તમે એવાને એવા જ રહ્યા (૧૦) ડૉ ઇંદુબહેન શાહ

રવિન્દ્ર અને રીનાના લગ્ન થયા ત્યારથી રીના રવિન્દ્રની નેવિગેટર. બન્ને પ્રોફેસનલ રવિન્દ્ર એન્જિનિયર, રીના એસ એન ડી ટી કોલેજમાં લેક્ચરર, મુંબઇમાં બે કાર પોસાય નહી ડ્રાઇવર પણ મુંબઇમાં રાખવો મોંઘો પડે, એક કાર,પહેલા રાજેન્દ્ર તેની ઑફિસ સુધી ડ્રાઇવ કરે ત્યારબાદ રીના તેની કોલેજ જાય. ધીરે ધીરે પેટ્રોલના ભાવ વધતા ગયા, અને મુંબઇનો  ટ્રાફિક પણ વધતો ગયો, તેથી કંટાળીને રવિન્દ્રએ પણ ગાડી લઇ જવાનું બંધ કર્યું. જુહુ ડીપોથી એક્ષપ્રેસ બસની સગવડતા થતા તેમાં જવાનું અનુકુળ રહેતુ, તેનાથી સમય અને પૈસા બન્ને બચતા.  રીનાની કોલેજ વિલેપાર્લેમાં રીક્ષા કરી પહોંચી જાય.

ગાડી તો સ્ટેટસ પૂરતી અને વિક એન્ડમાં ફરવા જવા પૂરતી, રવિન્દ્ર અને રીના, મિત્ર કપલ હીના અને હિતેશ સાથે દર વિક એન્ડમાં મુંબઇની આજુ બાજુના સ્થળૅ ફરવા ઉપડૅ  બન્ને કપલ સરખી ઉમરના સ્કુલમાં હતા ત્યારથી ચારેય મિત્રો,લગ્ન થયા પછી પણ મિત્રતા જળવાય રહી, રવિન્દ્ર ગાડી સ્ટાર્ટ કરે કે તુરત રીના નેવિગેટર બની જાય જો રવિ ફ્લાઇ ઓવર લેજે હવે બધે ફ્લાઇ ઓવર થઇ ગયા છે. રવિન્દ્ર પૂછે રીના અંધેરી તરફનો લેવાનો કે શાંતાક્રુઝ તરફનો? અંધેરી તરફનો જ લેવાનો હોયને, ત્યાંથી હાઇ વે પકડી લેવાનો, જોજે વહેલી સવારના ટ્રકનો ટ્રાફિક ખૂબ હોય સંભાળીને ચલાવજે, ઓવર ટેક નહી કરતો.ખંડાલા પહોંચે ત્યાં સુધી રીનાને પૂછી પૂછી રિસોર્ટ પહોંચે..

હિતેશને આશ્ચર્ય થયું રવિન્દ્ર ગયા મહિને ખંડાલા ગયેલા ત્યારે રીનાએ રસ્તો બતાવેલ તને યાદ નહી રહ્યો?આજે તારે આટલુ બધું પૂછવું પડ્યું?

રવિન્દ્રઃ “જો ભાઇ મારું કામ ગાડી ચલાવવાનું રસ્તા યાદ રાખવાના રીનાએ.”

“જો રીના સાથે ન હોય તો તું શું કરે?”

“એવું બને જ નહી.”

રીનાઃ “હિતેશ, એક વખત હું નહોતી ને કાકાને ત્યાં તેમના મિત્રને લઇને બોરીવલી જવાનું થયું, કાકાના ઘેર અમે વર્ષમાં બે ત્રણ વાર જતા હઇશું, મેં ડીરેક્સન  લખી આપી છતા ભૂલા પડ્યા, કાકાએ તેમના દીકરાને સામે મોકલ્યો તેને ફોલો કરી પહોંચ્યા.”

“રીના ઘેરથી નીકળતા પહેલા તારે એને ડીરેકસન લખી આપવાની પછી બાજુમાં બેસવાનું બોલવાનું નહી, બીજુ બધું યાદ રહે અને રસ્તા કેમ યાદ ન રહે!”

બધા મિત્રો આવી સલાહ આપે. પરંતુ કહેવાય છે ને શેઠની શિખામણ ઝાપા સુધી. રવિન્દ્ર જેવું સ્ટિયરીંગ હાથમાં લે કે તુરત પૂછે રીના ક્યો ફ્લાઇ ઓવર? કઇ એક્ષીટ?અને રીનાનું નેવિગેસન શરું.

