સુખીબા- રેખા શુક્લ

એરપોર્ટ પર ..ઉભો રે મારા વ્હાલા ઉભોરે કહેતા ધીરેથી થપકી મારતા વ્હીલચેરમાંથી ઉતર્યા…મારું હાળું આ અમેરિકા બહુ દુઉઉઉર….હાઈશ થઈ આવી ગયા…કહેતા એમના બારવર્ષના ઢબૂરિયાને વ્હાલથી વળગી ગયા…!

“ઓ ગ્રાની…લવ યુ ટુ..”

..હા હા હું ટુ કેહતા ગ્રાની તો બસ એના હાથને પંપાળતા રહ્યા…સાચુકલી ખુશી આંખોથી ટપકી પડી…

મનુભાઈ નેભાભીએ ચરણ સ્પર્શ કર્યા ને ઝુક્તા જ ચોંટી પડ્યા…હાય હાય આમાં સ્વાતિ તો સ્તબ્ધ ઉભી હતી…મન એનું માનતું ન્હોતું કે આવી ગયા સુખીબા.ભૂરી ભૂરી આંખો ભૂખરા ભૂખરા વાળ ..તોય ઓળી ને વાળેલો અંબોડો એમના માથે ઓઢેલા બદામી રંગના સાડલામાં થી ડોકિયાં કરતો હતો.

હજુયે બાએ કાન ઉપર ચેન ચડાવી નેઠોળિયાં પહેર્યા હતા…ડાઢી પર છુંદણું ને હાથ પર પણ “શિવશંકર”નું વ્હાલું નામનું છુંદણું..એ જોઈને ‘કુલ ગ્રાની…વાઉવ ગ્રાની લવ્સ ટેટુ…લુક મા…લુક હીયર…’એક શ્વાસમાં શિવાન બોલી ગયો…

ટમેટા જેવો લાલ લાલ ગાલ વાળો ગોળમટોળગલગોટો ને એની ચકળમકળ હસતી આંખો…પરાણે વ્હાલો લાગે…ફરી સુખીબા ને વળગી ગયો…મનુભાઈ એમના સુખીબા શિવશંકર રાવળ ને જોતા રહ્યા.

ગામ આખુ બીવે આ શિવશંકરજી ના ઉગ્ર સ્વભાવથી…ને પેટનુંય પાણી ના હાલે એવા જ ઠંડાગાર સ્વભાવના સુખીબા…નામે જ નહીં ગુણોથી પણ સુખી હતા…

ક્યારે ઉંચા અવાજે કદી બોલતા નહીં મોઢેથી શિવ શિવ…નામની માળા ચાલુ રહેતી..વાહ પ્રભુના ભૂલાય ને પતિના નામની માળા પણ કરાય…!

હસ્તિ સે જુડે હસ્તિ…વાહ રામજી !ચૂપચાપ ખૂણામાં રમતી સ્વાતિ રમકડાંના વાસણ માં રસોઈ બનાવે…ઢીંગલી ને તેડે રડે તો છાની રાખે…રોજ રોજ નું એનું ઘરઘર રમવું ને બા ના રુમાલ નું ઓઢવાનું ને બીજાનું ઓશિકું બનાવી ને ઢીંગલીનેસુવડાવે…બાગમાં ચોળી ઉગાડેલીને શિંગદાણા ફુટેલા…તે લઈ ને ખાતા ખાતા રમત રમતી જોઈ બા ધરકામ પતાવતા. ત્યાં સુધીમાં મનુભાઈ સ્કુલે થી પાછા આવી ગયા હોય.એક કાંકરે બે પક્ષી મારે લોકો પણ બા તો કાયમ એક સાથે ઘણા કામ કરવામાં પાવરધા….એમનું ધ્યાન બધે હોય..!! બસ થોડી મોટી થઈ ગઈ …

આજે સ્વાતિ એની મીનુ નેલઈને સ્તબ્ધ ઉભી હતી..થીજી ગઈ ઠંડી ચોતરફ તોય સંસ્મરણો ઉપસી આવ્યા…ઠંડાગાર પાણીમાં વહેણથી આઇસબર્ગ તરતા તરતા ભાંગ્યા કરે ને પોલારબેર સ્ટક થઈ જોયાકરે….તેમ..બંને જોતાજ રહેત..ભાભીએ ખેંચીને સ્વાતિને તંદ્રાવસ્થામાંથી જગાડી…પાય લાગું બા કેમ છો તમે? એમ બોલી મીનુને ઉપાડી બા ને આપી દીધી…..મીનુ એકદમ ચુપચાપ બા ની આંખોમાં આંખ પરોવી રહી હા….તમે આવી ગયા…ઢીંગલી જેવી જ છે હો..ને બંને હસી પડ્યા..

ચાલો બા, પાર્કિંગલોટમાંથી કાર લઈ આવી ને મનુભાઈ બધાને લઈ ને ઘરે આવી ગયા.મનુભાઈ ના આલિશાન બંગલાને બે ઘડી તાકતા રહી ગયા…

બહુ રૂડો રૂપાળો તારો મહેલ છે હોં…ભાભી ખુશ થતી બા ને રૂમ બતાવતી હતી…જુઓ બા આ તમારો રૂમ….ભગવાનના રૂમ ની બાજુમાં જ..અને હા, રૂમમાં બાથરૂમ છે…તમે ફ્રેશ થઈ જાઓ બા. ચાયમૂકીને આવું હો..

બા તો રાજીના રેડ થઈ ગયા એમના રણછોડજીને જોઈને…મનુ મારો ડાહ્યો ખરો…સ્વાતિ ત્યાં તો આવી ને કહે બા બાથરૂમમાં બધુ તૈયાર છે. આજ શબ્દો કંઇકઓ્છા પડ્યા કે શું ગળું સુકાઈ ગયું..સ્વાતિ તો ચૂપચાપ ભાભી સાથે હળી મળી ગઈ હતી.

શિવશંકરજી નો ફોટો પણ તેમના રૂમમાં ટેબલપર રાખેલો હતો. બા જોઈને બોલ્યા શિવાન તમારા જેવોજ લાગે છે ને ..મલકતા દાદાજી જાણે થોડું વધુ મલક્યા..વ્યક્તિને થાય અનુભૂતિ અહેસાસથી..અને વ્યક્તિ માનીપણ લે  ….–રેખા શુક્લ

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s