બેઠકનો આ મહિનાનો વિષય છે,ફિલ્મ સમીક્ષા (3)

મિત્રો,

જયશ્રીબેનનો સચોટ અભિપ્રાય આપણને સૌને જાગ્રત કરે છે.રીવ્યુના સ્ટારને જોઈ મૂવી વિષે ઉત્કંઠા જાગે છે.જો કે મોટાભાગના લોકો મનોરંજન માટે મુવી જુએ છે,રૂટીનમાંથી છૂટવા મૂવી જુએ છે.રોજની હાડમારીવાળી જીદગીમાંથી છટકબારી શોધતાં થીએટરની બારીએ પહોંચી મોધા ભાવની મૂવી ટીકીટ ખરીદે છે.પોતાને પ્રિય એક્ટર એક્ટ્રેસ જે મૂવીમાં હોય તે જુએ છે.પણ આ લોકોને મૂવીમાં એક્શન,થ્રીલ,રોમાન્સ ઉપરાંત ધમાકેદાર સંગીત દિલ ડોલે તેવા ગીતો, ચટાકેદાર સંવાદો પણ જોઈએ.કેટલીકવાર ફોર સ્ટાર મળેલી સત્યજીત ‘રે ,શ્યામ બેનેગલની ,કાંતિ મડીયાની કે કેતન મહેતાની  ફિલ્મો સુરુચિ ધરાવતાં પ્રેક્ષકોમાં વખણાય છે.બીજી બાજુ સારી અને લોકપ્રિય મૂવીઓ પણ છે.’સ્લમ ડોગ મીલીન્યોર ‘,ગાંધી ‘એવી અનેક આપણે સોએ જોયેલી છે.આમીર ખાનની ફિલ્મો બધાને રીઝવે છે.

ટુંકમાં જયશ્રીબેનની વાત સરસ છે,ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું કામ તો અધરું છે,પણ રીવ્યુ કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું છે.તેમાંય ડેન્ચર હોય તો?પણ આ સાહસ આપણે જરૂરથી કરીશું.એક તો પ્રેમ કરનારા બોલ્ડ હોય છે,’પ્યાર કિયા તો ડરના કયા ?’ મેં પ્રેમલગ્ન કરેલા ત્યારે ‘મોગલેઆઝમ’ફિલ્મ ચાલતી હતી.મેં  અને મારા સ્વીટહાર્ટે બોલ્ડ પગલું લીધેલું,લોકો અમને પ્રેમમાં આધળુ

સાહસ કર્યાનું કહેતા હતા.અમારી દશા ‘માહી પડ્યા તે મહાસુખ માણે ‘તેવી હતી અને છે.

આપણે સૌ ગુજરાતીભાષાના પ્રેમમાં  છીએ.ગુજરાતીમાં આપણે પ્રસ્તાવના લખી ,રસાસ્વાદ લખ્યા હવે મૂવીનો રીવ્યુ પણ લખીશું।કલમ ઉઠે તો ગુજરાતીમાં,વિષય ગમે તે હોય.અરે ,છણાવટ,અવલોકન  નહી તો ગુજરાતીભાષાનું પોત વણીશું.આપણે બોલ્ડ થઈશું,એક જમાનામાં નર્મદે ગુજરાતી ભાષાને ખોળે માથું મૂક્યું હતું, આપણે સૌ ગુજરાતી ભાષાના  પાલવમાં વહાલથી રમીશું.

પ્રેમમાં બધી ક્ષતિ માફ। આજકાલ બ્લોગ ઉપરના લખાણોમાં ભાષામાં ધણી ક્ષતિ જણાય છે,પણ ગુજરાતીનો ઉપયોગ થાય છે.એટલે ગુજરાતી જીવંત રહે છે.

બીજું કારણ પ્રજ્ઞાબેને સૂચવેલી ફિલ્મ ગમી જાય તેવી ,માનવના સ્પીરીટને પ્રેરણા આપે તેવી છે,શોર્ટ છે,આપણે તેનો ટુંકો કે લાંબો રીવ્યુ લખીશું ,કલમને અને મગજને કસોટીના પથ્થરે કસીશું,’માહી પડવાની મઝા માણીશું।

તમે મને પૂછી શકો કે મેં આ પ્રીવ્યું કેમ લખ્યો? મેં કદી રીવ્યુ કે પ્રીવ્યુ લખ્યો નથી પણ તમારી હિમતે લખી શકીશ એમ માની દુસાહસ કર્યું છે.  (આવતા હપ્તે ‘જોય ઓફ ગીવીગનો’રીવ્યુ તમને ગીવ કરી જોય લઇશ.’)

તરુલતા મહેતા 4થી ઓક્ટોબર 2015

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s