પ્રતિકૂળતા (૪) વિજય શાહ

.not known

શાબાશ મારી ભાભલડી

I am grateful for all my problems.After each one was overcome, I became stronger and more able to meet those that were still to come. I grew in all my difficulties.              —– James Cash Penny (Founder of J.C.Penny)

ફોન ઉપર મોટી બહેન કેતકી નાનાભાઇ ચેતનને અમેરિકા આવવા સમજાવતી હતી. “ ભાઇ, તું એકલો જ રહી ગયો! પપ્પા મમ્મી અને નાનો ભાઇલો તો આવી ગયા છે.”

‘પણ મોટી બેન હવે હું તો કાયદેસર રીતે આવી શકું તેમ નથી. ચેતના અને નાના દિગંતને અહીં મુકીને  કેવી રીતે  આવું ?

“ જો સાંભળ, ચેતના નોકરી કરે છે.  દિગંત સ્કુલે જતો થઇ ગયો છે. મને એમ છે કે, તું અહીં ફરવા માટે આવ અને કંઇક તીકડમ કરીને તું ગોઠવાઇ જાય તેવું કરીશું.”

“મોટીબેન, ચેતના  હવે એવું કંઇ કરવાની ના પાડે છે.  અહીં બધું ગોઠવાયેલું છે ,તે વેરણ છેરણ કરી નથી આવવું.”

“ ચેતન,  આ બધુ કરવા પાછળ તમારા લોકોનું ભલુ કરવાનો ઇરાદો છે.  અમે અહીં ડોલર રળીયે અને તું એકલો  ત્યાં દુઃખ સહે તે કેમ ચાલે?

“ પણ હવે, હું ઉમરમાં મોટો અને મારા લગ્ન થઈ ગયેલા તેથી પેપર ના થયા તે મારું કરમ.”

“ જો હું એમ હથિયાર નાખી દેવામાં નથી માનતી. મેં અહીં વકીલને વાત કરી છે. એ રસ્તે તને હું અહીં લઇ  આવવાની છું.”

પણ મોટીબેન, અહીં હું સર્વ રીતે સુખી છું.  દુકાન ચાલે છે.  ચેતનાની  સ્કુલની સારી નોકરી છે.”

“દિગંત ૮મા ધોરણમાં છે . હમણા બૉર્ડની પરિક્ષા આપશે. પછી વિચારીશું !” કહી વાતને ઠેલી પણ મોટીબેન આ વખતે મક્કમ હતી, તેણે કહ્યું ચેતના ને ફોન આપ.’

ચેતના જાણતી હતી, મોટીબેને ધાર્યુ એટલે  કરશે જ.  પણ આમ તીકડમ કરીને જવાંમાં તેને ધાસ્તી લાગતી હતી.  તેણે ફોન લીધો તો ખરો પણ અંદરથી તેનું મન તેને કહી રહ્યું હતું, કે કશુંક ખોટું થઇ રહ્યું છે.

“ મોટી બેન જયશ્રી કૃષ્ણ”

“ જયશ્રી કૃષ્ણ ! આ ચેતન ને સમજાવ, કે અહીંનાં વકીલોએ તીકડમ કરીને બોલાવવાની હા પાડી છે ત્યારે ભાંગરો ના વાટે.”

“ પણ હવે તેમની મજુરી કરવાની ઉંમર નથી. ત્યાં આવીને બધું નવેસરથી કરવાનું ફાવે નહીં!”

“અરે ભાભલડી જરા સમજ,  દિગંતને સારું ભણતર અપાવવું હોય તો અહીંની સ્કુલમાં મુકવો પડે. તેને લાવવા અહીં ચેતને પહેલા આવવું પડે.  તેના કાગળીયા ચોખ્ખા કરવા પડે.”

“ પણ મોટી બેન એજ તો મોટો વાંધો છે?  કાગળીયા કરવા માટે જે ખર્ચો કરવો પડે તે તો નથીને?”

