“સંવર્ધન માતૃભાષાનું મહાગ્રંથ” ઉત્તેજના જગાવી રહ્યો છે.

samvardhan matrubhashanu-Gujarat samachaar samvardhan matrubhashanu

ઘણા ઇ મેલ મળી રહ્યા છે જેમાના કેટલાક પ્રશ્નો ના જવાબ અત્રે આપી રહ્યો છું…

પહેલી વ્યવહારીક  પ્રશ્નાવલી જ્ઞાની અને સમજુ વડીલ નવીન બેંકરની…

જેઓ કહે છે…
 

કામ તો મહાન છે. માતૃભાષા માટે કાંઇક કરી રહ્યા છો એ સ્તુત્ય પગલુ જરૂર છે. 

આ દસ કે બાર હજાર પાનાંનો મહાગ્રંથ વાંચશે કેટલા ? 

 કેટલા મિત્રો આજે પ્રિયકાંત મણિયાર કે કાજલ ઓઝા-વૈદ્ય લિખિત રસઝરતી નવલકથા  વાંચવાનો સમય કાઢે છે ? કેટલા એક ડોલરનું  વર્તમાનપત્ર ખરીદે છે ?  હવે તો લોકો બ્લોગ્સ પર કે ઇ-મેઇલ્સમાં આવે એટલું જ ગુજરાતી વાંચે છે. એમેઝોન પરથી ડોલરમાં પુસ્તક ખરીદનારા કેટલા ? હજી, અમદાવાદના કોઇ પ્રકાશક પાસે છપાવડાવો અને લખવા બદલ પાંચ-પચીસ કોપી મફતમા તમને મળતી હોય અને સમાજનાં સભ્યોને કોમ્પ્લીમેન્ટરી વહેંચો તો લોકો લેશે. પણ વાંચશે એની કોઇ ગેરન્ટી નહીં. સુમન અજમેરીએ એનું પુસ્તક વીસ વીસ ડોલરમાં આપેલું ત્યારે કેટલી  ટીકા થયેલી  ખબર છે ? ગુજરાતી છાપાવાળાઓને લેખો પણ મફતમાં જોઇએ છે. કોઇ પુરસ્કાર આપે છે ?   અરે ! તમારો લેખ પ્રગટ થાય એ અંકની કોપી પણ મોકલતા નથી. લેખ બદલ એક વર્ષનું લવાજમ આપતા હોત તો યે ગનીમત. 

૨૦૦ કે ૨૫૦ પાનાંના પુસ્તકો વાંચવાનો સમય જેમની પાસે નથી એ તમારો આ મહાગ્રંથ વાંચવાનાં છે ?  

કયો છાપાવાળો એ વાંચીને એનો રીવ્યૂ લખશે ? એનો રીવ્યૂ લખવા જેટલી વિદ્વત્તા કેટલામાં છે ?

તમારા પુત્રો કે પૌત્રો આ મહાગ્રંથ વાંચી શકવાના છે ?

આપણે આ બધું કામ કરીને રાજી થવાનું કે અમે માતૃભાષા માટે આમ કર્યું ને તેમ કર્યું.જેમની પાસે હાઉસ છે તેઓ પોતાના દિવાનખંડના કોફી ટેબલ પર, આ મહાગ્રંથ મૂકીને, દેખાડો કરી શકશે. બાકી, કોઇ મહેમાન એના પાનાં ફેરવીને, એ વાંચવા નહીં માંગે. ધેટ ઇઝ શ્યોર ! 

