પ્રતિકૂળતા (૭) હેમાબહેન પટેલ

not known

પ્રતિકૂળતા એ મનની એવી અવસ્થા છે જે કોઈ પણ માણસને પસંદ ન હોય છતાં પણ આ સંસારમાં કોઈ પણ એવી વ્યક્તિ શોધી ન મળે જેણે આ અવસ્થાનો સામનો ન કર્યો હોય. પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે મન દુખી થઈ જાય એ અવસ્થામાં કોઈ રાજી ન હોય.આમ જોવા જઈએ તો પ્રતિકૂળતા અને અનુકૂળતા એ સુખ- દુખ સમાન છે જે માનવ જીવનમાં ઉભા થયેલ સંજોગો વ્યક્તિ કેટલી સહજતાથી તેનો સામનો કરે છે તેના ઉપર આધારીત છે.સુખ-દુખ, ચડતી-પડતી,પ્રતિકૂળ-અનુકૂળ એ તાણાવાણા સમાન જીવન સાથે ગુંથાયેલા હોવાથી તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.સંસારમાં જો જન્મ-મૃત્યુ એક સત્ય હકીકત છે તો આ બધી વસ્તુ પણ જીવન ચક્ર સાથે ચાલતી રહેવાની છે.કોઈ કોઈ લોકોનુ જીવન પ્રતિકૂળતાથી ભરેલુ હોય છે એક પ્રોબલેમ સૉલ કરે ત્યાં બીજો આવીને ઉભો રહે, જાણે  પ્રતિકૂળ સંજોગોની વણ થંભી વણજાર ચાલી રહી છે.આવા લોકો  દુખોથી એવા ઘડાઈ ગયેલા હોય જેઓ ગમે તેવી પરિસ્થિતીમાં સંજોગોનો આસીનીથી સામનો કરી શકે છે, પહાડ સમુ દુખ આવે તો પણ સહન કરી શકે. આવા સંજોગો માણસને તેની સામે જજુમવાની તેની સામે લડવાની શક્તિ આપે છે. આખરે એક વીર યોધ્ધા સમાન બની જાય છે.પ્રતિકૂળતા જ માણસની કમજોરી અને ડર દુર કરીને જીવનને સાહસિક બનાવે  છે. એક સરખુ  સરળ જીવન ચાલે તો શું કામનુ ? તેમાં સુખ-દુખ, પ્રતિકૂળતા-અનુકૂળતા આવે તોજ જીવન જીવવા જેવું લાગે અને માણસને સંપુર્ણ બનાવી શકે.પ્રતિકૂળતા અને દુખોથી માણસની સહન શક્તિ વધે એતો સત્ય જ છે.

આમ જોવા જઈએ તો સંસાર એ લડાઈનુ મેદાન હોય એમ ભાસે છે તેમાં સંજોગો-પરિસ્થિતી રૂપી લડાઈની સામે આત્મ બળથી તેનો સામનો કરીને લડતું રહેવું પડે છે. જીવનમાં શારીરિક અને માનસિક પરિતાપો , યાતનાઓ આપણે લખાઈને આવ્યા હોઈએ છીએ. કહ્યું છે, पहेले बनती है तकदीर, फीर् बनता है शरीर. જ્ન્મ લેતા પહેલાં જ આપણા કર્મોને હિસાબે આપણુ ભાગ્ય લખાઈ ચુક્યુ હોય છે. જીવનમા ગમે તેવી પરિસ્થિતી આવે તેનો સામનો કર્યા વીના છુટકો નથી, તેનો સામનો હિંમતથી કરો યા તો રડતાં રડતાં કરો, આપણી લડાઈ છે આપણે જ લડવાની છે.એક બે પ્રતિકૂળ સંજોગો ઉભા નથી થતા અનેક આવે છે.પ્રતિકૂળ સંજોગ ઉભા થાય ત્યારે અનાયાસે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને તેની સહાય માગીએ છીએ, અંર્તરના ઉંડાણમાંથી નીકળેલ આજીજી,વિનંતી,કરુણા, અંતહઃકરણના ભાવો શબ્દનુ સ્વરૂપ લઈને પ્રાર્થના બને છે ત્યારે ઈશ્વર પણ વીવહળ બનીને સહાય માટે દોડી આવે છે. પ્રાર્થનામાં ગજબની શક્તિ સમાયેલી હોય છે.

