ચમેલી કા તેલ-હરીક્રિષ્ણ મજમુંદાર

આજથી ૩૦ વર્ષ પહેલાની આ વાત છે. તમને કદાચ ગામશે..

આવે ત્યારે હું સજાગ થઇ એ બહુ પોંહચેલી. ગમે એમ કરી એનુ કામ કઢાવી જાય.હું જાણતો હતો કે એ કેમ મારે ત્યાં આવી છે?.બહુ સાદા કપડાં માં અવીતી.મોટું પણ દયામણુ આપણને એને મદદ કરવાનુ થાય. એટલે મે કડકાઈથી એની સામે જોયુ. એ એને માટે તૈયાર હતી. એણે કહ્યું,મામા

તમે સુકુમાર ને ઓળખો છો?, એ પ્રિન્સીપાલ વસંત વિહારીનો છોકરો થાય.મે કહ્યું,જો હું રહયો પંચાતીયો, હું હઝારોને ઓળખુએમાનો એક કુમાર, સવાલ એ છે કે કુમાર મને ઓળખે છે કે નહી.

મારી નારાજી સમજતા એને વાર લાગી, એણે કહ્યું,મામા હુ જાણુછુ કે તમે મારાથી નારાજ છો, તમે મોકલેલા મુરતીઆઓ હું પસંદ કરી શકી નહી કારણકે એ બધા,”HANDSOME is THAT HANDSOME DOES” વાળા હતા હૂં લાચાર હતી.મારે તો રૂપાળો સાથી જોઇતો હતો.ચાર વરસથી એને માટે હું ભટકુ છુ પણ કાંઇ મેળ પડતો નથી આ તો અઠવાડીઆ પહેલા કુસુમે સુકુમારની લગ્ન વિષે ની AD ગુજરાત સમાચાર માં વાંચી. મહાશંકર જોશી એ મારા કાકાને ધારણ આપેલી કે આ વરસના અંત પહેલા મારૂ લગ્ન જરૂર થશે. છેલ્લા ચાર વરાસથી આમજ કહે છે પણ વરસો વહી જાય છે . કોઇ પત્તો ખાતો નથી આવખતે તો એમણે શરત માંડી કે એ ખોટા નહી પડે. હું ગેલમાં આવી ગઇ, ગુજરાત સમાચાર માં દોડી.પેપર ખરીદયુ પણAD મળી નહીં. પસ્તિવાલા ને ત્યાંગઇ. મહામહેનતે એડ મળી. વાંચી હું હતાશ થઇ ગઇ.એણે તો એમ લખ્યું તુ કે નાતજાતનો ભેદ નથી કોઇ પણ જાતીની ચાલશે.ઉમરમાં પણ છુટ છાટ મુકવામાં આવશે…મામા તમેતો જાણે છો કે પટેલ અને વાણીઆની કેટલી એ છોકરીઓ, રૂપાળી બહુ ભણેલી, મોટા પગારની નોકરી કરે ને પાછા એમના મા બાપ પૈસાદાર.હું ફકત બી એ…મારોપત્તો તો ન ખાય

ચાર દિવસ પછી નરેન્દને મળી, બધા જવાબો ભેગા કરે છે. એણે કહ્યું તારો રીસપોન્સ મળ્યો. ચાલીસ આવેલા છે. મે મેરીટ પ્રમાણે ગોઠવ્યા છે તારો નંબર ૩૭મોછે. ની ચેના તણા આધેડ ની આદીવાસી ઓના છે. એમાની બે ડોકટર છે ને એક ઇન્જીન્યર છે.

.”એને મારામા રસ છે,” જતા જતા ઉમેરયુ શામાટે મુગજળ માટે ફાંફા મારેછે?..મને પરણી જા મારા ચાર સ્ટોર છે સુખી થઇ જઇશ. હુંકાંઇ બોલી નહી ત્યાં થી હું રાજેન્દર સર પાસે ગઇ.એ અને સુકુમાર એકજ શાળામાં ભણેલા કદાચ એ મને મદદ કરી શકે પણ એણે લાચારી બતાવી. એમ પણ કહ્યું મામા ને મળ એ તને જરૂર મદદ કરશે.

એટલે સવારે, સવારે દોડી આવી મોડી સાંજે તમારે ત્યાં આવવાનુ જોખમનુ કામ છે. આટલી મુશકેલીમાં પણ એની મઝાક કરવાની ટેવ છુટતી નથી. મે કહ્યું,તુ સોમવારે નવ વાગે આવજે,હું તને સુકુમારને મેળવી આપીશ એ રવીવારે સાંજના આવવાનો છે.હજી તો ત્રણ દિવસ છે.

સુકમાર રવીવારે આવ્યો,મોકલાવેલી ફાઇલ મે એને આપી. એણે કોઇ એમા રસ લીધો નહી મે મઝાકમાં કહ્યું,અલ્યા તુ ઉસ્તાદ છે,નરેન્દતારા કરતા ત્રણ વરસ મો ટો, એ પરણવાના ફાંફા મારે છે પણ કાંઇ જોગ ખાતો નથી, અને તુ આવુ કામ એને સોંપે છે.

