અંતરની વાત-જીતેન્દ્ર પઢ

Crowd Sketch

https://www.flickr.com/photos/tia_studio/6606355395/in/photostream/

વ્યક્તિ વ્યક્તિએ સ્વભાવ    અને વ્યવહાર નોખાં નોખાં રહેવાના ,એ તો ઈશ્વર દત્ત એક પ્રતિભા છે ,તમને તમારા રસ ,રુચિ અને ગમતીલા જણ પાકટ મન મેળ બેસી જવાનો। માણસ તેમાં પાવરધો છે ,પરંતુ ખરું પૂછો તો આપણે   માણસ  ને પૂરેપૂરો સમજતાં નથી અને તેથી મને ધારી લીધેલી છાપ થી તેને પોતાના માપ દંડથી તેની કિંમત આંકવાની     આદત     પાડે છે ,,,,,,આવું કરીને તે અટકી જતો નથી  પોતાના  વર્તુળમાં ના ગમતાં માણસ વિષે ટીકા ,નિંદા અને ન ઘડાયેલી  વાતો વહેતી કરેછે ,ખૂબીની વાત એ છે કે માણસ તેનું કામ કરતો રહે છે અને તેની સમાજ નોધ   લે છે ,નિંદક ના પ્રયાસો નાકામિયાબ નીવડે છે ,પછી પેલો નીદંક બીજો શિકાર પકડવા નવા પેતરા નવી જગ્યાએ જઈ શરૂ કરે છે ,નીદક ક્યારે ચૂપ રહી નથી શકતો અને વાતોડીઓ સ્વભાવ પોતાની ચતુરાઈ ભરેલી વાક્ક છટાથી એક અનોખી છાપ ઊભી કરવાના પયાસો કરતો રહે છે મને તો લાગે છે

આ દુનિયામાં કેટલાંક લોકોનો જન્મ નિદા કરવાના કાર્યો માટે થયો છે ,દુનિયાના કોય પણ ખૂણે આવી છબી મળી જ જવાની ! કપટ નિદા જેવું જ દુષણ છે ,સારો માણસ ક્યારે કપટનો સહારો લઈ બેસે તે કહેવાય નહીં અને આવું બને એમ પણ નથી ,ચેતતો નર સદા સુખી  કહેવત યાદ રાખીને ચાલીયે તો સમજ શક્તિ પાકટ જરૂર બને ,સમજ દરેકમાં હોય છે ,ઘણી વાર પરિસ્થિતિ માણસને આ પાર કે પેલી પાર વિચારવાની દ્વિધામાં મૂકી દે છે ,ત્યારે સંસ્કાર અને અનુભવ કામ આવેછે,.કપટી માણસ માત્ર સ્વાર્થ જૂએ  છે અને ફાયદા કારક  બાજુ વિષે વિચારે છે ,

નીદક કદી સારું વિચારી શકતો નથી અને તો વાતોમાં મસાલો ભેળવી પોતાની હકુમતની ,બહાદુરી ની એક તરફી  છાપ ઊભી   કરે છે ,કપટી ગણતરી બાજ ખેલાડી હોય છે ,તે પણ બોલવામા ખૂબ ચાલાક ,હોય છે અને ભવિષ્યના સપના બતાવી  વ્યક્તિ ને પોતાના કરવાની કળામાં પાવરધા હોય છે ,

આ  બધાની સાથે જ તમને સહૃદયી સજ્જન  પણ નશીબ જોકે મળી જશે અથવા સંબધો સાથેના સંપર્ક માંથી તમારી ખુદની પ્રતિભા કામ કરવાની આવડતથી બીજાઓ સહજ રીતે નાતો બાંધશે અને તમે લપન છપન થી દૂર રહેતાં અને નિંદક સ્વભાવ ના તમે   નહિ  હોવાથી  લોક્ચાહક બનશો

મારો અનેક લોકો સાથે વર્ષોથી નાતો ,બંધાયો। કેટલાકથી મન ભેદ મતભેદ અને વિરોધી વર્તન ,વ્યવહાર થયા /ભૂલી જઈ જતું કરવા છતાં પ્રયાસો કર્યાં અને ભિન્ન ભિન્ન સ્વભાવના માણસો  સાથે પનારો પડ્યો અને અનુભવે સ્વિકાર્યું માણસ ને બદલવા કરતાં આપણે જ સમજ કેળવી બીજાઓ સાથે કામ કરતાં રહેવું અને જે અનુભવ થયો તેનાથી બીજાને લખાણ દ્વારા જાગ્રત કરવા। ..મનની વાત લખવી મારા મંતવ્યો મારાછે ,હા તમને સાચા ન પણ લાગે છતાં એટલું તો કહીશ  એ સત્ય હોવાની સાથે ઝીલાયેલા સ્પંદનોનો ઝણકાર છે –જિતેન્દ્ર પઢ

/રેલે સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા /6/11/2015

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s