

જ્યોર્જ બર્નાડશૉએ કહ્યુ હતું કે જ્યારે તમે વિદેશમા જાવ ત્યારે જ તમને તમારી માતૃભાષાનું મુલ્ય સમજાય. બરોબર તેમજ અમેરિકન અંગ્રેજી અને સ્પેનીશ વચ્ચે મારામાં મારી માતૃભાષા પ્રત્યેનો મારો અહોભાવ વધ્યો. તે સમયે ગુજરાતી સાહિત્ય સરિતા મારા જેવા કેટલાય હીઝરાતા ગુજરાતી માતૃભાષા પ્રેમીઓ માટે આશિર્વાદનું ઝરણું બની..દર મહિને મળવાનુ અને કંઇક સર્જી ને લઇ જવાનું કે સાથી મિત્રોની રચના સાંભળવાની અને અંદર સ્ફુટતી કલ્પનાઓને શબ્દ દેહ આપવાનો…

તેવા તેવામાં આ વડનું ચિત્ર ઘેઘુર વડલો વડવાઇઓનાં ટેકે જ બનતો હોય છે વાળી વાતે મને સક્રિય કર્યો અને દરેક કવિ મિત્રો જે લખતા હતા તે સૌની ડાયરીઓને પુસ્તક દેહ અપાવવાની વાતે જોર પકડ્યુ અને પહેલા વર્ષને અંતે શાયર આદિલ મનસુરીનાં હસ્તે સાત કાવ્ય સંગ્રહનું વિમોચન થયુ. ત્યારે એક હાશ થઇ કે ગુજરાતી સાહિત્ય સરિતા એક પ્રયોગ શાળા છે અને તેમાં ભાષાનાં સંરક્ષણ અને સંવર્ધન ની ઘણી તકો છે.

સર્વ સાથીઓ સક્ષમ છે અને તેઓને પણ મારી જેમ કંઇક કરવુ છે… “શેર અંતાક્ષરી”, “શબ્દ સ્પર્ધા”, “પાદ પૂર્તિ” અને સહિયારા સર્જન નાં પ્રયોગો થયા..ગુજરાતી સાહિત્ય સરિતામાં માતૃભાષાનો વડલો ઘેઘુર થવા લાગ્યો.. આજે પંદર વર્ષે ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રે સારુ એવુ કાઠુ કાઢ્યુ છે તેમાં કોઇ એક માણસની કમાલ નથી માતૃભાષા પ્રત્યેના લગાવે તો સૌ વડવાઇને વડ થવાની તક આપી છે.

બ્લોગ, ઇંટર્નેટ ઇ મેલ અને અન્ય આધુનિક તકનીકો એ સૌ સર્જકોને વિશાળ ફલક આપ્યુ. ક્રીયેટ્સ્પેસ દ્વારા એમેઝોને સર્જકોને તેમની રચનાઓ લોક્ભોગ્ય થશે કે નહીં જાણવા પુસ્તક નિર્માણ નું જટીલ કાર્ય સહજ કર્યુ.

પ્રજ્ઞાબેન દાદભાવાલાએ આ કામને નવું રુપ આપ્યુ.. સહિયારા સર્જનમાં વાર્તા અને કાવ્યો ઉપરાંત નિબંધોને તથા આસ્વાદને અગ્રીમતા આપી અને સિધ્ધ કર્યુ કે સર્જકોને પુરતુ મંચ મળે તો માતૃભાષા તો અમૃત કુંભ ની છાલક છે જે મોટી ઉંમરે કંટાળો દુર કરે છે અને સંતાનો ને સુયોગ્ય માર્ગદર્શન આપે છે.

“સંવર્ધન માતૃભાષાનું” એના નામ પ્રમાણે કામ તો કરે જ છે પણ તે ઉપરાંત ઘણા સર્જકોને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ છે. અત્યારે એકલું ગદ્ય સમાવાયુ છે જેમાં નામી અને અનામી ઘણા સર્જકો ની કલમ છે અને તે સૌ ઉચ્ચ સર્જન તરફ વહી રહ્યા છે..ગીનીઝ બુક પ્રયત્ન એ અમારું મોટા ગજાનું સ્વપ્ન છે તેને યોગ્ય પ્રયત્નો પણ કર્યા છે. પણ એ અમારી મંઝિલ નથી..માતૃભાષાનું ગૌરવ તેનાથી વધે છે તે અમારો પ્રયત્ન છે  તેથી જ લખ્યુ છે કે

વડવાઇઓમાં પણ ધગશ હોય છે નવું કરવાની..

અને નવા વડ બનવાની…

ઇર્ષા નહીં સહિયારા સપને આગળ વધીયે

એક મેક નાં ટેકે વિકસીયે ને ઝંઝાવાતોને પણ ખાળીયે

આ અમારું સહિયારું સપનૂં છે અને એક મેકના ટેકે વિકસીયે છે અને વિકસવાની સૌ ગુજરાતીઓને મંચ આપીયે છે.અને પ્રાર્થીયે છે કે માતૃભાષાનાં વિકાસ અને સંવર્ધન નાં શુભ વિચારો દસે દિશાઓથી આવો…

 

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s