ત્રિકોણ ના ત્રણ છેડા-રેખા શુકલ

 

વાત નહીં કરો તો ચાલશે વાર્તા કરોને !! મને તો વાર્તા માં રસ છે હું તો હજુ ન્હાનો જ છું, મને કોઈ રમત રમાડે ચાંદામામા ના દેશમાં લઈ જાય તેવી વાતો કરે કે રાજારાણી ને પરીઓના દેશની વાતો કરે તે બહુ ગમે. મને આકાશમાં ઉડતા પંછીની જેમ ઉડવું છે હું સુપરમેન થઈ જાંઉ છું ને બધાને મુશ્કેલીમાંથી બચાવું છું તેવા સ્વપ્ના પણ બહુ ગમે છે. મારા કૂમળા હાથ તલવાર નહીં ઉપાડી શકે કે બંદુક પણ ઉઠાવી નહીં શકે. તમે ફૂલોને પતંગિયાને સાથે ગીત ગાતા સાંભળયા છે કદી?? એક બીજાને વ્હાલ કરતા હસતા નાચતા જોયા છે કદી ?? વરસાદ પછી પેલા મખમલી રાતા બગ, રાતી ચણોઠડી અને આજુબાજુ ઉડતા ગ્લો બગની પકડાપકડી ની મજા…બસ આવી દુનિયા મને ગમે હસતી ખેલતી ને જોયફૂલ !! આપણે વાસ્તવિકતાની દુનિયામાં કદી ના જવાનું હોય તો કેવું સારું !! મને આકાશ રંગવું છે હોળી ના રંગમાં …મને ના રંગશો કોઈ સગપણ ના રંગમાં…મને તો પ્રેમ ના રંગે રંગાવુ ગમે છે !! નસ નસમાં ધસમસતો પ્રેમ નો રંગ જાણે મને ગલુડિયું બનાવી દે છે !! હું ગેલ માં આવી જાંઉ છું ને તારા ખોળામાં ખોવાઈ જાંઉ તેવું મન થાય છે…તને વળગ્યા કરું છું મોમ તને વ્હાલ કરું છું ખૂબ બધું…!! હજુ કંઇ પણ સમજુ તે પહેલા તું મને કેમ મૂકીને ચાલી ગઈ ?

હું સમજણો થયો તો પપ્પાની વાતો..એન્ગ્રી પપ્પાની વાતો ..શું સાચુ શું ખોટુ ? બહુ જ મર્યાદામાં રાખે છે…દબાવી ને રાખે છે…કાશ મને ભઈ બહેન હોત તો ? સારું છે નથી હું કોઈને કંઇ કહી શકું નહીં અને જો કહું તો પપ્પા મારશે, મારું ખાવાનું પણ લઈ જશે..મોમ તું કેમ જતી રહી? તને મારી યાદ નથી આવતી ? તારા વગર કોઈ પ્રેમ નથી કરતું મને ..મને આવું તડપવું નથી ગમતું . તરસ લાગે છે પ્રેમની કે જે કોઈ દિવસ નથી બુઝાતી અને લાગતું નથી મોમ તારું સ્થાન કોઈ કદી લેશે અહીં…!! તું પણ વાસ્તવિકતા માંથી કઈ દુનિયામાં ભાગી ગઈ છે? ગઈ કાલે તો મારા દોરેલા ચિત્રો પણ ફાડી નાંખ્યા પપ્પાએ હું ક્યાં જાંઉ ? તું મને આવીને લઈ જા ને!! હું તને કદી હેરાન નહીં કરું ! છ વર્ષ તે મારા વગર કઈ રીતે કાઢ્યા ? મને ભૂલીને જીવી લઈશ? પણ તને યાદ કરી કરીને હું રોજ રોજ મરું છું !

ભગવાન તું ક્યાં છે ? એક ભિંગડુ ખરે નહીં ત્યાં તાજો ઘાવ પડે તે વાત બાજુવાળા સુધાબેન જાણી ગયેલા ક્યારેક છાનામાના આવી મળી જતા સાડા સાત વર્ષના પરેશને…એને મા નથી ને ..બે ચાર વાર કંઇક રાંધીને આપ્યું ને માથે હાથ ફેરવી ને ખવડાવી ગયેલા.

જયદેવ ને નાનપણ થી પોતાનું ગમતું જ કરવાની આદત હતી પહેલ થાય જીદ થી પછી મનાવી ના શકે તો બળજબરીથી રડી -કકળી ને પોતાનું ધાર્યુ કરાવી લેતો પછી બીજાનું જે થવાનું હોય તે થાય..પણ પોતે ખુશ એટલે બસ એવું તે માનતો પોતાની ઇરછા પૂરો કરનારો બીજાના હ્રદયની લાગણીને ક્યારેય નથી જાણતો..દુઃખ તો એ વાતનું હતું કે પાછળ પોતે હસતો કે પોતાનુ ધાર્યું કેવું કરાવી જાણે છે..!

