પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા

not known


હું હોસ્પીટલની શાંત રાતોમાં મારી જાતને ગોઠવવાની કોશિશ કરતી હતી. અચાનક જીવનમાં કોઈ ઘટના સર્જાય અને સત્ય સીધેસીધું આવે તો ત્યારે એક થડકો અનુભવાય છે જે હું અનુભવતી હતી…વાસ્તવિકતાને કેમ અને કેવી રીતે સ્વીકારવી? આવી સ્થિતિમાં મારા બાળકો જાણે મારાથી વધારે પરિપક્વ લગતા હતા અત્યારની જનરેશન કદાચ આપણા કરતા આવી પડેલ સંજોગોને વધારે સહજ રીતે અને ઝડપથી સ્વીકારી શકે છે એમ મને લાગ્યું,જે થવાનું હતું તે થઇ ગયું હવે what is next અને પછી પોતાની બધી તાકાત નાસીપાસ થયા વગર પરિસ્થિતિ ને ફેરવવામાં લગાડી ..
જયારે મારા પતિ શરદની એક્સીડેન્ટ ની ઘટના એ મને વિષાદમાં ઘેરી લીધી હતી હવે શું થશે ? પ્રશ્નો ની વણઝાર ક્યાંય અટકવાનું નામ લેતી ન હતી….જે અજાણ્યું છે માટે ભય વધારે છે તમને વસ્તુ કરતા વસ્તુનો પડછાયો મોટો દેખાય છે એમ મારા બાળકો મને કહેતા હતા .. જે પરિસ્થિતિને સ્વીકારે નહિ ત્યારે મોટે ભાગે એ પોતાને ગમતા એવાં સમાધાન તરફ લલચાતી હોય છે..મેં પણ એમજ કર્યું એક્સીડેન્ટ થયો તો મન ને મનાવતા કહ્યું ઘાત ગઈ.આટલેથી જ પત્યું ,આપણા મનની માનવ સહજ નબળાઈઓ- ‘ડુબતો તરણું શોધે’ ને અને મેં ભગવાનને હાથ જોડ્યા..અને ત્યારે હોસ્પીટલની દીવાલ પર લગાવેલું આ વાક્યએ મને જાગૃત કરી… “ “પ્રતિકૂળતા પોતાની જાતને એક માણસ પરિચય આપે છે.” ~ આલ્બર્ટ આઈન્સ્ટાઈન
Unfavorableness…..પ્રતિકુળતા એટલે શું..નિયતિ ક્યારેક પ્રહાર રૂપે આવે છે એમ લાગે છે.બસ આ પ્રહારને આપણે પ્રતિકુળતા કહીએ છીએ। .. પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે ન થાય ..કે ઈચ્છી ન હોય તેવી પરિસ્થિતિ.સર્જાય ..જીન્દગી હંમેશા સુવિધાથી ભરેલી નથી હોતી.તમે હું આપણે સહુ જાણીએ છીએ। .જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે.અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો આવતા જ રહે છે . દુઃખ આવે,પ્રતિકુળતા,વિરોધ કે સંકટનો સામનો કરવો જ પડે છે અને મેં મારી જાતને સમજાવી..મારે હિંમત નથી હારવાની, નિરાશ નથી થવાનું, ને નાસીપાસથયા વગર ગૂંચો ને ઉકેલવાની છે. ..સાદી ચાલી જતી જીંદગીમાં અચાનક સ્પીડ બ્રેકરની જેમ ઘટના સર્જાય અને રુકાવટ લાવે અને આપણે ધ્રુજી જઈએએ સ્વાભાવિક છે,ક્યારેક નિરાશ તો ક્યારેક હતાશ થઇ જઈએ છે કોઈ ખુબ રડે છે તો કોઈ ખુબ શાંત બની અંદર સોસવાય છે. સામાન્ય રીતે મુશ્કેલીઓની વચ્ચે આપણે ખુશ નથી રહી શકતા. સાવ અજાણ ભાવી, જીવનની અચોક્કસતા વી. અજ્ઞાત પરીબળો માણસની ભયની લાગણીને ઉત્તેજીત કરે છે. -અચાનક આવી પડેલ સંજોગોમાં વિષાદ આપણ ને ઘેરી વડે છે છે.અને આપણે લાચાર થઇ જઈએ છે આ લાચારી કેમ આવે છે?.હવે શું ? થી પ્રશ્નો ઘેરી વળે છે. આપણી એક સામાન્ય સમજણ એવી હોય છે કે મારી મુશ્કેલી જ મારું દુખ છે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું….જો કે તેવું ભાગ્યે જ હોય છે… અને ભાગ્યેજ થાય છે ..