ભાગ્ય પ્રમાણે સંજોગો ઉભા થાય તેતો સમજાય ઘણી વખત આપણે જોયુ છે પરિવારમાં સમાજમાં એવા લોકો હોય છે જે કોઈને અનુકૂળ ન થાય, તેઢા હોય બધે જ વિપરીત સંજોગો ઉભા કરે કોઈની વાતમાં સહમત ન થાય દરેક વાતમાં પોતાની રીતે દલીલો કરે, પોતાનો કક્કો સાચો કરાવે, લોકો માટે આવા માણસો અડચણો ઉભી કરે, લોકો માટે તે પ્રતિકૂળ છે પરંતુ કરવું શું ? તેને મનથી કમનથી ઝેલવા પડે છે. સમજદાર અને સહનશીલ માણસો તેને અનુકૂળ થાય, પરંતુ જેનાથી સહન ન થાય તેને ઝઘડા ઉભા થાય છે.

જીવનના પાસા અનેક છે તો સંજોગો પણ જુદા જુદા હોય એ સ્વભાવિક છે, સંજોગો પણ સંયોગને કારણ ઉભા થતા હોય છે.અભ્યાસ, લગ્ન, વેપાર-ધંધો,પૈસા, સુખી લગ્નજીવન,બિમારી-સ્વાસ્થ, સબંધોને સાચવતાં આવતા દરેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરીને તેને હલ કરી શકીએ છીએ, હિંમત હોય એટલે આત્મ બળ પણ મળી રહે છે, પરંતું જ્યારે એકદમ નજીકનુ સ્વજન અચાનક યા તો તેનો સમય આવી ગયો છે અને પરલોક સીધાવે તે સમયની પ્રતિકૂળતા ઘણીજ અસહ્ય છે.તેનો સામનો કેવી રીતે કરવો ? લાખ ઉપાય હોવા છતાં જનાર માણસને રોકી નથી શકતા, એક સ્ત્રી તેનુ સર્વસ્વ તેનો પતિ છે, તે જો નાની ઉંમરમાં એકલી મુકીને પરલોક ચાલ્યો જાય તો તેની શું દશા થાય ? ‘ ઘાયલકી ગત ઘાયલ જાને ‘ કેટલા અસહાય ? કેટલી મજબુરી ? કેટલી વીકટ પરિસ્થિતી ? આ પ્રતિકૂળ પરિસ્થિતીમાં તેના આત્માની સદગતિ અને શાંતિની પ્રાર્થના સીવાય આપણે કંઈ નથી કરી શકતા. માણસ લાચાર બનીને રહી જાય છે.જનાર ચાલી જાય છે ફક્ત તેની યાદો રહી જાય છે.જગજીતની લાઈનો યાદ આવે છે જે સાંભળીને આજે પણ આંખો ભીની થઈ જાય છે. चिठ्ठी न कोई संदेश, ना जाने कोनसा देश जहां तूम चले गये. આવા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો કઠીન છે. છતાં પણ જીવન છે, ચાલતું રહે છે. જીવ્યા વીના છુટકો નથી.