રવિન્દ્રના મોટા બેન ડૉ.રમિલા રવિન્દ્રના લગ્નમાં ઇન્ડીયા આવ્યા ત્યારે રવિન્દ્ર રીનાના જરૂરી પેપર્સ તૈયાર કરી લેતા આવ્યા હતા, અમેરિકા આવી તુરત પિટિસન ફાઇલ કરી, રવિન્દ્ર અને રીનાને અમેરિકાનો વિસા કોલ આવ્યો બન્નેને વિસા મળી ગયા. અઠવાડીયામાં અમેરિકા જવાની તૈયારી કરી, બધી ખરીદી રીનાએ અને તેના સાસુ સુમતીબેને મળી વિલેપારલેમાં જ કરી લીધી, બેન માટે જુહુ ડીઝાઇનરના શૉ રૂમમાંથી લેટૅસ્ટ ડિઝાઇનની સાડી અને ડ્રેસ લીધા બનેવી અને ભાણીયા માટે નરેન્દ્ર મોદી કુરતા અને જેકેટ લીધા ભાણી માટૅ ડ્રેશ લીધા સાથે મેચીંગ જ્વેલરી સેટની ખરીદી કરી, મિત્રો માટે પણ નાની મોટી ગિફ્ટ લીધી. બન્ને અમેરિકા આવ્યા બેન બનેવી હ્યુસ્ટન બુશ એરપોર્ટ પર લેવા આવ્યા, બેન બનેવી ઘણા વર્ષોથી સુગરલેન્ડમાં વેલ સેટલ હતા, બંને ડૉકટર. રવિન્દ્ર બેન કરતા દસ વર્ષ નાનો. રવિન્દ્ર નાનપણથી મોટીબેનનો લાડકો સુમતી બેનને રવિન્દ્ર મોટી ઉમરે આવેલો, તેથી રવિન્દ્રના ઉછેરમાં મોટીબેનનો ફાળૉ મહત્તવનો રહ્યો, સ્કુલમાં ટિચરને મળવાનું હોય, કોલેજના એડમિશન ફોર્મ ભરવાના બધામાં મોટીબેનનું માર્ગદર્શન મળતું.આમ મોટીબેન રાજેન્દ્રના સેકન્ડ મમ્મી મેન્ટર બની ગયા હતા.રાજેન્દ્ર પણ મોટીબેનને મમ્મી જેટલો આદર આપતો.

રવિન્દ્ર કોલેજમાં ઇન્ટર સાયન્સમાં હતો ને મોટીબેને ગાયનેકમાં એમ ડીની પરિક્ષા પાસ કરી.સુમતીબેન અને સુમનભાઇએ જ્ઞાતીના એમ ડી, એમ એસ, થયેલા મુરતિયાના લિસ્ટ જોવા લાગ્યા. અમેરિકાથી મેરેજ કરવા આવેલ તેમની જ્ઞાતીના રાજ સાથે મુલાકાત ગોઠવાઇ.  રાજ કારડીયોલોજીસ્ટ પહેલી મુલાકાતમાં જ પસંદગીની મહોર મરાઇ ગઇ,  લગ્ન થયા, રવિન્દ્રને બેનના લગ્નની ખુશાલી સાથે મેન્ટર અને સેક્ન્ડ મમ્મી ગુમાવવાનું દુઃખ થયું. બેન બનેવીએ રવિન્દ્રને ધરપત આપી એમ આઇ ટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી લે.તુરત તારા માટે અમેરિકામાં જોબ તૈયાર.એ દિવસ આવી ગયો, રવિન્દ્રને અઠવાડીયામાં ફ્લોર ડૅનિયલ એન્જીન્યરીંગ કંપનીમાં જોબ મળી ગયો.બેન બનેવીએ બન્ને જણાને ડ્રાઇવીંગની પ્રેકટીસ આપી ઇન્ટરનેટ પર રિટન ટેસ્ટ પાસ કરી. બન્ને પાસે ઇન્ટરનેસનલ લાઇસન્સ હોવાથી રોડ ટેસ્ટ વગર જ લાયસન્સ મળી ગયું.બેને હોન્ડા એકોર્ડ ગાડી આપી, રવિન્દ્રતો ટેવ મુજબ જેવો સ્ટીયરીંગ વ્હિલ પાછળ બેઠો કે તુરત,રીનાને બુમ મારી “રીના ચાલ જલ્દી કર મોડું થાય છે,આજે જોબનો પહેલો દિવસ છે,”

