સબળા નારી (૯ ) હેમાબેન પટેલ

 sabala nari.

બાપુજી વીના ઘર ખાલી લાગે છે, પરંતુ શું કરવાનુ જનાર જાય છે તેની પાછળ તે તેની મીઠી યાદો મુકીને જાય છે પરિવાર તેની યાદને સહારે જીવે છે, તેને યાદોને સહારે જીવવાની ટેવ પડી જાય છે. જે વ્યક્તિએ ઘરમાંથી વિદાઈ લીધી હોય તેની યાદ સારા-ખોટા પ્રસંગે ચોક્ક્સ આવે છે.બાપુજીને જવાનો પ્રસંગ હજુ તાજો છે. મોટાબા દરરોજ મેઘજીભાઈના ફોટા સામે દીવો અને ધુપસળી પ્રગટાવીને ફુલ-હાર ચડાવે છે બધાં ફોટાને પગે લાગીને આશીર્વાદ લે છે.બાપુજીનો હસતો ચહેરો સૌનાથી ભુલાય એમ નથી. આંટીના વખતે બાપુજી માર્ગ દર્શન આપતા એટલે ધનજીને બાપુજીની બહુજ ખોટ લાગે છે.

 મોટાબાએ ધનજી અને ગોમતીને બોલાવીને કહ્યુ તમારા બાપુની બીજા મહિનાની વર્ષી વાળવાની છે. બાર મહિના સુથી દરેક મહિને ગોરમહારાજને બોલાવીને વિધિ કરાવશુ, બેટા મંદિરમાં જ પૂજા કરાવીશું. એક વર્ષે વર્ષી વાળી દઈશુ એટલે વિધિ પુર્ણ થશે. બાર મહિનાની ભેગી થાય પરંતું મારી ઈચ્છા છે દરેક મહિનાની જુદી જુદી થાય.દર મહિને બાપુજીની તિથીએ એક વર્ષ સુધી બાલમંદિરમાં નાના બાળકોને મિઠાઈ,દુધ,બિસ્કિટ, સેવ-મમરા એમ જુદી જુદી વસ્તુ દર વખતે બાળકોને વહેચીશું.પાંચ ભ્રાહ્મણને જમાડીશુ. તો ધનજી એ પ્રમાણે દર મહિને વ્યવસ્થા કરજે ”[બા, બોલીને વિચારોમાં ખોવાઈ ગયાં,મોટાંબાને એ બહાને એમના દિકરા મેઘજીને હ્રદયમાં ધબકતો રાખવો છે. દરોજ વિચારે છે જવાનો સમય મારો હતો અને મારો દિકરો વહેલો ચાલ્યો ગયો, હશે ઈશ્વરને જે ગમ્યુ તે ખરું.તેમને મીરાંની પંક્તિઓ યાદ આવી ગઈ  ‘રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી ‘ મોટાંબાના હ્રદયને તેમના બાળકો કેવી રીતે વાંચી શકે? પરંતુ ઘરમાં દરેક બાનો પડ્યો બોલ ઉપાડી લેતા, મોટાબાને માન સન્માન આપે છે.મોટાબા તેમના સુખી સંસારને જોઈને પ્રસંન્ન છે.]

ગોમતી અને ધનજી તરત જ બાલ્યાં

‘”મોટીબા અતિ ઉત્તમ,તમારી ઈચ્છા હશે એમ આપણે કરીશું. ચિંતા ના કરશો કાલેજ ગોરને બોલાવીને વાતચીત કરી લઉં છું, અને સામગ્રીનુ લીસ્ટ લઈ લઈશ, મોટાંબા તમે છો એટલે ઘરમા દરેક કાર્યો બરાબર થાય છે. મને અને ગોમતીને આવી બાબતોમાં અડધી વસ્તુ ખબર ન હોય “.

  સમય વીતતો જાય છે,દર મહિને મોટાબાની સલાહ સુચન મુજબ બાપુજીની પાછળ જે ક્રિયાકર્મ કરવાનુ છે તે બધુ વ્યવસ્થિ થઈ રહ્યુ છે. મોટાંબા નવા વિચારોના છે માટે બાપુજી મરી ગયા છે એટલે આ વસ્તુ થાય અને આ વસ્તુ ના થાય એમાં માનતાં નથી જમાના પ્રમાણે બધાંને દરેક વસ્તુની છુટ છે.ઘરમાં બધાંના સ્વભાવ એવા છે જે એકબીજાને અનુકુળ થઈને રહે છે માટે જ સંપ છે અને એક બીજા પ્રત્યે પ્રેમભાવ રહેલો છે.