મનુષ્ય એ સંસારી જીવ છે તેને માયાનુ વળગણ લાગ્યું છે માટે સુખ-દુખ, પ્રતિકૂળ-અનુકળ બધાજ ભાવોનો અનુભવ થવાનો છે આ ભાવોનો અનુભવ થતાં મનમાં અનેક પ્રશ્નો ઉભા થાય દુખ આવે ત્યારે ભગવાનને ફરિયાદ કરે ભગવાન તેં આમ કેમ કર્યું ? ભગવાન ક્યારેય કોઈ જીવને દુખ નથી આપતા. સુખ-દુખ, ન્યાય-અન્યાય એ આ સંસારની ભાષા છે ઈશ્વરના દરબારમાં દરેક જીવ સમાન છે.દાદાભગવાન સમજાવે છે ‘બન્યુ તે જ ન્યાય’  ‘ભોગવે એની ભુલ’ એનો અર્થ એક જ થાય છે સુખ-દુખ એ મનુષ્યએ જાતેજ ઉભા કરેલા સંજોગો છે. જાતે ઉભા કરેલા છે જાતે જ ભોગવવાના છે. સહુ સહુના કર્મના ઉદયથી સંયોગથી સંજોગો ઉભા થાય છે.ભગવાને મનુષ્યના દરેક  પ્રશ્નોને હલ કરવા માટે ગીતાનો બોધ કર્યો પરંતુ તેને સમજવા માટે કોઈની પાસે ફુરસદ નથી. જો એક વખત ગીતા બોધ સમજાય તો જીવનમાં આવતા કોઈ પણ સંજોગોનુ નિરાકરણ થઈ શકે. ગમે તેવી વિપરીત પરિસ્થિતીનો સામનો કરવાનુ બળ મળી રહે.વિપરીત સંજોગો આવી પડે તો દુખી ન થાય. ઈશ્વરે માનવીનુ મન એવું બનાવ્યુ છે તે ધારે તે કરવા માટે શક્તિમાન છે. માનવ મન પાસે અઢળક શક્તિ છે દરેક સંજોગોને અનુરૂપ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. વિપરીત સંજોગોમાં શાંતિ, ધૈર્ય અને હિંમતની જરૂર છે.

ઘણી વખત જીવનની અંદર એક સાથે અનેક વિપરીત સંજોગો ઉભા થાય છે.એક વખત એકજ વિપરિત પરિસ્થિતી આવે તો તેનો સામનો આસાનીથી થાય પરંતું એક સાથે બધીજ બાજુથી ખરાબ સંજોગો  ઉભા થાય તો તેનો સામનો કરવો ઘણોજ કઠીન થઈ પડે છે.આ ઘણોજ કસોટીનો સમય છે.તેને માટે હિંમત અને ધૈર્ય બંને જરૂરી છે.હાલમાં જ બની ગયેલ મારા જીવનનો દાખલો આપું છું, નાના નણદોઈને મૉઢાનુ કેન્સર, નાની બહેનને કેન્સર, નાના ભાભીનુ અચાનક મૃત્યુ થયું. જીવનમાં જ્યારે એક સાથે બધા ખરાબ સંજોગો એક સાથે ઉભા  થાય ત્યારે ઘણી વખત મગજ કામ કરતું બંધ થઈ જાય. ઓચિંતો આઘાત લાગે એટલે કંઈ પણ સુજ ન પડે.સમાચાર સાંભળીને દયા-પ્રેમ અને મમતા ભાવને કારણ હ્રદય દ્રવી ઉઠે અને અશ્રુધારા ચાલુ થઈ જાય. થોડો ટાઈમ મગજ શુન્ય બની જાય,  અશ્રુ ધોધ વહી જાય પછી જ, દુખનો ઉભરો બેસીને થોડો શાંત પડી જાય. ત્યાર બાદ મગજ કંઈક વિચારી શકે છે. આવા સંજોગો ઉભા થાય ત્યારે આ દશા બધાની થાય છે.

