સેતૂ (૬) વિજય શાહ

સેતુ

પ્રકરણ ૬

અમદાવાદમાં ધરતી કંપ થયો ત્યારે પ્રહલાદ બાપા અને યશનાં ફ્લેટ્સ ખાસી એવી તકલીફોમાં હતા. સદભાગ્યે તેઓ વીરપુર ગયા હતા તેથી જાત્નું નુકસાન નહોંતુ પણ ફ્લેટ્સ રહેવા લાયક રહ્યા નહોંતા ફેક્ટરી પણ નેસ્ત નાબુદ થઇ ગઇ હતી.કાર્તિક તે વખતે ૮ વર્ષનો હતો અને બંને દીકરીઓ કોલેજમાં.

પ્રહલાદ બાપા ફોન ઉપર ગદ ગદ થઇ હતા. શકુબા કહેતા કે આટલા નિરાશ અને ચુપ ચુપ તારા બાપાને મેં કદી જોયા નથી.. તેમની બધી જ અસ્કયામતો કુદરતની એક લપડાકે નેસ્ત નાબુદ કરી દીધી હતી. ઇન્સ્યોરણ્સ કેટલું આપશે અને બેંકોમાં વહેવાર શરુ કરવા માટે વ્યાજો ભરવા માટે કેટલુ જોઇશે તે વિચારી વિચારીને તેઓ હત પ્રભ થઇ ગયા છે.

હ્યુસ્ટનથી પ્લેન પકડીને કીર્તિ અને સાધના ત્યાં પહોંચ્યા ત્યારે ચિત્ર થોડુંક જુદું હતું તકલીફો તો હતીજ.. પણ જેવું ફોન ઉપર વાત થઇ હતી તેવું નુકસાન નહોંતુ.. તડો પડી હતી.. રહેવા લાયક ફ્લેટ મહીનામાં થઇ જશે તેવું ફ્લેટનાં અન્ય લોકો માનતા હતા. આંતરિક ભય હજી ફ્લેટ્માં સૌને કંપાવતો હતો.. અને બે એક દિવસ આછા આંચકા ચાલુ હતા.

આખુ ઘર ઉસ્માનપુરામાં આવેલા શફીક મિસ્ત્રીનાં ટેનામેંટમાં ખસી ગયુ હતુ. શફીક મીસ્ત્રી એટલે પ્રહલાદ ઠક્કરનો શાળાનો મિત્ર. માંગરોળ તેમના ઘરો નજીક નજીક હતા યશ અને ભાવના તેમના પરિવારો સાથે તેમના સાસારીયામાં હતા.

શફીક મિસ્ત્રી પ્રહલાદ ઠક્કર નાં વિચારોથી વાકેફ હતો. તેને ખબર હતી કે કીર્તિ તેના સાસરીયા સાથે બેસીને હ્યુસ્ટન જતો રહ્યો તેનું તેને પારાવાર દુઃખ હતુ.પણ તે ભૂતકાળમાં જીવતું અસ્તિત્વ હતું અને દુનિયા કેટલીય આગળ નીકળી ગઇ છે તે વાતો ને કદી ગણકારતા નહીં. શફીક્નાં મકાનમાં તકલીફો તો હતી પણ એપાર્ટ્મેંટ જેવા નુકસાનો તો નહોંતાં જ.

સુમતાબાનાં નિધન પછી આમેય પ્રહલાદ બાપા થોડાક જિદ્દી વધું થયા હતા. અને એક જ જીદ લઇને બેઠા હતા. તું બધું છોડીને પાછો આવી જા. ધંધો જામેલો છે. અને તું અમારા ઘડપણની લાકડી જેવો છે.

કીર્તિ કહે “ બાપા એ કેવી રીતે બને ? કાર્તિક હજી સ્કુલમાં છે. છોકરૉઓ હજી મંડાઇ નથી. મારી નજરે તો જરા જુઓ.. અને અહીં આવીને હું કરું તો શું કરુ?.”

