સબળા નારી ( ૮) હેમાબેન પટેલ

sabala nari.

જે ઘરની ગૃહિણી સુશીલ, સંસ્કારી અને ચાલાક હોય તે ઘરમાં સુખ શાંતિ હોય સાથે સાથે તે સ્ત્રીની ચતુરાઈ અને સુજ બુજને કારણ તે ઘરમાં પ્રગતિ થાય અને ઉન્નતિની રાહ પર આગળ વધે.ગોમતી ધનજી માટે પ્રેરણામુર્તિ સમાન હતી, તે ધનજીને જીવનમાં પ્રેરણા અને સાથ આપતી. ગોમતી તેના સુખી સંસાર માટેજ હમેશાં વિચારે છે માટે પરિવારમાં પ્રગતિ થાય અને ઘર ઉંચુ આવે તેને માટે તેણે ધનજી આગળ મસ્કત જવા માટે દાણો દબાવી જોયો. ધનજી તો મુંબઈના સ્વપ્ન જોતો હતો ત્યાંતો ગોમતીએ મસ્કત જવાની વાતનો ધડાકો કર્યો, ધનજી મુંબઈના સ્વપ્નમાંથી જાગૃત થયો , મસ્કત જવાની વાત સાંભળીને ખુશ તો થયો પરંતું મસ્કત જવું એટલુ સહેલુ નથી, માટે ગોમતી સાથે થોડી દલીલો કરી. તેને બહાર જવુ છે. બાળકોના ભવિષ્યનો વિચાર કરે છે. ગોમતીનો પ્રસ્તાવ તેને ગમ્યો જઈને રહેવુ ક્યાં ? ગોમતીએ જે સજેશન આપ્યુ તે તેને ગળે ઉતર્યુ અને વિચારવા લાગ્યો ગોમતીએ જે દીશા ચીંધી છે એકદમ યોગ્ય છે  પરંતું બિમાર બાપને એકલા મુકીને જવુ ઠીક નથી લાગતુ. પરંતું મોઘવારીમાં મોટા કુટુંબનુ ભરણ પોષણ કરવુ અઘરું છે. ગામની બહાર જઈએ તો જ બે પૈસા કમાવાય. ગામની અંદર રહીને છોકરાંનુ ભવિષ્ય બનાવી ન શકાય.ગોમતીને કહ્યુ તારી વાત સાચી છે જવા માટે ચોક્ક્સ વિચારીશું.

મેઘજીભાઈને પણ કામકાજનો બોજ મોટુ કુટુંબ અને ઉંમર, બ્લડપ્રેશર પણ હતું એટલે તબીયત હવે નરમ ગરમ રહેવા લાગી. ગોમતી બાપુજીનુ ખુબજ ધ્યાન રાખતી. આજે સવારે ઉઠ્યા સવારમાં ચા નાસ્તો કરતા હતા ત્યાંજ ચક્કર આવવા લાગ્યા હાઈ બ્લડ પ્રેશર વધ્યુ અને શરીર ખેચાવા લાગ્યુ બેભાન થઈને નીચે પડ્યા. તુરંત ડૉક્ટર બોલાવ્યા ડૉક્ટરે તપાસીને કહ્યું મેઘજીકાકાને બ્લડપ્રેશર હાઈ થવાને કારણ લકવાનો હુમલો થયો છે. એક બાજુનુ અંગ કામ કરતું બંધ થઈ ગયું, મૉઢુ થોડુ  ત્રાંસુ થઈ ગયુ. મૉઢા પર બહુ અસર હતી નહી. ડૉક્ટરે દવા ઈન્જેક્શન આપ્યુ. અને ખાસ દેખરેખ રાખવાની કહ્યુ.મોટીબા અને ગોમતીને તેમજ ધનજીના જીવને થોડી શાંતિ થઈ હાશ બાપુજી મોતના મુખમાંથી પાછા આવ્યા.ગામમાં મોટી હોસપીટાલ નથી એટલે ડૉક્ટર ઘરે આવીને ઈલાજ કરતા હતા. મેઘજીભાઈને નવડાવવા માટે, ટોયલેટ બાથરુમ માટે ઘરનો નોકર મદદ કરતો. દવાઓ અને ખાવા પીવાની દેખરેખ મોટીબા અને ગોમતી ધ્યાન રાખતા. મોટીબા અને ગોમતી બાપુજીની સેવા-ચાકરી ઉભે પગે કરતાં, તેમાં કોઈ કમી રહેતી ન હતી.ગોમતીનુ કામ બમણુ થઈ ગયું ઘર અને બાળકોની સંભાળ,મહેમાનોની અવર જવર સાથે મેઘજીભાઈની સંભાળ રાખવાની, ગુણીયલ ગોમતીના મૉઢા પર અણગમાનો જરાય  અણસાર નથી, હસતે મૉઢે આ મારો ધરમ છે એમ સમજીને ફરજ બજાવી રહી છે. સાસુ-વહુ વચ્ચે પ્રેમ બંધાએલો હોવાથી મા દિકરીની જેમજ રહેતાં હોવાથી ઘરમાં શાંતિ છવાયેલી રહે છે.