-ત્યારે પ્રશ્ન થાય કે પ્રતિકુળતા શું છે એ ભ્રમીત માનસીકતા ?.

સંજોગને ‘સમજવું’ અથવા‘ઓળખવું’ કઈ રીતે?

પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાના કઈ રીતે ?

શું પ્રતિકુળતા જ માનવી નું દુઃખ છે .

શું માનવી સંજોગો ને આધીન છે?

માણસની સૌથી મોટી જાગૃતિ કઈ ?

આપણે કોઈ વ્યક્તિને ખરેખર જાગૃત છે એમ ક્યારે કહી શકીએ ? –

ટુકમાં વિપરીત પરિસ્થિતિમાં માનવી પોતાને સભાળી શકતો નથી .. એક વાત નક્કી છે  સંજોગો અને સંયોગો ને આપણે ફરેવી શકતા નથી…. ત્યારે સંયોગો કે સંજોગો નહીં પણ સમજણને વશમાં રાખીએ તો….. મેં મારી જાતને સમજાવી …પ્રતિકુળતા નો સારો અર્થ લઈએ તો શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું.જાગૃતિ વગર વિકસી શકાય નહિ

…સાચો રસ્તો આ નબળાઈઓ દુર કરી જીવનમાં વિશ્વાસ પેદા કરવાનો છે. ખોટી માન્યતાઓ, વિચારો, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા આપણા માં વિકસિત થવી જોઈએ.પ્રતિકુળતા પ્રકૃતિ તરફથી થતી વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે જીવતા શીખવાડે છે, આપણને ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરાવવા માટે અને નમ્રતાપૂર્વક માનવીય મૂલ્યોને સાથે લઈને જીવાડવા માટે છે. .. એની સાથે સમજણ મળે છે. એની જાગૃતિ પણ આવે છે. એની વિવેકશક્તિ પણ એની જાતે ખીલે છે.

પ્રતિકૂળતા માણસના ઉત્થાનનું કારણ છે અને તેને યોગ્ય રીતે ઊપયોગમાં લેવું.ઘણી વાર પ્રતિકુળતા હોકાયંત્ર જેવું કામ કરે છે માનવી પ્રતિકુળતા માં નવા માર્ગ કે રસ્તા શોધે છે જિંદગીની સફરમાં પ્રતિકુળતા ‘કવોલિટી કંટ્રોલ’ ડિપાર્ટમેન્ટની જેમ આપણી ગુણવત્તાને માપતી હોય છે.જે જીવન આપણ ને ડરાવે તે જીવન શું કામનું? ડરી ડરી ને જીવતી વ્યક્તિ રોજ મરતી હોય છે. અભાવ જેવું જીવનમાં છે જ નહિ
…….પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે જ થાય છે. એમાં બે અંશ ઓછા નથી થતા કે બે અંશ વધારે નથી થતા…મેં મારી જાતને ટોકી ….મુશ્કેલીઓનો સામનો કરતાં શીખ. તારામાં સાહસ હોવું જ જોઈએ…સારા ખરાબ એ બધા વિચારો કરવાના છોડીને પ્રત્યેક સંજોગને જોતા શીખવું જોઈએ..મનમાં ખરાબ વિચારો આવતા હોય, પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે પણ જીવતા શીખ. બધી જ વખતે બધી અનુકૂળ પરિસ્થિતિ હોય એવું કંઈ જરૂરી નથી.પણ જો એનો સ્વીકાર કરી લે તો..