“રવિન્દ્ર હજુ તું એવોને એવો જ રહ્યો, તારે તારી આ ટેવ છોડવી પડશે,અમેરિકામાં તો તારે ડીરેક્સન ફોલો કરી ગાડી ચલાવવી પડશે, આવતા અઠવાડીયામાં કદાચ મારો સાર્ટાસિયા મિડલ સ્કુલમાં સબસ્ટીટ્યુટ ટીચર તરીકે જોબ શરુ થશે,તો હું તારી સાથે નહીં આવી શકુ તો તું શું કરીશ?”.

“મને ખબર છે હની! મારો જોબ આઠ વાગે શરુ થાય છે, તારી મિડલ સ્કુલ ૯ વાગે શરુ થાય પહેલા હું થોડો વહેલો નીકળીશ તારે મારી સાથે આવવાનું પછી તારી સ્કુલમાં જવાનું’, રીના માથે હાથ મુકી “હે ભગવાન મારો હબી! તું એવો ને એવો જ રહેવાનો તારી બાજુમાં બેસી ડિરેક્સન આપવાની”,  આમ અઠવાડીયુ રીનાને સાથે લીધી રીના સુગર લેક સબ ડીવિઝનમાંથી રાઇટ, લેફ્ટ,રાઇટ, બોલે તેમ રવિન્દ્ર ટર્ન લે હાઇવે ૫૯ ત્યાંથી રૂટ ૬ની એક્ષીટ ત્યાંથી ફ્લોર ડેનિયલ ઓફિસની એક્ષીટ બધુ નેવિગેટર રીના બોલે તેમ રવિન્દ્ર ડ્રાઇવ કરે અને દરવાજે ઉતરે, ગાડી ચાલુ રાખે ,રીના ડ્રાઇવ  કરી પાછી આવે અને સાંજે તેજ રીતે નેવિગેટરની ફરજ અદા કરવા પાછી જાય.

મોટીબેને વિક એન્ડમાં પુછ્યું “રવિન્દ્ર કેમ રહ્યું અહીંનું ડ્રાઇવિંગ રીના વગર ચલાવતો થઇ ગયોને શાબાશ.”

રીના હસવા લાગી, “કેમ રીના હસે છે?”

“મોટીબેન તમે મને ખોટી શાબાશી આપી એટલે રીના હસે છે”.આખુ વિક રીના મારી સાથે આવી છે.

સારું સાંજે તો તારી જાતે આવતો’તો? કે રીનાને ત્યાં બેસાડી રાખતો’તો

‘મોટીબેન હું પાછી આવું, સાંજે લેવા જાઉ ત્યારે સાહેબ ઘરભેગા થાય.”

“રવિન્દ્ર તું નહીં બદલાય! દસ વર્ષથી ડ્રાઇવ કરે છે પણ જાતે ડિરેક્સન ફોલો કરવાનું ક્યારે શીખશે? “

“પણ મોટીબેન હું ડિરેક્સન લખેલ કાગળ પર નજર કરું તો રોડ ન દેખાય અને આટલા મારંમાર ટ્રાફિકમાં અકસ્માત થઇ જાય તો?.” મોટીબેન શું બોલે?  એ વખતે જી પી એસની સગવડતા હતી નહી, ઍટલે રીના, રવિન્દ્રની જી પી એસ..

રવિન્દ્ર,-રીનાના સારા નસિબે ઘર મોટીબેનનાં ઘર  નજીકમાં જ મળી ગયું. બન્નેના જોબ નજીક એટલે રવિન્દ્ર અને રીના એવાને એવાજ.

આમાં એમનો શું વાંક? ઇશ્વર કૃપા અપરંપાર ફાવતું મળી ગયું,બદલાવાની જરૂર શું?