“ મને તારી પાસે આ જવાબની આશા નહોંતી..તકલીફનાં સમયે બાપ દીકરા પાસે આશા ના કરે તો શું કરે? બધુ ફરી સામાન્ય કરતા કરતા મારી તો જિંદગી જ પુરી થઇ જશે.’

જુઓ બાપા હું તો નોકરિયાત છું અહીંની દ્રષ્ટી એ તમને લાગે કે હું લાખોમાં ખેલું છું પણ ના એવું નથી.. ઘરની લોન ચાલુ છે અને બચતો બધી નિવૃત્તિ ફંડોમાં છે જેમાંથી પૈસા ઉપાડું તો દંડ અને ટેક્ષ લાગે એટલે ઘડાનાં કળશ્યા જ થાય….”

“જલગાંવમાં આ કુદરતી આફત આવી હોત તો તું કેવું વર્તતે મને ખબર છે.”શકુબા અને શફીકભાઇ તો હાયકારો નાખી ગયા.. “પ્રહલાદભાઇ આ તમે શું બોલો છો?”.

કીર્તિ કહે “ બાપા! તેમને પણ આવી પરિસ્થિતિમાં આજ જવાબ આપતે. અને પહેલી વાત તો એ છે કે તેઓ દીકરી પાસે હાથ લાંબો જ ના કરે તમારા તો મિત્ર છે.પણ હાલનાં તબક્કે આ વાત કરવાનો કોઇ અર્થ નથી. અને મને ખબર છે અત્યારે તમો આઘાતમાં છો એટલે આવું વિચારો છો.

“ ના… હૂં ડીપ્રેસનમાં નથી. હું ઇચ્છું કે તમે બધા ત્યાંનું વેચી સાટીને અહીયા અવી જાવ અને અહીં ફરીથી આપણે એક મેક્નાં ટેકે ઉભા થઇએ.’

“ બાપા! તમને અત્યારે ઉભા થવા કેટલા પૈસા જોઇએ છે તે કહોને? હું મારાથી બનતુ બધુ કરવા પ્રયત્ન કરીશ.”

“જો એકડે એક થી ફરી શરુ કરવા ઘણા બધા પૈસા ઉપરાંત ઘરનું માણસ પણ જોઇએ.”

“જુઓ બાપા તમને સાહીઠ તો થયા હું અહીં આવુ તે કરતા બા સાથે તમે જ હ્યુસ્ટન આવો ને?”

“પછી અહીં મારી ફેક્ટરી અને તેના સ્ટાફનું શું થાય?”

“બાપા યશ અને ભાવનાની ચિંતા ના કરો તેઓ તો તેમનું કુટી કાઢશે અને કંઇ તેમનું આખુ જીવન તમે ઓછા ધ્યાન રાખવાના છો?”

“ હવે વાતને આડે પાટે ના ચઢાવ.”

“ બાપા મને તમને ઘડપણ ની ચિંતાથી મુક્ત કરવા છે.”

“ એટલે ચાલો મારી સાથે ત્યાં.. અને ધરમ ધ્યાન કરજો.. તમારા બેનાં રોટલા મને ભારે નહીં પડે.”

“ અમને અમારા મૂળીયાથી દુર કરવાની વાતો કરે છે?”

“ના. પણ જે તમે સમજ્વા નથી માંગતા તે વાત કહું છું કે મારાથી તમને નવા સાહસ માટે પૈસા ધીરી શકાય તેવી તાકાત હોય તો પણ તમને ફેક્ટરીની વળગણ્થી દુર કરવા માંગુ છુ.”

શફીક જોઇ રહ્યો હતો બે અલગ દ્રશ્ટિબિંદુઓ..બાપને આખું જોઇએ છે પણ દીકરાને તે આપવું નથી.. અને તે કેવી રીતે આપે? બેંગાલ કેમીકલ્સ માં ભાગીયા ઘણાં છે જેમાંથી કોઇએ પૈસા કાઢ્યા નથી. અને હવે જ્યારે નવેસરથી પૈસા કાઢવાનાં છે ત્યારે પ્રહલાદ બાપાનાં છાંયડા નીચે બધા સંતાઇને બેઠા છે.

