ઘર એ ઘર (૧૩)…….પણ અહેસાસ ક્યાં? પૂર્વી મોદી મલકાણ

ghar etale ghar

 આમ તો ઘર એટ્લે ઘર જ હોય છે પણ આજે એ ઘર એ ઘર રહ્યું નથી. તેથી ગઈ કાલ સુધી અનેક મહેમાનોથી ભરેલું આ ઘર અનેક ગુંજતા અવાજોના પડઘાને ગોદમાં લઈ શાંત થઈ બેસી ગયું હતું. સાંત્વન આપનાર મહેમાનોની અવરજવર તો ચાલુ હતી પણ એમાંયે ચુપકીદી સાથેની વેદના ભરેલી હતી. થોડા દિવસો પૂર્વે જ્યાં ડોકટરોની અને સગાસંબંધીઓની અવરજવરથી જે આંગણ શોર કરી રહ્યો હતો તે આંગણમાં આજે ફક્ત ચકલીઑ ઊડાઊડ કરી રહી હતી.

એ દિવસે મે એ ઘર જોયું હતું તે ઘર તદ્દન ખાલી હતું. એ ઘરને જોઈને વારંવાર વિચાર આવતો હતો કે શું આજે પ્રથમવાર જ ઘર ખાલી પડ્યું છે? શું આજે પ્રથમ વાર જ માની વૃધ્ધ આંખો આ ખાલી ઘરને જોઈ રહી છે? કદાચ જવાબમાં ના જ હશે

પ્રથમવાર મારા લગ્ન થયાં ત્યારે ઘર ખાલી થયું હતું પણ નાનેરો ભાઈ ત્યાં જ હતો તેથી ઘરની એ ઓછી થયેલી રોનક જળવાઈ રહી હતી અને ઘર ખાલી થવા છતાં ખાલી થયું ન હતું. બીજીવાર ઘર ત્યારે ખાલી થયું જ્યારે ભાઈ કોલેજ ભણવા ગયો. પરંતુ કોલેજ ગયા બાદ પણ ભાઈની વારંવાર અવરજવર ચાલું જ હતી તેથી જ ઘર ખાલી હોવા છતાંયે ક્યારેય માને ઘર ખાલી લાગ્યું ન હતું. ત્રીજીવાર તો ઘર ખાલી થયું ન હતું બલ્કે મારી જગ્યાની કમી પુરાઈ ગઈ હતી કારણ કે મારી ખાલી પડેલી જગ્યાને ભાભીએ પોતાના પ્રેમથી પૂરી દીધી હતી જેને કારણે મા બહુ ખુશ હતી.

મને લાગેલું કે મારા જવાથી જે જગ્યા ભાભીને ફાળે ગઈ તેથી ઘરમાં ફરી રોનક આવી ગઈ હતી તે ખરેખર સાચું જ હતું કે એક માત્ર ભ્રમ હતો? બસ આજ સવાલે મને હંમેશા વિચારતી રાખેલી પરંતુ ક્યારેય એ સવાલને પૂરેપૂરો મે સમજ્યો જ નહીં કારણ કે મને એ વાતથી શાંતિ હતી કે મારુ ઘર, ભાઈ-ભાભી અને પાપાનો સુંદર સાથ માને ક્યારેય એકલા થવા નહીં દે,

પરંતુ આજે આ ભ્રમ પણ તૂટી ગયો આજે મા એકલી થઈ ગઈ. પુત્ર, પુત્રી, પૌત્રો, પૌત્રીઓ સર્વે આસપાસમાં હોવા છતાં તે તદ્દન એકલી થઈ ગઈ હતી અને આ એકલતા ફક્ત તેનાં સુધી જ ન હતી જે વ્યક્તિથી ઘરનો ખૂણેખૂણો ભરેલો હતો તે ઘર અને ઘરનાં સમસ્ત ખૂણાઑ પણ આજે સૂનમૂન થઈ બેસી ગયાં હતાં. ખાલી થયેલાં એ ઘરના પ્રત્યેક ખૂણા પર બંગડીઓ વગરનો એક સુનો હાથ વારંવાર ફરી કંઈક યાદોને સ્પર્શ કરી લેવા ઠાલો ઠાલો ફરતો હતો.

ઘરનાં દરેક રૂમમાંથી બસ એક અવાજની જ રાહ જોવાઈ રહી હતી પરંતુ તે અવાજનાં શબ્દો મૌન બનીને બેસી ગયાં હતાં. પરંતુ મૌનનાં શબ્દો કંઇ કહેતા ન હતાં તેવું તો ન હતું. તે શબ્દો તો અશ્રુઑ બનીને બસ વહી રહ્યાં હતાં અને ઘણી બધી યાદો, વાતો અને વર્ષોને વર્ણવી રહ્યાં હતાં.

ઘરના પ્રત્યેક દિવાલોને અને ખાલી ખમ્મ રહી ગયેલ ખૂણાઑને મા આજે અકાળે વૃધ્ધ થઈ ગયેલી ખાલી આંખોથી જોઈ રહી હતી. આજનો ખાલીપો એવો હતો જેની જગ્યા ક્યારેય ભરી નહીં શકાય. કારણ કે ઘણી બધી વ્યક્તિઓનો શોરમચોર હોવા છતાંયે કોઈપણ જાતના અહેસાસ વગરનું તે ઘર ખાલી થઈ ગયું હતું. 

-પૂર્વી મોદી મલકાણ
purvimalkan@yahoo.com

Advertisements
This entry was posted in ઘર એટલે ઘર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s