તમે એવા ને એવા જ રહ્યા પ્રવીણા કડકિઆ

no change

no change

************************************************************************************

‘ તમે એવા ને એવા જ રહ્યા’  એ વાંક્ય મૂકેશને કાંટાની જેમ ચુભતું. ગમે તેટલા કડવા વચન સહેવાની મુકેશમાં શક્તિ હતી. ક્યાં જુવાનીનો માથા ફરેલ મુકેશ ! ક્યાં આજનો મગજ પર બરફની પાટ  મૂકીને જીવતો મુકેશ! બાળકો મોટા થયા અને મુકેશને પોતાની વર્તણૂક વિષે છણાવટ કરવાનો વિચાર સ્ફૂર્યો. મક્કમ નિર્ધાર કર્યો અને કાયાપલટ કરી. દીકરી મહી અને દીકરો માલિન પપ્પાને જોઈ રહ્યા. પપ્પાના સ્વભાવ પર વારી ગયા. દીકરી તેને આંખોની કીકી સમાન. દીકરો તો હવે તેનાથી ત્રણ ઈંચ ઉંચો હતો. બાળકો પિતાને આદર ત્યારે જ આપે જ્યારે પિતા મિત્રની જેમ પેશ આવે. ૨૧મી સદીમાં બાલકોને પ્યારથી વશ કરાય !

બન્ને બાળકોને થતું, પપ્પા ગરમ થતા તેનું કારણ વ્યાજબી હતું. શરૂઆતની જીંદગીમાં નોકરી પર રહેતો કામનો ભાર.  વળી મમ્મી, પપ્પા ઘરે આવે એટલે કામથી થાકે તેની ફરિયાદ. સહાનુભૂતિના બે  શબ્દો તો બાજુએ રહ્યા. મહી અને માલિન વચ્ચે ખાલી એક વર્ષનો તફાવત હતો. મહી જરા નબળી હતી તેથી જાણે બન્ને જોડિયા બાળક હોય તેવું લાગે. માનુની ઉમર ત્યારે માંડ ૨૬ વર્ષની હશે!  મહી, મમ્મીની હિમત, ધિરજ અને લાગણીઓને દાદ આપતી. જ્યારે પપ્પા સામે થોડી બેફિકરાઈ ભર્યું વર્તન કરે ત્યારે કાંઈ ન બોલવામાં પોતાનું ડહાપણ સમજે. મૂકેશ બે બાળકોની પરવરિશમાં ગુંથાયેલી માનુની હિમતને દાદ આપતો.

મુકેશને હમેશની  નાની શી ફરિયાદ રહેતી, કે તેની  એકની એક વહાલી પત્ની, કદાપી કદર ન  કરતી ! આજે પણ હોંશથી સારા સમાચાર આપવા આવેલાં મૂકેશનું દિલ દુભવ્યું. ‘તમે એવાને એવા જ રહ્યા, ઓફિસથી આવ્યા હાથ તો ધુઓ’. મુકેશ માથે હાથ મૂકીને બેઠો હતો. માનુ તેને હમેશા મહેણાં મારે ” તમે તો  એવા ને એવા જ રહ્યા” ! તેને મનમાં વિચાર આવ્યો, ‘આટલું બધું પરિવર્તન આવ્યું . માનુના મનમાંથી પૂર્વાગ્રહ હઠતો જ નથી’ ! હમેશા લીલા ચશ્મામાંથી નિહાળે તો લીલું દેખાય અને લાલમાંથી લાલ. ગુસ્સો તો હમેશા નાકને ટેરવે બેઠો હોય એ મુકેશ હવે ઉંચા સાદે પણ ન બોલતો.

માનુ, પોતે જરા પણ બદલાઈ ન હતી. તેથી મુકેશને વાત વાતમાં છણકા કરીને કહે ‘ તમે તો એવા ને એવા રહ્યા’. બાળકો જ્યારે પપ્પાને મમ્મી આવું કહે ત્યારે, એક બીજાની સામે આંખ મીચકારે અને સ્મિત રેલાવે. મૉર્ડન મમ્મી આખો વખત લેડિઝ ક્લબ અને મિટીંગોમાં બીઝી રહે. સમય સાથે મુકેશની બેંકમાં થપ્પીઓ વધતી ચાલી. માનુનો પ્યાર અને જબાન બન્નેમાં ખાસો ફરક જણાતો. પૈસાની ચમક દમકથી કોણ નથી અંજાતું ? ભૂલી જતી કે આ બધી તાગડધીન્ના મુકેશ મહેતાને આભારી હતા!

