સેતુ (૧૦) વિજય શાહ

સેતુ

પ્રકરણ ૧૦

પ્રહલાદબાપાએ એમ તો ઘાટ્ઘાટ્નાં પાણી પીધેલા તેથી થોડોક સમય ગયો અને તેઓ પાછા બીજા ઘાટ માટે તૈયાર થઇ ને બેઠા હતા. ચારેક મહીના પછી કાર્તિકને ફોન ઉપર કહે આપણ ને આ વખતે રેટ કોંટ્રાક્ટ મોટો મળ્યો છે તારું ભણવાનું કેટલે આવ્યુ?

“ કેમ દાદા એમ પુછ્યુ?”

“મને એમ છે ક એ તુ બીફાર્મ થઇ જાય ત્યાં સુધી ઇન્જેક્ટીબલ અને કાર્સીનોજીનેટીક દવાઓ માટે વાયલ ડીવીઝન શરુ કરાવી દઉં.”

“ના. દાદા તમને હું નહીં પરવડુ કારણ કે મને તો પગાર ડોલરમાં જોઇએ અને તે બે જણ નો કારણ કે કેયા પણ મારી સાથે તૈયાર થઇ જશે.. અને લગ્ન પછી તો અમે સાથે રહેવાનાને?”

“અરે ભલા માણસ તુ તારા દાદાને શું કાચો પોચો માને છે?”

ના દાદા! એમ નહીં જે કામ માટે ત્યાં તમને અનુભવી માણસ અડધા કરતા ઓછા પૈસે મળતા હોય ત્યાં તમને નવા માણ્સ તરીકે નુક્શાન ના કરાવાયને?”

“ના. એવું નહીં. ઘી ઢળ્યું તો તે ખીચડીમાં ને?”

“ દાદા તમારી મશીનરી ઇન્વેંટરી અને બધુ અહી કરતા નીચું હોય અને મને મઝા ના આવે.”

“ અરે બેટા મને તો એમ છે કે તું અહી આવે તે પહેલા પ્લાન્ટ્ને હું એફ ડી એ એપ્રુવ કરાવી લેવાનો છે જેથી અમેરિકામાં આપણે આપણી દવાઓ વેચી શકીયે.”

“ દાદા તમારી વાતો માનતા પહેલા પપ્પાની અને શકુબા ની સલાહ લઈશું” – કેયા વચ્ચે ટહુકી.

“ભલે આતો અત્યારથી આ કંપની નાં વિકાસમાં હિસ્સેદાર બનો તેથી મેં વાત કાને નાખી.”

“આભાર દાદાજી અમને કોઇ સ્પેશ્યલ ફેવર નથી જોઇતી પણ..તમે જેમ વાત કહી તેમ જ મેં મારો અભિપ્રાય આપ્યો.. ફાઇઝર અમને અત્યારથી એપ્રેંટીસ ટ્રૈનીંગમાં લાખ ડોલરથી લેવા તૈયાર છે. ફક્ત બીફાર્મ થયાનું સર્ટીફીકેટ આપીયે એટલે પાકી નોકરી દોઢ લાખથી શરુ થાય. એટલે વિચારવું પડેને? ક્યાં ફાઇઝર અને ક્યાં બેંગાલ ફાર્મા?”

પ્રહલાદ બાપા એમ હારે તેવા ક્યાં હતા?” દીકરા તુ ફાઇઝર બનવાની દીશામાં બેંગાલ ફાર્માને મુકી દેને હું તેનાથીય ક્યાય ઉંચે લૈ જઇશ.”

“ દાદા બી ફાર્મ થઇ જાઉ ત્યારે વાત કરીશું.. શકુ બા કેમ છે? કાર્તિક ટાઢે પેટે પ્રહલાદ બાપાને ઓફ ટ્રેક કર્યા.

શકુબાએ કેયા સાથે સારી એવી વાતો કરી.. જો કે તેમની તબિયત પણ સારી રહેતી નહોંતી. માણેક બાગ વાળો પ્લોટના ભાવો ભડકે બળતા હતા કશું કર્યા વીના ૫૦ લાખ મળતા હતા.. રોમાનાં લગ્ન અમેરિકા કરવાના હતા.. નાના પાયે અને કોઇને બોલાવવાનાં મતમાં કીર્તિ ન હતો.પણ શકુબાની આછી પાતળી તબિયતે પ્રહલાદ બાપા અને શકુ બાની ટીકીટો કઢાવી. પ્રહલાદ બાપાને તે ના જચ્યુ તેથી ચાર ટીકીટો હ્યુસ્ટન ની દીકરા અને દીકરી ની કઢાવી અને શકુબા કહે કન્યાદાન માટે દાગીનો લેજો અને ભેટ માટે ગણતરી રાગીણી અને કેયાની કરજો.. મફત ટીકીટનો આનંદ આમ ભેટનાં નામે વળાઇ ગયો.