પ્રહલાદ બાપા હવે ગરજ્યા..કીર્તિ હજી હું બેઠોછું બધું સરખુ કરવા માટે આ તો દાણો દાબી જોયો કે મારો વંશજ કટોકટીનાં ટાણે કેવો ટેકો કરે છે… મને મદદ કરવાને બદલે મને ફેક્ટરીથી જ દુર કરવાની વાતો કરે છે.

કીર્તિને ઘણું ય બોલવું હતું ખાસ તો એની કટોકટીનાં સમયે એમણે મદદ તો કરી નહોંતી પણ રોડા નાખ્યા હતા તેને બધું યાદ હતું. અને જોઇ રહ્યો હતો કે કાચીંડો જેમ પરિસ્થિતિ બદલાયને રંગ બદલે તેમ પ્રહલાદ બાપા રંગ બદલી રહ્યા હતા. પણ તેનામાં શકુબાનાં પણ સંસ્કાર હતા. તે મનોમન બોલ્યો બાપા તમારું જ સંતાન છું ને? તમારી નસે નસથી વાકેફ છું.

“શફીકકાકા તમારી હાજરીમાં બાપા બોલ્યાં છે તેમને રીટાયર નથી થવું અને મારી સાથે અમેરિકા નથી આવવું. તમે સાંભળ્યુંને? દીકરા તરીકેની મેં ફરજ બજાવી.. તેમને તેમની મુશ્કેલીની ક્ષણ તેમની રીતે જ કાઢવી છે. જે મારા માટે શક્ય નથી. હું હવે હ્યુસ્ટનમાં ફેલાઇ ચુક્યો છું જ્યારે તેમને હજી યશ અને ભાવના માટે બેંગાલ કેમીકલ્સ ચાલુ રાખવી છે..મને ખબર છે બીઝનેસમાં તો ફીસ્ટ અને ફાકા બંને હોય અને ફાવ્યો ગધો ડાહ્યો પણ હોય જ્યારે નોકરીમાં અમને ફીસ્ટ નથી હોતી કે નથી ફાકા. અમારી બચતો ધીરે ધીરે વધે.અને તેઓ કહે છે તેમ મારાથી મોટ ભમ ભુસકા ના મરાય…”

“ એટલે તું સાધના ના કહે ત્યાં સુધી એ દિશામાં વિચારવાનો પણ નથી?”

હવે સડક થવાનો વારો બધાનો હતો.સાધના તો આવાક જ થઇ ગઈ.

કીર્તિ કહે “બાપા! સાધનાને વચમાં ના ખેંચો.”

પ્રહલાદબાપા કહે “ તું લગ્ન પછી બદલાઇ ગયો છે અને તેનું કારણ મને ન સમજાયું હોય તેમ તો ના હોયને?”

કીર્તિ કહે “તે તો હાઉસ વાઇફ છે તેનો પૈસાનાં વહીવટમાં કોઇ અવાજ નથી.. પણ તમે ભુલી જાવ છો કે હવે હું કંઇ ગીગલો નથી કે આ સરખામણીની અને વહાલા દવલાની નીતિ સમજતો ના હોઉં”

પ્રહલાદ બાપા હથિયાર હેંઠા મુકી દેવાનાં મતમાં નહોંતા પણ તેમની ધારી દિશાએ વાત જતી નહોંતી તેથી એક્દમ ઉભા થઇને નીચેનાં રૂમમાં જતા રહ્યા.

શકુબા નિઃસહાય આંખે કીર્તિને જોઇ રહ્યા.. જાણે કહેતા ના હોય કે તેઓ તો આ ઘડપણે નહીં બદલાય..પણ તું જરા કુણો થા ભઈ!