‘મીઠી વાણી અને કડવું અંતર,  વરવું જીવન બાહર ભિતર’ ! આવું તો મારું વર્તન નથી, નથી ને નથી ! પ્રેમ એટલે શું વેવલાવેડા કરવાનાં. એવું  તો ભાઈ મને નહી આવડે. અરે મારો તુમાખી શેઠ પણ કહે છે, ‘મુકેશભાઈ તમારામાં ધરખમ ફેરફાર થઈ ગયો છે. તમે નોકરી પર નવા હતા ત્યારે અને આજે ખૂબ બદલાઈ ગયા. વિપાસનામાં જઈ આવ્યા પછી તમારી કાયાપલટ  થઈ ગઈ.’ કાયાપલટ થઈ ગઈ અને નસિબમાં ઉછાળો આવ્યો પોતાનો ધંધો શરૂ કર્યો.

જ્યારે મારી પત્ની માનુ,  હાલતાં ચાલતાં મને  કોડીનો કરી નાખે છે. આખી જીંદગી એક ડૉલર કમાઈ નથી વાપર્યા છે, પૂછશો જ નહી’. અમેરિકા શું આવી છે. ભારતના બધા સંસ્કાર ત્યાં મૂકીને પ્લેનમાં બેઠી હતી. શરૂ શરૂમાં નવા પરણેલા હતાં ત્યારે હું, હસી કાઢતો. હવે  પત્નીની નાદાની પર ચીડાવાનું પણ છોડી દીધું. તેને ખુશ રાખવા ‘લીવ ઈન મેઈડ’ રાખી આપી, ના એણે રાખી લીધી. પણ કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તોયે વાંકી ને વાંકી’.

‘તમને થશે હું ડૉક્ટર કે વકીલ છું? ‘ ના !

‘તેમના કરતાં વધારે કમાઉ છું’. મારો પોતાનો ધંધો છે. વાણિયાનો દીકરો ધંધો તો તેના લોહીમાં હોય. બે મૉટેલ અને એક એપાર્ટમેંટ કોમપ્લેક્ષ સોનાની ઈંડા મૂકતી મરઘી જેવા છે. સમાજમાં ઈજ્જત અને માન સન્માન મેળવનાર પણ  ઘરમાં કોડીનો! આખરે વિચાર કર્યો ,’આ મારી બૈરીને પાઠ ભણાવવો પડશે! ‘ ખૂબ વિચારને અંતે નક્કી કર્યું, લાવને વર્તન પહેલાં જેવું કરું. તેને ખબર પડે કે હું એવો ને એવો છું કે પોતે બદલાઈ નથી’. ૫૦ થયા મારી માનુને. ‘

માનુ દિલની ખૂબ પ્રેમાળ. મુકેશ અને બાલકો માટે મરી પડૅ. અરે, જો મુકેશ ઓફિસે જતાં ‘લંચ’ લેવાનું ભૂલી ગયો હોય તો તેના નિર્ધારિત લંચ સમય પહેલાં બન્નેનું લંચ લઈ ‘સરપ્રાઈઝ  ‘ આપવા ઓફિસે પહોંચી જાય. પ્રેમથી સાથે લંચ લે. મુકેશ એ દિવસે એ્ને  ખુશ કરે. સાંજના મજાનો બુકે લઈને ઘરે આવ્યો જાણવો. જે રીતે   માનુ પ્રેમ જતાવવામાં નિપુણ એ જ પ્રમાણે મનનું ધાર્યું કોઈ વાર ન થાય ત્યારે “તમે એવા ને એવા રહ્યા’ એ વાક્ય ઉચ્ચારે ત્યારે મુકેશને દિલમાં અગન બળે’ !

મુકેશ, માનુને ખૂબ પ્યાર કરતો. તેના ધારવા પ્રમાણે માનુ પણ તેને હ્રદયથી ચાહતી હતી. જેને કારણે તેનું અજુગતું વર્તન સહ્ય બનાવતો. માનુ પોતાના પિયરની દરેક વ્યક્તિ માટે પક્ષપાત કરતી પણ તે આંખ આડા કાન કરતો. કદી તેની પાસે હિસાબ ન માગતો.  તેણે સત્ય સ્વીકાર્યું હતું કે સ્ત્રીને હમેશા પોતાના સગા વહાલાં જ પ્યારા હોય છે. કહેવાય છે ને ‘પિયરનું કૂતરું  પણ વહાલું હોય. આ સનાતન સત્ય છે. સ્વીકારીશું તો જ સુખી થવાશે.

