ફ્યુનરલ હળવે હૈયે-(13)પ્રજ્ઞા દાદભાવાળા

Funeral home

આજ નો દિવસ રોજ કરતા જુદો જ ઉગ્યો અજવાળું થાય પહેલા હું નિયમિત ઊઠતી પણ આજે કોણ જાણે કેમ આંખો ખોલી ને સામે અજવાળું!આજે થોડી થોડી ઊંઘ જાણે મને લાંબી ઊંઘાડી રાખી,ખેર પણ આ કોણ મારી પાસે ? આ મારી મોટી વહુ કોકિલા,અને દીકરો અહીં ક્યાંથી ? અરે અહીં તો બધાજ છે જરૂર કૈક કામ લાગે છે, નહી તો આમ મારા આ ભેકાર ઘરમાં આટલા માણસો શેના આવે ? કે પછી પુત્રો,પુત્રવધુઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે હર્યા-ભર્યા ઘરમાં જીવનની સંધ્યા માણવાના ઓરતા શું ભગવાને આજે માંગ્યા વગર જ પુરા કર્યા, નક્કી વેકેશન પડ્યું લાગે છે ,મને પણ જોવોને મહિના દિવસો ક્યાં યાદ રહે છે ?હા છેલ્લા કેટલાય વર્ષથી હું આ ઘરમાં મારી જ સાથે રહું છું.પ્રભુ તમારો આભાર માનું તેટલો ઓછો છે.

આજે મારું ઘર ફરી ચહેકી  ઉઠ્યું,બાળકોના કિલ્લોલથી ઘર હવે ગુંજશે, હાશ આ સન્નાટો સૂમસામ ઘરની એ અભાગણી શાંતિ મને હવે નહિ  હીજરાવે, જર્જરિત ભીંતોના પોપડા હવે નહિ ખરે,બસ મારા માળામાં તો આનંદ જ ખરશે. આ કલશોર ,ભર્યું-ભાદર્યું ઘર રંગરોગાન વગર જ કેવું શોભે છે. ભગવાન હવે હું  જીવતરથી ગભરાતી નથી અને હવે મને મારા મોતથી તમે મને નહિ બીવડાવી શકો.આ જોઓ મારો નાનકો કેવો અમેરિકન બાળ ગોપાળ જાણે,

આવ મારા ખોળામાં બેસતો,તને ખબર છે તારા બાપા ને પાંખો આપીને ઊડતાં મેં શીખવાડ્યું  અને તને પણ શીખવીશ હો! પણ જોજે તારા પપ્પા ની જેમ વિમાનમાં ફરર ઉડી ન જતો,હાલ તને આજ ઘીમાં જબોડી ને પુરણપોળી જમાડું ,અલ્યા હસ તો ખરા,આજના છોકરાવ ને કૈક નથી આવડતું, લે લે આજે તો મોટાનો  મોટો એ આવ્યો છે ને? અને આ શું મારો ભાઈ આજે ક્યાંથી ભૂલો પડ્યો આજે તો રક્ષાબંધન નથી ને.જે હોય તે ચોલો સહુ  ભેગા થયા તે સારું કર્યું,ત્રણે ત્રેણ વહુ પણ હાજર છે અને લે બેબી તું ક્યારે આવી ? કેટલા વખત થી કહું છું ગામમાં છો તો બા સાથે રહેવા આવ પણ તારા વહુ દીકરા માંથી નવરી થાય તો આવે ને, તને એમ ન થાય કે બીચાળા બા એકલાં જીવે છે.એકલતા કેટલી વસમી હોય છે એ તને નહિ સમજાય ચાલ જવા દે આટલા વર્ષે  આવી છું તો બધાય ભાઈઓ સાથે મજા કરી લે,અરે આ હીંચકે  કોણ બેઠું છે અઓહો જમાઈ પણ આવ્યા છે ને લ્યો સારું કર્યું, નહીતો તમારી ખોટ વર્તાતે અને આ કોણ તમારા ખોળામાં છે? તમારા દીકરાનો દીકરો  ચાલો સારું કર્યું સહુ કોઈ સાથે આવ્યા તો ઘર ગુંજી ઉઠશે,

હું તમને નહોતી કહેતી કે છોકરાવ બચાળા કામમાં હશે એમ કઈ કોઈ આપણને થોડા ભૂલી જાય, જોવો આવ્યા તો કેવા એક સામટા આવ્યા,ચાલો જટ કામે વળગું, નાનકા માટે લડવા અને મોટા માટે મેથીના ગોટા બનાવવાના છે. અને બેબી માટે ગુલાબ જાંબુ,જમાઈનું શાક થોડું મોળું બનવવાનું છે,લે આજે જ આ કામવાળી તો જો કેવી રિસાઈને બેઠી છે.આમ રોતલ મોઠે ન બેસાય, હાલ હવે ઉભી થા,તને હું નહોતી કહેતી કે બધા આવશે અને ઘર ભરાઈ જશે. જો આજે બધા એક સાથે આવ્યા તારું કામ વધી ગયું ને ? અને હા ચાલ ઝટ હાથ પગ હલાવ અને આમ રોતલા મોઢે નહિ બધાને હસીને આવકાર,મને ખબર છે કામ વધ્યું છે પણ બધા સાથે આનંદ કરશું અને જો મારા પગના સોજા પણ ઉતરી ગયા છે હું જો લાકડી વગર ચાલુ છું.ચાલ હું તને મદદ કરાવીશ.ચાલ ઉભી થા ઝટ કર, લે આજે તો ચુલો પણ પેટાવ્યો નથી? સવિતાબાઈ સાચું કહ્યું મારી આજે ભૂખ ઉઘડી ગઈ છે.હું ચા આજે બનાવું છું આજે નાસ્તામાં ખાખરા નથી ખાવા જા ઝટ જલેબી ગાઠીયા લઇ આવ અને મરચાં પપીયાનો વઘારો ભૂલતી નહિ જમાઈને જોશે અને જતા પહેલા મારો નવો સાડલો કાઢ પેલો નાનકો અમેરિકાથી લાવ્યો હતો ને હકોબાવાળો હું પહેરીશ તો રાજી થશે પેલે દિવસે ફોન પર પુછતો હતો ને બા તમેને મેં મોકલાવેલો  સાડલો ગમ્યો કે નહિ? હું ઝટ તૈયાર થઇ જાવ,  આ ફાટેલો સાડલો જોશે તો રોષે ભરાશે.અરે આ શું કર્યું ગાંડી,નવા સાડલા સાથે આ મારો ફોટો ,દીવો,અગરબતી અને આ સુખડનો હાર,આજે કેમ કાઢ્યો ? હું મરી નથી ગઈ, મારે હજી જીવવું છે….

પ્રજ્ઞા દાદભાવાળા

   

Advertisements
This entry was posted in ફ્યુનરલ " હળવે હૈયે". Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s