‘તમને મળ્યા પછી ‘ કવિ પુરુરાજ જોશી -તરુલતા મહેતા

બદલાઈ બહુ ગયો છું હું ,તમને મળ્યા પછી

મારો મટી ગયો છું  હું ,તમને  મળ્યા  પછી

પથ્થર હતો  હું  તેથી  તો   નિંદા થતી હતી

ઈશ્વર બની ગયો  છું  હું, તમને મળ્યા પછી

મારું  હતું  શું નામ   મને  કોઈ   તો  કહો –

એ પણ ભૂલી ગયો છું  હું ,તમને મળ્યા પછી

તમને મળ્યા પછી મેં ,મુજ શ્વાસને  સૂન્ધ્યા

સૌરભ બની ગયો છું હું ,તમને મળ્યા પછી

કવિ પુરુરાજ જોશીની આ સરળ બાનીમાં લખાયેલી સંવેદનશીલ ગઝલ હું કોલેજમાં ભણતી હતી ત્યારે કોઈ મેગેઝીનમાંથી વાંચેલી ,ગમી ગયેલી એટલે નોટબુકમાં ટપકાવી દીધેલી,કારણ કે પ્રેમની મોસમમાં પ્રિય વ્યક્તિને મળ્યા પછી નામ ,સાન વિસરાઈ જતું,ત્યારે પુરુરાજ સીન્યર ક્લાસમાં ભણતા હતા પણ લેખક તરીકે જાણીતા થઈ ગયેલા, તેમના કાવ્યો -ગઝલો ,વાર્તાઓ મેગેઝીનોમાં પ્રગટ થતી.’નક્ષત્ર ‘તેમનો પહેલો કાવ્યસંગ્રહ ત્યાર પછી બીજા બેએક કાવ્યસંગ્રહો, વાર્તાસંગ્રહો, નવલકથાઓ, વિવેચનસંગ્રહો  તેમણે ગુજરાતી સાહિત્યને પ્રદાન કર્યા.નડિયાદ તેમનું વતન પણ વડોદરા નજીક આવેલું સાવલી ગામ તેમની કર્મભૂમિ,વર્ષો સુધી ત્યાંની કૉલેજમાં પ્રોફેસર હતા.હાલ સાવલીમાં તેમના પત્ની સાથે રહે છે,તેઓની પ્રતિભા અને પ્રકુતિ મહદઅંશે કવિની ,તેમનું ગદ્ય પણ કવિતાથી મહેકતું. કવિ પુરુરાજ જોશીની સાવલીના સંત સ્વામીજી વિષે સ્વાનુભવના આધારે લખાયેલી ‘જિજ્ઞાસુની ડાયરી ‘યાદગાર રચના છે.તેમના રસાળ ગદ્યને કારણે ખરેખર આપણે પોતે સ્વામીજીની

વાતો જાણવા જિજ્ઞાસુ બનીએ છીએ.તેમની ‘તમને મળ્યા પછી ‘ગઝલમાં પ્રિયા સાથેના મિલનનો  આનંદ કહો કે અસરથી  પ્રિયતમ જાણે નવું રૂપ ,નવો અવતાર ધારણ કરે છે.પ્રેમનો એ ચમત્કાર છે કે પ્રિયમય થયેલાં બે અલગ વ્યક્તિઓ પરસ્પર ભળી જાય છે.એટલે જ શિવમાં પાર્વતીનું અડધું અંગ સમાયું ને શિવ ‘અર્ધનારીનટેશ્વર ‘કહેવાયા. પત્ની,પુરુષની અર્ધા ર્ન્ગના છે,’બેટર હાફ ‘કવિની  સરળ લાગતી રજૂઆતમાં ભરપૂર સંવેદનશીલતા છે,પ્રિયને મળ્યા એવું રૂપાંતર થયું કે ખુદપણુ -મારાપણુ મટી ગયું ,’હું -તું ‘નો ભેદ રહ્યો નહિ,પ્રેમની ચરમસીમા આ ભેદ ઓગળી જાય તેમાં છે.મીરાં કુષ્ણમય હતી,તેવું જ ગોપી,રાધા કુષ્ણનું મિલન હતું, પ્રેમના સ્પર્શથી પથ્થર જેવા  માણસમાંથી ઈશ્વરમાં રૂપાંતર થાય છે.અહલ્યા શ્રાપથી પથ્થર બની હતી તે રામના ચરણ સ્પર્શથી જીવિત બને છે.કવિ હળવા કટાક્ષમાં કહે છે,’માણસની નિંદા  થાય પણ ઈશ્વર નિંદાથી  પર છે.

પ્રિયને મળ્યા પછી મારા તારાનો ભેદ ગયો એટલે પ્રિયતમથી  પોતાનું નામ પણ ભૂલાયું, તમે કહેશો મોટી ઉપાધી થઈ,પ્રિયા નામ વગરના પ્રિયતમની સાથે કનેક્શન -ફોન ,પત્ર ,ઈમેઈલ,ફેસબુક -કેમ કરી કરશે?અરે રોડ ઉપરથી પસાર થતો હોય તો જે નામ ભૂલી ગયો છે તેને ‘એ’ કહેવાનું,પહેલાં પત્નીઓ પતિને ‘એ’ કહેતી (નામ બોલે તો પતિનું આયુષ્ય આછું થઈ જાય એમ

મનાતું )પ્રેમમાં દીવાનાપન ન હોય તો મઝા શું ?પ્રિયાના મિલનમાં તેના મોગરાના ગઝરાની,સેન્ટની સુગંધમાં મસ્તાન પ્રીતમ પછી પોતાને સૌરભ બની ગયેલો અનુભવે છે.

કવિની આ ગઝલ રવિન નાયક અને બીજા ગાયકોએ સુંદર ગાઈ છે,કવિ પોતે પણ સારા ગાયક છે.વિનોદ જોશી,ગની દહીંવાલા ,આદિલ મન્સુરી ,રાજેન્દ્ર શુક્લ ,જયદેવ શુક્લ અને  બીજા અનેક  કવિઓ પોતાની કૃતિ સરસ રીતે રજૂ કરી શકતા. છે,સુરેશ દલાલ મુશાયરામાં જાન આપતા. અંકિત ત્રિવેદી મુશાયરાને રસના હિલોળે ચઢાવે,પુરુરાજ જોશીની  ભાવભરી ગઝલોની રજૂઆત પણ મુશાયરામાં શ્રોતાઓનું દિલ જીતી લે છે. ગુજરાતી કવિતાના ‘બહુરત્ના ‘ કવિઓને મારી સલામ.

તરુલતા મહેતા  15મી નવેમ્બર 2015

Advertisements
This entry was posted in kaavyaasvaad. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.