મુકેશના મમ્મી અને પપ્પા રહે સેમ ટાઉનમાં. દર શનિવારે બ્રેકફાસ્ટ તેમની સાથે કરતો.

‘આજે મેં ગરમા ગરમ બટાકા પૌંઆ  કર્યા છે. ‘

‘માનુ તને ખબર છે, આજે શનિવાર છે !’

‘તમે એવા ને એવા જ રહ્યા’. તમારા નક્કી કરેલા કાર્યમાં મીનીમેખ ન થાય.

“ડાર્લિંગ, તેઓ મારી વાટ નિરખે, હું ન જાંઉ તો નિરાશ થાય’!

મુખ પર આવેલાં અણગમતા વાદળોનો ભાવ છુપાવવા મુકેશ સફળ રહ્યો. મનમાં થતું આ શબ્દો મને કેમ “બેડ વર્ડઝ”ની  જેમ વાગે છે. મુખ પર બનાવટી હાસ્ય ફેલાવતાં બોલ્યો, ‘તારે આવવું હોય તો તું પણ ચાલ મમ્મી અને પપ્પા ખુશ થશે’!

‘ના રે ના હું તો ચાનો કપ લઈ બેક યાર્ડમાં જઈશ અને પછી સ્વિમિંગ કરીશ’.

સારું કહીને ઘરની બહાર નિકળ્યો. આખે રસ્તે ગાડી ચલાવતાં, પ્રિય, મેમેસાહેબને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તે જાણતો હતો કે, ‘પતિ અને પત્નીનો રિશ્તો જેટલો ગાઢ છે તેટલો નાજુક પણ છે. આદરની ગેરહાજરી  જણાય  તે સમયે ચેતવાની જરૂર છે. આ મારી પ્રિય પત્નીને હવે ચમત્કાર ન બતાવું તો , હું મૂકેશ મહેતા નહી’!

ધીરે ધીરે જાણે માનુની વાતો સામે આંખ આડા કાન ધરતો. તેને નાખુશ જોઈ મુકેશનું હ્રદય ચીરાઈ જતું. ‘ઢીલો પડીશ, તો ધાર્યું પરિણામ નહી આવે’!

આજે માનુએ સુંદર રસોઈ બનાવી. ‘મને ભૂખ નથી. લંચમાં ક્લાયન્ટ સાથે બહાર ગયો હતો’!

માનુને દુઃખ થયું પણ મુકેશ કાઈ નાનો કીકલો  હતો કે  જબરદસ્તીથી ખવડાવાય. મોઢું ચડાવ્યું. મુકેશે માનુને  મનાવવા જવાનું મુનાસિબ ન માન્યું. દરેક વસ્તુની હદ હોય છે. ઘણીવાર ખૂબ કડક હોઈએ અને સમય  અનુસાર વળીએ નહી તો ટૂટી જવાય. પરિણામે સાંધો રહી જાય. મુકેશ બોલતો નહી. વર્તન દ્વારા માનુને ઠેકાણે લાવવામાં કામયાબ રહ્યો.

આજે સાંજના ‘પીકુ’ની ટિકિટ માલિન પાસે મંગાવી હતી. ઓફિસે ફોન કર્યો. માનુ મુકેશને સ્રરપ્રાઈઝ આપવા માગતી હતી. ત્યાંથી ડીનરમાં જવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

‘સારું થિયેટર પર સીધી આવજે.’

મિટિંગનું બહાનું બતાવી મુકેશ ગયો નહી. ખબર હતી રાતના ત્રીજુ વિશ્વયુદ્ધ થશે. ઠંડે કલેજે મુકેશ ઘરે ગયો. માનુ જમ્યા વગર બેડરૂમમાં સૂઈ ગઈ હતી.  તેના ડૂસકાં મુકેશને સંભળાતા હતા. દુઃખ થયું.

જાણે કાંઈ બન્યું નથી એવું વર્તન કર્યું. ધુંવા ફુંવા થતી માનુ આવી. ‘તમને થાય છે હું ભૂખી છું’?

‘મને એમ કે તેં જમી લીધું હશે.’

‘તમારા વગર હું કદી જમી છું’?

‘મોડું થઈ ગયું , સિનેમામાં ન આવી શક્યો’!

હજી કાંઈ આગળ બોલે તે પહેલાં માનુ બોલી ઉઠી,”તમે કેટલા બધા બદલાઈ ગયા છો”. આ શબ્દો સાંભળતા હર્ષાવેશમાં મુકેશે, માનુને બાથમાં લઈ ચુબનોથી નવડાવી દીધી !

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s