આમાં લગ્ન તો ન્હાની ઉંમર માં થઈ ગયા પણ બંનેવચ્ચે નાની નાની બાબતમાં તકરાર થતી રહેતી…તેથી જયદેવ ને જયોતિનું મન લગ્નજીવન માટે ખાટું થઈ ગયેલું…મનભેદ થઈ ગયેલા તો બંનેને એકબીજાના વાંક દેખાતા. પણ પરેશના જન્મ પછી જયદેવનું વર્તન ખૂબ ખરાબ રહ્યું ત્યારે બધા દુઃખી થઈ ગયા. જયદેવને જોઈતું હતું કે એક ધરેલું ગૄહિણી ની જેમ ધરે રહે પણ થનગનતી જ્યોતિની ઇરછાઓ તો કંઈક અલગ જ હતી. જયદેવ તેને ઘરકામ કરતી જોઈ ખુશ થાય, પોતાનો પડ્યો બોલ ના ઝીલે તો આવી બને…ગમે કે ના ગમે પણ પોતાનું મન હોય ત્યારે ઇશારે નચાવતો જયદેવ જ્યોતિને હવે ખૂબ ખૂંચતો-જરા પણ ગમતો નથી જોવો અને હજુ ર વર્ષ થયા હતા લગ્ન ના ને હવે એકોએક દિવસ બેહદ દર્દનાક બની ગયા હતા. ભગવાનની લીલા પણ કેવી કે દિકરો પણ તેના જેવો જ દેખાય છે તો આવા સાપ ના સાપોલિયા ને મારે શા માટે ઉછેરવો ? અને એમાંય જ્યારથી નાની શોપ માં કામ કરવાનું ચાલું કર્યું છે ને જહોન નો  ફૂલ સપોર્ટમળ્યો છે તો જેનું જે થવાનું હોય તે થાય…!! પરેશ નું વળગણ સાથે રાખીશ તો હું કંઇજ નહીં કરી શકું …એનો છે ભલે રાખે વિચારુ તો સારો બદલો છે એમ સોચ માં જ્હોનનું કહ્યું કરવું જ યોગ્ય લાગ્યું. જ્યોતિ પરેશ ને જગદેવ પાસે મૂકીને ભાગી નીકળી જીવ બચાવી…!

જયદેવ નો ઇગો ઘવાયેલો…શો વિચાર કરેલો ને શું થઈ ગયું ? ચાલી ગઈ ગળે વળગાડી પરેશની લપ ને..!! એવુ જ એને લાગતું પછી દયા આવે ત્યારે ખોટું વ્હાલ પણ આંસુ રૂપે નીકળતું.પહેલેથી જ પરેશ ને દબાવી ને રાખેલો ને હવે તો કાન ભંભેરણી ચાલુ કરી દીધેલ કે તારી મમ્મી જ ખરાબ હતી કે જે આપણને મૂકી ને ચાલી ગઈ…એને તો તારી પણ દયા ના આવી.સારુ થયું જતી રહી..આપણ ને નહીં તો કેટલી હેરાન કરત ! બહુજ ગુસ્સો આવતો કે સામે મળે તો મારી જ નાખું..ક્યારેક થાકી ને રડતો..કે પોતે ક્યાંથી ક્યાં આવી ગયો…!

સપના તો કંઇ ઔર જોયેલા અને શું ધાર્યું હતું ને શું થઈ ગયું..! મગજ ઉપર લેવાઈ ગયેલી વાત નો ગુસ્સો આડકતરી રીતે દારૂની બોટલ પર ઉતરીને આખરે પરેશ પર ઢળતો. જયદેવ નું રમકડું પરેશાન પરેશ મુંગુ મુંગુ સમસમી રહેતું…ચાવી દે તો હસે/રડે નહીં તો ચૂપચાપ ખૂણામાં પડયા રહેવાનું. જમ્યા વગર…રડ્યા વગર જે કામ કહે તે બધું જ કરવાનું એક ખરીદેલા સ્લેવ ની જેમ ! કેમ કે જયદેવનું એવું માનવું હતું કે હી ઓન્સ હીમ..એને ખવડાવી પીવડાવી ને મોટો તો કરે જ છે ને ! વ્યક્તિ નહીં પણ વસ્તુ બની ગયેલો નિરાશ પરેશ જીવ્યે જતો હતો…જયદેવ પરેશને જોઈને ખુશ થતો કે મારું કહ્યું માનનાર તો હજુ મારો જ છે ને..એનો ઇગો બુસ્ટ થઈ જતો…બસ ભાઈ સાહેબપડ્યા તોય તંગડી તો ઉંચી જ !!!