આ વિષયને અનુરૂપ એક સત્ય ઘટના કહીશ

મારી નાની બહેન જે બ્રેસ્ટ કેન્સરથી પીડાઈ રહી છે, તેનો ઈલાજ ચાલી રહ્યો છે, નાની ઉંમર છે. અમારો પુરો પરિવાર તેના માટે ચિંતિત હોવાથી દુખમાં ડુબેલ છે. બધા જાણે છે અમેરિકામાં મેડિકલ સાયન્સ એડવાન્સ છે, બ્રેસ્ટકેન્સર ક્યોરેબલ છે પરંતું ‘ કેન્સર ‘ શબ્દ બધાને એટલા ડરાવી મુકે છે, બધાને બીક લાગે આગળ નિયતીનો  શું ફેસલો થશે ? હું ઈન્ડિયા હતી આવીને તેની ખબર કાઢવા માટે ગઈ મનમા વિચારતી હતી તેની સામે હું નહી રડુ,મારું મન મક્ક્મ રાખીશ, હું રડીશ તો તેનુ દુખ બમણું થઈ જશે અને પોતે રડશે. તેનો ચહેરો કેવો હશે ? આ બિમારીની તેની ઉપર કેવી અસર થઈ હશે ? હું તેની હાલત જોઈ નહી શકું વગેરે વગેરે, તેને ઘરે પહોચી તેને મળી, જોઈને મને આશ્વર્ય થયુ ! મેં જેવુ વિચાર્યુ હતું તેનાથી સાવ વિપરીત ! મારી બહેન એકદમ નોરમલ દેખાઈ, તેની બિમારીનો એક શબ્દ ન ઉચ્ચાર્યો, સામાન્ય બીજી વાતો કરવા લાગી, મૉઢા ઉપર દુખનો જરાય અણસાર નહી, તેને કેન્સર થયું છે તેમ લાગે જ નહી. મેં પુછ્યું બેન તારી સર્જરી થઈ તને દુખતું હશે? તેણે તદન શાંતિથી જવાબ આપ્યો ના સાધારણ દુખાવો થાય છે. મેં પુછ્યું તને બીક લાગે છે ? તેણે જવાબ આપ્યો ના જરાય નહી થઈ થઈને શું થશે મોત આવશે, મેં જીવન જીવી લીધું હવે કોઈ મોહ નથી.તેણે કહ્યુ સાચુ કહુ મને આ બિમારી થઈ છે તેનો હું વિચાર કરતી જ નથી.એજ એનો હસતો ચહેરો, મસ્તી ભરી વાતો, તેને મજાક કરીને વાતાવરણને હળવુ અને પ્રસંન્ન કરવાની આદત નાનપણથી છે. પહેલા જેવીજ કોઈ ન કહે તેને કેન્સર થયું છે.તેનો સ્ટ્રોન્ગ વીલ પાવર જોઈને મારા મનને સંતોષ થયો અને મને ખાત્રી થઈ મારી બહેનને તેની આ લડાઈમાં ચોક્ક્સ વિજય મળવાનો છે. તેની સામે જે સંજોગો ઉભા થયા છે તે તેણે હસતે મૉઢે સ્વિકારી લીધા છે. કેન્સરની બિમારીમાં ભલભલા હિમ્મતવાળા માણસો ડગમગી જાય જ્યારે આ હસતે મૉઢે તેનો સામનો કરી રહી છે. કયું પરિબળ કામ કરી રહ્યું છે ? તેનો આત્મ વિશ્વાસ ?આત્મ બળ ?તેનુ મનો બળ ? ઈશ્વરમાં શ્રધ્ધા ? તેણે સ્વામિનારાયણની કંઠી બાંધી છે, સતસંગી છે, રવિસભા નિયમીત ભરે છે માટે ?પરિવારના બધાજ સદસ્યો તેના સારા થવા માટે પ્રાર્થના કરે છે. મારા હિસાબે હકારત્મક વિચારો અને વાયબ્રેશન કામ કરી રહ્યા છે. હકારાત્મક વલણથી પ્રતિકૂળતાને પણ અનુકૂળતામાં બદલાતાં વાર નથી લાગતી. સુખ-દુખમાં જેને સમભાવ હોય તેને કોઈ પણ જાતના સંજોગો, પરિસ્થિતી, પ્રતિકૂળતા, અનુકૂળતા અસર નથી કરી શકતા. દરેક સ્થિતિમાં પરમાનંદ ભાવમાં જ રહે છે.દરેક પરિસ્થિતિમાં આનંદભાવમાં રહેવુ તે ઘણુજ ક્ઠીન કામ છે. છતાં પણ જીવવાવાળા જીવી જાણે છે.

गीता अध्याय – १२ ( स्लोक १८-१९ )

समः शत्रौ च् मित्रे च् तथा मान् अपमानयोः  शीतोष्ण सुख दुखेषु समः संगविवर्जितः

तुल्य् निंदा स्तुतिर्मोनी सन्तुष्टो येन केनचित  अनिकेतः  स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः

 

 

Advertisements
This entry was posted in પ્રતિકૂળતા. Bookmark the permalink.

One Response to પ્રતિકૂળતા (૭) હેમાબહેન પટેલ

  1. પિંગબેક: પ્રતિકુળતા | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s