ફળિયામાં ગંગાબાને ઘરે કામ હતું એટલે ગંગાબાએ મોટાંબાને તેમના ઘરે બોલાવ્યા હતાં એટલે ત્યાં ગયા છે. મોટાંબા ઘરમા હાજર નથી, બપોરે ધનજી જમવા આવ્યો ત્યારે ગોમતીએ તેને વાત કરી,

ગોમતી  –  “ તમને એક વાત કરું મને  વિચાર આવે છે, બાપુજી ગયા છ મહિના વીતી ગયા, આપણે બંને ભાઈઓને મસ્કત મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ. મોટાંબાની ઈચ્છા હતી બાપુજીની વર્ષી વાળી લઈએ પછી બંને ભાઈઓ મસ્કત જાય, એ લોકોને જવાની વાર છે. કેમ ન આપણે સૌ  દ્વારકાધીશના દર્શન કરવા સાથે મળીને સહ કુટુંબ જઈએ. મુંબઈથી બંને ભાઈઓને અને તેમની પત્ની અને બાળકોને પણ બોલાવી લઇએ.

ધનજી  – “ મને કોઈ વાંધો નથી મોટાંબાને પુછી જોજે તે હા કહે એટલે જઈ આવીશુ ‘

ગોમતી – “ મોટાંબા તો હાજ પાડશે રૂપિયા તમારે ખર્ચવાના છે એટલે મને થયું પહેલાં તમને પુછી જોઉ.

વાત ચાલતી હતી અને બા કામ પતાવીને પાછાં આવ્યાં અડધી વાત સાંભળી એટલે પુછ્યું

“બેટા  મોટાબાને શું પુછવાનું છે?”

ગોમતી  – “ મોટાબા, મારી ઈચ્છા છે, આપણે સૌ સહ કુટુંબ દ્વારકાધીશની જાત્રાએ જઈએ , તેના માટે આપને પુછવાનુ કહેતા હતા “,

મોટાબા ‘- “ ગોમતી બેટા તારો વિચાર ઉમદા છે પરંતુ બાપુજીની વર્ષી વાળ્યા પછીથી જ્યારે બંને ભાઈઓને મસ્કત જવાનુ થશે ત્યારે બધા ભેગા જઈશું થોડી રાહ જો છ મહિના તો વહી ગયા, છ મહિના જતાં વાર નહી લાગે બાપુજીના ક્રિયા-કર્મ પતી જવા દે, ત્યા સુધી બંનેની મસ્કતની ટિકીટ પણ લેવાઈ ગઈ હશે, જવાનુ નજીક હશે તે પહેલા દ્વારકાધીશનાં દર્શન કરી આશીર્વાદ લઈને જશે એના જેવું ઉત્તમ નહી. “

ગોમતી – “ ભલે મોટાબા, તમે જેમ કહેશો એમ અમે કરીશું “

મોટાંબા – “ અત્યારે આપની પાસે સમય છે આ વખતે તમારા બાપુજીની તિથી આવે ત્યારે સતસંગ કરાવીશું મંદિરમાં ભજન મંડળીને કહી આવીશ, આવીને ભજન કરશે. “

ગોમતી તો સાંભળીને ખુશ થઈ ગઈ તેને તો ભજન ગાવાનો બહુજ શોખ છે તેનો કંઠ પણ સુરીલો છે. નક્કી થયા પ્રમાણે સતસંગનુ આયોજન થયું મંદિરમાં નિયમિત ભજન કરવા વાળા વાજાપેટી, મંજીરા, ઢોલક વગેરે લઈને આવ્યા અને સુંદર ભજનો ગાયા ગોમતીએ તેના મધુર સ્વરે મીરા અને નરસિંહ મહેતાના ભજનો ગાયા. લોકો ગોમતીના ભજન સાંભળીને મુગ્ધ થઈ ગયા. આજે ઘર ભક્તિ રસથી તરબોળ થઈ ઉઠ્યું, વાતાવરણ ભક્તિમય બની ગયુ. અલ્પાહાર કરીને ગામના લોકો જય શ્રી કૃષ્ણ કહી વિદાઈ લીધી.

સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ના પડી બાપુજીને ગયાને એક વર્ષ થઈ ગયુ, તેમને વર્ષી વાળી દીધી. હવે મોટાંબાને સંતોષ થયો.ધનજીએ નક્કી કર્યુ બંને ભાઈઓ સાથે મોટાંબાને મોકલીએ તેઓની પત્નીને પાછળથી મોકલાવીશું , છોકરાંની સ્કુલ પણ ના બગડે.

 મોટાંબા – “ બેટા ધનજી આ ઉંમરે હું પરદેશ જઈને શું કરીશ ? “

 ધનજી –  “ ના બા તમે સાથે જાઓ તમે હશો તો તેઓને હિંમત મળશે, કાકા –કાકી આગળ કંઈ બોલી નહી શકે, ખોટા મુઝાશે, તમે હશો તો સાચી રાહ બતાવશો. તમે સાથે હશો તો મને પણ બંનેની ચિંતા નહી રહે”

 હાના કરતા બા જવા માટે તૈયાર થયાં.આવતે મહીને જવાનુ નક્કી થયું.મસ્કત જવાના કાગળીયાં તૈયાર થઈ ગયાં.સાઉદી એર લાઈનમાં બંને ભાઈઓ અને મોટાંબાની ટિકીટ બુક કરાવી અને કાકાને ફ્લાઈટ નંબર તારીખ અને સમય જણાવી દીધો તેથી કાકા એરપોર્ટ લેવા જઈ શકે. જતા પહેલાં બંને ભાઈઓ પત્ની અને બાળકો સાથે ગામ આવ્યા. ધનજીએ પહેલેથીજ દ્વારકા જવા માટે મોટી મેટાડોર વેન ભાડે બુક કરાવી લીધી હતી, બધા એક સાથે હોય તો યાત્રા આરામ દાયક બને અને આનંદ પણ મળે.જવાના આગલા દિવસે ત્રણેવ દેરાણી-જેઠાણીએ ગોળપાપડી, મગઝ, થેપલા, સેવ-મમરા, સક્કરપારા વગેરે ભાથુ તૈયાર કર્યુ જેથી રસ્તામાં ખાવાની કોઈ તકલીફ ન પડે. વહેલી સવારે વેન આવી ગઈ, સૌ વેનમા ગોઠવાયા, બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય…. દ્વારકાધીશકી જય .. ના નારા સાથે વેન ઉપડી. આખે રસ્તે મઝા મસ્તી કરતા અંતરાક્ષી રમતાં દ્વારકા પહોંચી ગયાં ધર્મશાળામાં ઉતારો કર્યો.

 બીજી દિવસે સવારે નાહી ધોઈ મંદિર દર્શન કરવા માટે ગયાં સાથે પ્રાર્થના કરી, મોટાંબા ગોમતી અને ધનજીએ બંને નાનાભાઈઓના પરિવાર માટે સુખ-શાંતિ અને મસ્કત સારી રીતે પહોંચી જાય ત્યાં આગળ તેમની પ્રગતિ થાય તેને માટે દ્વારકાધીશ પાસે માગણી કરી પ્રાર્થના કરી. કહે છે હ્રદયના ઉંડાણમાંથી નિકળેલા ભાવભરેલ શબ્દોથી કરેલી પ્રાર્થના ઈશ્વર ચોક્ક્સ સાંભળે છે. મોટાંબાના કહેવાથી પુજારી મહારાજે બંને ભાઈઓ માટે ખાસ પૂજા કરી તિલક કરીને પ્રસાદ અને ભગવાનને ચડાવેલા પુષ્પહાર ભેટ આપ્યા. મોટાબાના પરિવાર માટે આ અમુલ્ય ભેટ ગણાય, અત્યારે બાળકો માટે ભગવાનના આશીર્વાદની બહુ જ જરૂર છે.મોટાંબાના પરિવારની યાત્રા સુખરુપ સફળ થઈ બધાં હેમખેમ જાત્રા કરી ઘરે પાછા આવ્યાં.