હમણાં બે દિવસ પહેલાં, હ્યુસ્ટનના એક મિત્રના ઘરમાં હોળી પ્રગટી હતી. પેલા સાહિત્ય મિત્રએ ઘરની દિવાલો પર લટકતાં દેવદેવલાના ફોટાવાળા  જુના કેલેન્ડરો, સાંઇબાબા અને જલારામબાપાના ફોટા ફાડીને ફેંકી દીધા. તેના પ્રત્યાઘાત રૂપે એની પત્નીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ, એ મિત્ર જ્યારે થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા ત્યારે, ઘરમાં વસાવેલા કેટલાય ગુજરાતી પુસ્તકો, નાટ્યવિષયક અપ્રાપ્ય કૃતિઓ, કાવ્યના પુસ્તકો, જેમ્સ હેડલી ચેઇઝની અંગ્રેજી નવલકથાઓના ગુજરાતી અનુવાદો, આરોગ્યવિષયક પુસ્તકો, ચિત્રલેખાના જુના દિપોત્સવી અંકો બધું  કાઢી ગારબેજ બેગમાં ભરીને ફેંકી આવી. સાંજે પેલા મિત્ર ઘેર આવ્યા ત્યારે એને કહી દીધું કે, ‘તારે મને મારવી હોય તો માર. મને ઇન્ડિયા મોકલી દેવી હોય તો મોકલી દે !સળગાવી દેવી હોય તો સળગાવી મૂક. પણ હવે પછી, મારા ઘરમાં આ ચોપડા નથી લાવવાના. જવું હોય તો લાયબ્રેરીમાં જઈને વાંચી લો. લાયબ્રેરીમાંથી બે-પાંચ પુસ્તકો લઈ આવો અને વાંચીને પાછી આપી દો.પણ ઘરમાં વસાવવાની વાત નથી કરવાની. આટલા વર્ષોમાં એક હાઉસ તો વસાવી શક્યા નથી. બે બેડરૂમના કોન્ડોમાં પડ્યા રહ્યા છીએ!  રસોડાના ડબલા મૂકવાની તો જગ્યા નથી ત્યાં ઉધઈને ખાવા માટે વર્ષોથી ચોપડા લાવી લાવીને ‘પસ્તી’ ભરી છે એ નહીં ચાલે. આ મારૂ ઘર છે અને મારી રીતે ચાલશે.

પેલા મિત્ર તો ડઘાઈ જ ગયા.

બે દિવસથી વહાલા પુસ્તકોનો શોક પાળતા ઘરમાં ખાલી થઈ ગયેલા લાકડાના ઘોડાઓને તાકતા ગુમસુમ બેસી રહ્યા!  હવે બાકીના પુસ્તકોને પોતાને હાથે અગ્નિસંસ્કાર કરીને, મુકત થઈ જવાના ખ્વાબો જુએ છે. 

આ પત્નીને સતાવવા જેવી નથી. એ તો કોમ્પ્યુટરને ય તોડી નાંખવાનો ગુસ્સો કરે છે.’ સાલા, તારૂ આ ઇન્ટરનેટ ને ફિન્ટરનેટ..આખો દા’ડો  બ્લોગ ને ઇ-મેઇલ્સ…લખારા કૂટ્યા કરે છે…રીટાયર થઈને આ નવા રમકડા રમતા શીખ્યો છે. આંખો ફોડે છે આંખો ! હાથમાં શું આવે છે તારા ? બે પૈસાની પેદાશ નહીં ને આખા ગામની પંચાત કરવાની? 

“મહાગ્રંથ” ઉત્તેજના જગાવી રહ્યો છે.

આ વાત તેમના એકલાની નથી.ઘણા બધા સર્જકો, વાચકો અને મિત્રોનાં મનમાં છે પણ તેઓ તાલ જુએ છે અને એમ વિચારે છે કે મફત વાંચવા મળતુ હોય ત્યાં કોણ પૈસા ખર્ચે છે? તો તેમને જ એક પ્રશ્ન કે આ પુસ્તક સર્જન પછી-  માર્કેટીંગ પબ્લીશર્સ કરશે તેમને ખબર છે કે જન સમુદાય તથા  લાઇબ્રેરી તેમના આ પુસ્તકને ખરીદશે.

 અમે તો આ કાર્ય દ્વારા સો જેટલા સર્જકોને નવા વાચકો આપવાનો પ્રયાસ કરીએ છીએ. તે દરેક સર્જકોની ડાયરીઓને પુસ્તક સ્વરુપ અપાવીને તેઓનાં સત્વ અને સાહિત્યને વાચકો સુધી પહોંચાડીને સાહિત્ય સંવર્ધનનું કાર્ય કરીયે છીએ.

કવિ સુરેશભાઇ દલાલે આવું જ ભગીરથ કાર્ય કાવ્યો માટે કર્યાની યાદ પ્રજ્ઞાબેને મુંબઇથી આપી ત્યારે આનંદ થયો કે આવા પ્રયત્નો લોક્ભોગ્ય બનતા હોય છે. મુકેશભાઇ શાહે મને એ પુસ્તક ભેટ આપ્યુ હોવાનું સ્મરણ છે.

