જીવનની જીવંત વાત (૮) રેખા શુકલ

story

story

જીવનની જીવંત વાત કહું કે કહું આગ ?

જે આત્મિયતાથી અને છ્તાંય એક પરાયાભાવથી  બધુ બતાવતા જતા હતા એ જોઇને સ્વભાવિક કુતૂહલતાવશ પ્રથમ  વ્યક્તિઓની ઓળખ પૂછાઇ ગઇ. ” I don”t know” ખભા ઉચકીને પપ્પા સાવ સ્વભાવિકતાથી કોઇ ભાવ વગર કે કશું જ ગુમાવ્યાના અફસોસ વગર પોતાના પરિવાર અંગે જણાવી દીધુ. અને એમ કહેવાની  સાથે  એમને  કંઇ  ગુમાવ્યાનો  કે કશું જ ખૂટતુ હોય તેવો રંજ પણ નજરે ના પડ્યો. એમના ખુદના પરિવારની એક પણ વ્યક્તિને ઓળખી પણ શકતા નહોતા…હા, દીકરીને પરણાવી ને દરેક પિતા ખુશી સાથે રંજ અનુભવે છે. અને મારું તો છેક અમેરીકા આવાનું થયું…

“પંછી”સિરિયલ ટી.વી. પર જોઈને પપ્પા રડતા મને યાદ કરીને એમ મમ્મી કહેતા…અને હા તેમને પહેલા હાર્ટએટેક પછી સ્ટ્રોકસ ને છેવટે આલહાઈમર પણ થઈ ગયું ને વન વટાવે (એકકાવન -બાવ્વન-થી અઠ્ઠાવન) તે પહેલા દેવલોક પામ્યા…આઈ મીસ હીમ સો મચ…૧૯૮૫ માં પેહલી વાર લગ્ન પછી મારી વર્ષ ની પણ નહોતી થયેલી તે દિકરી ને લઈ ને હું જ્યારે એરપોર્ટ પર ઉતરી…સાચું કહું પગ તળે થી જમીન ખસી ગયેલ !! પપ્પા એક્સરસાઈઝ માં માનતા, ચોખ્ખા ફળ ને શાકભાજી નો આગ્રહ રાખતા, બહારનું ખાવામાં ન માને…અને તે છંતા નાની ઉંમરે અમને મૂકી ને ચાલ્યા ગયા…એકવાર પણ મારે ઘરે ના આવી શક્યા નો રંજ મને હંમેશ રહેશે. જમ્યા કે ના જમ્યા તે પણ યાદ ના રહેતું …!!

મારી ઢીંગલી ને જોઈ ને રાજી થયેલા…એમના પગ પાર્કીસન ના લીધે એકસાથે નહોતા ઉપડી શકતા…તો મને હજુય એમના સ્લીપર્સ ફર્શ પર ઘસડાતા’તા તેનો ભ્રમ થાય છે. દવા લીધી હોય તો મગજ પર કાબુ રહે અને બોલી શકે બરાબર …!! ધીસ હેલ્પલેસ સિચ્યુએશન મારાથી જોવાતી નહોતી…મને રડતાં જોઈ ગયા તો કહે બેટા તું સુખી તો છે ને ત્યાં ? કેમ રડે છે…???

શું કહું પપ્પા તમને કે મારાથી આ નથી જોવાતું તમારું દુઃખ કે નથી લઈ લેવાતું …!! કઈ નહીં પપ્પા બસ આમ જ…!! માથે હાથ ફેરવી ને પડખું ફરી ને સૂઈ જતા પપ્પાને હું તાંકી રહી…દવા સૂવડાવી દેતી..ને એમનું દર્દ મને જાગતુ રાખતું.ઘણી વાર એ પીડા છુપી છાની હોય….જો દુ:ખતી હોય એ જ નસ પોતાની હોય….!! સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા. છતા’ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.સાદાઈ ને સિધ્ધાંતો ને રંગ એમના જીવનમાં વણાયેલો હતો.

—-રેખા શુક્લ

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s