મેઘજીભાઈ પથારીવશ થઈ ગયા, સુતા સુતા કેટલુ ખાઈ શકે ? ન કોઈ હલનચલન ખાવાનુ પચાવવુ પણ ભારે પડે. ધીમે ધીમે તબીયત વધારે લથડી ગઈ, કમજોરી આવી ગઈ,શ્વાસો શ્વાસ ખુટવા લાગ્યા અને પરિવાર સાથે લેણદેણ પુરી થવા આવી એટલે બધાને રડતાં મુકીને મેઘજીભાઈની જીવાદોરી પુરી થતાં પરલોક પ્રયાણ કર્યું. ગોમતી સમજદાર મેઘજીભાઈની પાછળ ગીતા પાઠ કરાવ્યા, સતસંગ કરીને મેઘજીભાઈના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી તેર દિવસના લૌકીક રીતિ-રિવાજ પુરા કરીને મરણનો પ્રસંગ શાંતિથી સંપન કર્યો. પિતાના મૃત્યુથી ધનજીને આઘાત લાગ્યો અને દુખી થઈ ભાંગી પડ્યો. બાપની ઘેર હાજરીથી તે હતાશ થઈ ગયો, મોટીબા તેને આશ્વાસન આપીને હિંમતથી રહેવાનુ સમજાવે છે,

મોટીબા –  “ બેટા જે જાય છે તેને કોઈ ના રોકી શકે, દુનિયાનો નિયમ છે બધાની આ ગત થવાની છે. રડવાથી તારા બાપુને વધારે દુખ થશે, તારા બાપુ પીળુ પાન તેમાંય પાછા પોતે રીબાઈ રહ્યા હતા , અમને પણ તેમના જવાથી દુખ થાય છે, તેમની ખોટ લાગવાની છે, કોઈના જવાથી દુનિયા અટકી નથી જતી, સમય તો અવિરત ચાલ્યા જ કરે છે તેની સાથે સાથે આપણે ચાલવું પડે છે.આ સમય હિંમત રાખવાનો છે.ભગવાનનો  પાડ માન તેમને તેમના દુખમાંથી છુટકારો મળ્યો,શરીરની પીડામાંથી મુક્તિ મળી, તેમનુ જીવન નરક સમાન બની ગયુ હતું તેમાંથી તેમને છુટકારો મળ્યો .“

ધનજીને મોટાંબા અને ગોમતી હિંમત આપતા હતાં તેના મનનુ દુખ હળવુ થતું હતુ.મેઘજીભાઈના મૃત્યુને મહિનો થઈ ગયો ઘરમાં શોકનુ વાતાવરણ હળવુ થઈ ગયું. પરિવારમાં બધાનાં મન હળવાં થયા. એક દિવસ રાત્રિ ભોજન બધાં સાથે કરતાં હતાં અને મોટાંબાએ વાત ચાલુ કરી “ બેટા જો મોઘવારી વધી રહી છે તેની સાથે આપણા કુટુંબમાં માણસો વધીને મોટુ થયું છે, ગોમતીના પ્રસ્તાવ માટે વિચાર્યું ? “