તેમની આશા વિરુધ્ધ હ્યુસ્ટનમાં લગ્ન બહું જ નાના પાયે હતુ. પાંચ કુટુંબી સાથે જાન આવી અને દસ જણા રોમાની તરફે.. અને કન્યાદાન ના નામે સહુ ખર્ચ બેંકમાં ફીક્ષ્ડ ડીપોઝીટ સ્વરુપે મુકાઇ ગયો.પાછા વળતા લંડન રીસેપ્શન હતું દુબાઇ અને અબુધાબી થોડોક સમય રોકાઇ અને આખુ પુજારા પરિવાર અમદાવદ પરત થયું ત્યારે મનમાં ભાવ પાણી સમા અને સમય બગડ્યાનાં અહેસાસો હતા.

શકુબા ખાલી એમ કહેતા હતા કે બરોબર જ કર્યુ છે તેની તબિયત કોઇ પણ ભાર ઝીલી શકે તેમ નથી. જો કે સાધના એ વટ વહેવાર બરોબર સાચવ્યો.. પણ રાગીણી નાં લગ્ન સામે આ લગ્ન સાવ ફીકુ હતુ. એમ યશ અને પુલીનકુમાર કહેતા હતા.

કેયા થોડીક અતડી રહેતી હતી પણ તે સિવાય લગ્ન સંપૂર્ણ હિંદુ વિધિ સહ થયુ કાર્તિક તેને જાળવવાને બદલે રાગીણી જીજાજી અને રોમા વચ્ચે અટવાતો હતો.. ખાસ તો રાગીણી બેજીવાતી હતી અને ભરત પટેલ કુટુંબમાં ઉત્સાહ બહુ હતો.. તેમને ત્યાં ૨૫ વર્ષે પુત્ર જન્મ થવાનો હતો.

સમય તેની મંથર ગતિએ વહી રહ્યો હતો..કીર્તિ જોઇ રહ્યો હતો કે કેયા અને કાર્તિક વચ્ચે ક્યાંક ખેચમતાણી ચાલી રહી છે..પાંચમા અને છેલ્લા ફાર્મસીનાં વર્ષોમાં આ તણાવ તકલીફ દાયક થઇ શકે ત્યારે એક સાંજે રાકેશ્ભાઇને પોતાના મનની વાત કહેતા કીર્તિ એ કહ્યું આ બે જણા જિંદગીનાં નાજુક અને સુંદર તબક્કે બહુ ખુશ લાગતા નથી.

મને લાગે છે આપણે કશુંક કરવુ જોઇએ.

આ વાત થી રાકેશ્ભાઇની આંખો ભરાઇ આવી. તે કહે તમે સાચુ જ જોયુ છે. કેયા ને હું કહી કહી ને થાક્યો કે

પારખાં ના હોય ઝેરના કદીયે પ્રેમમા, પ્રેમ તો પ્રેમી દિલોમાં વહાલે તોલાય છે.-

-શૈલા મુન્શા

“એટલે?”

“ છેલ્લુ વર્ષ છે તેમ કહીને તે ગાંડી “ બ્રેક” માંગે છે.”

“ બ્રેક? એટલે તે કાર્તિક સાથે નથી રહેવા માંગતી? તે બે જણા વચ્ચે કોઇ મન દુઃખ છે?

“ ના પણ બસ હવે ભણવુ છે..જાતે કશુંક બનવુ છે.

“ ફાર્માસીસ્ટ તો બનશે જ ને?”

“ હા પણ બંને એ વિષયો જુદા લીધા છે”

“હેં?”

“આવો આજે સાંજે તે લોકોના પ્રિય સ્થળે આઇસ માર્બલમાં ભેગા થઇ વાત નો તોડ પાડીયે.. પેલું કહે છેને કે ડેમેજ એસ્ટીમેટ કાઢીયે અને શક્ય હોય તો પ્રેમી પંખીડામાં કોઇ ગેર સમજ થઇ હોય તો દુર કરીયે.”

“કેયા ને આઇસ્ક્રીમ ખાવા લાવવી તો સરળ છે પણ કાર્તિકને કે તમને જોશે તો મોઢામાં મગ ભરીને બેસી જશે.”

