મારી બંસીમાં બોલ બે- કાવ્યાસ્વાદ -તરુલતાબેન મહેતા

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા

મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,

કાનનાં કમાડ મારા ઢંઢોળી જા

પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા

સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં

સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી

દિલનો દડુલો રમાડી તું જા

ભૂખી શબરીના બોર બે એક આરોગી

જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,

સાગરને સેઢે હંકારી તું જા.

મનના માલિક તારી મોજના હલ્લેસે

ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં

– સુન્દરમ્

ગાંધીયુગના પ્રમુખ પ્રતિભાશાળી કવિઓમાં સુંદરમ અને ઉમાશંકર જોશીની બેલડીએ ગુજરાતી સાહિત્યમાં માતબર પ્રદાન કર્યું છે.ગદ્યપદ્ય બઘા ક્ષેત્રમાં અનેક પ્રયોગો કર્યા અને ગાંધીજી ના વિચારોને,દેશની સ્વતતાની ચળવળને તેમના સર્જનમાં ધબકતું કર્યું. છતાં બન્ને અલગ મિજાજના કવિઓ.સુંદરમના કાવ્યોમાં રોમેન્ટિક ઉદ્રેક,તલસ્પર્શી વિષાદ અને તીવ્ર ઝંખના પ્રગટ થઈ છે.ઉમાશંકર જોશીમાં ઊંડી સંવેદનશીલતા,ઔદાર્ય અને સ્વસ્થતા છે.ભરપૂર ખીલેલા બગીચામાંથી એક પુષ્પને પસંદ કરવામાં બીજા અનેક ફૂલો લલચાવે,સુંદરમની પ્રેમની તલાશ  ‘તને મેં ઝંખી છે,યુગોથી ધીખેલા પ્રબળ સહરાની તરસથી’ અને ‘તે રમ્ય રાત્રે ‘ના કાવ્યોમાં મનુજ પ્રિયા કેન્દ્રમાં હશે પણ તેમનાંમાંનો  ઊંડો વિષાદ અધ્યાત્મને માર્ગે વળે છે,તેમણે વિપુલ માત્રામાં પ્રભુપ્રેમ કે આધ્યાત્મપ્રેમના કાવ્યો લખ્યાં છે,શ્રી અરવિદ અને માતાજીના ધામ

પાંડીચેરીમાં તેમણે ધણા વર્ષો વાસ કર્યો હતો.આજે ‘હંકારી જા ‘ ગીત મને રસાસ્વાદ કરવા પ્રેરે છે.ત્રણ દાયકા પહેલાં મારા ગુજરાતી કવિતા ઉપરના રીસર્ચ વખતે સુંદરમના પ્રણયકાવ્યોએ મારા મનનો કબજો લીધો હતો.પછી સુંદરમનું આંતરિક તત્વ પ્રભુ તરફ વળતા કાવ્યનું વહેણ પણ બદલાયું.આજે મારુ  મન પણ અધ્યાત્મ તરફ ખેચાયું છે તેથી પ્રભુને કહેવાનું ગમે છે કે મારી જીવનનોકાને તને ફાવે ત્યાં હંકારી જા.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,

મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પઘાર પિયા,

કાનનાં કમાડ મારાં ઢઢોળી જા,

પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,

સોનેરી સોણલું બતાડી તું જા….મારી

સૂર વિનાની વાંસળી અને સૂની વીણા વગડનારની રાહ જોતા નીરવ -નિર્જીવ વાદ્યો છે.પ્રભુની કુપા વિનાનું માનવીનું મન અને શરીર પણ હાલતું ચાલતું પ્રાણ -આત્મા વિનાના મશીન જેવું છે,બહારની કેટલી સમુદ્ધિ,કીર્તિ છતાં બસ અજંપ માણસ આંધળી  દોટ ચાલુ રાખે છે,પ્રેમ અને કરુણા જેવા બે બોલની પ્રભુ પ્રસાદી સ્વીકારીએ તો જીવન ભયો ભયો લાગે.

પેંડાની પ્રસાદીની વાત નથી,સામાંન્ય ભગવાનના ભક્તો કહે ‘હે પ્રભુ મારા વિધ્નો દૂર કરજે,’પણ કવિ કહે છે,તોફાનના ઝાંઝર પહેરી પ્રભુ તું આવ,માયાથી ,બહારના કોલાહલથી સજ્જડ થયેલા કાનના કમાડને ખખડાવી જા.વાસનાના અંધકારમાં પોઢેલી પાંપણને જગાડી જ્ઞાનનું દર્શન કરાવ .

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,

દિલનો દડૂલો રમાડી તું જા,

ભૂખી શબરીના બોર બેએક આરોગી,

જનમભૂખીને જમાડી તું જા…મારી

કૃષ્ણનું રસિક ચિત્ર દેખાય છે,પીતામ્બર પહેરેલા પ્રીતમ કૃષ્ણ અને કેડમાં ધડુલો રાખી આવતી ગોપી જેવી રસિકતાથી કવિ પ્રભુને ઝંખે છે.પછીની પંક્તિમાં શબરીના એઠા બોર આરોગી રામ પ્રેમભૂખી પોતાની ભક્તને સંતોષે છે,તેવી આરતથી કવિ પ્રભુને બોલાવે છે.

પ્રભુપ્રેમની મદિરા જેણે પીધી તેણે સર્વ પ્રભુના ચરણોમાં મૂકી દીધું,’કમ્પ્લીટ શરેનડર’કરનારને પ્રભુ સંભાળે છે.અર્જુન ગીતાનો બોધ સાંભળ્યા પછી ‘કરિષ્યે વચનમ ત્વમ’કહી કૃષ્ણના ચરણોમાં માથું મૂકી દે છે.સુંદરમ કહે છે,

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,

સાગરની સેરે ઉતારી તું જા,

મનના માલિક તારી મોજના હલેસે

ફાવે ત્યાં એને હંકારી તું જા…..માંરી

નરસિહ મહેતા ગાય છે,’જે ગમે જગતગુરુ ‘અને મીરાં કહે ‘મોરે તો ગિરિધર ગોપાલ’

આપણો અધૂરો પ્રેમ અને પાંગળી શ્રધ્ધા મઝધારમાં ,વમળમાં ફસાયેલી રહે છે,આત્મશ્રધ્ધા અને પ્રભુશ્રધ્ધા વિનાનું જીવન હલેસાં વિનાની નાવ જેવું છે.હું  ય મારા મનના સંદેહને ઢઢોળી રહી છું,આળસમાં,મોહમાં બંધ પોપચાને સોનેરી સપનાની આશામાં જગાડું છું,કાવ્યના સર્જનની   અને મારા આસ્વાદની  એ જ ફલશ્રુતિ છે.    અસ્તુ

તરુલતા મહેતા 31મી ઓક્ટોબર

Advertisements
This entry was posted in kaavyaasvaad. Bookmark the permalink.

One Response to મારી બંસીમાં બોલ બે- કાવ્યાસ્વાદ -તરુલતાબેન મહેતા

  1. પિંગબેક: મારી બંસીમાં બોલ બે- કાવ્યાસ્વાદ -તરુલતાબેન મહેતા | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s