“બેઠક”માં આવો

"બેઠક" Bethak

મિત્રો આજે 30મી oct 2015  બેઠકમાં 6.30 વાગે ઇન્ડિયા કોમયુનિટી ખાતે સહુ સાથે દિવાળી ઉજવશું, તો ચાલો જોઈએ શું લઈને આવવાનું છે.  

“બેઠક”માં આવો

“બેઠક”માં આવો તો કોડિયામાં અજવાળું લાવજો

પછી ઉત્સાહથી દીપમાળા પ્રગટાવશું

શબ્દોનો ભાર બધો મૂકીને આવજો

પછી સાહિત્યની વાત માંડશું

મૂંગા પારેવડાનો છાનો ફફડાટ

પરદેશમાં જગવે છે કેવું તોફાન!

વણખૂલ્યા હોઠની વાતો કહેવાને  

જાગે છે કહેવો વલોપાત

મુંગા મનને મુકીને આવજો

પછી ભાષાનું તોરણ  બાંધશુ

આવો તો સંગીત લઈને આવજો

પછી ગીતો ની વાત માંડશું

ભાષા વિના તો કંઇ નથી વાતમાં

ભજવ્યો’છે અમેરિકન વેશ

ભાષા વિનાના આ બાવળિયા ગામમાં

કેમ છો પણ થઇ ગયું નામશેષ

અંગ્રેજી ભાષાનો ભાર મુકીને આવજો

પછી ધાવતી ભાષાની વાતો માંડશું  

પરદેશી ચહેરો કાઢીને આવજો

પછી સહજ ભાષા પછી વધાવશું

મન આપણું ક્યારનું  શોધ્યા કરે છે

દરિયાપાર પણ આપણો  કોઇ દેશ

પૂર્વની બારીના વાયરા

લાવે છે મારા દેશનો સંદેશ

આવો તો ચપટીમાં ચોખા લઇને આવજો

પછી ઉંબરો પુજીને વાત માંડશું

View original post 31 more words

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

2 Responses to “બેઠક”માં આવો

 1. Rajul Kaushik કહે છે:

  શબ્દોનો ભાર મુકીને થતી સાહિત્યની વાત ગમી
  મુંગા મનને મુકીને ભાષાના તોરણ બાંધવાની વાત ગમી
  ચપટી ચોખાથી ઉંબરો પૂજવાની વાત ગમી
  કોડીયાના અજવાળથી દિપમાળા પ્રગટાવવાની વાત ગમી….

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s