ફ્યુંનારલ હળવે હૈયે (૧૧) રશ્મી જાગીરદાર

Funeral home

પપ્પા , પપ્પા ! મમ્મી જો પપ્પા આવી ગયા !!!બોલતી શાલુ કારણ ને વળગી પડી અને હરખ ભેર ફરી બુમો પાડવા લાગી પપ્પા, પપ્પા મારા માટે શું લાવ્યા ?

કરણ :-” તું જ કહે શું લાવ્યો હોઈશ ?

શાલુ :-” ચીઝ અને એપલ બીજું શું ?

કરણ:-” યેસ માય ડીયર યુ આર રાઈટ .”

કુમા પણ રસોડા માંથી બહાર આવી ને ખુશી ના માહોલ માં ગોઠવાઈ ગઈ તેનું મન જાણે ખુશી થી થનગની ઉઠ્યું હતું અને ગઈ રહ્યું હતું , ” મેરા છોટા સ દેખો એ સંસાર હે …”

આજ સમયે બહાર ડોરબેલ વાગ્યો ,હું ખોલું છું કહી કુમાએ ડોર ખોલ્યું.બહાર પડોસી નો નોકર ઉભો હતો .

કુમા :- રામુ શું થયું ? કામ હતું ?

 રામુ :- બેન , પરીખ સાહેબ બોલતા જ નથી કહી રામુ રડી પડ્યો .

તરત જ કારણ અને કુમા પડોશ માં ગયાં , જોયું તો ખરેખર પરીખ ભાઈ બેભાન જ હતા , તરત ફોન કરી ને ડોક્ટર ને બોલાવ્યા , ડોક્ટર  આવી ને કંઈ કરી ના શક્યા ફક્ત એટલું જ બોલ્યા ” હી ઈઝ નો મોર “

કરણ કહે :-” રામુ , પારુ ક્યાં ?

રામુ :-” બેન તો કોલેજ ગયા છે, તે ગયાં ત્યારે તો સાહેબ ને કઈ નહોતું “

   તરત જ કરણ સ્કુટર લઇ પારુ ને લેવા ગયો . કરણ ને જોતાં જ પારુ સ્તબ્ધ થઇ ઉભી રહી . કરણે કહ્યું, “બેન પારુ, ઘરે ચાલ તારા પપ્પા ની તબીયત બગડી છે .” પારુ બોલ્યા વિના સ્કુટર પર બેઠી , ઘરે પહોચતાં જ તેને ખ્યાલ આવી ગયો

હતાશ પારુ વિચારી રહી બે વર્ષ પહેલાં તેની મમ્મી  તેને છોડી ગય્યેલી  ને હવે પપ્પા ! તેણે પરાણે સ્વસ્થતા કેળવી અને તેની દીદી – ધર્મી ને ફોન કર્યો , તે સાસરે હતી પણ ગામ માં જ સાસરું હતું એટલે થોડીવાર માં તે આવી પહોચી બંને બેનો ભેટી ને ખુબ રડી

પછી પારુ કહે , ” દીદી પપ્પા નું ફયુનરલ ને બધી જ ક્રિયા હું કરીશ , પપ્પા ને દીકરો નથી પણ આપણ ને તેઓ એ દીકરાથી વિશેષ ગણી ને ઉછેર્યા છે , દીદી તું સંમત છે ને ?”

ધર્મી તરત જ સંમત થઇ કહે “તું મારી બોલ્ડ અને હિંમત વાળી નાનકી બેન છે”

કરણ અને કુમા  બધી વાતો સાંભળતા હતા તેઓ મોડે સુધી રોકાયા અને પારુ-ધર્મી ને જરૂરી બધી જ મદદ કરી બે કલાક માં બધા સગાવ્હાલા અને સંબંધીઓ ભેગા થઇ ગયા .  બધી જ વિધિ બે બહેનો એ કરી ,એટલુજ નહિ ,પરીખભાઈ ને ખાંધ પણ બે બહેનો એ અને જમાઈ એ તેમજ કઝીન ભાઈ એ આપી .   બધા દિવસ બ્રાહ્મણ ની સલાહ પ્રમાણે પારુ એ જ વિધિ કરી .

સિદ્ધપુર સરાવવા જવા માટે બંને બહેનો , કાકા , કાકાના દીકરાઓ ,જમાઈ અને અમુક બીજા સગા નીકળ્યા .

      સિદ્ધપુર પહોચી ત્યાં બ્રાહ્મણ ને મળ્યા બધી તૈયારી થઇ એટલે બ્રાહ્મણ કહે , “ચાલો જજમાન સરવા કોણ બેસે છે ? આવી જાવ .

સાંભળી ને પારુ પાટલા પાસે ગઈ બેસવા માટે ,બ્રાહ્મણ કહે અરે બેન સરાવવા બેસનાર ને બોલાવો જલ્દી .

પારુ કહે ,: -” મહારાજ હું જ સરવીશ “

બ્રાહ્મણ કહે , :-” બેન , કોઈ ભાઈ ને મોકલ તું આ ક્રિયા ના કરી શકે “

 પારુ :- ” કેમ  હું ના કરી શકું ? મારા પપ્પા ને દીકરો નથી અમે બે બહેનો જ છીએ તો ?”

બ્રાહ્મણ : -” તો એટલે શું? શાસ્ત્રો માં સ્ત્રી ને આવી કોઈ ક્રિયા માટે પરવાનગી નથી . માટે ગાંડી થા માં ને કોઈ ભાઈ ને બોલાવ.”