ગોમતીએ પણ મોટાંબાની વાતમાં સાથ પુર્યો “ તમે કાકાને પત્ર લખી જોવો આપણે પ્રયત્ન કરવામાં શું જાય છે. જોઈએ કાકાનો શું જવાબ આવે છે. હું કાકાને ઓળખુ છું ત્યાં સુધી મારા ધારવા પ્રમાણે  જવાબ હા આવશે . “

ધનજી  – “ તમારા બંનેની વાતમાં તથ્ય છે, તમારા બંનેની ઈચ્છા છે પરિવારમાંથી કોઈ રોજી રોટી માટે બહાર જાય તો ઘર જલ્દીથી ઉંચું આવે..બે ભાઈઓને પહેલાં ત્યાં મોકલીને સેટલ કરીશું, મારી ઈચ્છા ભાઈઓને મોકલવાની છે એટલા માટે હું કાલે જ કાકાને પત્ર લખીશ. “

મોટાંબા  – “ ધનજી તૂ પહેલો જા પગ ભર થાય પછી ભાઈઓને બોલાવી લેજે. નાના ભાઈઓ મુંબઈમાં કમાય છે”

ધનજી  – “ ના મોટાંબા બંને જવાન છે મહેનત કરી શકે એવા છે, તેમને પહેલા મોકલીશ. મારુ પછી જોયુ જશે, ભાઈઓ પ્રત્યેની મારી ફરજ પુરી કરવી છે.“

મોટાંબાએ માથાકુટ કરી પરંતુ ધનજી માન્યો નહી એટલે ભાઈઓને મોકલવાનુ નક્કી કર્યુ.નાના ભાઈઓની પત્નીઓએ જ્યારે જાણ્યુ મોટાભાઈ નાના ભાઈઓને મસ્કત મોકલવા માગે છે સાંભળીને ખુબજ ખુશ થઈ ગઈ પરદેશ જવાનુ કોને ન ગમે.ભાઈ ભાભી માટે તોનો પ્રેમ વધી ગયો કહેવા લાગી આ જમનામાં ભાઈઓ માટે કોણ આટલુ કરે છે ?

બીજે દિવસે કાગળ લખીને ધનજીએ પોસ્ટઓફિસના પોસ્ટબોક્ષમાં જઈને નાખી આવ્યો.મોટાંબા અને ગોમતી કાગને ડોળે પત્રના જવાબની રાહ જોવા લાગ્યાં.બંનેના મનમાં આશાનુ એક કિરણ ઉગ્યુ છે.ગોમતી બાળકોના ઉજ્વળ ભવિષ્યનો વિચાર કરીને સુખી સંસારના સ્વપ્ન જોઈ રહી છે.મેઘજીભાઈના મોતનુ દુખ ધીમે ઓછુ થવા લાગ્યુ કેમકે હવે તેમનુ મન હઠીને બીજે લાગ્યુ છે,મસ્કત બાજુ દોડી રહ્યું છે.

મસ્કતમાં કાકાને ધનજીનો પત્ર મળ્યો તેમને ઘણોજ આનંદ થયો સાથે સાથે ભાઈના મૃત્યુથી મોટું દુખ પણ થયું.કાકા વિચારે છે મારા ભત્રિજાએ મારી પાસે પહેલી વખત મદદ માગી છે, હું તેને અહિયાં બોલાવીને ચોક્ક્સ સેટલ કરીશ આખરે અમારુ એકજ લોહી છે.તેને મદદ કરવી મારી ફરજ છે. કાકાએ વળતો જવાબ લખી દીધો

“ ધનજી બેટા, તારો પત્ર વાંચીને ઘણોજ આનંદ થયો પરંતુ મારા ભાઈના સમાચાર સાંભળીને મને ઘણુજ દુખ થયું, ઈશ્વરને જે ગમ્યુ તે ખરું, તેનો જીવાત્મા તેની સફરમાં આગળ વધી રહ્યો છે.તેના આત્માને શાંતિ અને સદગતિ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ઘરમાં બધાં હિંમત રાખજો, બહુ દુખી ના થશો. અહિયાં આવવાનો વિચાર કર્યો છે બહુજ સારુ કામ કર્યુ છે,વીના સંકોચે સહ કુટુંબ અહિયાં આવી જાવ આ તમારુ જ ઘર છે.”