મેં જાતે મહેસુસ કર્યું છે જીવન ત્યારબાદ અસુવિધાજનક કે પ્રતિકુળ નથી રહેતું, આપણી પ્રતિકુળતા આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે. .મેં મારા ભયને, મારી ધારણાઓને, અને મારી માન્યતાઓને એક ક્ષણ માટે ત્યાગી દીધી….હવે શું પ્રશ્નને ફેકી દીધો અથવા ખંખેરી નાખ્યો મારા અંતરાત્માને સાંભળયો. તમારી અંદર કોઈપણ કે કશુંપણ ભય ભરી શકે તેમ નથી કે તમને દુઃખી કરી શકે તેમ નથી.

આ જીવન, આ ક્ષણ બસ આજ જે છે તે. આ જ એકમાત્ર સત્ય છે. અને મેં સત્યને સ્વીકાર્યું ..વ્યક્તિની ભીતરે વસતા અને સમય-સંજોગ અને સંસ્કારને વશવર્તીને આવી પડેલ સજોગોમાં આપણી સમજણ નો ઉપયોગ કરવો એમાં જ ડહાપણ છે.. એ વાત મને સમજાઈ ગઈ …પરિસ્થિતિ ને ‘સમજવી ’ અથવા ‘ઓળખવી ’ અને તેને યોગ્ય રીતે ઉપાય શોધવો …

નાના બાળક સામે જ્યારે કોઈ નવું રમકડું મૂકવામાં આવે છે પહેલા ઘણીવાર ડરે છે ત્યારે પછી તે ધ્યાનથી તેને જુએ છે. તેને ઓળખે છે. તેનો સ્પર્શ કરે છે. અને પછી રમવા માંડે છે એ ડરાવતું નથી એમ પ્રતિકુળતા ને સમજી જીવન સરિતાના વહેણ સાથે વહેવા લાગીએ તો .. જે પણ થયું હોય, તેને બાજુ પર મૂકી દો…તો , વર્તમાનને ખુબ જ સુંદર બનાવવામાં મંડી પડીએ તો…કિંમતી બનાવી સાચવીએ તો?

સહેલું નથી પણ સમાધાન નથી કરવાનું…અહી હું એક વાત શીખી કે સ્વીકારમાં કઈક દૈવી વાત છે. પરિસ્થિતિ ને જેવી છે તેવી સ્વીકારી લેવાથી તમારા અસ્તિત્વનાં દરેક અણુમાં શાંતિ સ્ફુરે છે. અને હું બમણા જોરથી મારા પતિને સાજા કરવામાં મંડી પડું છું…. વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો પણ નથી કારણ કે અસ્વીકાર એ પ્રતિકારનું સમાનાર્થી છે, તેના માટે એક ચુનોતીની જરૂર પડે છે, તેને પ્રવાહની સામે તરવા જેવું કહી શકાય, તે હંમેશા અઘરું હોવાનું. હું મારા સંજોગોથી નાખુશ હોઉં તો મારે તેમને બદલવા માટે લાગી જવું પડશે. સ્વીકારનો અર્થ એવો નથી કે જે પરિસ્થિતિ આવી છે તેનું મહત્વ ન સાચવવું તેનો અર્થ એ છે કે મારા વર્તમાન સંજોગો કે પરિણામની અસર મારી શાંતિ પર ન થવા દેવી. તમે કેવું અનુભવો છો કે તમે દરેક વસ્તુને કેવી રીતે જુઓ છો તેનો સંપૂર્ણ આધાર આપણા ઉપર છે.તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હકારાત્મક વલણ રાખવું કે પછી નકારાત્મક. તમે જ પસંદ કરો.. 

મેં નક્કી કર્યું કે અમે શરદને ફરી ઉભા કરશું …અને આ અમારા બધાનો ખુબ જાગૃતિ સાથે નો સંકલ્પ હતો. કારણ વિકલ્પ પસંદ કરવા માટે જાગૃતતા હોવી જરૂરી છે..જીવનને પ્રતિકુળતા સાથે ચાહવાની શક્તિ બસ દેખાડવાની છે નિયતિ ક્યારેય પ્રહાર કરતી જ નથી। ..અમે નક્કી કર્યું કે જીવનને એટલું અર્થસભર બનાવી એ કે પ્રતિકુળતા પણ તમારા પગે પડીને કહે કે માફ કરો,બસ વહેરાઈ જવાનો કોઈ અર્થ નથી અનુકુળતા અને પ્રતિકુળતા થી જ જીવન પૂર્ણ છે. જીવનને પ્રતિકુળતા સાથે સ્વીકારો કારણકે તમારી આસપાસ પ્રતિકુળતા પણ જીવનને માણતું હોય છે….