ગામમાંથી બધાં મળવા આવ્યાં, ખબર અંતર પુછ્યા, જે આવ્યા તેમને દ્વારકાધીશનો પ્રસાદ આપ્યો.ગોમતી અને મોટાબા તો જાત્રા કરીને જાણે ધન્ય થઈ ગયાં પુરો પરિવાર ખુશ છે. મસ્કતથી કાકાનો જવાબ આવ્યો, જલ્દી આવી જજો અમે રાહ જોઈએ છીએ.હું એરપોર્ટ પર લેવા આવીશ ચિંતા ના કરશો.મુંબઈમાં બંને ભાઈઓએ તેમનુ કામ સમય સર આટોપી લીધું. જેની રાહ જોવાતી હતી તે દિવસ આવી ગયો. ગામથી મોટાબા સહીત આખો પરિવાર મુંબઈ આવી પહોચ્યા.રાત્રે ફ્લાઈટ છે, એરપોર્ટ જવા સૌ તૈયાર થયા બંને ભાઈઓ વડીલોને પગે લાગી આશિર્વાદ લીધા. ગોમતીએ બંને ભાઈઓને અને મોટાબાને માથે વિજય તિલક કરી હાથમાં શ્રીફળ અને એકસો એક રૂપિયા મુકીને ગુડ લક કરવા માટે દહીં-સાકર ખવડાવ્યા. બધાં સાથે એરપોર્ટ જવા અલગ અલગ ટેક્ષીમાં નીકળ્યાં.મોટાંબા જાય છે એટલે ધનજી અને ગોમતી ને બહુજ લાગી આવ્યું. ગોમતી રડવા લાગી બોલી, બા તમારા વીના અમે કેમ કરીને જીવીશું?

મોટાબા – “ બેટા જરાય ચિંતા ના કરીશ આ બે ભાઈ સેટલ થાય એટલે તમને બધાંને પણ ત્યાં બોલાવી લઈશ.

એરોપ્લેન ત્રણેવને લઈને મસ્ક્ત એરપોર્ટ પર પહોંચ્યું, કાકા-કાકી લેવા આવ્યાં, મોટાંબાને બંને પગે લાગ્યાં બે ભાઈઓ કાકા-કાકીને પગે લાગ્યા. ગાડી તેમના ઘરે આવી. કાકીએ ચા બનાવી , બધાંએ ચાને ન્યાય આપ્યો, ઘણી બધી વાતો થઈ. કાકીએ કહ્યું બા તમે રુમમાં આરામ કરો રસોઈ તૈયાર થાય એટલે જમવા

મોટાંબા – “વહુ બેટા ખીચડી બનાવજે, સાદુ ખાવું છે. “

કાકાએ – “ અરે હોય બા, આજે તમે બધા અવ્યા છો, ખીચડી ના બનાવાય આજે, દાળ-ભાત-શાક-પુરી અને કંસાર બનશે.”

 કાકાને ઓળખાણ હતી, બંને ભાઈઓને ઈલેક્ટ્રોનિક્સ અને ઘડિયાળની દુકાનમાં નોકરી અપાવી.બે મહિના પોતાની સાથે રાખ્યા થોડા ભોમિયા થયા એટલે જુદુ ઘર વસાવી આપ્યું. મોટાંબા છે એટલે ખાવા પીવાની કોઈ ચિંતા નથી.બંને ભાઈઓ મહેનત અને ઈમાનદારીથી કામ કરે છે. બંનેની ગાડી પાટા ઉપર ચડી ગઈ એટલે મોટાબાએ કહ્યું હવે બંને વહુઓને બોલાવી લઈએ.ઈન્ડિયાથી બંને ભાઈઓની પત્ની અને બાળકો મસ્કત આવી ગયાં. ઘર હર્યુ ભર્યું થઈ ગયુ. ઈન્ડિયામાં ધનજી અને ગોમતીને મોટાંબાની બહુજ ખોટ લાગે છે, સાથે સાથે બંને નાના ભાઈઓને સેટલ કર્યાનો આત્મસંતોષ પણ થયો. મનને શાંતિ છે, ભાઈઓ પરદેશમાં સેટલ થયા બે પૈસા કમાશે તો ઘર ઉંચું આવશે. ઘરની અંદર એક બીજા માટે લાગણી અને પ્રેમભાવ તેમજ ખુબજ સંપ છે, મોટાંબાનો સુખી સંસાર આનાથી બીજું મોટું સુખ કયું હોઈ શકે.

Advertisements
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s