કાકાના પત્રનો જવાબ સાંભળીને ઘરમાં ખુશી છવાઈ ગઈ,ગોમતી તરત જ બોલી મેં નહતું કહ્યુ કાકાનો જવાબ હા જ આવશે. ચાલો હવે મસ્કત જવાની તૈયારી કરીશું.ધનજી વિચાર્યુ હું મોટો છું, મારે બે નાના ભાઈઓની જવાબદારી છે માટે પહેલાં બે ભાઈઓને મોકલીશ તેમને સેટ કરવાની મારી ફરજ છે માટે કાકાના સલાહ સુચન મુજબ ધનજીએ ભાઈઓને મસ્કત મોકલવાની બધી ઔપચારીક વિધી માટે કાગળીયા તૈયાર કરવાના શરૂ કરવા માંડ્યા.

ગોમતીના પીયરમાં દુરના પીતરાઈ ભાઈના લગ્ન લીધા છે અને કંકોત્રી આવી. મુંબઈ લગનમાં જવાનુ છે. ગોમતીએ મોટાંબાને કહ્યુ

“ બાપુજીને ગયે હજુ બહુ વખત થયો નથી અને મારાથી લગનમાં કેવી રીતે જવાય “

મોટાબા તરત જ બોલ્યાં  “ વહુ બેટા બાપુજી લીલી વાડી મુકીને ગયા છે, તેમને જવાની ઉંમર થઈ હતી અને ગયા છે. બે મહિના તો થઈ ગયા હવે શોક શેનો ? સમયની સાથે ચાલવું પડે જનાર પાછળ ક્યાં સુધી રડતા રહેવાનુ તું  ખુશી ખુશી જજે, હું કહું છું ને, બીજા શું કહેશે એની ચિંતા ના કરીશ છોકરાંને સાથે લઈ જજે એ બહાને તેમને ફરવાનુ થશે.“

 

ગોમતી, બાને સાંભળીને બાના વિચારો ઉપર તેને ગર્વ થયો.સ્કુલમાં રજાઓ હતી એટલે ધનજીએ કહ્યુ છોકરાંને લઈને જજે તેમને મુંબઈ ફરવાનુ મળશે મુળજી મુંબઈમાં છે એટલે ચિંતા નહી.ગોમતીએ બાળકો સાથે મુંબઈ જવાનુ નક્કી કર્યુ બાળકો તો મુંબઈ જવાનુ ચે જાણી કુદાકુદ કરવા લાગ્યાં. ગોમતીને લેવા સ્ટેશને મુળજી આવ્યો અને ભાભીને ઘરે લઈ ગયો જમાડીને લગ્ન હતું તે ઘરે મુકી આવ્યો.લગ્ન પતી ગયું એટલે મુળજી ગોમતી અને બાળકોને મુંબઈ ફરવા લઈ ગયો આખુ મુંબઈ ફેરવ્યુ. બાળકોને ચોપાટી ફરવા લઈ ગયો ત્યાં બાળકોને ભેલ પુરી અને આઈસ્ક્રીમ ખાવાની મઝા આવી.અઠવાડિયુ દશ દિવસ રહીને ગામ પાછા ગયા. બાળકો દાદીને અને ધનજીને મુંબઈની અત થી ઈતી સુધીની બધી વાતો કરી. ખુબ મઝા કરી એમ જણાવ્યુ. બાળકોની ખુશી જોઈ મોટાંબા અને ધનજીના મનને પણ સંતોશ થયો, આમેય બાળકો ક્યાંય ફરવા નથી જતા લગનને બહાને મુંબઈ ફરી આવ્યાં. બહુજ સારું થયું.મુળજીનુ મુંબઈનુ જીવન પણ જોઈ લીધું.

ધનજી ભાઈઓને મસ્કત મોકલવાની તૈયારીમાં લાગી પડ્યો.

 

 

Advertisements
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s