તેમની વાત સમજતો હોય તેમ કીર્તિ બોલ્યો “ બા. તું ચિંતા ના કર.. હું મારે કરવનું બધું જ કરીશ. મારી રીતે.. મને ખબર છે ઘી ઢળશે તો ખીચડીમાં..પણ ડોબું ખોઇને ડફોળ બનવાનું મને હવે પરવડતુ નથી.”

શફીક કાકા જોઇ રહ્યા હતા કીર્તિ હવે પહેલાનો ભોળો કીર્તિ નહોંતો.

તે બોલ્યા “કીર્તિ પ્રહલાદ તો નીચે જતો રહ્યો હવે સાંજે ફરી વાત.”

“ કેટલી અવળ વાણી! જે હું કરવાનો નથી તેજ વાત પહેલા કરે અને અધુરું હોય તેમ સાધના ને વચ્ચે લાવીને મને ડારવાનો પ્રયત્ન કરે…વડીલો કેમ નહીં સમજતા હોય કે સમય બદલાય તેમ બદલાવું જરુરી છે.પૈસા જોઇએ છે તો સીધી રીતે માંગી ન શકાય? અંગુઠો ઉપર રાખીને દબાવવાની વાતથી કંઇ કામ બને?”

ઘરનો ચાકર બપોરની ચા નાસ્તો લઇને આવ્યો. અને વાતાવરણ હળવુ થવા માંડ્યુ. શકુબાની નજરનો વિષાદ હવે સાધનાને પણ સમજાતો હતો.” હું જ સાચો અને મારી વાતજ તમે સમજો “વાળી વાતો વર્ષોથી સહન કરતા કરતા તે પણ હવે થાકી ગયા હતા.

શકુબા ચા પી લીધા પછી બોલ્યા- કીર્તિ તારા બાપા સાથે જીવન કાઢવું કેટલું અઘરું હતું તે હવે તને સમજાશે… તું જે કંઇ કરે તેનો સાક્ષીકે લખાણ પતર રાખજે.. તારા બાપા સમાન દ્રષ્ટી ખોઇ બેઠા છે અને ભાવનાનાં વરની વાતોમાં આવી જઇને તને અને યશને છોલવા બેઠા છે. અત્યારે તારી વાત એટલા માટે માનતા નથી કે ભાવના અને પુલીન નો પ્રીંટીંગ પ્રેસ બેંગાલ ફાર્મા પર નભે છે. બેંગાલ અટકે તો મોટો ઘરાક જાયને?.

સાધના શકુબાનાં પૂત્રપ્રેમને મનોમન વંદન કરી રહી.ઓછુ ભણેલા પણ ગણેલાની વાત કેટલી સચોટ હતી?

ઘડીયાળ ચાર વાગ્યાનું બતાવતી હતી અને કીર્તિ નીચે જઇને બાપાને માન આપીને આદર સહિત બોલાવી લાવ્યો.

“બાપા એમ રીસાયા કરશો તો મારો સમય ખુટી જશે અને જે કામ માટે આવ્યો છું તે નહીં થાય.”

બાપા સોફા ઉપર બેસતા બેસતા બોલ્યા- “હવે ભાઇ તું ય મોટો થઇ ગયો. કંઇ મારાથી હવે ધોલ ધપાટીને તારી સાથે ઓછું કામ થાય?”

“જુઓ બાપા હું મારી આગલી પેઢીનાં પૈસા મારી પાછલી પેઢીને આપું તો તેમને જવાબ આપવા તો બંધાયેલોને?”

“એટલે? સમજ પડે તેવું બોલ”

“ બાપા ભીડ પડી એટલે દોઢ હજાર ડોલર ખર્ચીને અમે બંને અહીં આવ્યા અને તમને લઇ જવાની તૈયારી બતાવી તે અમારી ફરજ છે. પણ બેંગાલ કેમીકલ્સમાં રોકાણ કરવું કે અહીં મકાનમાં રોકાણ કરવું તે મારી ફરજનો ભાગ નથી.”