“ જો એ બધી ચિંતા તું ના કર.  તારે કાગળીયા ઉપર ચેતન ને છુટો કરવાનો છે અને તે અહીં આવે પછી અમેરિકન સ્ત્રી સાથે પેપર પર લગ્ન  કરાવવાના. એટલે તેને અમેરિકામાં રહેવાનો અધિકાર મળે. પછી તેને છુટાછેડા કાગળ ઉપર આપી તને  અને દિગંતને બોલાવી લેવાના છે.”

ચેતના તો ક્ષણ માટે હચમચી ગઈ.” પણ મોટી બેન આ ક્રૌભાંડ પકડાય તો જેલ થાય ને?”

હવે એટલા માટે તો વચ્ચે વકીલ રાખવાનો છે. એ બધો ખર્ચો હું અહીં હમણા કરીશ. પછી જ્યારે કમાતા થાવ ત્યારે વાળી દેજો.

“ પણ મોટી બેન? અહીં બધુ ગોઠવાયેલું ભાંગીને ત્યાં નવેસરથી બધું એક્ડે એકથી કરવાનું . મને તો જચતુ નથી.’

“તું રહી માસ્તરની માસ્તર. તને અમેરિકામાં શું છે, તેની ખબર શું પડે?  હવે આપણે તો દિગંતની ચિંતા કરવાની સમજી?”

“ મોટી બેન મને તો બીક લાગે છે. જરા વિચાર કરીને કંઇક કરીયે.” ત્યાં સાસુમાએ ફોન હાથમાં લીધો.

“ જો ચેતના બેટા, કેતકી  કહે છે તેમ કરો અને થોડોક તકદીર ઉપર ભરોંસો રાખીને અંહી આવી જાવ.”

“ પણ બા આમાં તો કાયદાને આપણે તોડીએ છીએ. આપની રીતે બધુ વિચારીએ પણ આ પેપર પર કરવાની વાતની  મને બહુ બીક લાગે છે.”

“ એ બીકને મુક પૂળો અને કેતકી, ચેતનની ટિકિટ મોકલે ત્યારે કાયદાકીય કાગળો ઉપર છૂટાછેડા  કરી દેજે.  દિગંતનાં હિતમાં આપણે આ બધું કરીએ છીએ. વકીલ રસ્તો બતાવે છે . સમજી? આ કંઇ સાચે સાચે સાચા છુટાછેડા નથી.”  ફોન મુકાઇ ગયો.

ચેતના તો ડરી ગઈ. એનું મન  માનતું નહતું. પણ દિગંતનાં ભવિષ્ય માટે કરવાનું છે.  વિચારીને તે પાછી પડી ગઈ.

કદાચ પહેલી વખત તે પોતાના અંતર આત્માનાં અવાજની વિરુધ્ધ વર્તી રહી હતી.  કેતનને પણ અમેરિકાનું આકર્ષણ લાગ્યું હતું. મોટીબેન ઉપર  પુરો ભરોસો હતો.

પછીની વાત સાવ સરળ હતી. ચેતના અને દિગંત ભારતમાં અને કેતન શીકાગો આવી ગયો હતો. તેનાં લગ્ન   વિધવા શાંતા સાથે થયા , જે તેનાથી આઠ વર્ષ મોટી હતી.  કાગળીયા થયા અને એ દિવસ આવ્યો જ્યારે ચેતના ને બોલાવવાની હતી. પેપર પર છૂટા છેડા આપવની શાંતા એ ના પાડી . આવો ફ્રી હેંડીમેન ક્યાંથી મળે?

ચેતનાને આ વાતની ખબર પડી, ત્યારે બહું મોડૂ થઇ ગયું હતું. કેતનને ડાયબીટીસ  અને બી.પી. લાગી ગયા હતા.

