ફાંસીને માંચડેથી (૧૨) પ્રવીણા કડકિઆ

fansine machade thi

ફાંસી થઈ એ શું યોગ્ય હતું ?

*************************

જીવનની શરૂઆત પુણ્ય સ્વરૂપે થાય છે. અંત કેવો આવે તે દરેક માનવીના કરેલાં કર્મોને આધારિત છે. આખી નવલકથા દરમ્યાન અવલોકન કર્યું હશે ? દોષ કોને દેવો? નસિબને કે સર્જનહારને? બની રહેલી ઘટનાઓ સમક્ષ આંખમિંચામણા કરવા યોગ્ય નથી ! સંજોગોની આડમાં છુપાઈ દોષનો ટોપલો અન્યને માથે ઢોળવો એ સજ્જનતાના લક્ષણ ન કહેવાય. હોની અનહોની થવાની નથી. જે થયું તેનં પરિણામ ભોગવવું રહ્યું . ‘ગીતા’માં કર્મના સિધ્ધાંત શ્રી કૃષ્ણ ખૂબ સરળ રીતે સમજા્વે છે.

” તને મારા ઉપર વિશ્વાસ નથી રહ્યો ,તું તારી એબ છુપાવવામાં હવે મારી ઉપર શંકા કરે છે ” કહી રડવા લાગી. અયોગ્ય અને અનુચિત વાગબાણોથી વિંધાતો કોમલ ઘવાતો જતો હતો. આ ઘાવ દેખાતા ન હતા તેને અંદરથી શારડીની જેમ વિંધી રહ્યા હતા. છતાં પણ પોતાની સજ્જનતા ન ગુમાવતાં એ આસ્તેથી દૂર સરકતો રહ્યો.

જીવનમાં આચરણ પતિ યા પત્નીનું, યોગ્ય કે અયોગ્ય એ નક્કી કરવું એ ખૂબ કઠીન છે. દરેક વ્યક્તિ, સ્થળ, સંજોગ અને તેની અવલોકન દૃષ્ટિ પર આધારિત છે . નક્કી કરનારની માનસિક હાલત કેવી હોવી જોઈએ? તેની માનસિક સમતુલા,  જરૂર પરિસ્થિતિનું વિશ્લેશણ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે.  જેના માટે તે અભિપ્રાય આપવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતિ હોવી આવશ્યક છે. બની શકે તો તેના જોડામાં પોતાના પગ મૂકી વિચાર કરવો !

જેમ ઘણી વખત કાને સાંભળેલું કે નજરે નિહાળેલું સાચું નથી હોતું તેમ સંજોગ ને લક્ષમાં રાખતા બની ગયેલું કૃત્ય પાશવી નથી હોતું ! છતાં પણ પરિણામ જોતા તેની વેદના અને અંજામ અવગણી ન શકાય.આ પગલું વગર વિચારે ભરાયું હતું તે સત્ય અવગણી ન શકાય. આ પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી હતો. ક્રોધનો અગ્ની જ્યારે કોઈ પણ વ્યક્તિને બાળે છે ત્યારે સારાસારનું ભાન શિકે બેઠું હોય છે. અંજામની તો ઠાલી વાત કરવી નકામી છે.

બસ આવું કંઇક આપણે આ આખી નવલકથામાં વાંચ્યું, સમજ્યા અને અનુભવ્યું. ખૂબ મનન અને ચિંતન માગી લે તેવી વાત  છે. બ્રાહ્મણનો દીકરો કોમલ, જે કીડીને પણ મારતાં પહેલાં દસ વખત વિેચારે તેણે પોતાની વહાલસોઇ પત્નીની કતલ કરી! કેવી મનોદશા હશે તેની ? કેટલી યાતના થઈ હશે તેને? શું કતલ કરતાં તેના હાથ નહી ધ્રુજ્યા હોય ?’ કુસુમનો દીવાનો’ આજે ‘કુસુમને હણનારો’ બન્યો ! સદભાવી, સરળ કોમલ આજે ‘ખૂની’ કહેવાયો. ક્રૂરતાથી નિતરતી આંખોમાંથી પ્રેમ અને વહાલે પાછાં’  પગલા ભર્યા. એ જ કોમલ ફાંસીએ ચડવાને ટાણે ‘મંદ મંદ મુસ્કુરાઈ રહ્યો હતો. તેનું હ્રદય પરિવર્તન થઈ ગયું હતું પોતાની ભૂલ વિષે સજાગ હતો ! કુલકર્ણી સાહેબનૉ ઋણ સ્વિકારતો. “કોમલને કોમલની” સાથે ઓળખાણ કુલકર્ણી સાહેબે કરાવી આપી.

કુસુમે જે પગલું ભર્યું તે શું યોગ્ય હતું? પતિની પાછળ છાનાગપતિયા કરવા એ શું આદર્શ નારીની વ્યાખ્યા છે ? હા, દરેક સ્ત્રી લગ્ન પછી પ્રબળ ઈચ્છા ધરાવતી હોય છે કે તે બાળકની માતા બને ? દરેક સ્ત્રી તો ન કહેવાય, ઘણા લગ્ન પહેલાં જ નક્કી કરે છેઃ કે બાળક નહી જોઈએ ! કુસુમને બાળકની તીવ્ર ઝંખના હતી. આ  યુગમાં બાળક પ્રપ્ત કરવાના અનેક રસ્તા છે. કુસુમે જે માર્ગ ગ્રહણ કર્યો તે પ્રશંશનિય ન હતો. હા, તેનો પતિ ઉદાસી દર્શાવતો હતો. છતાં પણ તેનું પગલું કોઈ પણ  રીતે યોગ્ય ન હતુ.