“ ચાલો એક કામ કરું છું કાર્તિકને નહીં લાવું. હું અને સાધના આવીયે છીયે અને તમે માધવી બેન ને લઇને આવો છો.

“ ભલે આમ તો બંને સમજણા અને પુખ્ત છે. આપણી મધ્યસ્થી તેમને ખપે કે ના પણ ખપે.. પાંચ વર્ષમાં આપણે બધું જોયું અને સાંભળ્યુ છે પણ “બ્રેક”ની વાત જરા કડવી છે”

“ હા માધવી પણ અપસેટ છે.”

તો એક કામ કરીયે કેયાને અમે મળીયે અને કાર્તિક્ને તમે મળો અને પછી બંને ને આપણે સાથે મળીયે”.

” હા જે પણ કરીયે તે હવે જલ્દી કરવું છે “ તેમના અવાજમાં ચિંતા હતી.

ફોન મુકીને સાધનાને આ વાત કરી તો તે પણ ચિંતામાં પડી ગઈ. તે કાર્તિક સાથે પહેલા વાત કરવા માંગતી હતી કારણ કે છોકરાઓ તો કહીને ઉભા રહી જાય મોમ કેયા અને મારી વાતમાં તમે માથુ ના મારશો.”

કાર્તિક્ને ફોન લગાડી કીર્તિ એ કહ્યું રાકેશભાઇ અને માધવી બેન તને મળવા માંગે છે. તું ઘરે આવી જા સાંજે ૭ વાગે. તેઓ આવવાના છે.”

“ ભલે પણ અચાનક કેમ?”

“ કેયા સાથે કંઇક વાત થઇ છે તેના અનુસંધાનમાં..”

“ કેયાને વિશે? “

“ હા.”

“ભલે હું આવી જઈશ”

માધવીબેને પણ કેયાને સાત વાગ્યે બોલાવી અને વાત નક્કી થઇ ગઈ. કીર્તીભાઇ અને સાધના કેયાને તેમના ઘરે અને રાકેશભાઇ અને માધવી બેન કાર્તિકને કીર્તિભાઇને ત્યાં મળવાના હત્તા.

અમેરિકામાં બધાજ પ્રકારની સ્વતંત્રતા છે અને આ રીતે અંગત વાત કરતા સરખુ અંતર પણ બંને માબાપ રાખે છે. સાચી ભાષામાં પુત્ર મિત્રની જેમ બરાબર વર્તે છે.

ઘડીયાળમાં સાતનાં ટકોરે વડીલોએ ઘર બદલી નાખ્યા હતા. સંતાનો નાં મન ને તાગવા મોં પર ચિંતાઓનો ભાર લીધા વીના માધવી બેને કાર્તિકને પુછ્યુ.. “બેટા! અમે તમારી અંગત બાબતે વાત કરવા આવ્યા છીયે.. વાત કરીશને બેટા..”

“ હા કહોને મમ્મી.. તમારે પુછવાનું ના હોય?”

“ કેયા છેલ્લ બે દિવસથી ગુમ સુમ હતી. મેં તેને પુછ્યુ.. તબિયત સારી નથી? ત્યારે તે કહે મમ્મી આઇ કેન નોટ કંન્ટીન્યુ આઇ વોન્ટ ટુ બ્રેક વીથ કાર્તિક.”

“ હેં? અમારે તો બધુ સરસ જ ચાલે છે.”

“ પછી કહે મારે છેલ્લુ વર્ષ છે. ભણવું છે અને કાર્તિક સાથે એક વર્ષ “બ્રેક” લેવો છે.

“હમણા તેની સાથે ક્યારે વાતો કરી?”

અઠવાડિયા પહેલા તેણે મને કહ્યું “હું તને બી ફાર્મ માં હંફાવા માંગુ છુ એટલે આપણે બહુ મળીશું નહીં”

“પછી?”

મેં કહ્યું આપણામાં સ્પર્ધા છે જ ક્યાં? યાદ નથી તેં જ કહ્યું હતુ કે પરસ્પર ટેકાની વાત છે તેથી મેં તેને કહ્યું ભલે પણ યાર! અઠવાડીયે તારું મો તો જોવું પડે..ત્યારે એ એક ઇંચ હસી અને એક ફુટ જેટલું રડી.

“તમે જુવાનીયાઓ જબરી કલ્પનાઓ કરો છો..એક વાત નક્કી છે કે તે ડીપ્રેસ છે તે વાતની તને ખબર છે.”

“મમ્મી તમે જ કહો હું શું કરું તો તે હસે?”