છતા પતિએ તે “ડાઇવોર્સી” હતી.  તેનો પતિ તેને બોલાવી શકતો ન હતો .દિગંત દસમાંમાં આવી ચુક્યો હતો. ભારતમાં નોકરી હવે તેને ડંખતી હતી. પ્રતિકૂળતા દરેક રીતે તેને ઘેરી વળી હતી.

દિગંત તે દિવસે બોલ્યો, “ ચાલ મમ્મી આપણે શીકાગો  પહોંચી જઇએ.” ટ્રાવેલ એજંટ્ને કહી છ મહિનાનો ટ્રાવેલ વીઝા લીધો અને મકાન હંગાંમી રીતે બંધ કરીને શીકાગો પહોંચ્યા. દિગંત સમજુ હતો. પપ્પાને મળ્યો તેમની દશા જોઇને તે હચમચી ગયો. નવી માની હોટેલમાં તે હેંડીમેન હતા. ચેતનાને જોઇને કેતન ખુબ જ રડ્યો. બે વરસ ખુબ  રીબાઇ ને કાઢ્યા હતા.

કેતકી એ બહું જ પ્રયત્ન કર્યા. વકીલની ભાષા  બોલતી અને ડગલેને પગલે  કાયદો બતાવતી શાંતા છૂટા થવાની વાત સાંભળતી જ નહતી. પોલીસને ફરિયાદ કરી તેનો પાસપોર્ટ જપ્ત કરાવ્યો હતો. તે ભાગી પણ ના જઇ શકે તેવા બધાજ ઉપાયો કરી ચુકી હતી. બે મોટા છોકરા માને પગલે ચાલતા.

કેતકી વકીલોનાં ચઢતા બીલોથી થાકી ગઈ હતી. દિગંતને કેતકી એ દત્તક લઇને શાળા ચાલુ કરાવી દીધી.

આવી  કલ્પના વકીલે પણહોનહોંતી કરી કે શાંતા આમ ફરી જશે.  લગન કરવા માટે તેણે માગેલા રૂપિયા તો ક્યાંય ચાંઉ કરી ગઇ હતી.

ચેતના આ ચક્રવ્યુહમાં થી કેતનને કાઢવા મથતી હતી. શાંત ચિત્તે વિચાર કર્યો તો એટલું સમજાયું કે તેઓનો શોષક હતો પેલો વકીલ. અત્યાર સુધી શાંતાનાં સાત વાર લગ્ન કરાવ્યા અને છૂટા છેડા અપાવેલા. બધી ચાલબાજીમાં તે નિરાંતે કમાતો.

ચેતના એટલું તો પામી ગઈ હતી.  અહીં બળથી નહીં કળથી કામ લેવું પડશે. સાસુમા અને કેતકી બંને બીનઅસરકારક હતા. શિક્ષક હતી તેથી બેઉ બાજુનું વિચારી શકતી હતી. ફક્ત એક જ ચિંતા હતી. પૂનઃ લગ્ન સિવાય તે અમેરિકન અધિકારો પામી શકે તેમ નહતી અને સમયનો કાંટો આગળ વધતો જતો હતો

એ અહીં રહે તો નાણાકિય ભારણ એમના ઉપર જ વધે છે કારણ કે મોટીબેને તો બધુ પાછુ વાળવાની શરતે બોલાવ્યા હતા.

વકીલ અને કાયદો એ બે શાંતાનું સબળ પાસુ હ્તા. કાયદા ભંગથી આવ્યા હતા તે કેતનનું નબળુ પાસુ હતુ. જો પોલીસે વાત ચઢે તો ખોવાનું બંને ને હતું.  દિગંત નો અભ્યાસ બગડે અને ડીપોર્ટેશન કે જેલ બંનેને થાય.  સમાન ધોરણે વકીલને તેની પ્રેક્ટીસ ખોવી પડે અને શાંતાને પણ બબાલ તો થાય જ.