ગીરીશ પરીખ જેવા સીનીયર લેખક તો ત્યાં સુધી કહે છે સુયોગ્ય માર્કેટીંગ આયોજન કરાય તો પાંચ વર્ષમાં આવું પુસ્તક સર્જકોને વિપુલ સ્નેહ આપી શકે છે. શક્ય છે કોઇ સર્જકને સાહિત્ય માટેનું  ઉત્તમ  માન , ઇનામ કે  ચંદ્રક પણ અપાવી શકે છે.

 ૨૦ મે ૨૦૦૯માં ૪૦૩૨ પાનાનું અગાથા ક્રીસ્ટીનાં આવા પુસ્તકે “લીમીટેડ એડીશન” કરી ૫૦૦ પુસ્તકો પ્રસિધ્ધ કર્યા હતા જ ૧૦૦૦ પાઉંડની કિંમતે વેચાયા હતા  આ જ કેટેગરીને આજની તારીખે ૧૨૦૦૦ પાના સુધી લઇ જઈને આપણે રેકૉર્ડ સર્જી રહ્યાં છે .. આ પુસ્તક  જન સમુદાય (Mass)  અને લાઇબ્રેરી માટેનું વિશિષ્ટ ( Claas) પુસ્તક બનાવશું કે જે સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષાનું મસ્તક ગૌરવથી ઉંચુ કરશે.

આનંદની વાત એ છે કે જે સર્જકો એ પોતાના પુસ્તકો મહાગ્રંથ માટે આપ્યા તે સૌને એક મંચ આપી પ્રકાશમાં લાવવાનો નમ્ર પ્રયાસ છે. તેને સંવર્ધન પ્રયાસ સમજી સુયોગ્ય આવકાર મળે અને માતૃભાષાને એક નવી ઉંચાઇ મળે તેવી અપેક્ષા!

પ્રવીણાબહેન તો લખે છે, કે કેરી વાવનાર પોતે તે ખાશે કે નહીં તેની ચિંતા કર્યા વગર વાવે છે. તેમજ આ સહિયારુ કાર્ય શું પરિણામ આપશે તેની ચિંતા કર્યા વગર અમે વાવણીનું કાર્ય  કર્યું. હવે પ્રકાશક તેને જે સ્વરૂપે મુકે આપણે સૌ તેને વધાવીયે.

પ્રકાશક પાસેથી માહિતી મળતી જશે તેની તમને જાણ કરતો જઈશ. મને ઇ મેલ દ્વારા પુછવામાં આવે છે કે પુસ્તક્માં કેટલી શ્રેણી છે ? તેમાં તમને ગમતો પ્રકાર કયો? ત્યારે એમ કહીશ કે સર્વ પ્રકારોમાં વૈવિધ્ય અને નાવિન્ય ઘણું છે. જેથી તેનું મુલ્યાંકન તો આખુ પુસ્તક વાંચ્યા પછી આપ જ કરી શકશો.

 સૌથી અગત્યનું સહિયારું સર્જન, જે પ્રારંભિક સ્તરે કવાયતો છે. જે સર્જક ને, વિવિધ વાતાવરણમાં વાર્તાનાં નાયક અને નાયિકાને ગતિ આપવામાં મુખ્ય લેખક સાથે સહાયક થઇ સર્જન કળા સાધ્ય કરે છે.વળી કેટલાક લેખકો આ યાત્રામાં સફળ થઇ ને પોતાની કોલમ , પોતાના પુસ્તકો અને પોતાની ઑડિયો સર્જીને પોતાનું આગવું નામ પણ પામે છે. આ ઘણાં સર્જકોની વર્ષોની જહેમત છે એટલે પોતાની દ્રષ્ટિને વિશદ બનાવી વાંચજો અને માણજો.

નવીનભાઇ કહે છે, તેમ મારું સર્જન મારા વારસદારો વાંચશે કે નહીં તે બાબતે હું તો શ્રધ્ધેય છું કે તેઓ વાંચશે. કારણ કે મારા સંતાનો તે વાંચી શકે છે અને તેઓએ તેમના સંતાનો ને આપણી ગૌરવવંતી ભાષાને માણી શકે તેથી તેમને ગુજરાતી શીખવ્યુ છે. તેનાથી આગળની પેઢી ની ચિંતા કરવાની મારા વજુદમાં નથી તેથી મૌન જ પરમ સુખ દાયી છે.

આભાર.

 

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to “સંવર્ધન માતૃભાષાનું મહાગ્રંથ” ઉત્તેજના જગાવી રહ્યો છે.

  1. Rajul Kaushik કહે છે:

    સાધના વિના સિદ્ધિનો અધિકાર ન હોય….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s