ધીરે ધીરે બન્નેનું  ફ્રેન્ડસર્કલ વધવા લાગ્યું,બર્થ ડે પાર્ટી, બેબી સાવર, બ્રાઇડલ સાવર વગેરે પ્રસંગોમાં જવાનું બનતું, રીનાએ બે ડાયરી રાખેલ એક નામ એડ્રેસ અને ફોન નંબરની, બીજી ડીરેક્સન ડાયરી,.જેના ઘેર જવાનું હોય તેની ડીરેક્સન ડાયરીમાં લખી લે જેથી રવેન્દ્ર બે ત્રણ વખત વાંચી યાદ રાખી શકે,આટલી સગવડતા રીના આપે. નીકળતા પહેલા યાદ કરાવે રવિન્દ્ર ડીરેક્સન યાદ રાખી? “હા પણ તું ડાયરી તારી પર્સમાં રાખજે, ભૂલા પડીયે તો તરત જોઇ લેવાય, રીના માથે હાથ મુકી રવિન્દ્ર હું તારા માટે ડાયરી તૈયાર કરું પણ તને વાંચવાની અને યાદ રાખવાની આળસ, કાલ સવારે બાપ બનવાનો, તોય તું હતો ત્યાંને ત્યાં જ.

હનિ હજુ બે એક મહિનો અને દસ દિવસ બાકી છે, અને જી પી એસ આ વિક એન્ડમાં બાય કરી લઇશું.

.જી પી એસ માર્કેટમાં આવ્યું કે તુરત મોટીબેને રવિન્દ્ર માટે લઇ લીધેલ. આ. ફ્રાઇડે રવિન્દ્રની બર્થ ડે, મોટીબેન અને રાજ સવારના ૭ વાગ્યામાં રવિન્દ્રના ઘેર ડૉર બેલ મારી, રવિન્દ્રએ ડૉર ઓપન કર્યું, “અરે મોટીબેન જીજાજી તમે!! આવો આવો મારી બર્થ ડૅ ના આશીર્વાદ લેવા હું રાત્રે આવવાનો જ હતો.”

“અમે તને આશીર્વાદ આપવા આવી ગયા”

રવિન્દ્ર બેન બનેવીના પગે લાગ્યો બેને આશીર્વાદ સાથે ગીફ્ટ આપી,રવિન્દ્ર ગીફ્ટ ખોલ અને આજે જ એનું ઉદઘાટન કર,રવિન્દ્રએ રેપર ખોલ્યું અરે વાહ જી પી એસ!!

“હા રવિન્દ્ર હવે જી પી એસ બોલશે, તારે ડીરેક્સન જોવાની જરૂર નહી.અને અકસ્માતની ચિંતા નહી.

ડૉ રાજઃ અવાજ રીના જેવોજ મીઠો તને રીના બોલતી હોય તેવું જ લાગશે

ત્યાં જ રીનાનો અવાજ સંભળાયો “રવિન્દ્ર મને દુઃખે છે તું મારા અને તારા જોબ પર ફોન કરી દે, મારે હોસ્પિટલ જવું  પડશે. તારાથી ડ્રાઇવ ન થાય તો મોટીબેનને બોલાવી લે.”

મોટીબેનઃ “રીના હું અહીં જ છું અંદર ગયા તપાસી બોલ્યા ફોલ્સ પેઇન લાગે છે, પણ જઇ આવીએ રવિન્દ્ર જી પી એસમાં હોસ્પીટલનું ઍડ્રેસ નાખ, અને ડૉ રાજની હેલ્પથી રવિન્દ્રએ જી પી એસમાં એડ્રેસ નાખી દીધું, રાજેન્દ્ર અને ડૉ.રાજ આગળ બેઠા મોટીબેન અને રીના પાછળ .જી પી ઍસનું બોલવાનું શરું. ટેક રાઇટ, ગો વન માઇલ ટેક રાઇટ ઓન ૫૯ ગો વન ફોર્થ માઇલ મર્જ ઓન હાઇ વે….

ડૉ રાજઃ “રીના તારી ડ્યુટી આ બેનને સોંપાય ગઇ છે. તું રિટાયર્ડ.

“મોટીબેનઃરીનાને તો હવે ૨૪/૭ ની ડ્યુટી શરૂ થશૅ, રિટાયર્ડ ફક્ત જી પી ઍસ સર્વિસમાંથી.”

“રીના હોસ્પીટલ આવી ગઇ, મેટર્નિટી માટે પાર્ક ક્યાં કરવાનું?”

રીના ઉકારા કરતા બોલી:” પાછળ જવાનું રિઝર્વ ફોર મેટર્નિટિંમાં”

ડૉ. રાજઃ: “રાજેન્દ્ર તું એવોને એવોજ રહ્યો!!”

 

 

 

 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s