ઘર એટલે ઘર (૧૫) હેમા પટેલ

ghar etale ghar

ઘર એટલે ઘર

Dream House

સાચા અર્થમાં ઘરની એક જ વ્યાખ્યા છે જે ઘરમાં પરિવાર વચ્ચે પ્રેમ છે, ઘર પવિત્ર છે અને ત્યાં જ મનને સાચી શાંતિ મળે છે, ભલે પછી તે મહેલ હોય, ઝુપડી હોય, હવેલી હોય યા મેન્સન હોય કે નાનુ ઘર હોય.ઘરમાં બધાં સાથે હળીમળીને પ્રેમથી સંપીને રહેતાં હોય તે ઘર એટલે ઘર કહેવાય. આપણી દિકરી પરણાવવાની હોય ત્યારે આપણે સારો મુરતિયો શોધિયે છીએ તેની સાથે સાથે એ પણ ઈચ્છા હોય સારુ ઘર પણ હોય, સારો વર અને સારુ ઘર. સારા ઘરનો એક જ અર્થ છે,એ ઘરના સદસ્ય પ્રેમ અને સંપથી રહેતા હોવાથી તે ઘર સ્વર્ગ સમાન છે. સારુ ઘર હોય એટેલે મનને સંતોષ થાય આપણી દિકરી એ ઘરમાં સુખી થશે.અત્યારે તો ઘરની સજાવટ, ઘરની ભવ્યતા વધારે હોય તેની પાછળ દુનિયા પાગલ છે,વૈભવશાળી ઘરનુ મહત્વ વધી ગયું છે, તેમાં એટલી બધી હરિફાઈ ! દેખા દેખીમાં લોકો બીજાથી કમ નથી બતાવવા માટે ખોટા શૉઓફ કરવા ગમે તે કરવા માટે તૈયાર હોય. ઘરમાં પરિવારમાં રહેતા સદસ્યનુ બહુ મહત્વ નથી રહ્યુ, પતિ-પત્ની અને બે બાળકો એજ એમનો પરિવાર અને સ્વીટ હોમ. પતિના માતા-પિતા, નાના ભાઈ-બહેન ઘરમાં ન્યુસંન્સ લાગે.

ઘરમાંથી જ્યારે ક્યાંક ભાગી જવાનુ મન થાય, ઘરમાં રહેવનો અણગમો થાય ત્યારે તે ઘર એ ઘર નથી રહેતુ ત્યાં ચોક્ક્સ પ્રેમનો અભાવ છે. પ્રેમ વીના કોઈ ઘર ટકી ન શકે. પ્રેમ દોર સૌને બંધનમાં બાંધી રાખે છે. એકબીજાની જવાબદારી ઉઠાવવી, સાથ નિભાવવો,સુખ-દુખમાં સાથ એ ઘરમાં રહીને જ સમજાય છે.

દુનિયાની અંદર દરેક વ્યક્તિનુ એક સ્વપ્ન હોય તેની પાસે પોતાનુ એક dream house હોય. આ સ્વપ્ન સાકાર કરવા માટે તે મહેનત કરીને સ્વપ્ન પુરુ કરે અને તેને હાશ થાય.કોઈને લેક ઉપર ઘર જોઈએ, કોઈને નદી કિનારે ઘર ગમે , દરિયા કિનાર ઘર ગમે, વહેતા ઝરણા આગળ તો કોઈને પર્વત ઉપર , પર્વતની તળેટીમાં ઘર ગમે આમ દરેકને તેના સ્વભાવ પ્રમાણે ઈચ્છા થાય.દરેકના ડ્રીમ હોમ અલગ અલગ હોઈ શકે.

કે.એલ.સાયગલનુ એક પ્રસિધ્ધ જુનુ ગીત છે જેમાં ઘર માટે કવીએ ઉંચી કલ્પના કરી છે. આ બંગલો બાંધવા માટે વિશ્વકર્મા સમર્થ છે અને કુબેરના સાથ વીના કદાચ ના બની શકે.આતો માત્ર કલ્પના છે. વિચારોના ઘોડા કોઈ પણ દીશામાં દોડી શકે અને આપણે પુરા બ્રમ્હાંડમાં ગમે ત્યાં ઘર બાંધી શકીએ. વિચાર કરવા માટે પૈસાની જરુર પડતી નથી, પૈસા ખર્ચ કરવાના નથી.