જવાબમાં એણે કહ્યું,મામા હજી તમે મને પુરો ઓળખ્યો નથી,એને મે જે છોકરી બઝાડી છે તેવી મને પણ ના બેસે એમ કહી એણે કહ્યું ચાલો હુંતમને માંડીને કહ્યું,

મારો આસીસ્ટટ કલ્પશ, એની બહેન મારા કરતા બે વરસ મોટી, ઇકોનોમીકસ માં પિએચ.ડી. સરકારી નોકરી.. અઠવાડીઆમાં બે દિવસ છે. ઘરથી કામ કરે…શોફરાઠીવન કારમાં ફરે, ડેપ્યુટી ઇનકમટેક્ષ કમીશનર. એને જન્મથી પગની ખોડ પરણવાનુ નામ ન લે, મે કલ્પશને નરેન્દ માટે ભલામણ કરી. નરેન્દ હથોડા છાપ. ક્લાસ બી . કલ્પશ બહુ કચવાયો.મારૂ માન રાખવા એની બહેનને આજીજી કરી એ નરેન્દને મળવા તૈયાર થઇ . ત્રણ દિવસ એ બન્ને એક લાકો સાથે મળ્યા કલ્પશની બહેનને નરેન્દ પસંદ પડયો.ત્યાર પછી ત્રણ અઠવાડીઆ સુધી એ બન્ને તરફથી કોઇ ફોન કે ઇમેઇલ નહી.પછીના દિવસે કલ્પશ મારા ચેમ્બરમાં મારી સાથે કામ કરતો હતો ને એની બહેનનો ફોન આવ્યો. કલ્પશે આનંદ ની ચીસ પાડી “શુ કહે છે? ખરેખર. એની બહેને કહ્યું એની ખોડ નરેન્દના મીત્ર કેરળથી આવીને અમેરિકાની આધુનીક ટેકનીકથી સુધારી દીધી. એ નરેન્દ પર ફીદા થઇ ગઇ..

સાંજના નરેન્દનો ફોન કલ્પશ પર આવ્યો એણે કહ્યું રંજુ હવે સહેજ પણ લંગડાતી નથી એને મને પરણવાની જરૂર નથી. હું એ ને લાયક વર શોધી આપી શ કલ્પશે રંજનાને વાત કરી, એ છોકરી પણ અજબ છે. એણે જવાબમાંકહ્યું ફકત એક બે મહીનાના પરીચય પછી જે માણસ પોતાનો સ્વાર્થ બાજુએ મુકી બીજાના સ્વાસ્થયનો વિચાર કરે એવો જન્મેજન્મ ના પુણ્ય કર્યો હોય તેનેજ મળે. હુંએના સિવાય બીજા કોઇને પરાણવા તૈયાર નથી.આ અઠવાડીઆમાં અમારા બન્નેના વિવાહ નુ સેલેબેશન અમે ઉજવવીશુ.

 

સોમવારે સુકુમાર વહેલો તૈયાર થઇ લોબીમાં આાંટા મારવા લાગ્યો. એ કોઇના આવવાની રાહ જોતો હોય એમ લાગ્યું બરોબર નવમાં દસ મીનીટે ડોર બેલ વાગ્યો. સુકુમારે બારણુ ઉઘાડયુ, નિરૂપમા આવી. “કેમ આટલી મોડી?”

.નિરૂપમા એ કહ્યું મામા એ તો મને નવ વાગે બોલાવીતી મીનીટ વહેલી આવી. મને બહુ નવાઇ લાગી. હુંજાણતોન હતોકે તેઓ એક બીજાને ઓળખે છે. એમને એકાન્ત આપવા હું નહાવા ગયો.હર હરગંગે કરીને નહાવાનુ પતાવુ છુ પણ આજે ખાસ્સો અડધો કલાક ગાળ્યો,ચોળી બે વાર ન્હાયો.કપડા પહેરી, માથામાં ચમેલીનુ તેલ ચોળી બહાર આવ્યો બન્ને જણા ખુશખુશાલ લાગ્યા. હું આવ્યો ને નિરૂપમા જવા ઉઠી. સુકુમારે કહ્યું બેસને શી ઉતાવળ છે. એણે કહ્યું કુસુમ મારી રાહ જોતી હશે. કાલે તો આપણે મળવાના છીયે.