એમ પણ કહેવાય કે, ‘પસંદ અપની અપની ખયાલ અપના અપના’. દરેકે આ સાથે સંમત થવું એવો આગ્રહ નથી. કુસુમ જે પતિને અનહદ ચાહતી હતી ,તેને પણ વિચાર તો કર્યો જ હશે. આજે એ સફાઈ પેશ કરવા આપણી સમક્ષ હાજર નથી. કુસુમ વિષે કોઈ પણ અ્ભિપ્રાય બાંધવો એ તેને હળાહળ અન્યાય ગણાશે !  કદાચ  એણે કોમલને ચેતવ્યો  પણ હોય. કોમલને તેમા વજૂદ ન પણ લાગ્યું હોય ! કેવા હર્યાભર્યા પ્રેમાળ ઘરમાં બન્નેનું બાળપણ પસાર થયું હતું. કુસુમે સંજોગવશાત જે કદમ ઉપાડ્યું તેને ન્યાય ન આપી શકાય. તેની મનોદશા કેવી હશે? તેને શું કોમલને છેહ દીધાનો અફસોસ નહી હોય? તેનો અંતરાત્મા તેને ઝંપવા દેશે. આમાનો એક પણ ખુલાસો ગળે ઉતારવા અસમર્થ છીએ.

‘ફાંસી તો કોમલને અપાઈ ગઈ. પગલો કુસુમને મળવા પહોંચી ગયો’ ! શું તે યોગ્ય થયું? એ પ્રશ્ન મનમાં ઘુમરાયા કરે છે. સંતોષ જનક ઉત્તર ન મળવાથી ચેન હણાઈ ગયું છે. જો કે આ બધું હવે નિરર્થક છે. જે થવાનું હતું તે થઈ ગયું. ‘કોમલ અને કુસુમ’ આ વિશાળ  સૃષ્ટિના  પટ પરથી જેમ દરિયાનું પ્રચંડ મોજુ આવે અને રેતી ઉપર લખાયેલું નામ ભુંસી નાખે તેમ ભુંસાઈ ગયું.

કોમલે ક્રોધાગ્નિમાં બળતા સારાસારનું ભાન ગુમાવી એવું કૃત્ય આચર્યું કે જ્યાંથી પાછા વળવા માટે કોઈ માર્ગ ન હતો. જેલર કુલકર્ણીએ ‘રતન’ પારખી તેને પાછું ઝળહળતું કર્યું. ખૂબ દાદા માગી તેવી વાત છે. આ બધાનું પરિણામ એક આવ્યું જે અંહિ ખૂબ મહત્વ ધરાવે છે. છે.કોમલે રાહ બદલ્યા પછી જે સત્યનો માર્ગ સ્વિકાર્યો તે ખૂબ પ્રશંસનિય છે.

‘ફાંસીને માચડે’, કોમલ હસતા હસતા ચડ્યો. હાથમાં ભગવદ ‘ગીતા’ હતી. મુખ પર પત્નીને મળવાનો  અનેરો ઉમળકો હતો. કર્યા કૃત્યની, આ જ સજા હોઈ શકે તેવું તેનું દૃઢ પણે માનવું હતું. તેણે ખુલ્લા દિલે કબૂલ્યું હતું કે, ‘તે પોતાની પત્નીને અનહદ ચાહતો હતો્.

‘ પતિ અને પત્ની વચ્ચેના આવા નિર્મળ પ્રેમ- પ્રકરણનો અંજામ આવો કરૂણ હશે એવું ક્યાં ધાર્યું હતું ? કાળા માથાના માનવી યાદ રાખજે, “ધાર્યું ધણીનું થાય”. આપણે તો નતમસ્તકે એનો ચૂકાદો સ્વિકારવો રહ્યો.  તેમાં ન તારું ચાલે, ન મારું કે પેલા અભાગિયા કોમલનું જે આજે હસતે મુખડે ફાંસીને માંચડે ચડી સદાતિ પામ્યો !

હવે આખી નવલકથા વાંચ્યા પછી આ બધા પ્રશ્નો અસ્થાને છે. આ મન કેવું અવળચંડુ છે. બન્ને બાજુના તર્કને સમર્થન આપે છે. ઘડીમાં કોમલને છોડી દેવો જોઈતો હતો એમ માને છે. બીજી બાજુ ક્મલે કરેલા અપકૃત્યનું ફળ ‘ફાંસી’ એને યોગ્ય ઠરાવવાનો દાવો કરે છે.

ચાલો આપણે સહુ ન્યાયાધિશનો ચૂકાદો માથે ચડાવીએ.  ખોટી ચુંથાચુંથ કરવામાં માલ નથી. માત્ર કોમલ, કુસુમને મેળવી ખુશ થાય તેવી મનોકામના કરીએ !

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in ફાંસીને માંચડે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s