નવલી નવરાત્રીમાં કંકુના પગલાં ‘તરુલતા મહેતા

https://youtu.be/mgf7vi7BB9c

નવરાત્રીમાં તા ળીઓના તાલે રંગેચંગે ઘૂમતા નરનારીના ઉલ્લાસની ભરતીના હિલોળામાં લાલગુલાબી થયા વિના કોણ રહી શકે? આપણો  ફોકડાન્સ લોકનુત્ય,સોને બાળપણથી આવડે। લોકહેયાની ધડકન।આજકાલ ગુજરાતના છાપાઓમાં,ફેસબુક પર ,હોલમાં,પાર્ટી પ્લોટોમાં નવરાત્રી ગાજે છે.માની શક્તિ,નિર્ભયતા જગતની રક્ષા કરે છે. માની આરતીમાં તેમનો મહિમા ગવાય છે.કેટલાં રાક્ષસી તત્વોને,આસુરી તત્વોનો તેમણે સંહાર કર્યો હતો! ભક્તિ,શ્રધ્ધા એ અંતરનું આધ્યાત્મિક તત્વ સાથેનું જોડાણ છે.ગમે તે નામે ભજો રામ ,શ્યામ ,શંકર,અલ્લાહ ઈશ્વર કે આદ્ય શક્તિ મા,ગુજરાતીઓનો   ( એમાં હું સામેલ ) પ્રિય  તેમાંય નારીનો મનમાનીતો તહેવાર નવરાત્રી,ગુજરાતના દાડિયારાસ અને ગરબા દુનિયાભરમાં જાણીતાં છે.મારુ હદયપૂર્વક માનવું છે કે ગુજરાતના ગોરવશાળી  મહાત્મા ગાંઘી અને થનગનતા ગરબા આ પૃથ્વીની ઉમર લઈને આવેલા છે.ગરબા -રાસ એટલે આપણો આઘ્યાત્મિક,ઘાર્મિક સાસ્કૃતિક વારસો,મારા કથનમાં  અતિશયોક્તિ નથી.’સત ચિત અને આનંદ’સનાતન છે.ગાંઘીજીએ સત્યના અગ્નિમાં જાતને તપાવી હતી,મા સત્યરૂપ ,ચેતન્યરૂપ અને આનંદરૂપ છે.ગરબા એ મેડીટેશન છે,(શરીરિક કસરત પણ છે.)તલ્લીન થઈ ગાનારને સત ,ચિત ,આનંદનો અનુભવ થાય,જે અનુભવ ગોપીઓને થયો હતો.હું તમને નવરાત્રીની શુભેચ્છારૂપે જાણીતા કવિ અવિનાશ વ્યાસનું મારા  પ્રિય ગીતનો આસ્વાદ કરાવીશ.’માડી તારું કંકુ ખર્યું  ને’ યુ ટ્યુબ ઉપર ભજનરૂપે વિવિઘ ગાયકો દ્રારા

ગવાયેલું તમે સાંભળી શકો છો.મેં સૂરતમાં નુત્યરૂપમાં માણ્યું હતું.

‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો,

જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

ગીતના ઉઘાડમાં લોકિક વાત કે  જેમાં નાનકડી ડબ્બી ખોલી (હવે પ્લાસ્ટીકનો જમાનો છે ) સવારમાં નારી સોભાગ્યના પ્રતીકરૂપે ચાંદલો કરે,એને કવિ અલોકિક ફલકમાં કેટલી અદભુત રીતે સહજતાથી ગાય છે.મા પ્રતિની ભક્તિ ધૂટાઈને સમગ્ર જગતને માનાં

કંકુના રંગે રંગી નાખે છે.મારા જેવી સ્ત્રીનું ચાંદલો કરતા કંકુ ખરે તો પહેરેલી સાડી ઉપર પડે.પણ આદ્યશક્તિ માનું કંકુ ખરે ને સૂરજ ઉગે,જગતને પાવન કરે,માના કલ્યાણકારી પગલાંનું અહોભાગ્ય જગવાસીઓ પામ્યાં.’જાણે પ્રભુતાએ’ કહી કવિએ ઉત્પ્રેક્ષા અલંકાર યોજી આપણને રોજના અનુભવની ભૂમિકા પરથી ઉપરનું  આધ્યાત્મિક દર્શન કરાવ્યું છે.આવો કશો અર્થ ન સમજીએ તોય ગમી જાય તેવું મુખડુ છે.વિવેચકનું કહેવું છે કે અવિનાશ વ્યાસે માત્ર   આ બે પંક્તિઓ જ લખી હોત તોય તમનું નામ યાદ રહી જાત.પણ કવિનો સર્જનનો ધોધ અઢળક ગીતો ,ગરબાઓ ગુજરાતીભાષાને આપે છે.તમારી ઉત્સુકતા મને આગળ જવા કહે છે.

