વૈરાગ- સરયૂ પરીખ

વૈરાગ

હળવે હસીને સૌ  સમી ગયા સ્પંદન,
મનમાં દ્રવી ને ધીમે  સરી ગયા ક્રંદન.
અંતરની  આશ-રજ  શોધતી   હતી,
તે ચરણોમાં આવીને આજ કરું વંદન.

નયણાની  કોરમાં  ઈર્ષાની  આંજણી,
આંસુની   છાંટ  લઈ  ઠારી  અગન.
અંધારા આંગણમાં કિરણોની આરતી,
સુરખી  સોહાય  દિલ  મ્હાલે મગન.

ઘેરા  ઘોંઘાટ પાર, મીઠા એ  મૌનમાં,
અંતર  ઝપતાલ  સાથ  લાગી  લગન.
વાયુને  વિંઝણે  ઝુલે  રે  ડાળ  સખી,
શીતળ   હૈયે   હરખ   રચતી   કવન.

દાણે  દાણે  વળી  દાડમડી  ફૂટી  ને,
અંકુર  ઉલ્લાસ  દસે  દિશમાં  રેલાય.
રંગે   વૈરાગે   સજી   ગેરુવે   પટોળે,
માટી ખંખેરી, હીંચુ  હેમને  હીલોળ.

સરતી  ગઈ  માયા, ઉતરી  રે  કાંચળી,
જાગે  વિરાગ  નાદ, વાગી  રે વાંસળી. ——

રસ-સભર વૈરાગ.

—————————–

ખુબ સુંદર અનુભવ.. ખુબ ઉંચી વાત જે અમુક ઉંમરે પહોંચ્યા પછી જ વાંચવી ગમે અને માણી પણ શકાય. કવયિત્રી નું કવન ખુબ સુંદર રીતે ખીલે છે એ ઘટના કહેતા કહેતા

હળવે હસીને સૌ  સમી ગયા સ્પંદન,
મનમાં દ્રવી ને ધીમે  સરી ગયા ક્રંદન.
અંતરની  આશ-રજ  શોધતી   હતી,
તે ચરણોમાં આવીને આજ કરું વંદન.

સાંસારીક વાતોથી ભરેલ સૌ સ્પંદનો અને ક્રંદનો જ્યારે શમી જાય ત્યારે થતી અંતર ખોજ એક જ હોય અને તે પ્રભુ શરણ અને તેમના ચરણ ની રજ પ્રાપ્તિ કે તેમનામાં શમાવાની આશ જે પુરી થાય તો મુક્તિ પ્રાપ્તિ જે દરેક જાગૃત આત્માની અંતિમ ચાહના હોય છે. આ આખી ઘટનાનું વર્ણન ખુબ જ સહજ અને તરલ રીતે વર્ણવતા તેઓ કહે છે

નયણાની  કોરમાં  ઈર્ષાની  આંજણી,
આંસુની   છાંટ  લઈ  ઠારી  અગન.
અંધારા આંગણમાં કિરણોની આરતી,
સુરખી  સોહાય  દિલ  મ્હાલે મગન.

ઘેરા  ઘોંઘાટ પાર, મીઠા એ  મૌનમાં,
અંતર  ઝપતાલ  સાથ  લાગી  લગન.
વાયુને  વિંઝણે  ઝુલે  રે  ડાળ  સખી,
શીતળ   હૈયે   હરખ   રચતી   કવન.

ઇર્ષાનો અગન આંસુએ ઠાર્યો, અંધારા આંગણામાં કિરણોની આરતી, ઘેરા ઘોંઘાટ મહીં નીપજે મીઠું  મૌન, અંતરે પ્રભુ નામનો જપતાલ અને શીતળ હૈયે હરખ ભેર રચાતી કવિતા આ બધા ચિન્હો છે એ યાત્રાનાં કે જેના અંતે

દાણે  દાણે  વળી  દાડમડી  ફૂટી  ને,
અંકુર  ઉલ્લાસ  દસે  દિશમાં  રેલાય.
રંગે   વૈરાગે   સજી   ગેરુવે   પટોળે,
માટી ખંખેરી, હીંચુ  હેમને  હીલોળ.

સરતી  ગઈ  માયા, ઉતરી  રે  કાંચળી,
જાગે  વિરાગ  નાદ, વાગી  રે વાંસળી. ——

કાવ્યનાં સર્વ શ્રેષ્ઠ કલ્પનો  અંતે આવે છે… મારું અણુ અણુ જાગૃત-જીવિત થઈ ઉઠ્યું…. અને એ નવા અંકુર-નવા વિચારનો ઉલ્લાસ દસે દિશમાં રેલાય…  રંગે વૈરાગે સજી ગેરુવે પટોળે, …માટી ખંખેરી, હિંચુ હેમ હીલોળ.. સરતી ગઇ માયા જેમ કાંચળી  ઉતરે…જાગે વિરાગ નાદ વાગીરે વાંસળી. આ દરેક પદ ક્રમ બધ્ધ રીતે મોક્ષ તર્ફ દોરી જતી દીસે છે. હા, અને વાગી રે વાંસળી કહીને કૄષ્ણ સાક્ષાત્કાર કે આત્માનું પરમાત્મા મિલન નો ભાવ સુચવી જાય છે.

સરયૂબેન નો સાહિત્ય પ્રેમ ગુજરાતી સાહિત્ય સરિતામાં અમે પૅટ ભરીને માણ્યો છે.. વિકાસની પળોમાં ઉચ્ચતા પામતા સરયૂ બહેનનું આ કાવ્ય સંપૂર્ણ પણે ભક્તિ કાવ્ય નથી પણ નિજાનંદની અનુભૂતિ સંપૂર્ણ અને સાદ્યંત જણાય છે. ગર્વ લઇ શકાય તેવા ગુજરાતી સાહિત્ય સરિતા ઘરાણાનાં ઘણા સર્જકોમાંનાં તે એક છે.

શત સત સલામ આપને અને આપના કાવ્ય કર્મને

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

One Response to વૈરાગ- સરયૂ પરીખ

  1. SARYU PARIKH કહે છે:

    વિજયભાઈનું મારા કાવ્ય વિષેનું લખાણ વાંચી આનંદ અને આભાર. તેમના પ્રોત્સાહનથી આપણા અનેક મિત્રોને લખવાનો ઉત્સાહ મળતો રહે છે. નમસ્તે. સરયૂ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.