एक बंगला बने न्यारा, रहे कुलंबा ईसमे सारा

सोनेका बंगला, चंदनका जंगला,विश्वकर्माके द्वारा

अति सुंदर प्यारा, एक बंगला बने न्यारा

ईतना उंचा बंगला हो ये मानो गगनका तारा

जीसमे चडके ईन्द्रधनुष पर झूला झूले चांद ह्मारा

भंडार होय लक्ष्मीके हाथोमे सारा

पाये अब जी भर सुखी जीसने विपत्त उठाई .

આતો કવીની માત્ર કલ્પના છે, બહુજ ઉચી અને અદભુત કલ્પના કરી છે, છતાં પણ ખુબજ સુંદર છે. માણસે ચંદ્રની ધરતી પર પગ મુક્યો પછીથી કેટલાય લોકોને વિચાર આવ્યો હશે, મારે ચંદ્ર પર એક ઘર હોય તો !  ચંદ્ર શીતલ અને સુંદર ! તેની ઉપર સુંદર મન મોહક ઘર ! સ્વર્ગ સમાન ઘર ! આતો કલ્પનાઓના ઘોડા દોડાવવાના છે. ‘જ્યાં ના પહોચે રવિ ત્યાં પહોચે કવી.’

આપણે પોતાને માટે તો ઘર બનાવીએ પરંતું ભગવાન માટે પણ મંદિર-દેરાસર-ગુરુદ્વારા-મસ્જિદ-ચર્ચ બનાવી તેમને રહેવા માટે પણ એક ઘર આપ્યું ! એમાં શુ નવાઈ છે ” तेरा तूजको अर्पन क्या लागे मेरा” ભવવાનને આશરો આપ્યો તેથી જ્યારે મન થાય ત્યારે તેમના દર્શન થાય, તેમની સાથે સુખ-દુખની વાત થઈ શકે. ઈન્ડિયામાં ગુજરાતની અંદર બંગલામાં કામ કરવા માટે કામવાળી રાખવાની હોય તો બાઈ પહેલાં પુછે, પાછળ રૂમ બાંધેલી છે ? ના હોય તો કહે પહેલાં અમારે રહેવાની સગવડ કરો પછી અમે કામ કરવા આવીશુ. કામવાળી કામ ચાલુ કરે તે પહેલાં તેનુ આખુ ફેમિલી તેની સાથે તે ખોલીમાં રહેવા આવી જાય .આપણો બંગલો બાંધો તેની સાથે કામવાળીનુ ઘર પણ બનાવવુ પડે.ગુજરાતમાં આજકાલ શેઠાણીઓની આ હાલત છે. સાધુ-સંત અને ગુરુઓએ રહેવા માટે આશ્રમ બાંધ્યા ફરક એટલો જ છે ઘર આપણે જાતે કમાઈને ચલાવવાનુ છે જ્યારે આશ્રમો લોકોના પૈસાથી ચાલે છે. ભિખારીઓને ઘરને નથી છત, દિવાલ છતાં પણ કોઈ ચિંતા વીના આરામથી ફુટપાથ પર જીંદગી જીવે છે. માણસને એકજ જગ્યાએ શાંતિ છે, જ્યાં નથી ઘરની કોઈ જવાબદારી ન કોઈ ચિંતા છતાં પણ અહિયા ઘડીભરનો વિસામો છે,પછી તો બીજી દુનિયામાં ચાલી જવાનુ છે. ઘડીભરના વિસામા માટે મનુષ્યએ સ્મસાનઘર બાંધ્યા, જેને નથી કોઈ દિવાલ, બારી બારણાં કોઈ પણ અહિયા રોક ટોક વીના રાજા-રંક બધાં આવી શકે, આહિયાં આવ્યા વીના કોઈને છુટકો જ નથી. આખી જીંદગી ગમે ત્યાં રહ્યા હોઈએ આ જગ્યા બધાં માટે સરખી બાંધી તેમા ન કોઈ ભેદભાવ.કેમકે મનુષ્ય જીવનની આ જ સચ્ચાઈ છે.