 Pragna Dadbhawala

Advertisements
This entry was posted in પ્રતિકૂળતા. Bookmark the permalink.

8 Responses to પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા

  1. vijayshah કહે છે:

    અદભૂત …પ્રેરણાદાયક .. આજ સાચો રસ્તો છે ્પ્રજ્ઞાબેન…

    Like

  2. lalitparikh31 કહે છે:

    શ્રીમતી પ્રજ્ઞાબહેન,
    પ્રતિકૂળતાએ જ મનુષ્યને ત્યારના પ્રસ્તર યુગમાંથી આજના –
    અત્યારના વિકસનશીલ ઝડપી યુગ સુધીની વિકાસ- કેડી પર
    સફળતાપૂર્વક આગળ વધારતા રહી તેને નવી નવી મંઝિલો
    સુધી પહોંચાડ્યો
    છે..
    સમજણજ દુઃખને સુખમાં,શોકને આનંદમાં,પ્રતિકૂળતાને
    સાનુકૂળતામાં પરિવર્તિત કરનાર પારસમણિનું કામ કરે છે. All
    Unfavourabikities automatically get transferred into favourabilities once
    that true સમજણ comes.
    .
    Congratulations for writing about unfavourability.આપનું
    પ્રતિકૂળતા પરનું લખાણ જેટલું સત્ય અને સ્તુત્ય છે, તેટલું જ
    અનુકરણીય -અનુસરણીય પણ છે. સમજણ જ FRIEND,
    PHILOSOPHER & GUIDE બની આપણું માર્ગદર્શન કરે છે
    લલિત પરીખ

    Thanks
    Dr. Lalit Parikh

    Please click this link to have information about my recently published books

    https://www.createspace.com/pub/simplesitesearch.search.do?sitesearch_query=lalit+Parikh&sitesearch_type=STORE

    *લલિત પરીખનું વાર્તા વિશ્વ*,

    લલિત પરીખનું વાર્તા વિશ્વ પ્રતિલિપિ ઉપર

    Like

  3. Rajul Kaushik કહે છે:

    પ્રજ્ઞાબે,
    તમારું આ હકારાત્મક વલણ, ધૈર્ય , દિકરીઓનો સહકાર શરદભાઇને જરૂર ઝડપથી ઉભા કરી જ દેશે.
    આવી પ્રતિકુળ પરિસ્થિતિને પણ શાંતિપૂર્વક સ્વીકારી લઈને તેમાંથી પાર ઉતરવાની તમારી હિંમતને સલામ.જે ખરા મનથી નિર્ણય કરે છે ઇશ્વર હંમેશા તેનો સાથ આપે જ છે.

    Like

  4. પિંગબેક: પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા | શબ્દોનુંસર્જન

  5. પિંગબેક: પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા | શબ્દોનુંસર્જન

  6. Jayvanti Patel કહે છે:

    Pragna, the way you have accepted Pratikul circumstances and have shown readiness to battle it out, it stands for admiration. Don’t ever loose your heart. Whatever condition, God puts us in, we have to accept it gracefully and learn to live with it – it is called the wisdom of life. You are handling the situation very well. Do whatever you can for Sharadbhai, it will give you insight which way to go. What you have written, shows how you are battleing the Pratikul circumstances – very inspiring for all of us.

    Like

  7. Devika Dhruva કહે છે:

    salute to your good spirit,Pragnyaben.. it will let you win in any situation,for sure.

    જીંદગી અટપટી છે….
    વાળની ગૂચ જેવી અણઉકલી છે.
    એ તો સમયના પાટા પર
    સતત ચાલતી ગાડી છે.
    કદી લાગે સફર સુહાની છે,તો
    કદી લાગે અમર કહાની છે.
    હકીકતે તો જીંદગી,
    વેળાવેળાની છાંયડી છે.
    દરિયામાં ચાલતી નાવડી છે.
    સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે.
    મનની સમજણનો સાર છે,
    બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

    Like

  8. પિંગબેક: પ્રતિકુળતા | શબ્દોનુંસર્જન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s