તે એકલી હતી અને આમેય તેને ખોવાનું કશું જ નહોંતુ. તેથી તેણે કેતકીબેનને વાતો અને વાતોમાં પુછી લીધુ શાંતાનાં આગલા પતિઓને આવી તકલીફ પડી હતી?  એમાંનાં કોઇક્ને તમે ઓળખો છો?

તપાસ કરતાંખબર પડી ચમન ઠક્કર અને કાસીમ મુર્તુઝા આજ રીતે આવ્યા હતા. ખોળતા ખોળતા બધા જ કેસ શોધી નાખ્યા. તે દરેક્ની સાથે વાત કરી પણ કોઇ આગળ ના આવ્યું.  કારણ કે સૌને ડીપોર્ટેશનની જડબેસલાક બીક વકીલે ભરી હતી . તે બધા એક યા બીજા પ્રકારે ડરેલા હતા. વકીલ કાબેલ અને માથાભારે હતો.

પણ આ વાતોની શાંતાને ખબર પડી ત્યારે તે વકીલ પાસે પહોંચી. માનવ સહજ સ્વભાવ છે જે માથાભારે હોય તેના મિત્રો, દુશમનો કરતા ઓછા હોય.જે અંદરથી બીકણ પણ બહુ હોય.

વકીલ હમ્ફ્રી એડગર જ્યુ હતો અને શાંતા જેવા સાતેક સ્ત્રી પુરુષો ઉપર તે નભતો હતો. તેને આ બધી વાતોનો કોઇ ડર નહતો. તે એક વાત જાણતો હતો, કે કાં તો ડરાવો કાં કડદો કરો. એટલે એણે શાંતાને કહ્યું એ ચેતનાને તારે ત્યાં બોલાવ આપને પહેલા કડદો કરીશું અને પછી તેને ડરાવશું!’

શાંતા કહે, “કેતન આગલા માણસો કરતા જુદો છે. ખરેખર તો તેની મોટીબેનને ડરાવવાની જરૂર છે”

ઍડગર કહે, “નવા માણસને કાયદાથી ડરાવવો સહેલો હોય છે. તેની બેન તો પાછી બીજા વકીલને પુછશે.

“ભલે તું જેમ કહે તેમ”

બીજે દિવસે કેતનને શાંતાએ કહ્યું “તારી એક્ષ વાઇફ ભારતથી આવી છે ને?”

“ હા”

“તેને તું કેવી રીતે મળી શકે?”

કેતન કહે ,“ મિત્ર તરીકે.”

શાંતા, કેતન નો બદલાયેલો ટોન સમજી ગઇ હતી. તેથી બોલી “કાલે એડીને મેં બોલાવ્યો છે. તું એને પણ બોલાવી લેજે.”

“ મને ખબર નથી એ અહીં આવશે કે નહીં પણ આપણે એડીને કેતકીબેન ને ત્યાં મળીયે તો?”

શાંતા કેતનનાં નકારથી ટેવાયેલી નહતી પણ બને તેટલી નરમાશથી કહ્યું “ તેને અહીં બોલાવને?’

કેતન કહે, “ભલે હું પ્રયત્ન કરીશ પણ તને ખબર છે ને ચેતના ભણેલી છે.”

“ એટલે તું શું કહેવા માંગે છે?”

“ તેની સાથે મારા જેવું ન વર્તતી. તે કાયદો ભણેલી છે અને તેને કોઇના બાપની બીક લાગતી નથી સમજી?”

શાંતા મનમાં બોલી હવે સમજાય છે કેતનનો ટોન કેમ બદલાય છે. માણસને અજ્ઞાનતાથી દબાવ્યો હોય તો તે દબાણ, જાણકારી કે જ્ઞાન સાથે જતું રહેતું હોય છે.  તેનો શાંતાને ડર લાગ્યો.  જે ડરે તે પહેલા રક્ષણ શોધે તેમ શાંતા એ તેના બે દીકરાઓને કાલની મીટીંગમાં હાજર રહેવા જણાવ્યું.