રાકેશભાઇ કહે એ પહેલા તારી વાતો કરતા ધરાતી નહોંતી અને હવે એને કંઇ પણ પુછીયે તો હા કે ના માં વાત પતાવી દે છે.

કાર્તિક આર્દ્ર નજરે છત ઉપર જોઇ રહ્યો અને ધીરે થી બોલ્યો.. “મમ્મી એ પોતાની જાતે સ્પર્ધા કરે છે તેમાં હું શું કહું? મારી તો એ આજે પણ સ્વીટ હાર્ટ છે. અને બચપણ થી તેને પોતાની માની છે ત્યારે તેનો આ મારા ઉપર જુલમ નથી? મને નહીં મળવાનું? અરે ભાઇ તેના ડીપ્રેશન માટે હું કારણ નથી છતા મને પેટ છુટી વાત કરે તો તેનો નિકાલ થાયને? અને મારે શા માટે તેને નહીં મળવાનું? હું તેના ભણતરમાં ક્યાંય આડે નથી આવતો છતાય તેણે વિષય બદલી નાખ્યો.. મને પુછ્યુ પણ નહીં અને મને તે વિષય લેવા ન દેવા માટે છેલ્લે સુધી તેણે ચુપકીદી રાખી.

માધવી બહેને ફરી એક વખત કાર્તિકને પુછ્યુ “તમારા બે વચ્ચે કોઇ બાબતે ખટરાગ નથી થયોને?”

કાર્તિક કહે “ના મમ્મી ના.. અને મને તેની પ્રકૃતિ ખબર છે એવું કંઇ ન કરું કે જેથી તે ઉદાસ થાય. હું મારી જાતે કંઇ આવા ગોલ્ડન દિવસો બગાડતો હોઇશ? પણ મમ્મી તમે જ કહો આ નવું “બ્રેક્નું” ભૂતડૂ તેનાં મનમાં આવ્યું ક્યાંથી? મમ્મી પ્લીઝ તેને સમજાવો ને..ભણતર અને પ્રેમ બે જુદી વસ્તુઓ છે.ભલે ને તે યુનિવર્સિટિ ફર્સ્ટ આવે મને તો આનંદ જ છે. પણ તે મારાથી દુર જવાની વાત કરે તે તો ના ચાલે. એને મારી કોઇક વાતનું ખોટુ લાગ્યુ હોય તો તેના પગ પકડી લઇશ પણ મારાથી દુર જવાની વાત કરશે તો હું તો ગાંડો થઇ જઈશ.

માધવી બહેન અને રાકેશભાઇ જોઇ રહ્યા હતા કે કાર્તિક તો ખરું સોનુ છે.

આ બાજુ કેયા કીર્તિભાઇ અને સધનાબેન ને જોઇને સમજી તો ગઈ કે પપ્પા મમ્મીની ગેરહાજરીમાં આજે એને જે પ્રશ્ન નો જવાબ નથી આપવો તે પુછાવાનો છે.તેથી તેણે વાત ચીતની શરુઆતમાં ભેટ અને રીવાજ કરેલા દાગીનાનું પેકેટ પાછુ આપતા કહ્યું મમ્મી મારે બ્રેક લેવો છે અને તેનું કારણ પણ હું જ છું

“ કેયા બેટા તારે જે કરવુ હોય તે કરજે પણ આ “બ્રેક”નું કારણ તો આપ બેટા?”

કેયા કહે “ મમ્મી એ બધુ પછી પણ મને સરસ કૉફી બનાવીને તમને આપવા તો દો.”

કીર્તિ કહે “ બેટા આ “બ્રેક” અમેરિકન પધ્ધતિ છે અને તે ત્યારે જ અમલમાં મુકાય જ્યારે કોઇ વાંક ગુના ની સજા અપાતી હોય.”

સાધના કહે “ બેટા મારો વાંક હોય તો કહે હું મારી ભુલ સુધારીને તારી માફી માંગી લઇશ.”

“કાર્તિકની કે મારી કોઇક ભૂલ હોય તો તે કહે તો અમે પણ તારી માફી લઇશુ પણ બેટા આમ એક તરફી સજા ના સંભળાવ”

કેયા કહે “ પપ્પા કોઇનો વાંક નથી પણ મને કાર્તિક કરતા ભણવામાં આગળ આવવું છે તેથી…મહેનત કરવી છે બસ.. માટેજ એક વર્ષ તેનાથી દુર થવુ છે.