એના ગયા પછી મેં પુછયુ તુ એને કયાંથી આળખે ? સુકુમાર હસ્યા કહ્યું ચાર દિવસ પહેલા હું એને ઓળખતો પણ નોતો. બુધવારે રાતના પપ્પા પર એનો ફોન આવ્યો.ફોન પતી ગયા પછી પપ્પા એ મને બોલવ્યો. લાંબી વાત કરી હું ભણ તો હતો તે વખતે એણે પપ્પાની.બહુ સંભાળ રાખી હતી.એણે પપ્પાને કહુ. મામાની પણ બહુ છે કે અમે બન્ને પરણીએ.પપ્પાએ એનો ગૃપ ફોટો મને બતાવ્યો

હુંકાંઇ બહુ ઇમ્પ્રેસ થયો નહી પપ્પાએ મને એમ પણ કહ્યું કે મને તાસ ન પડે માટે બીજુ લગ્ન એમણે કરયુ નહી. મહે તેજ વખતે નક્કી કરયુ કે સહેજ પણ ચાલે એવી હોય તો નભાવી લેવું. અડધા કલાક પછી એનો ફોન આવ્યો બહુ સરસ્સવાત કરી અવાજ પણ . પ્યાર સાથે રહી શકાય એટલા માટે મારી રાહ જોતી હતી

એણે ખટૂંતુ મને પસંદ ના કરે તો હું બીજે પરણી છોકરી બહુ ઉસ્તાદ. મારૂનામ મફતમાં વટાવી ગઇ, સુકુમાર પર ચારે બાજુથી હુમલો કરયો સહેજ પણ કચાશ રાખી નહીં

સુકુમારે કહ્યું હું એનું ના પસંદ કરૂ તો તરતજ એ બીજે નક્કી કરી લે. એનુ સાહિત્ય વાંચન વિશાળ છે અને સેન્સ ઓફ હયુમર બહુ કીન છે હું ડરતો હતો કે દેખાવમા સધારણ હશે પણ બહુ રૂપાળી છે એને ગુમાવવા જેવી નથી અમે બન્ને એ નક્કી કરી લીધુ છે કાલે આપણે બન્ને જઇ એના કાકા કાકી ની સંમતી લઇશ.

મહે કહ્યું લગ્ન જેવા LIFE AND DEATHના પ્રષ્નનમા આટલી ઉતાવળ સારી નહી. એણે કહ્યું મામા અમારે નોકરી સિવાય કોઇ બીજોLIFE AND DEATHનો પ્રશ્ન નથી એક છોકરી જાય તો બીજી મળે પણ નોકરી જાય તો બીજી મળવી મુશ્કેલ

છ મહીનામાં એ બન્ને પરણી ગયા. કેલીફોરનિયામાં સ્થાઇ થયા મારે પણ મારી છોકરી ને ત્યાં કેલી ફોરનીયામાં રહેવાનુ થયુ. એકાદ વરસ પછી એ ટેક્ષાસ ગયો. મને જ્યારે મળે ત્યારે નિરૂપમાના ખુબ વખાણ કરે. ત્યાર પછી પચીસ વરસ એ ટેશ્વાસ રહયો હવે તો એ અને નિરૂપમા દાદા દાદી બની ગયા છે.

મારૂ નાસિબ છે કે મારા છેલ્લા વરસોમાં એ કેલીફોરનીઆ પાછો આવી ગયો છે. હવે એ દૂર ટેકરી પર રહેવા ગયો છે. એનો છોકરો પણ એનાથી થોડે દૂર રાહે છે. એનીજ ઓફીસમાં કામ કરે છે. હવે બહુમળાતુ નથી

એક સાંજે.મને બીજી સવારે તેડવા આવશે એમ કહ્યું. એના દોહીતનો નિસાળ ના હોલમાં પ્રોગ્રામ છે. કુષ્ણ સુદામાનો  પ્રેક્ષકોમા હસાહસ બન્ન છોકરાઓ ને તાળીઓના ગરગડાટથી વધાવી લીધા. એમના મા બાપ ને બધાએ એક પછી એક અભિનદન આપ્યા..ત્યાંથી અમે સુકુમારને બંગલે ગયા જમણા બહુ સ્વાદીષટ હતુ.

થોડી વાર પછી સુકુમાર એની પાઇપની તમાકુ લેવા બહાર ગયો. ઘણા વખત પછી નિરૂપમાં અને હું એકલા પડયા..નિરૂપમા એ મનનો ઉકળાટ બહાર કાઢયો.,

આ કેવી કુદરત ની કુર મઝાક . સુકુમાર ને હું આટલા રૂપાળા અને મારો છોકરો અને એની વહુ એટલાજ કદરૂપા પણ એમના છોકરાઓ અમારા કરતા એ વધારે સુંદર..જ્યારથી મારો છોકરો જન્મયો છે ત્યારથી મને શાંતી નથી હવે જરા લાગે છે પણ ન્હાન પણમાં ખૂબ કદરૂપો હાથમાં ઝાલવાનુ ના થાય. અને જુઓ એના છોકરાં કેટલા રૂપાળા મારા છોકરાના જન્મથી એના છોકરાના જન્મ સુધી.હું શરમથી એને લઇને બહાર ગઇ નથી. અને એ લોકો મઝાથી મહાલે છે.

છઠુંદર કે સર પે ચમેલીકા તેલ. મારારૂપના OBSESSION ની કુદરાતે મને શિક્ષા કરી સુકુમાર આવી પહોચ્યો ને અમારી વાત અટકી.

 

 

Advertisements
This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.