બીજે દિવસે એડી આવ્યો અને તેની સાથે કાળો તેનો બૉડીગાર્ડ જેમ્સ  હતો. જે કાયમ કેતન ને ડરાવતો હતો.

દિગંત, કેતકી અને ચેતના પણ આ મીટીંગ માટે હાજર હતા.

શાંતાએ સૌને કોન્ફરન્સ રૂમમાં બેસાડ્યા.

દિગંત હાથમાંનો ટેપ રેકૉર્ડ કાઢી બધાની હાજરીમાં બોલ્યો.  આ મીટીંગ મારા ભવિષ્ય માટે બહુંજ અગત્યની છે, તેથી આજની બધી વાતો હું ટેપ કરવાનો છું.  જરૂર પડે તેનો કૉર્ટમાં પણ ઉપયોગ કરીશ. શાંતાબાને આ બાબતે વાંધો હોઇ જ ન શકે તે તો હું સમજું છું.  આજે હું બે વાત લઇને આવ્યો છું.

૧. મારા બાપૂજીને પતિ તરીકે શાંતાબાએ બહુ હેરાન કર્યા છે.  મને ખબર છે એડી તમે ગેરકાયદે પ્રીનેપ કોન્ટ્રક્ટ  કરી તેમનો કાયદાકિય લગ્ન હક્ક ડુબાડ્યો છે. મને તેમનું સંતાન હોવા છતા આ સંપતિમાંથી બાકાત કર્યો છે.

શાંતાએ આ કલ્પના કરી જ નહતી. તેને પરસેવો છુટવા માંડ્યો.

એડી ટટ્ટાર થયો અને કહે, “શાંતાને કેતને તે પરણેલો હોવાનું જણાવ્યુ હતું પણ સંતાન છે તે વાત છુપાવી હતી.”

દિગંત કહે તમને બચાવ કરવાનો સમય અપાશે. પણ હજી મારી વાત પતી નથી. આ મોટેલમાં તેમની પાસે લેબર કામ કરાવાય છે અને ધમકીઓ આપીને જેમ્સ દ્વારા મારપીટ થઇ હોવાની ઘટનાઓ બન્યા પછી તેને પોલીસ કંપ્લેન કરી તો ઠાર મારવામાં આવશેની ધમકીઓ અપાતી હતી. જે પતિ તરીકેનાં તેમના હક્કોનું શોષણ હતું.

ચેતનાએ વાતનો દોર હાથમાં લેતા કહ્યું મારા એક્ષ પતિ કેતના શાંતા સાથે સાતમા લગ્ન છે . એમને જે રીતે કહ્યું હતુ તે વાર્તાનો સૌ શાંતાનાં એક્ષ પતિઓ એ સ્વિકાર કરેલો છે. આ તબક્કે કોર્ટમાં જતા કે પોલિસમાં જતા તેમનું જેલમાં જવું નક્કી છે. હવે તમે કલ્પના કરી શકો છો કે તમને બંને ને કેટલા વર્ષની જેલ મળશે?

એડીનાં ચહેરા ઉપર કોઇ ભાવ બદલાયા નહોંતા પણ તેણે મનમાં વિચાર્યુ.  આ લોકોને ધમકાવું તે પહેલા તે જ મને ધમકાવવા માંડ્યા.  એણે શાંતા સામે જોયું તેની આંખમાં ભય સ્પષ્ટ દેખાતો હતો.

હવે કેતકીએ ઠાવકાઇ થી કહ્યું.  જુઓ અમે શાંતિ પ્રિય માણસો છીયે. અમારે આ કોઇજ અંતિમે જવું નથી. કેતન ને અડધો ભાગ આપી છૂટો કરો કે જેથી કોઇ જેલમાં નથી જતું અને બધું ઠામનું ઠામમાં પડી રહે.

