તમે તો એવા ને એવા રહ્યા (14) વસુબેન શેઠ,

ભારે શરીર વાળા ચંપાબેન ધુઆ ફૂવાં થઈ ને ઘર માં ધમધમ કરતા પેઠા ,હાથ માંથી બે મોટા થેલા ,શાકભાજીથી ભરેલા  હેઠા મુક્યા,અને ધબાક કરતા સોફા પર બેઠા,અડધો સોફા પણ નમી ગયો ,સાડલાના છેડા થી મોઢું લૂછતાં તડૂક્યા,તમે નહી બદલાવ ,ભાઈ બંધ મળ્યા નથી કે વાતો ના તડાકા મારવા બેસી ગયા ,પાછુફરી ને જોતા પણ નથી કે મારી અર્ધાંગીની કેટલો બધો ભાર ઉચકી એકલી  ઢહળાતી ,ઢહળાતી આવી રહી છે તો એક થેલો તો ઉચક વા માં મદદ કરું ,ના,ના,એતો પુઝીસનમાં પંચર પડે,  પ્રાણ  ને પ્ર કૃતી સાથે જ જાય,એ કહેવત ખોટી નથી,આદતો જે નાનપણ થી ગળથુતી  માં જ જે મળી હોય તેને   બદલવી મુશ્કિલ  હોય છે,ચપાબેન બબડતા  રહ્યા ,પણ કરસન કાકા પર ચંપા બેનના ગુસ્સાની જરા પણ અસર દેખાતી નહતી ,  એ તો જઈ ને ઠડા પાણીનો ગ્લાસ લાવીને ચંપા બેનના હાથ માં પકડાવી દીધો,અને વ્યગમાં બોલ્યા ,આગળથી હવે ધ્યાન   રાખીશ ,કહીને આરામ ખુરસી પર લાંબા પગ તાણીને છાપામાં મોઢું પરોવી દીધું,પચાસ વરસ થી આ  જ તમારા શબ્દો   સાંભળું છુ,આ  થેલા ઉચકીને લાવી પણ તારા શરીરમાં ક્યાય ગોબો પડ્યો હોય તેવું દેખાતું નથી,કરસન કાકા બોલ્યા ,એમાં   પાછુ ઉમેર્યું,તારામાં પણ ક્યાં કઈ સુધારો છે,જયારે બજારમાં જાય ત્યારે થેલા ભરી ને  આવવું જરૂરી છે,,પછી આખા  ગામમાં
લાણાં કરતી ફરે છે,ચંપાબેન ભડક્યા,થોડી મીઠી તુતુ મેમે પછી ચંપાબેન રસોડામાં પેઠા,બન્ને જણા રોજ ના દિનચર્યા માં  પરોવાઇ ગયા,એટલામાં દરવાજાની ઘંટડી વાગી,

કરસન ભાઈએ દરવાજો ખોલ્યો,આવનાર વ્યક્તિ એ પૂછ્યું ,ચંપા છે?   હું ગાર્ગી,એની નાનપણ ની સખી ,,કરસનભાઈ મલકાતા મલકાતા રસોડા ભણી ગયા અને ધીમેથી બોલ્યા હાશ હમણાં ચંપા
નો ગુસ્સો ઠંડો થઈ જશે,કરસનભાઈ ના અવાજ માં જોર આવી ગયું,ચંપા તારી કોઈ સખી આવી છે ,ચંપાબેન સાડલાના છેડે હાથ   લુછતા લુછતા દરવાજા આગળ આવ્યા, આવેલ વ્યક્તિ ચંપા ને જોઈ ને ઘેલી થઈ ગઈ અને ભેટી પડી ,ચંપા  અચાનક આવા   હૂમલાથી થોડી આભી બની ગઈ ,ચંપાએ ઊંડો શ્વાસ લીધો ને બોલી મને તારી ઓળખાણ નથી પડી,”

“હું ગાર્ગી ,તારી સખી,મને તું હમેશા શિવણ માં મદદ કરતી,તું એવીને એવીજ દેખાય છે ,તારો અંબોડો,માથામાં ફૂલ,કપાળમાં મોટો ચાંદલો,અને તારી સાડલો પહેરવાની ઢબ અને તારો પહાડી અવાજ,”

“પણ તે મને શોધી ક્યાંથી કાઠી? ,ચંપા ,તું શાક વાળા સાથે રકજક કરતી હતી ત્યારે તારો અવાજ સાંભળ્યો ,

તને જોઈ ને મને ખાતરી થઈ ગઈ કે આ તો ચંપા જ છે,એટલે હું તારી પાછળ પાછળ આવી અને તારા દરવાજે ટકોર મારી ,

” આવ,આવ અંદર આવ” ,બન્ને ચા નાસ્તો કરવા ટેબલ પર બેઠા ,ચા પીતા પીતા ગાર્ગી બોલી ,”તને યાદ છે પરીક્ષા વખતે હું રાતે જયારે ચા પીતી ત્યારે તું બોલતી ,ચા એકુ ચા ,ચા દુલારી ,ચા તેરી ચાહના, ચા ચોક વચે ,ચા પચા પાચ દે ,ચા છક્કા છોડે, ચા સત્તા તેરી ,ચા અઠે દ્વારકા ,ચા નવા તેજ દે, ચા દશા બોળે,”

