વાર્તા રે વાર્તા ૯ -દિવ્યા સોની “દિવ્યતા”

Divya soni

મિત્રતા નો ઉદય !  

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજસેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિતા એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.

ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. આ કારમી મંદી માં ઉદય ની સ્ટાર્ટ અપ કંપની તો શું વર્ષો જૂની કંપનીઓય ફાડચામાં ઉતરી જાય એવો માહોલ જામ્યો હતો. બધા લોકો આ દિવસો વીતી  જાય એની રાહ જોતા દિવસો વિતાવી રહ્યા હતા. ઉદયની કંપનીમાં એની સાથે બીજા પંદરેક કર્મચારીઓ જેમાં મોટેભાગના એના જાણીતા મિત્ર કર્મચારીઓ હતા.ઉદય અને અનીતા બંને આ પરિસ્થિતિની નજાકતથી વાકેફ હતા. આગળ શું કરવું અને કેવી રીતે આ કંપની તથા પોતાની આર્થિક સ્થિતિ સંભાળવી એની ચિંતા તેમને રાત દિવસ રહેતી હતી. સારી વાત એ હતી કે બંને વચ્ચે ખુબજ સરસ મનમેળ હતો. બંને એકબીજા ના મનને ખુબ સારી રીતે સમજી શકતા હતા.

ઉદય અને અનીતા એ મળી ઘણા વિકલ્પો વિચારી જોયા. પહેલાં ઉદયે વિચાર્યું સ્ટાર્ટઅપ બંધ કરી જોબ માં લાગી જવું. અને મંદી વીત્યા બાદ ફરી નવી શરુઆત કરવી , પણ અનીતા ઉદય ને એમ પીછેહઠ ના કરવા સમજાવી  રહી. પછી તેમણે નાનો બીઝનેસ ચાલુ કરવાનું પણ વિચારી જોયું એમાં પણ જોખમ એટલુજ હતું. કેમકે તેઓની ધંધા વિષે ની જાણકારી ખુબ ઓછી હતી. અને ધંધો શરુ કરવા જંગી મૂડી રોકાણ કરવાની પણ જરૂર પડતી હતી.બીજી તરફ ઉદય જો સ્ટાર્ટઅપ રાખે તો એ કંપનીની ઓફીસના મકાન ના ખર્ચા પણ ખુબ રહેતા હતા. રોજ સવારથી સાંજ સુધી બંનેનું મગજ આજ સવાલોના જવાબો શોધવા મથતુ રહેતું.   

 એ દિવસ ઉદયે સાથી કર્મચારીઓ સાથે આ વિષયે ચર્ચા કરવાનું નક્કી કર્યું.બધા મિટિંગ રૂમ માં ભેગા થયા , બધા કર્મચારીઓ એકબીજા સાથે ખુબજ નજદીકી નાતો ધરાવતા હતા . હસી મજાકથી શરુ થયેલી મિટિંગ માં ઉદયે પોતાની વાતની શરૂઆત કરતા કહયું . મિત્રો આ ઈકોનોમી ના સમય માં મને આપણી  આ કંપની અને આપણા સૌનું ભાવી ધૂંધળું દેખાઈ રહ્યું છે. હું મારી રીતે કોઈ એવો રસ્તો શોધવાનું વિચારી રહ્યો છું જેમાં આપણે કંપની બંધ ના કરવી પડે અને આપણે આ મંદી નો સમય એકબીજાને સથવારે રહી પસાર કરી શકીએ.બધા કર્મચારીઓ આ વાત સાંભળી પહેલા તો મુંજાયા પણ પછી ઉદય ની નિખાલસતા અને મૈત્રી પર વારી ગયા.તેઓ બધા એક પછી એક સજેશન આપવા લાગ્યા. આ મિટિંગ લગભગ ત્રણેક કલાક ચાલી અને બધા મિત્રો એ મળી ને એક નિર્ણય લીધો કે આપણે સૌ કંપની નો ખર્ચ મિનીમમ કરીએ સાથે એક સાઈડ જોબ શોધીએ અને બાકીનો સમય કંપનીને જાળવી રાખવા તનતોડ મહેનત કરીએ.અને પગારમાં કંપની ને જે પ્રોફિટ થાય એના ટકા પ્રમાણે વહેંચી લઈશું નો પ્રસ્તાવ ઉદયેમુક્યો. બધાને આ વિચાર યોગ્ય તો લાગ્યો પણ છતાય ઉદયે સર્વ મિત્રો ને વિચારવા માટે એક અઠવાડીયાનો સમય ફાળવતા કહ્યું કે આ વિષયે ઘરે જઈ ચર્ચા કરો દરમ્યાન હું કેવી રીતે આ પ્લાન અમલ માં મૂકી શકાય નો સ્ટેપ બાય સ્ટેપ ડાયાગ્રામ  રેડી કરી રાખું.    