એડી કહે તે પહેલા શાંતાનો દીકરો બોલ્યો. “નો વે. મોમ ઇઝ નોટ ગિવિંગ એનીથિંગ.”

ચેતના અને કેતકીની આંખો મળી.  ડોઝ અસર લાવી રહ્યો હતો.

દિગંત છૂટા છેડાનાં પેપર લઇને શાંતા પાસે પહોંચ્યો

ડરેલી શાંતાને થતું હતુ આ બધી પળોજણ થાય અને જુઠા કાગળો પકડાય અને બબાલ આગળ ચાલે તે પહેલા ડાઇવોર્સના કાગળ ઉપર સહીં કરી દીધી.

ત્યાર પછી બીજો કાગળ આપ્યો જેમાં કનડ્ગત અને સ્વતંત્રતા છીનવવા માટે પાસપોર્ટ અને એક લાખ ડોલરની માંગણી હતી. શાંતાએ એડિની સામે જોયું અને તેના હકારે તેના ઉપર પણ સહીં થઇ ગઈ.

કેતકી, કેતન નાં રૂમમાં જઇ સામાન લઇ આવી. શાંતા એ પાસ્પોર્ટ અને લાખ ડોલર આપી દીધા. જાણે ગરમાગરમ કોલસો હાથામાં પકડાઇ ગયો હોય અને તેને દાઝ્યા પછી ફેંકી દેતી હોય તેમ.

કેતકી બોલી “શાબાશ મારી ભાભલડી”.

સામાન્ય રીતે પ્રતિકૂળતા આવે એટલે જાણે મતિ મરી ગઇ હોય તેવું વર્તન થતું હોય છે. શાંત ચિત્તે પૃથ્થ્કરણ કરી નબળી કડીને સબળી કેવી રીતે બનાવવી તે રસ્તા ચેતનાએ જેમ શોધ્યા તે બુધ્ધિમાની નું કામ છે.  પછી તેનું સુવ્યવસ્થિત આયોજન કરી સામનો કરવાથી પ્રતિકૂળતા હંમેશા અનુકૂળતામાં બદલાતી હોય છે.  તેથી જ ઉમાશંકર જોશીએ કહ્યું છે,

જે જે પ્રાપ્ત થતો “ઉપાધી યોગ”

બની રહે તે તે “લબ્ધી યોગ!”

પ્રતિકૂળતા ગમે તેટલી મોટી હોય તેનો સામનો કરો એટલે જે  ઉચિત પરિણામ હોય તે આવે, આવે ને આવે જ !

http://webgurjari.in/2015/08/16/well-done-bhabhi-dear-vijay-shah/

Advertisements
This entry was posted in પ્રતિકૂળતા. Bookmark the permalink.

9 Responses to પ્રતિકૂળતા (૪) વિજય શાહ

 1. Vinod R. Patel કહે છે:

  શેર ને માથે સવા શેર મળતા જ હોય છે. સરસ બોધદાયક વાર્તા

  Like

 2. dee35(USA) કહે છે:

  ઇંટનો જવાબ પત્થરથી! વાહ ભાઈ વાહ, આ હકીકતે બની ગયેલી સત્ય ઘટના હોય તેવું લાગે છે.જો સ્ત્ય હકીકત હોય તો ભાઈ દિગંત અને તેની મમ્મીને મારા તરફથી ધન્યવાદ જરુરથી આપવા માટે લેખકને વિનંતી.

  Like

 3. dee35(USA) કહે છે:

  ખાલી આ ભારથી ન ચાલે શ્રી વિજયભાઈ! ધન્યવાદ પાઠવવામાં આવેલ છે નહીં? શિકાગોમાં હોય તો તેની જાણ કરવા વિનંતી.

  Like

 4. vijayshah કહે છે:

  આ અર્ધ કાલ્પનિક કથા છે.

  Like

 5. પિંગબેક: પ્રતિકુળતા | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s