મંદિર સરજાયું ને ઘટારવ ગાજ્યો,

નભનો ચન્દરવો માએ આંખ્યુંમાં આજ્યો,દીવો થવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો…સૂરજ ઊગ્યો

પૂજાની આરતીનો ધંટ જાગી ઉઠ્યો,ભક્તો નાહી ધોઈ મંદીરમાં આવી પહોચ્યા છે,ભીડભાડમાં અંબાજીની  આરતીમાં  ધક્કામૂકીના 

અનુભવ વખતે હું માની આંખમાં  નભનો  ચંદરવો જોઈ શકી નહિ પણ કવિની કલ્પના ,શ્રધ્ધા બધા અતરાયોને પાર કરી જાય છે.

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો તો ચાંદો દીવો થવા આવી પૂગ્યો. કેવા સહજ પ્રાસ અને કાઠિયાવાડી રણકો,લોકબોલી ગરબા, ગીતમાં જીવતી રહે છે.

માવડીના રથના પોખારા બોલ્યા ,અજવાળી રાતે મા એ અમૃત ઢોળ્યા ‘

છડી રે ખોસીને મોરલો ટહુક્યો  …સૂરજ ઊગ્યો

આબેહૂબ જીવત માની પધરામણીનું ચિત્ર છે.ભક્તોની આંખો બંધ હોય પણ માવડીના રથનો અવાજ સંભળાય,સંસારને  જોતી આંખો બંધ થાય પછી અતરાત્માનું -માનું દર્શન થાય.મા ત્રિશુલ અને છડી ધારણ છે.કવિ માનું રમ્ય સોન્દયરૂપ જુવે છે.માનવો ઉપરાંત મોરલા સમેતની સર્વ પ્રકૃતિ આનંદ માણે છે.ભક્તિમાં શૃગાર ,વાત્સલ્ય ,શાંત એમ નવે રસો છે.આપણા  ઉત્તમ સાહિત્ય,કવિતાનો ઉદગમ સ્ર્તોત્ર પ્રભુ પ્રત્યેની પ્રીત પુરાણ કાળથી રહ્યો હતો.પણ સમયાંતરે બધું બદલાતું રહે છે.કવિતાનો આનંદ મને ઉપનીષદના મંત્રોમાં,રામાયણ,મહાભારતમાં ,નરસિહ ,મીરાં સોમાંથી મળે છે.ગાતા નથી આવડતું તોય રોજ અનેક સ્તુતિઓ ,ભજનો ગાઈને મસ્ત રહું છું,મારી કલ્પનાને કવિતાના હિડોળે ઝુલાવું છું.અવિનાશ વ્યાસ જેવા અર્વાચીન અને મનીષા જોશી કે મહેશ રાવલ જેવા સમકાલીન કવિઓની કવિતાને પણ દિલભર માણું છું.

યુ ટ્યુબ પરના વિવિધ  ગાયકોએ આ ગીત સરસ ગાયું છે.તેમાં કેટલાક શબ્દોનો થોડો ફેર છે.મને રાસબિહારી અને વિભાબેનના કંઠે ગવાયેલું ગમે છે.ગુલાબજાંબુ ખાધા પછી રસગુલ્લાં ખાવાનું મન થાય તેમ મને ‘કંકુના સૂરજ’ના સન્દર્ભમાં  ગુજરાતી કવિતાનું એક

યાદગાર ગીત સાંભરે છે,જે વિષે લખીશ પણ  હાલ તો ગરબામાં આપણે સૌ ધૂમી લઈએ.નારીરૂપ માની શક્તિ અભયતાને ચરણે શિર વંદન. અસ્તુ

તરુલતા મહેતા  આસો સુદ સાતમ 2015

(મારા આ લેખનો હેતુ કવિતાનો આસ્વાદ છે.)

Advertisements
This entry was posted in kaavyaasvaad. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s