પારુ :- ” મહારાજ વિધિ તો હું જ કરીશ તમે બેસો “

બ્રાહ્મણ :- ” આવું ઘોર પાપ મારાથી નહિ થાય તું બીજા કોઈ મહારાજ ને શોધી લે .” કહી તેઓ ઉઠી ને જતા રહ્યા . ત્યાં ઘણા  બ્રાહ્મણો હતા એટલે ચિંતા નથી તેવું લાગ્યું , પણ પછીતો જેને પૂછે તે એકજ વાત પર અડી ને  ઉભા રહે કે, સ્ત્રી આ વીધી કરી જ ના શકે છેવટે પારુ એ મામલો હાથમાં લીધો તેણે બધા બ્રાહ્મણો સંભાળે તે રીતે મોટે થી કહ્યું , ” માર પપ્પા ની ઈચ્છા હતી , એટલે હું વચન થી બંધાયેલી છું તો

તમારા માંથી જે બ્રાહ્મણ ઈચ્છે તે વિધિ કરાવે પણ કરીશ તો હું જ “

બધા મહારાજ એક સાથે બોલી ઉઠ્યા ,”આ કામ શાસ્ત્રો વિરુદ્ધ છે, એટલે બેન, તું અમને ધર્મ સંકટ માં ના  નાખ, અને ભલી  થઇને  કોઈ સગા ને -ભત્રીજા કે ભાણીયાને બોલવ હોય તો “

હવે પારુ જાણે રણચંડી બની ! તે કહે :- ” હવે થોડી વાર માં કોઈ વિધિ નહિ કરાવે તો હું જાતે જ વાંચી ને બધી વિધિ કરીશ. પણ તે પહેલાં હું તમને પૂછું તેના જવાબ આપો જો મને સચોટ રીતે સમજાવી શકશો તો હું તમારી વાત માની લઈશ બસ ? હવે આપ કહો છો કે સ્ત્રી આ વીધી ના કરી શકે બરાબર ?”

મહારાજ કહે “હા બેન, એજ તો વાત છે “

 પારુ કહે , : -” હવે એ કહો મારો જે આત્મા છે તે સ્ત્રી નો છે ને તમારો પુરુષ નો તે તમને દેખાય છે ? હા કે ના ?

 મહારાજ કહે ,: – ” ના દેખાય ગાંડી શરીર દેખાય આત્મા દેખાતો હશે ?”

પારુ : – “હવે  એ કહો આત્મા એ પરમાત્મા નો અંશ છે ?”

 મહારાજ કહે  “છે સ્તો પણ એનું શું છે ?”

પારુ કહે , :- ” પરમાત્મા નો જે અંશ — એટલે કે આત્મા , તમારા માં છે , તેજ મારા માં પણ છે બરાબર? તમે વિદ્વાન થઇ ને આ નાશવંત શરીર  પર થી મને સ્ત્રી અને તમને પુરુષ કહો છો? મને તો એવી ખબર છે કે જીવ માત્ર માં આત્મા સરખો જ છે જે ઈશ્વર નો જ અંશ છે

  બધા બ્રાહ્મણો તો વિચારતા રહ્યા  કે આ ગાંડી છોકરી એના બાપ ને નર્ક માં નાખવા બેઠી  છે ,પણ અત્યાર સુધી દુર ખૂણા માં બેઠેલા એક વૃદ્ધ મા’રાજ હવે બોલ્યા ,” દીકરી તું અહીં મારી પાસે  આવ , તારે તારા પપ્પા ને માટે સરાવવાની

વિધિ કરવી છે ને ? મારી ૯૦ વર્ષ ની જિંદગી માં, ક્યારેય આવું બન્યું નથી કે સાંભળ્યું નથી, પણ તારી બધી જ વાત સાચી છે, આત્મા તો બધાનો સરખો જ હોય પછી તે સ્ત્રી હોય કે પુરુષ , પશુ હોય કે પક્ષી  . વળી તારા પિતાનું ભલું તારાથી વધારે કોણ ઈચ્છી શકે? તેઓ માટે સ્વર્ગ ના દ્વાર ખોલવા તારાથી વધારે સક્ષમ કોણ હોઈ શકે ?

અમે જિંદગીના છેલ્લા તબક્કા માં પણ જે ના સમજી શક્યા તે તું અત્યાર થી સમજે છે તું ખુબ નાની છે પણ અમારા સૌ ની ગુરુ માનવી પડે એવી છે, ચાલ આવી જા બેટા , હું તને બિલકુલ શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક સરાવવાની વિધિ કરાવું “

 અત્યાર સુધી  હિંમતભેર રણચંડી બની રહેલી પારુ રડી પડી અને મહારાજ ને પગે લાગી ને કહે , ” દાદા, આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે આપ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરાવશો જ તમાં મને કોઈ શંકા નથી , પણ દાદા, મારા પપ્પા એવું જીવન જીવી ને ગયા છે કે , સ્વર્ગ પામવા માટે તેમને  આપણી કોઈ ની જરૂર નથી .

           આ બધી વાતો ના મુક સાક્ષી રહેલા કરણ , કુમા અને શાલુ, મન થી પારુ ને બિરદાવી રહ્યા હતા ત્યાં વાત વાત માં કરણ કહે,” બેટા શાલુ , મારા મૃત્યુ  પછી ફ્યુંનરલ વિધિ તું જ કરજે પણ હળવે હૈયે કરજે મોત નો મલાજો રાખવો પણ એનો ભાર ના વેઢાંરવો ,  તું જો ગીતા વાંચતી રહીશ તો સમજવું અઘરું નથી “

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s