વૃધ્ધ માતા-પિતા જુના ફર્નિચરની જેમ હવે કામના નથી, જોઈ જોઈને કંટાળી ગયા હવે શું કરવું ?રસ્તો શોધી કાઢ્યો વૃધ્ધાશ્રમ બાંધ્યા, જુના જમાનામાં સ્વેચ્છાએ વાનપ્રસ્થ આશ્રમમાં પ્રસ્થાન કરતા હતા આજે મા-બાપની ઘરમાં કોઈ જરૂર નથી ધકેલી દીધાં ઘરડાંઘરમાં ! નામ પણ સુંદર આપ્યું ‘વૃધ્ધાશ્રમ ‘ અહિયાં ઈશ્વર ભજન કર્યા કરો.બુઢાપામાં માણસ નાના બાળક સમાન બની જાય તેને પ્રેમ અને હુંફની જરૂર છે ત્યારે તેમને એકલાં મુકી દેછે. કેટલી બધી કરુણા ! સૌથી વધારે ખરાબ હાલત અત્યારે ઘરડાંઘરમાં રહેતા મા-બાપની છે, તેમના આંસુ લુછનાર કોઈ નથી.ઘરડાં મા-બાપને હવે ઘર એ ઘર રહેતું નથી, ઘર શબ્દ અતિત બનીને રહી જાય છે.

સુંદર ઘર હોય તો તે જોઈ આંખોને મનોહર લાગે, તે ગમે. સુંદર ઘર જોઈને ખુશી થાય પરંતું ઘર એ ઘર ત્યારેજ બને જ્યારે ઘરમાં નિસ્વાર્થ પ્રેમભાવ હોય,ભાઈચારો,લાગણી હોય, એક બીજાને અનુકુળ થવાની કળા હોય તો એ ઘર સ્વર્ગ સમાન બની જાય અને તેમાં ઘરની અંદર એક સ્ત્રીનો મોટો ફાળો હોય છે. સ્ત્રી દરેક સદ્સ્યને પ્રેમ દોરથી બાંઘીને ઘરને સ્વર્ગ સમાન બનાવી શકે છે. મોટા મહેલોમાં રહેતા હોય અને એક બીજા માટે ઈર્ષા, ઘૃણા હોય માલિકીભાવ અને સ્વાર્થ આવે ત્યારે મોટાં યુઘ્ઘને આમંત્રણ આપ્યા છે.ગાંઘારીએ આંઘળા ઘૃતરાષ્ટ્ર સાથે લગ્ન કર્યા અને પોતે પણ આંખે પટ્ટી બાંઘી બાકી હતું ૧૦૦ સંતાન ! હવે શું દશા થાય ? ગાદીનો મોહ અને પુત્ર મોહ, સર્વ નાશ થયો.રાજ-પાટ પચાવી ન શક્યાં, અને બચાવી પણ ન શક્યાં.માતા કુંન્તી ક્યાં ઘરમાં સુખી હતાં. વનમાં ભટકવાનુ , અજાણે બોલાયુ ચારેવ ભાઈ વહેંચીને ખાજો, પાંચ ભાઈઓ વચ્ચે એક પત્ની હવે આ ભાઈઓ ઉપર શું વીતતુ હશે, કેવી રીતે ઘરમાં રહેતા હશે તે તો શ્રી કૃષ્ણ જાણે. !એ જમાનામાં મિડીયા ક્યાં હતું, હા નારદજી મિડીયાનુ માઘ્યમ હતા પરંતુ તેમની હદમાં રહીને સમાચાર પહોચાડતા હતા. આજના હમિડીયાની શુ વાત કરવી ખબર મસાલેદાર બનાવવામાં એક્દમ માહીર.મિડીયાની મહેરબાનીથી માનવ જાતીના દુશ્મન સમાન જેને દસ થી પંદર પત્ની અને પચાસ છોકરાં હતાં,તેનુ ઘર કેવુ હોય કેવી રીતે બઘા સાથે રહે છે તે આખી દુનિયાને ખબર હોય..આ માણસના ઘરને ઘર કેવી રીતે કહેવાય ? મહેલોમાં રહેવા વાળા કેટલા લોકો સુખી હતા ?