ક્ષણ માટે કીર્તિએ અટકીને કહ્યું “પણ.. કુદરતી આપત્તિ સામે તમારી સાથે સહાય કરવા પ્રયત્નશીલ રહેવુ એ મારી ફરજ્નો ભાગ છે..”

પ્રહલાદ બાપાનાં જીવમાં જીવ આવ્યો.. હવે કીર્તિ ઘાટમાં આવ્યો..

“ જુઓ બાપા આપણો ફ્લૅટ રીપેર કરાવવો જરુરી છે. પછી સારો ભાવ આવે તો કાઢી નાખી એક ટેનમેંટ લેવું જરુરી છે. બેંગાલ કેમિકલ્સને તો વિમાની રકમ મળશે એટલે તેમાં કોઇ નવા રોકાણની હંગામી ધોરણે જરુરી નથી. અને આ બધુ કરવા હું ત્યાંથી લોન લઇને પૈસા મોકલવુ છું.”

“ પણ યશ અને ભાવનાનું શું?”

“કેમ પુલીનકુમાર પાસે બેંકોમા એફ ડી ઓ પડી છે તે ક્યારે કામ આવશે?”

“ તારે લોન લેવી પડે તેમ છે?”

“ હા એટલે તો કહું છું કે આગળની પેઢીનાં પૈસા પાછલી પેઢીને આપુ તો પૈસા પાછા ના આવે ત્યારે તે પેઢી મને પુછે તો ખરીને?”

“ આ જબરું”

હા..અમેરિકાનો વહેવાર એટલે તો સમજવો અઘરો છે અને અમને કંઇ વેચાણ ઉપર ઇન્સેન્ટીવ હોતા નથી.દિવસ્નાં દસ કલાક ની કાળી મજુરી હોય છે અને કંઇ કેટલીયે જવાબદારી વળી માલ્પ્રેક્ટીસ ના વિમાનાં પ્રીમીયમો ભરી ભરી થાકી જતા હોઇએ છે. .બાપા હવે સંકોચાવાનો સમય છે.. આખી જિંદગી તમે કામ કર્યુ કુદરત જ હવે કહે છે કે નિવૃત્ત થાવ અને અમારી સાથે પણ તમે જીવો. યશ અને ભાવના ને તેમની રીતે જીવવા દો.

શકુબા થોડાંક મલક્યાં અને કહે “ કીર્તિ સાચુ કહે છે હવે જેટલું જીવ્યા તેટલું જીવવાના નથી.મને તો હ્યુસ્ટન જવું છે.”

પ્રહલાદ બાપાએ કરડી નજરે જોયું અને કહ્યું “મારે હજી ઘણું કરવું છે.. હમણા તો જરા બે પાંદડે થયો છું બેંગાલ ફાર્માને ગુજરાતમાં મોટી ફાર્માસ્યુટીકલ બનવાની શક્યતા છે.”

“તે તમે યશને કરવા દો ને? તમારે તો હવે માર્ગદર્શન જ આપવાનું ને? તે તો ફોન ઉપર તમે ત્યાંથી પણ આપી શકશો.””

“ તારી બાને લઇ જવી હોય તો લઈ જા. મારાથી તો તારી જેમ હાથ ઉંચા નહીં થાય…”

“ ભલે બા તૈયાર થાવ તમને રજા મળી ગઈ. હવે રહી ખુટતા પૈસાની વાત.. વીમા રકમ પછી ખુટતી રકમો હું શફીક કાકા કહેશે તેમ મોકલતો રહીશ.”

પાછળ રેડીઓ ઉપર મુકેશ નું ગીત વાગતુ હતુ

हमतो जाते अपने गाम अपनी राम राम राम

न तुम हारे न हम हारे.

પ્રહલાદ બાપા લાલઘુમ ચહેરે કીર્તિને જોતા રહ્યાં.. એક નો એક લાયક દીકરો અને તે પણ તેમના હાથમાં નહીં….

પ્રહલાદ બાપા બોલ્યા “કેમ શફીક કાકા?”