ઘરે જઈ જયારે ઉદયે આ વાત અનીતા ને કહી , અનીતા ને ઉદય ની નિખાલસતા અને ચોખ્ખાં મન પ્રત્યે આદર થયો. એણે પણ આ આઈડિયા ને વધાવી લીધો . અને બની શકે એ રીતે ઉદય ના કાર્ય માં સહકાર આપવા નો વાયદો કર્યો. બંનેની આંખોમાં આ અનિશ્ચિતતામાં પણ  અનોખી ચમક હસી રહી. બીજા અઠવાડિયે બધા કર્મચારીઓનો સહકાર મળતા ઉદયે પોતાનો પ્લાન બધાને જણાવ્યો કે આપણે કંપની ના મકાન ને જતું કરીશું એના બચતા પૈસા આપણને જે નવા પ્રોજેક્ટ મળે એમાં વાપરીશું. આપણી સર્વિસ ના પૈસા ઘટાડીશું. નાના નાના કામો પણ  કંપની ના નામે લઈશું. અને બધા પોતપોતાના સાઈડ જોબ ના કલાકો એવી રીતે ગોઠવીશું કે આપણી કંપનીને ૨૪ બાય ૭સપોર્ટ પૂરો પાડી શકીશું.બધા મિત્રો એકી બોલે આ પ્લાન સાથે સહમત થયી ગયા. બધા કર્મચારીઓ પાસે એક મહિનાનો સમય હતો બધાએ જોબ શોધી ને પોતાના ખર્ચાઓ મેનેજેબલ કરવાના હતા અને કંપનીના કામ માટે પુરતો સમય ફાળવી શકાય એવી વ્યવસ્થા કરવાની હતી. 

આગલાં મહિનાની એક તારીખ થી કંપનીનું મકાન આપી દેવાનું હતું બંધ એટલે સૌ પોતપોતાના કોમ્પુટર અને ઓફીસ ની બીજી જોઈતી અને વધારાની વસ્તુઓ પોતપોતાના ઘરે મુવ કરવાનું લીસ્ટ બનાવતા કામે લાગ્યા હતા.ઉદય પણ આવા કપરા સમય માં મિત્રોની આવી સમજણ અને તેઓનો અનેરો ઉત્સાહ જોઈ ધન્યતા અનુભવતો હતો.  

   મહિનો હેમખેમ પસાર થઈ ગયો. એકાદ બે કર્મચારીઓ ને છોડી બધા ને સાઈડ જોબ મળી ગઈ હતી. ઉદયે એ મિત્રો ને કંપની માટે જ સ્ટેન્ડ બાય  રેહવા જણાવ્યું અને કહ્યું અમે બધા જયારે બીજી નોકરીમાં બીઝી રહેશું ત્યારે તમે લોકો આ કંપની ના કામ સાંભળી લેજો.બધાની સહમતી એ આદરેલું આ કંપની બચાવવાનું કામ, આ ખંતીલા મિત્રોએ અઢી વર્ષ સુધી હસતે મોઢે ચલાવ્યું. જેમાં સર્વે કર્મચારીઓ જાણે એક કુટુંબ બનીને જીવ્યા કોઈ ક્યારેક કોઈના બાળકો સાચવી આપતું ને કોઈક ક્યારેક કોઈને શોપિંગ માં કે અન્ય કોઈ રીતે મદદ કરતુ. બધા જ અરસપરસ એક કુટુંબની જેમ રહ્યા અને મજબુત બન્યા. એકબીજા ની નાની નાની અગવડો દુર કરતા શીખ્યા. સમયે સમયે એકબીજાને કામ લાગતા થયા.જેવી મંદીની અસર ઓછી થઇ અને જ્યાં બીજી બંધ થયી ગયેલી તથા નવી   કંપનીઓ શરુ થવાના વિચારો કરતી હતી ત્યાં,  મંદીમાં પસાર થયેલી ઉદય ની કંપનીને કામ આપવા લોકો પડાપડી કરવા લાગ્યા. ઉદય ફરી બીઝી રહેવા લાગ્યો અને એણે ફરી એક દિવસ એણે સર્વે મિત્રોને ભેગા કર્યા  આ વખતે ફેમીલી સાથે. બધાં સાથે એક ખુશખબરી વહેંચવા કે ઉદય તથા મિત્રોની કંપની માટે મકાન ભાડે લેવાઈ ચુક્યું છે અને મને મારા પાર્ટનરો ની ફુલ ટીમની આ ઓફીસ માં જરૂર છે. આ સમાચાર સાંભળતા જ બધા કર્મચારી મિત્રો ઉદય ને વળગી પડ્યા.

હતો મિત્રતા નો ખરો ઉદય !! જીવનનો કોઈ પણ સંઘર્ષ મિત્રો અને પરિવાર ના સાથ અને સહકાર થી જીતી શકાય છે.જરૂર છે જીવન ના દરેક સંબધ પ્રત્યે નિખાલસ રહેવાની.

 શું આપણે જીવનમાં આટલું ના કરી શકીએ ?  

 

દિવ્યા સોની

દિવ્યતા ”

Advertisements
This entry was posted in vaartaa re vaarta. Bookmark the permalink.

One Response to વાર્તા રે વાર્તા ૯ -દિવ્યા સોની “દિવ્યતા”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s