સાંભળું મોરલો ને નાચું મનમાં…થનગનતાં પગને રોકુ માંડ માંડ.. તોય પગલા પાડું હળવા હળવા અંબરમાં …એવુ એવું કંઈક ગણગણતી જ્યોતી શરમાળ, સુંદર માંજરી આંખો વાળી ભણેલ ને સુશીલ હતી. ઘરકામ કદી ન્હોતું કરેલું પણ પોતે જલ્દી જાણી લેશે તેમ માનતી મેંદી ભરેલા હાથ પગે કળશ ઢોળી ઘરમાં પ્રવેશી હતી. એક કોડ ભરેલ કન્યા ના કેટકેટલા અરમાન ના હોય ..મારું મનગમતું ઘર હશે તેને સુંદર સજાવીશ…ગમતી ગાડી લેશું ને બાળક ને ખૂબ વ્હાલથી રમાડીશ મોટુ કરીશું …સારા રેસ્ટોરંટમાં જઈશું ને હિલસ્ટેશને ફરીશું ને મજા કરીશું વગેરે વગેરે….પણ આમાનુ કંઈ ન બન્યું..રોજ ની હૈયાઉકળાટ ને રોકકળ…કંકાશથી કંટાળી જવાતું ! બધામાં જયદેવ ખૂબ મર્યાદા-દબાવ અને કંજુસતા બતાવતો.તેને જરાય ન્હોતું ગમતું…કે તે કડક દેખરેખ રાખતો…જયોતિનો જીવ ગુંગળાતો અને પતિપત્ની ના પ્રેમમાં બળાત્કાર જેવું જ અનુભવતી..! આવુ માનવા છતા જ્યાં સુધી જયદેવ ખુશ રહેશે એને પજવશે નહીં મારશેનહીં…ડરના માર્યા ચૂપ રહેતી. પરાણે જયારે કામ ની પરવાનગી મળી ત્યારે હાશકારો અનુભવતી જ્યોતિ હવે છટકબારી ગોતતી હતી..અને તે જહોન હતો….પહેલી વાર નજર મળેલી ને લાગેલુ જ કે હી ઇઝ ફાઈન લુકીંગ કાઇન્ડફેલો…!! જ્હોન નો સપોર્ટ શિખામણ માત્ર ન્હોતો…પૈસો પણ વાપરી જ્યોતિને છૂટકારો અપાવીને રહ્યો.

ક્યારેક પરેશ ખૂબ યાદ આવતો તો વાઘની ગૂફા માં હાથ નાંખવા જેટલું ડરતી…તે રડી પડતી..જ્હોન તેને સમજાવતો.પર્સમાં રહી ગયેલું નાનું રમકડું પકડી રડતી જ્યોતિને જોઈ રહેતો.પુત્રસુખ ન્હોતું તો પુત્ર શા માટે આપ્યો? કરમાવા માટે ફૂલ ઉગાડે પણ આ તો ન્હાનું ભૂલકું છે…કમોસમી ધોધમાર વરસાદ કેમ સહેશે…આભ ફાટી દુઃખ પડ્યું હશે પરેશ પર તો…કોઈ એ ના આપ્યો સાથ કે ન્યાય…! સહન કરે તે ધરતી માતા, સૂરજ રહે તપતો પ્રખર અને મૄગજળની તલાશમાં ભાગતું રહે તે હરણું બિચ્ચારું !!! પરેશ સાથે “બેમ્બી” મુવી જોયુ હતું તે યાદ આવ્યું પોતાની કાયરતા પર આવ્યો હતો ગુસ્સો પણ લાચારી થી ડરતા ડરતા ઘર છોડેલું…પરેશના હ્રદય પર પાષાણ મૂકી ને ચાલેલી મમતા..આજે શરમાઈ ગઈ ઝૂકી પડી શ્રી કૄષ્ણના ચરણમાં..કેવા કેવા ભાગ્ય લઈને આવ્યા સૌ ધરતી પર…કેટકેટલું કોનું કોનું ૠણ ચૂકવવા આવ્યા જીવ અહીં..આનું નામ જિંદગી પ્રભુ ? ત્રિકોણના ત્રણ છેડા ની જેમ એકમેક ના હોવા છતા એક્મેક થી દૂર છૂટા પડેલા છેડા…!!!!

Advertisements
This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s