બન્ને સખીઓ નાનપણની વાતો માં મશગુલ  બની ગઈ, એટલામાં ગાર્ગી બોલી ,”આપણી વાતો તો ઘણી કરી પણ કામમાં તારા પતિ નો કેટલો સાથ છે”,

“મદદ તો ઘણી કરે પણ જો કોઈ ભાઈબંધ મળી ગયો કે કોઈ નો ફોન આવ્યો તો પતી ગયું ,”

“તો પછી સુધાર્યા કેમ નહી?”,ગાર્ગી એ મજાક કરી,ચંપા બોલી,”અરે ઘેલી થઈ છે,મારે સુધારવા નથી, સુધરી જ્શે તો મને ઠંડા પાણી નો ગ્લાસ કોણ આપશે?” ,બન્ને સખીઓ દિલ ખોલી ને હસ્યા ,

“મારી તો ઘણી વાત કરી તારા વિશે તો જણાવ ,તારા પરિવાર માં કોણ કોણ છે ,મારા એ પણ કોઈનાથી જાય એવા નથી ,”ગાર્ગી ટટાર થઈ ને બેઠી ,

“એમનો બોલ બોલ કરવાનો જે સ્વભાવ છે તે સુધરતો નથી ,ફક્ત જયારે એમના મોઢા માં કીમામ વાળું પાન હોઈ ત્યારેજ ચુપ ,પાન પૂરું કે વાતો ચાલુ ,મારે ત્યાં કોઈ કામવાળા એમને લીધે ટકતા નથી,કહે કાકા તો બહુ બોલે,હું પણ ઘણી વખત કંટાળું ત્યારે ફટાક કરતું પાન  બનાવીને એમને ધરી દઉ ,જે દસ મિનીટ શાંતિ,આમ કરતા કરતા પાન ની ઘણી જ આદત પડી ગઈ છે,હવે પસ્તાવો થાય છે,મને લાગે છે કે ક્યાંક આપણો પણ વાક છે , એમની આદતો ના જવાબદાર આપણે છે ,એમની આદતો ને આધીન થઈ ને મોટી ભૂલ કરી છે ,સુધારવાને બદલે આપણે એમની ટેવો થી  ટેવાઈ , જઈએ છે ,તમે તો એવાને એવાજ રહ્યા કહી  બધું જતું કરીએ છે , એટલે   આપણે પણ આ ગુનાના ભાગીદાર તો કહેવાયે,આપણેજ પહેલા સુધરવું પડશે”

 ચંપા કહે ,”તને નથી લાગતું કે આપણે એક બીજા ની ભૂલ  સુધારવામાં ઘણું મોડું કરી નાખ્યું”

,ગાર્ગી જોરમાં બોલી “પ્રયત્ન કરવામા શું જાય છે,બ્લડપ્રેસર નહી વધારવા નું ,”

 બન્ને બહેનપણીયો વાતો કરીને છુટ્ટી પડી , કોણ જાણે  કોણે કોને  સુધાર્યા કે પછી વાતો બધી હવામાજ રહી, વાતો કરવી સહેલી છે જીવનમાં ઉદાહરણ ઉતારવું એટલુજ અઘરું છે ,

 જીવનમાં અસંખ્ય વ્યક્તીયોના પરિચય માં આવતા હોયે છે , ઘણી વખતતો પોતાનાજ ઓળખીતાનો અવરનવર ભેટો થતો હોય છે , વર્ષોની   આદતોથી આપણે  એટલા બધા જાણકાર થય જયે છે ત્યારે આ કહેવત પ્રાણ જાય પણ પ્રકૃતિ ન બદલાય સાચી લાગે છે, યુગ આખો બદલાય ગયો , સમજુ લોકો ઘણા પોતાને બદલવાનો પ્રયત્ન કરે છે , ખાસ કરીને નવા યુગના લોકો પોતાનો સંસાર સાચવવા બદલાય પણ છે , પણ અમૂક લોક , કહું તો પંચોતેર ટકા એવા ને એવાજ રહ્યા , કદાચ એમાં મારો પણ સમાવેશ છે ,દીકરી ના બાળકો ને ઉછેરવા માં એટલા મશગુલ થઈ જઈએ છે કે બાળકોના માં બાપ માટે મુશ્કિલ ઉભી કરીએ છે ,

એ લોકો આપણી ગેરહાજરીમાં ખોવાઈ જાય છે  નોકરી કરનાર વ્યક્તિ નું જીવન ઘણે ભાગે નિયમિત હોય છે,જયારે નિવૃત થાય છે ત્યારે અમુક સમય સુધી અટવાયેલો રહે છે,કારણકે રોજિંદી જીવન થી એટલો બધો ટેવાઈ ગયો હતો કે એને જીવનનો અચાનક આ  બદલાવ તે જીરવી શકતો નથી, રાજકારણીઓ ભાષણ આપવાની આદત થી ટેવાયેલા છે ,સંતો વ્યાખ્યાન માં જનતાને ઉદ્દેશી ને કે  છે કે જગત માં તમે કોને કોને બદલશો,એના કરતા તમે તમારી જાતને બદલો,શું સંતો બદલાશે, જગત બદલાશે,નહી,બધા એવાને એવાજ રહેશે

વસુબેન શેઠ,
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s