વાર્તા લેખન – “તમે એવાને એવા જ રહ્યા “- કેલીફોર્નીયાની” બેઠક”

  • બેઠકનો” આ મહિનાનો વિષય છે.વાર્તા લેખન – “તમે એવાને એવા જ રહ્યા “

વાર્તાસ્પર્ધા-“તમે એવાને એવા જ રહ્યા ” 

વાર્તાસ્પર્ધાના નિયમો

  1. વાર્તાની શબ્દ મર્યાદા ૧૦૦૦ શબ્દથી ૧૫૦૦ શબ્દની જ રહેશે.
  2. ઓછા શબ્દોની વાર્તા બ્લોગ પર અને facebook પર જરૂર મુકવામાં આવશે ,પણ સ્પર્ધા માટે યોગ્ય ગણાશે નહીં
  3. ૧૦૦૦થી ઓછા શબ્દવાળી વાર્તાઓ ગેરલાયક ઠરશે..જે સ્પર્ધકની વાર્તા જેટલી વહેલી આવશે તેટલી વધુ સમય વાચકોની સમક્ષ રહેશે.
  4. સ્પર્ધાની વાર્તાઓ વાચકો માટે 1લી જુન થી ઓપન થશે અને 19મી જુન સુધી ખુલ્લી રહેશે.અને
  5. 19મી જુને વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.”શબ્દોના સર્જન” પર અને “સહિયારા સર્જન” પર લખનાર દરેક વ્યક્તિ ભાગ લઇ શકે છે.

તરુલતાબેન મહેતા ઇનામની જાહેરાત કરશે. 

વિષય છે “તમે એવાને એવા જ રહ્યા “

સ્પર્ધા વિશે વધુ માહિતી માટે પ્રજ્ઞા દાદભાવાળા નો સંપર્ક કરી શકો છો.pragnad @gmail com તો રાહ શેની જુઓ છો. ? ‘ઉપાડો તમારી કલમ’ અને તમારી “અપ્રકાશિત” ઉત્તમ વાર્તા જલ્દીથી અમને મોકલો.

“તમે એવાને એવા જ રહ્યા “

અહી આપણે છણકો કરતી સ્ત્રી અથવા પુરુષની માત્ર વાત નથી કરતા 

હા ઘણી વાર ધંધામાં, તો કોઈ વાર રાજનીતિમાં આ શુબ્દનો પ્રયોગ થાય છે 

શું આપણે નેતાને નથી કહેતા “તમે એવા ને એવાજ રહ્યા” 

તો હંમેશા મોડા આવતા મહેમાન ને પણ હસી ને કહીએ છીએને કે “તમે એવાને એવાજ રહ્યા” 

કોઈને પત્ની પસંદ નથી, “તો કહે છે તમે એવાને એવાજ રહ્યા” 

તો કોઈને બોસ પસંદ નથી. 

અમદાવાદી અમેરિકામાં આવ્યા પછી ચાની અડધી ચૂસકી લેતા જોઈએ તો કહીએ છીએ ને “તમે એવા ને એવાજ રહ્યા”.

કોઈને પિતા સાથે અણબનાવ છે, 

તો કોઈને જ્ઞાતિ ધર્મના આડંબર સાથે ઝઘડો છે. 

“મોદી એવા ને એવા જ છે એમ નાયડુ કહે” ને? 

એવાને હું એવું ચોખ્ખું જ કહી દઉં આવું બોલનારને આપણે કહીએ છીએ ને તમે એવા ને એવા રહ્યા ? 

આમ, દરેક માણસને એમ લાગે છે કે પોતે સાચો છે અને કહે છે તમે એવા ને એવા જ રહ્યા .

કેટલીક બાબત એવી છે કે જેને તમે તમારા જીવનમાં બદલી શકતા નથી, “તમે એવાને ને એવા જ રહ્યા”

એવા અહોભાવથી તેનો સ્વીકાર હસીને કરવો જ રહે છે,

કુતરાની પૂછડી વાંકી અને વાંદરો ગુલાંટ મારતા ન ચુકે તો શું કહો છો ? ફરી પાછા હતા એવાને એવા જ,

પ્રેમ, કચવાટ, ગુસ્સો, વિરોધ,,ગમો અને અણગમો બધું જ આ ની અંદર સમાય છે. 

જે સુધરે નહિ 

એને કહીએ છીએને તમે “એવાને એવાજ રહ્યા। ….

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s