ઘર એટલે ઘર(10)હેમંત ઉપાધ્યાય

ghar etale ghar

ઘર એટલે   ઘર

ઘર   કેવો સુંદર   શબ્દ —મન  ને આનંદ આપનાર  અને દિલ ને શાતા   આપનાર  સ્થાન

ઘર   નો એક  અર્થ  છે   ઘ =ઘમંડ ને  ર = રહિત   ઘમંડ  રહિત  સ્થાન, બીજો  અર્થ છે ઘ =ઘૃણા  અને ર =રહિત   ઘૃણા  રહિત  સ્થાન

  એક આવું સ્થાન  જ્યાં  ઘમંડ નથી અને  ઘૃણા  નથી  અને આવું સ્થાન  હંમેશા   શાંતિ આપે  ,આનંદ આપે ,ઉત્સાહ આપે ,ગૌરવ આપે ,પ્રેરણા આપે , પ્રોત્સાહન  આપે ,અને જીવન માં સુવાસ આપે

ઘર  ને મંદિર  બનાવો તો સ્વર્ગ  શોધવા  જવું  નહિ  પડે  ઘર ને મંદિર  બનાવવા  માટે —-

*   વ્યક્તિ ના  આરોગ્ય ,આયુષ્ય  અરમાનો અને અપેક્ષા ઓ ની  મૂર્તિ  સ્થાપવી  પડે

*   સ્ત્રી  વગર નું  ઘર  એ   ઘર  નથી   માત્ર  વિસામો  આપતું  સ્થાન છે। ઘરમંદિર  ની પુજારી  છે   સ્ત્રી

*  પુરુષ  એ  ઘરમંદિર   નો મુખ્ય   ટ્રસ્ટી છે   અને  પ્રથમ  ભક્ત  છે

*   બાળકો  ઘરમંદિર ના  ઘંટનાદ  અને  શંખનાદ  છે

*વડીલો  એ   ઘરમંદિર  નો  ઘુમ્મટ   છે

*  સ્વજનો  એ  ઘરમંદિર   નો  શણગાર  છે

*   સંસ્કૃતિ  અને  સંસ્કાર  એ  ઘરમંદિર  ની ધજા   છે

*   વહેતો  સમીર  એ  ઘરમંદિર   ના  રાષ્ટ્ર નું  સ્વમાન  છે

*  આ  ઘરમંદિર   માં  પ્રવેશતા  પહેલા  પદ   પ્રતિષ્ઠા અને  પ્રભાવ ના  પગરખા  બહાર  કાઢવા પડે

*જવાબદારી , બહાદુરી  ઈમાનદારી  અને  સમજદારી  ના  સ્વસ્તિક  આંગણિયા માં  ચીતરવા પડે

*  વિવેક  વિનય  આદર  અને મર્યાદા થી  આ મંદિર ની સજાવટ   કરવી  પડે

*  આ  ઘરમંદિર  માં  પ્રેમભાવ   જ્ઞાનભાવ સમજણ ભાવ અને  ક્ષમા ભાવ ની  આરતી  કરવી પડે

*સદભાવ  સ્નેહભાવ  સેવાભાવ  અને   અનુકુલન  ભાવ  નો  પ્રસાદ  વહેંચવો   પડે

*સહુ નો  સાથ  અને સંગાથ  ના ઓવારણા  લેવા  પડે

*અતિથી ઓ ના સત્કાર  અને  પ્રીતીભોજ  કરાવવા   પડે  

*   આ  ઘરમંદિર  માં  ઘર ના દરેક ના જીવન  ની એક એક ક્ષ ણ ને આનંદ   ઉત્સાહ માં  ભરી દે  એવા  ઉત્સવો કે  તહેવારો   મનાવવા   પડે

*  દરેક ની  પ્રગતિ  ને  ગતિ ની  પાંખો આપવા   અનુષ્ઠાન  કરવા  પડે

*  ભક્તિ  ભોજન  અને  સમભાવ  ના ત્રિશુલ  ને  સ્થાપવા  પડે

*  જેમ  મંદિર  માં  દુર્ગુણો  દુષણો  કે વ્યસન ને  પ્રવેશવા  ન  દેવાય તેમ ઘર માં પણ એને  જાકારો  આપવો  પડે

*   જેમ મંદિર  માં  વ્યભિચાર  પાપાચાર  થાય નહિ  તેમ ઘર ને પણ  આનાથી  મુક્ત  રાખવું  પડે

* વહેમ  શંકા  અને  અવિશ્વાસ ને ધૂપ ના  ધુમાડા માં બાળી નાંખવા   પડે

*અહીં  મૂર્તિ ની પૂજા અને પુજારી  ના  ભક્તિ ભાવ ને   પરિશ્રમ ભાવ ને  સહયોગ  સહકાર  અને આદર  આપવો પડે   પુજારી  ના  પુરૂષાર્થ માં  સહભાગી  બનવું  પડે

આવું   ઘર   જ   ઘર    કહેવાય  જ્યાં   યશ  કીર્તિ   શુભ  લાભ  બની ને  પહેરો  ભરે  અને   પુરુષાર્થ  થી  સુશોભિત  પ્રારબ્ધ  દરેક ને  ગૌરવ  પ્રદાન  કરે

*બસ   આવું   ઘર    જ  ધરતી  પર  સ્વર્ગ   નું  પ્રતિક  બની  રહે

બાકી  બધા ને  આવાસ  કહો  વિલા  કહો બંગલા   કહો  કે  મહેલ  કહો   એ  બધા  સંપત્તિ  ના પ્રતિબિંબ   ગણાય પ્રભુ  સહુ ને   સ્વર્ગ  સમું  ઘર  આપે

હેમંત  ઉપાધ્યાય         

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s