ફીલ્મ સમીક્ષા (૫)રશ્મિ જાગીરદાર

ફિલ્મ —જોય ઓફ ગિવીંગ

અનુરાગ કશ્યપ ફિલ્મ્સ પી.વી.ટી. એલ.ટી.ડી.પ્રેઝન્ટેશન

વાર્તાકાર ( લેખક ) —-કલ્કી કોચલીન

દિગ્દર્શક ——શ્લોક શર્મા

છબીકલા દિગ્દર્શક —–મિલિન્દ શ્રીન્કે

મ્યુઝીક —– કરન કુલકર્ણી

એડિટર —-શ્રેયસ

લોકેશન — અઝીઝ મર્ચન્ટ

કલાકારો —-ઉદય ચંદ્રા , નમન જૈન , મુરલીકુમાર.

             આ ફિલ્મ એક ટૂંકી ફિલ્મ છે આવી ફિલ્મો માં કોઈ અસરદાર સંદેશ અપાતો હોય  છે,  જે  ઓછા માં ઓછા પાત્રો દ્વારા, ઓછા સંવાદ વડે અભિનય ના ઊંડાણથી   રજુ કરવામાં આવે છે. આ ફિલ્મ ની કથા કલ્કી કોચલીન દ્વારા લખવામાં  આવી  છે , કલ્કી એક ઉમદા અભિનેત્રી  તો છે જ ઊપરાંત આવી અસરકારક વાર્તા લખવામાં પણ    નિપુણ છે.  “આપવાનો આનંદ” એ મુદ્દા ને લઇ ને , ઓછા સંવાદો અને ઓછા પાત્રો થકી  પોતાની વાત જે કુશળતા થી રજુ કરી છે તે કાબિલે તારીફ છે. એક બાળક જે સંપૂર્ણ નિર્દોષ અને માસુમ છે , તે હોટેલ માંથી બિસ્કીટ ચોરીને  પોતાના બીજા અનાથ મિત્રો ને ખવડાવે છે. આ કામ તેના માટે એક દિવસ નું નથી કારણ કે પેટ નો કુવો એકવાર પુરાવાથી પુરાતો નથી.  આવા જ કોઈ એક દિવસે એક આધેડ ઉમરના ભાઈ એ બાળક ને ચોરી કરતાં જોઈ જાય છે , પકડવા માથે છે મુરલી નામના માણસ ને બુમ પડી ને પકડવા કહે છે પણ ચંચળતા નું સ્વરૂપ ધારણા કર્યું હોય તેમ બાળક ભાગી જાય છે.બીજીવાર પણ તે ભાઈ, બાળક ને ચોરી કરતાં જોઈ લે છે પણ પકડી શકતા નથી ને એનો પીછો કરીને  ત્યાં જઈ પહોચે   છે જ્યાં તે બાળક બીજા બાળકો ને બિસ્કીટ ખવડાવી રહ્યો  હોય છે,   ત્રીજીવાર તે બાળક ને પકડી ને ચોરી કરતાં અટકાવી   પોતે  બિસ્કીટ ભરી આપે છે   અને એમ કરી ને પોતે પણ આપવા નો આનંદ લે છે!!!વાર્તા તો આટલી જ છે પણ દિગ્દર્શક શ્લોક શર્માની કમાલ આપણ ને દેખાઈ આવે છે, બાળક જયારે મિત્રો ને બિસ્કીટ આપવા જાય છે ત્યારે બધા બાળકો ખુશ થઇ ખાતા હોય છે અને એ વાત નો આનંદ તે બાળક ના ચહેરા પર આપણે  જોઈ શકીએ છીએ.  અહિ એક બીજું બાળક આપણ ને   બોલતું સંભળાય છે ,” સુપર મેન મુઝે ભી  બિસ્કીટ દે  ના!” સૌ બાળકો માટે તે ચોર બાળક સુપરમેન છે તે એક વાક્યથી જ સમજાવે છે .

 અને તે ના અનુસંધાન રૂપે બાળક જયારે ત્રીજીવાર પકડાય છે ત્યારે સુપરમેન નું મોહરું પહેરેલો બતાવે છે , ઉપકારવશ પેલો બાળક આધેડ ભાઈ નો થેલો લઇ ને ભાગે છે પણ કેમ?