“ અહી આવીને મેં જોયું કે તમે જે કહેતા હતા તેના કરતા વાસ્તવીકતા જુદી હતી. વિમાકંપની તમને પુરા પૈસા આપી દેવાની છે છતા તમે તમારા બીજા ધ્યેયો માટે મારી પાસે પૈસા માંગે છો જે ગેર વ્યાજબી છે. પણ તમને ના ન કહેવાય તે માટે વાસ્તવીકતા મેં મારી રીતે ખોળી કાઢી.”

“ એટલે હું જુઠું બોલુ છુ?”

“ ના.. તમારું દ્રષ્ટીબીંદુ મારા દ્રષ્ટીબીંદુ કરતા જુદું છે.”

“એટલે?”

“ તમારામાંનો બાપ દીકરીને આપીને રાજી થાય છે પણ તમે એ જોઇ શકતા જ નથી કે તમારી ભલમનસાઇનો ઉપયોગ પુલીનકુમારને નવો ધંધો શોધવાની જરુરિયાત લેવા નથી દેતો. અને યશ તો પહોંચી શકાય તેટલા જ માર્કેટીંગ લક્ષ્યો બનાવી પૈસા પોકેટ કરે છે..”

“ જો આ બધું મને ખબર છે પણ મને તારા જેવો વિશ્વાસુ અને કાબેલ માણસની જરૂર છે કે સમય આવે આ બધુ ધંધાકિય નુકસાન રોકી શકે.”

“ બાપા તેથી તો હું કહું છું આપને હવે નિવૃત્તિ ની જરૂર છે.. હવે જેટલુ આપ વધુ કરો છો તે ગાયને દોહી કુતરાને પાવાનું કામ કરો છો તેવું મારાથી થોડું કહેવાય? ચાલો મારી સાથે અને ગમે તેટલું રોકાજો.. અને ફેક્ટરી યશને હવાલે કરો કે જેથી તેની કાર્યદક્ષતા પણ ચકાસાય.

શફીકભાઇ આફરીન આફરીન બોલતા ઝુમી ગયા.

પ્રહલાદભાઇને તે ના ગમ્યું.

કીર્તિ બેઉ હાથ જોડીને વધુ ભારપૂર્વક બોલ્યો “ બાપા તમારે ત્રણ દીકરા દીકરી છે પણ મારે અને મારા દીકરા દીકરીઓને તો એક જ બા અને બાપા કે દાદી અને દાદા છે. વધુ નહીં છ મ્હીના માટે ચાલો…”

સાધનાએ પણ હાથ જોડ્યા અને બોલી હા બાપા ઘણા સમયથી આ બાકી છે તમારા પૂણ્ય પગલા અમારા ઘર ને પાવન કરશે.

પ્રહલાદ બાપા ગદ ગદ આંખે વહુ દીકરાને જોઇ રહ્યા હતા તેનૂ અંતર અજાણે સરખામણી કરી રહ્યું હતું યશ અને શીતલની ઉપેક્ષાભરી હાસી અને ક્યાં કીર્તિ અને સાધનનું ભાવ ભર્યુ આમંત્રણ…

આખરે એ પણ બાપ હતાને?

 

Advertisements
This entry was posted in સેતુ. Bookmark the permalink.

2 Responses to સેતૂ (૬) વિજય શાહ

  1. lalitparikh31 કહે છે:

    This Chapter is superb.It depicts father-son relation in a very realistic manner.A father should never become over expectant and never dictate his terms.The son’s attitude is cent percent right and proper.Dialogues are very perfect and heart touching.Heartiest Congratulations to the author for keeping the grip through out this novel.At no stage it becomes boring or dry.’Style is the Man’ they say.But I would say ‘Style is the Novel’ – especially this novel ‘SETU’.All the six chapters have proved that Vijaybhai..Shah is a great writer as a Short Story writer as well as a Novelist.He keeps himself totally dedicated to the development of Gujarati Language as well as Gujarati Literature.How many writers he has created is a history and mystery.May His Tribe Increase !
    Lalit Parikh

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s