“તારું આ ઝેર પરિક્ષણ છે કાર્તિક્નો તુ ભોગ લઇશ બેટા.. જરા વિચાર કોઇક વહેવારિક રસ્તો કરો..” સાધનાબેન કરગર્યા

“પણ બેટા તું તો બધી ગીફ્ટમાં આપેલી સાડીઓ અને દાગીનો પાછો આપી રહી છે તેનો અર્થ અમેરિકન ભાષામાં અને ભારતની ભાષામાંતો એજ થાય કે તું વિવાહ તોડી રહી છે.” કીર્તિભાઇએ ખુબ જ દર્દ સાથે કહ્યું.

હા પપ્પા તો જ હું સારુ ભણી શકીશ. મને પહેલા કાર્તિક્ને જોઇને વહાલ જ આવતુ હતુ પણ હવે મને તેની સુપિરિયારિટી થી બીક લાગે છે. મારે તેના સમોવડીયા રહેવુ છે અને આ બધા ચાલુ વહેવારે તે હું નહીં કરી શકું

કાર્તિક તે સમયે રાકેશભાઇ અને માધવી બેન સાથે ઘરમાં પ્રવેશી ચુક્યો હતો.

અને તે આ છેલ્લી વાત ચીત સાંભળી ચુક્યો હતો.

“પપ્પા ઝેર તો શીવ દરેક વખતે પીએ જ છે અને તેને બચાવનારી દરેક વખત મા પાર્વતીની આણ હતીને? હું તો કમ નશીબ તેથી મા પાર્વતી જ ઝેરનો કટોરો પાય છે અને કોઇ પણ કારણ વગર.. તેથી હવે કકલવાનું મુકી દો. મારી સુપીરીયારિટિ થી દુઃખી થવું તેજ બદ કિસ્મતી છે. આ મુદ્દે છુટા પડવાનું હોય જ નહીં આ તો આનંદનો વિષય છે જેને સ્પર્ધાત્મક રીતે લઇને કેયા આખા કુટુંબની માન હાની કરે છે. ચાલો પપ્પા આપણે જઇએ.

ક્ષણની શાંતિ પછી તે કેયાને ઉદ્દેશીને બોલ્યો

કેયા એક આખુ વર્ષ તને નહીં મળુ અને સાથે પ્રાર્થના કરીશ કે તું સફળ થાય ત્યાર પછી તું બોલાવીશ તો જ તને મળવા આવીશ.. બાકી આજે તો તેં મને વિના કારણ નીલવર્ણ ઝેર આપી આખો નીલવર્ણ કરી નાખ્યો છે. પણ હા હું તો તને ચાહ્તો રહીશ જ.

કાર્તિકની વાત સાંભળતા કેયા ધ્રુસકેને ધ્રુસકે રડતી હતી માધવીબેન એકલાજ જાણતા હતા કે પુરુષપ્રધાન અને કંકાસીયા કુટુંબમાં આખી જિંદગી કેમની વિતાવાય તેજ તેનો વાંધો હતો. પ્રહલાદ બાપાનાં કંકાસોની આ પહેલી હોળી હતી. ભણી ને સમકક્ષ થવાય તો જ પુજારા કુટુંબમાં જીવાય. શકુબા કે સાધનાબેન થઇને ત્યાં ના જીવાય. અને અમેરિકન ભણતરની આતો કમાલ છે. જે દરેકને સ્વાવલંબી બનતા શીખવે છે.

રાકેશભાઇ અને કીર્તિભાઇએ છોકરાઓનો ફેંસલો સ્વિકારી લીધો. વણ જોઇતા અબોલા બે કુટુંબમાં શરુ થઇ ગયા. ૩૬૫દિવસમાંથી પહેલો દિવસ જ્યારે પુરો થયો ત્યારે ઉદાસી બંને ઘરમાં હતી. કાર્તિક નો અહં અને પ્રેમ અંદરો અંદર અથડાતા હતા કેયાએ તો અગાઉ રડી લીધું હતું એટલે તેને રાહતનો શ્વાસ લીધો.

પ્રેમ બે તરફી હોવો જરુરી છે અને બુધ્ધીની કસોટી ઉપર પણ ખરો ઉતરવો જોઇએ.સમય જતો ગયો તેમ કાર્તિક અને કેયા સ્વમાન અને સ્વાયતતાની વાતો બુધ્દીગમ્ય રીતે સમજતા થયા.પરિણામ માં કેયા અવ્વલ આવી પણ તેણે કાર્તિકને કદી ફોન ના કર્યો. ને વરસો વીતતા ગયા…

 

This entry was posted in સેતુ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s