                   વાર્તા ને રજુ કરવામાં અભિનય ના ઊંડાણ આપણ ને ડગલે ને પગલે  જોવા મળે છે, બાળક તો માસુમ છે તે ચોરી જેવો ગુનો પણ બિલકુલ અજાણતા ને સમજ્યા વગર પણ સંપૂર્ણ નિષ્ઠા થી કરે છે, તેનો  ધ્યેય તો ભૂખ્યા મિત્રો ને ખવડાવવાનો જ છે, તેઓ ને ખાતા જોઈ ને પોતાને થતી ખુશી તે ગઝબ રીતે હસી ને દર્શાવે છે ,  તે પકડાતો નથી ને ભાગી જાય છે ત્યારે , આ સંજોગો માં પણ હસે  છે!!! છેલ્લે પેલા કાકા નો થેલો લઇ ને ભાગે ત્યારે બે ઘડી કાકાની સાથે આપણે પણ ચિંતા માં પડીએ છીએ અને ત્યાં જ તે કાકાનો ભાર ઓછો કરવા થેલો લઇ ને ભાગ્યો હતો તે માત્ર એક નજર નાખીને સમજાવે છે     તો સામે એ આધેડ કાકાપણ  “રફ અને ટફ” દેખાતા હોવા છતાં કેટલા નરમ દિલ ને ઉમદા માણસ હતા તે  પડદા પર ની તેમની હાજરી દરમ્યાન સતત  જતાવતાં રહે છે.અને આમ હરેક સીન માં માત્ર આભિનય ના ઊંડાણથી  આખી વાર્તા ને શબ્દો ની મદદ વગર રજુ કરે છે એ જ ફિલ્મ ની પરાકાષ્ટા છે.

છબી કળા ની વાત કરીએ તો દરેક દ્રશ્ય ને અનુરૂપ વાતાવરણ , દિવસ ની શરૂઆત ને પડતી સાંજ તેમેજ ચહેરા ના ભાવો ને સ્પસ્ટ કરવાનો પ્રયાસ એ ફોટોગ્રાફી નો   કમાલ  જ કહેવાય, ખાસ તો કાકા સળિયા માંથી રૂમ ની અંદર નું દ્રશ્ય જુવે છે ને અંદર નું દ્રશ્ય પણ ખુબ સમજપૂર્વક   કંડાર્યું છે. આ બધા સાથે મ્યુઝીક નો જે સમન્વય થયો છે તે   પણ ફિલ્મ ને અવોર્ડ વિનર બનાવવા માં પોતાનો ભાગ ભજવે છે બજાર  માં સંભાળતા ફિલ્મી ગીતો અને   રેડિયો માં ચાલતું સંગીત, સમય અને વાતાવરણ નો તાગ સમજાવે  છે. આ  દ્રશ્યો જ્યાં લેવાયા છે તે લોકેશન ની પસંદગી માટે આપણે અઝીઝ મર્ચન્ટ ને શ્રેય આપવો જ રહ્યો !!!

                   આમ જયારે કોઈ ફિલ્મ ના બધાજ પાસા સંપૂર્ણ ને  શાનદાર હોય ત્યારે તે ફિલ્મ ને અવોર્ડ વિનર બનતાં કોઈ ન રોકી  શકે, ટૂંકી ફિલ્મો ની જાન    એટલે તેની સદેશ વાહક જાનદાર સ્ટોરી અને અદ્ભુત અભિનય નો સમન્વય અને અનુરૂપ દિગ્દર્શન અને  ફોટોગ્રાફી તો વળી  લોકેશન ની પસંદગી પણ એટલી જ મહત્વ ની     ગણાય. “જોય ઓફ ગિવીંગ ” ના સઘળા પાસા શાનદાર છે એટલેજ તે મઝેદાર છે અને અવોર્ડ વિનિંગ ફિલ્મ છે.

                બેઠક માં આ વિષય રાખી ને અમારે માટે જુદી  જ દિશા ના દ્વાર ખોલવા બદલ , વિજયભાઈ , પ્રજ્ઞાબેન અને સંકળાયેલા તમામ નો જેટલો  આભાર માનું તેટલો ઓછો છે  , આભાર  —   રશ્મિ જાગીરદાર

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s