વીદુરનુ ઘર એને ઘર કહેવાય જ્યાં શ્રી કૃષ્ણ દુર્યોધનના મેવા ત્યાગીને જમવા માટે પધાર્યા.ઘન્ય છે આ ઘરને ! ધન્ય છે શબરીની ઝુંપડી જ્યાં ભગવાનને ભક્તને ઘરે પધારવુ પડ્યું અને પ્રેમથી રામે એંઠા બોર આરોગ્યા. આ ઘર પવિત્ર છે જ્યા ઈશ્વર સ્વયં પધારે, આ ઘર મંદિર સમાન છે.આજે પણ અનેક ઘર મંદિર સમાન પવિત્ર જોવા મળે છે. જગ જાહેર ઘર બધા જાણે છે, પરંતુ સામાન્ય માણસોના ઘરની પરિસ્થિતી તેના પરિચયમાં આવ્યા વીના ખબરના પડે.

અમે એક ઘર એવું જોયુ જે વાસ્તવમાં ‘Home Sweet Home’ છે. મોટી કંપનીમાં ઉચા હોદ્દા પર કામ કરીને રીટાયર થયેલા વયોવૃધ્ધ દંપતી આજે પણ સુખ-શાંતિથી આરામની જીંદગી જીવે છે. મો્ટું મેન્સન ધરાવે છે. ઘરમાં રહેવાવાળા પતિ-પત્ની બે જણ,એક કૂતરો, બોલતો પોપટ, રસોઈ કરવાવાળાં બહેન.આ એમનો પરિવાર.સવારે વહેલા ઉઠીને હળવી કસરત, યોગાસન, લેક પર કુતરા સાથે મૉરનીંગવોક.બહેન સતસંગી હોવાથી,વહેલા ઉઠીને ભગવાનની સેવામાં લાગી જાય, પૂજા-પાઠ, નરસિંહમહેતાના પ્રભાતિયા,સ્મરણાંજલી , ગીતાના સ્લોકના ગુંજનથી ઘરમાં આનંદીત વાતાવરણ ઉભુ થઈ ઉઠે છે.આરતી,ધુપસળીથી ઘર મહેકી ઉઠે આરતી વખતે ઘંટડીનો મીઠો રણકાર ઘર ગુંજી ઉઠતુ. મૃદુ ભાષીત હમેશાં ધીમા મીઠા સ્વરે વાત ચીત કરે, પતિ-પત્ની એકબીજાને હની, માય સ્વીટ હાર્ટ કહીને બોલાવે . બે દિકરા ડૉક્ટર બીજા શહેર રહે, દીકરી સાસરે.વેકેશનમાં બાળકો બાળકો આવતાં તેમના કિલ્લોલથી ઘર ખીલી ઉઠે.નિયમ હતો થેક્સગીવીંગ પર ગમે તે હાલતમાં મમ્મી-પાપા સાથે અહિયાં ભેગા થવાનુ, ત્યારે ઘર સ્વર્ગ સમાન બની જાય.

બોલતા પોપટને જય શ્રી કૃષ્ણ બોલતાં શીખવાડ્યુ હતું બહેન એકલા હોય ત્યારે પોપટ સાથે વાત કરે. રસોઈ કરવાવાળા બહેન ઘરના સદસ્ય જેવાં જ હતાં, કોઈ ભેદભાવ હતો નહી. પતિ-પત્નીનુ જીવન પરોપકારી હોવાથી લોકોને બધી રીતે મદદરુપ થાય માટે વીકએન્ડમાં કોઈને કોઈની અવર જવર ચાલુ રહેતી. આ છે ઘર ત્યાં નથી કોઈ ઈર્ષા,રાગ દ્વેષ, છલ કપટ, નથી કોઈ માલિકીભાવ, નથી કજીયા કકરાટ, છે ફક્ત પ્રેમભાવ અને શાંતિ, સાદા સીધા માણસો જે સમજે છે ‘ઘર એટલે ઘર’ નો સાચો અર્થ.

Advertisements
This entry was posted in ઘર એટલે ઘર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s